LibreOffice-Suite-Calc/C3/Images-and-Graphics/Gujarati
From Script | Spoken-Tutorial
Resources for recording
VISUAL CUE | NARRATION |
00:00 | લીબરઓફીસ કેલ્કમાં ઈમેજો (ચિત્રો) દાખલ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે નીચેનું શીખીશું : |
00:09 | ડોક્યુંમેંટમાં ઈમેજ ફાઈલ દાખલ કરવું. |
00:13 | ઉદાહરણ તરીકે - jpeg, png અથવા bmp. |
00:19 | અહીં આપણે, ઉબન્ટુ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ઉપયોગમાં લઇ રહ્યા છીએ |
00:28 | સ્પેડશીટમાં ઈમેજો નીચે દ્વારા દાખલ કરી શકાય છે,
|
00:39 | આપણે આ દરેક વિશે વિગતમાં ચર્ચા કરીશું. |
00:43 | “Personal-Finance-Tracker.ods” સ્પ્રેડશીટ ખોલીએ. |
00:48 | પહેલા, sheet 2 પસંદ કરીએ. |
00:51 | આ શીટ્સમાં ઈમેજીશ દાખલ કરીશું. |
00:54 | સેલ પસંદ કરી પિક્ચરો દાખલ કરવું, એ સારી આદત છે. |
00:59 | જો ઈમેજ પહેલાથીજ તમારા કોમપ્યુંટર પર સંગ્રહીત હોય, તો તમે પહેલા “Insert” પર ક્લિક કરી તેને દાખલ કરી શકો છો. |
1:06 | અને ત્યારબાદ “Picture” અને “From File” પસંદ કરીને. |
1:10 | હવે તમે જે ઈમેજને દાખલ કરવા માંગો છો તેને લોકેટ (સ્થાન નિર્ધારિત કરવું) કરો. |
1:14 | મેં પહેલાથી જ કેટલીક ઈમેજીશ ડેસ્કટોપ પર “Images” નામના ફોલ્ડરમાં સંગ્રહીત કરી છે. |
1:20 | હું “Image1” પસંદ કરીશ. |
1:24 | આપણે ઈમેજનું નામ “Location” ફીલ્ડમાં જોશું. |
1:28 | “Open” બટન પર ક્લિક કરો. |
1:31 | અવલોકન કરો કે ઈમેજ સ્પ્રેડશીટમાં દ્રશ્યમાન થાય છે |
1:38 | તેને લીંક કરી બીજું એક પિક્ચર દાખલ કરીએ. |
1:42 | પહેલા એક નવો સેલ પસંદ કરીએ. |
1:45 | હવે, “Insert” અને “Picture” પર ક્લિક કરી “From File” પસંદ કરીશું. બીજી ઈમેજ પસંદ કરીશું. |
1:55 | હવે “Image 2” પર ક્લિક કરો. |
1:58 | ઈમેજને ડોક્યુંમેંટ સાથે લીંક કરવા માટે, “Link” વિકલ્પ ચેક કરી “Open” પર ક્લિક કરો. |
2:05 | પ્રદર્શિત થયેલ ડાયલોગ બોક્સમાં, “Keep Link” બટન પર ક્લિક કરો. |
2:11 | પિક્ચર હવે ફાઈલને લીંક થયેલ છે. |
2:15 | લીંકીંગ (જોડાણ કરવું) |
2:17 | જયારે આપણે ફાઈલને લીંક કરીએ છીએ :
પહેલા, તે સ્પ્રેડશીટનાં માપને ઓછું કરે છે જયારે તે સંગ્રહીત થાય છે. |
2:23 | કારણ કે આપણી સ્પ્રેડશીટ ઈમેજ ધરાવતી નથી. |
2:27 | બીજું, તે યુઝરને બંને ફાઈલો જુદી જુદી રીતે સુધારીત કરવા માટે સક્રીય કરે છે. |
2:32 | ઈમેજ ફાઈલમાં થયેલ કોઈપણ ફેરફારો,
સ્પ્રેડશીટમાં લીંક થયેલ ઈમેજમાં, દેખાશે. |
2:39 | Image 2 નો રંગ બદલીએ, જે ફાઈલને ભૂખરાં રંગ તરીકે લીંક થયો છે. |
2:46 | આ પીક્ચરને એડીટ (સુધારણા) કરવા હેતુ હું પિક્ચર એડીટર GIMP ને ઉપયોગમાં લઇ રહ્યી છું. |
2:50 | તમે કોઈપણ એડીટરને વાપરી શકો છો જે તમારા મશીન (કોમપ્યુંટર) પર સંસ્થાપિત હોય. |
2:54 | પહેલા ચાલો "Personal-Finance-Tracker.ods" ને સંગ્રહીત કરીએ અને બંધ કરીએ |
3:01 | આગળ, ઈમેજીસ ફોલ્ડર પર જાવ. |
3:04 | "Image 2" ને પસંદ કરો. |
3:06 | હવે, જમણું ક્લિક કરીને Open with GIMP પસંદ કરો. |
3:10 | Image 2 GIMP માં ખુલે છે. |
3:13 | હવે ચાલો પિક્ચરને રંગમાંથી ગ્રેસ્કેલ (ભૂખરાં રંગ) માં બદલી કરીએ. |
3:18 | હવે, ઈમેજને સંગ્રહીત કરીને બંધ કરો. |
3:22 | ચાલો Personal-Finance-Tracker.ods ખોલીએ. |
3:26 | Image 2 હવે ગ્રેસ્કેલમાં દ્રશ્યમાન થાય છે. |
3:30 | જયારે કે, ફાઈલને લીંક કરવાનો એક મોટો ગેરફાયદો છે કે,
જયારે પણ તમે આ સ્પ્રેડશીટને જુદા કોમપ્યુંટર અથવા વપરાશકર્તાને મોકલવા ઈચ્છો છો, |
3:40 | તમને બંનેને મોકલવું પડશે, સ્પ્રેડશીટ એ જ પ્રમાણે ઈમેજ ફાઈલને. |
3:44 | જેનો અર્થ છે, તમને હંમેશા એ સ્થાનનું ટ્રેક રાખવું પડશે જ્યાં તમે બંને ફાઈલને સંગ્રહીત કરી રહ્યા છો. |
3:52 | ચાલો આ ઈમેજને સ્પ્રેડશીટની જમણી બાજુએ ખસેડીએ |
3:58 | બીજી અન્ય પદ્ધતિ ઈમેજને એક સ્પ્રેડશીટમાં દાખલ કરવાની એ છે કે તેને તેના ફોલ્ડરમાંથી ડ્રેગ (ખસેડવું) કરવી |
4:05 | જ્યાં તમે ઈમેજને સંગ્રહીત કરી છે અને તેને તમારા સ્પ્રેડશીટ પર ડ્રોપ (એક સ્થાને મુકવું) કરવી. |
4:09 | ચાલો એક ઈમેજને ડ્રેગ અને ડ્રોપ કરીએ. |
4:12 | હવે ઈમેજ ફાઈલને સીધી રીતે તમારી સ્પ્રેડશીટમાં ડ્રેગ અને ડ્રોપ કરો જ્યાં તમે તેને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો. |
4:19 | તમે જુઓ છો કે ઈમેજ તમારા ડોક્યુંમેંટમાં દાખલ થાય છે. |
4:23 | ચાલો આ ફેરફાર CTRL અને Z દાબીને અનડૂ (પહેલા હતું તેવું) કરીએ. |
4:29 | હવે ચાલો ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ વાપરીને ઈમેજને લીંક કરીએ. |
4:34 | આ પણ સરળ છે!
ફક્ત “Control” અને “Shift” કી દબાવીને પકડી રાખો |
4:40 | જયારે ઈમેજને સ્પ્રેડશીટમાં ડ્રેગ કરી રહ્યા છો. |
4:44 | ઈમેજ ફાઈલ હવે ડોક્યુંમેંટને લીંક (જોડાણ) થયેલી છે. |
4:48 | ચાલો CTRL અને S બંને કી સાથે દબાવીને આ કેલ્ક ફાઈલને સંગ્રહીત કરીએ. |
4:54 | હવે ચાલો આ ફાઈલને બંધ કરીએ. |
4:58 | હવે ચાલો જ્યાં ઈમેજ સ્થાનાંકિત છે એ ફોલ્ડરમાં જઈએ. |
5:02 | ચાલો “Image 3.jpg” ને રીનેમ (ફરી નામ બદલવું) કરીએ, જે આપણે ફાઈલમાં “Image4.jpg” તરીકે દાખલ કરી હતી. |
5:12 | હવે “Personal Finance Tracker.ods” ફાઈલને ફરીથી ખોલો. |
5:18 | તમે જુઓ છો કે લીંક થયેલ ઈમેજ હવે દ્રશ્યમાન નથી! |
5:22 | લીંક થયેલ માર્ગ એક એરર (ત્રુટી) દર્શાવે છે! |
5:25 | ચાલો આપણે આ લીંક રદ્દ કરીએ. |
5:28 | આ ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઈનમેંટ (સોપણી) કરો. |
5:32 | કેલ્ક શીટમાં એક ઈમેજને એક લીંક તરીકે દાખલ કરો, તેને સંગ્રહીત કરો અને બંધ કરો. |
5:38 | હવે એ ફોલ્ડર પર જાવ જ્યાં ઈમેજ સંગ્રહીત છે અને ઈમેજને રદ્દ કરો. |
5:43 | કેલ્ક ફાઈલમાં ઈમેજ હજુપણ દ્રશ્યમાન છે કે તે માટે તેને ખોલીને તપાસ કરો. |
5:49 | હવે ઈમેજ ફોલ્ડરમાં ઈમેજને પાછી પેસ્ટ (ચોંટાડવું) કરો. |
5:53 | તપાસ કરો કે ઈમેજ કેલ્ક ફાઈલમાં દ્રશ્યમાન છે કે નહી. |
5:57 | “Standard” ટૂલબારની જરા નીચે આવેલા એક નવા ટૂલબારની નોંધ લો. |
6:02 | આ “Picture” ટૂલબાર છે. |
6:04 | “Picture” ટૂલબારની ઉપરની બાજુએ ડાબી તરફ આવેલું “Filter” બટન ઈમેજના દેખાવને બદલી કરવાનાં અનેક વિકલ્પો આપે છે. |
6:13 | ચાલો CTRL અને Z દાબીને આને અનડૂ કરીએ. |
6:18 | “Graphics mode” બટન પાસે ઈમેજને ગ્રેસ્કેલ [ભૂખરી], બ્લેક-એન્ડ-વ્હાઈટ [કાળી અને સફેદ] અથવા વોટરમાર્ક જેવી બદલી કરવાનાં વિકલ્પો છે. |
6:26 | “Picture” ટૂલબાર પર બીજા અન્ય વિકલ્પો છે જે આપણે પછીથી આવરી લેશું. |
6:32 | આગળ આપણે શીખીશું કે ઈમેજને ક્લીપબોર્ડમાંથી કેવી રીતે દાખલ કરવી. |
6:37 | કોઈ એક ક્લીપબોર્ડ પર સંગ્રહીત થયેલ ઈમેજોને કોપી કરી શકે છે, એક લીબરઓફીસ સ્પ્રેડશીટમાંથી બીજામાં. |
6:44 | ચાલો એક નવી સ્પ્રેડશીટ બનાવીએ અને તેને “abc.ods” જેમ નામ આપીએ. |
6:50 | આ આપણું ટાર્ગેટ (લક્ષ્યાંક) ડોક્યુંમેંટ છે. |
6:53 | આપણી પાસે આપણી “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં પહેલાથીજ એક ઈમેજ છે. |
6:59 | આ આપણું સ્ત્રોત ડોક્યુંમેંટ છે. |
7:02 | હવે જે ઈમેજ ફાઈલને કોપી કરવી છે તેને સ્ત્રોત ફાઈલમાંથી પસંદ કરો. |
7:06 | ઈમેજને કોપી કરવા માટે “CTRL” અને “C” બંને કી સાથે દબાવો. |
7:11 | ઈમેજ હવે ક્લીપબોર્ડ પર સંગ્રહીત થઇ ગયી છે. |
7:15 | હવે ટાર્ગેટ ડોક્યુંમેંટ પર સ્વીચ (પર જવું) કરો, જે “abc.ods” છે. |
7:21 | “abc.ods” માં જ્યાં તમે તમારી સંગ્રહીત ઈમેજને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો એ જગ્યા પસંદ કરો. |
7:28 | હવે ડોક્યુંમેંટમાં ઈમેજ દાખલ કરવા માટે “CTRL” અને “V” બંને કી સાથે દબાવો. |
7:35 | આપણે જોઈએ છીએ કે ઈમેજ આપણી ટાર્ગેટ ફાઈલમાં દાખલ થઇ ગયી છે. |
7:42 | હવે આપણે શીખીશું કે ઈમેજોને સીધી રીતે કેલ્ક ગેલેરીમાંથી કેવી રીતે ઉમેરવી. |
7:48 | “Gallery” ઈમેજ એજ પ્રમાણે ધ્વનીઓ ધરાવે છે જે તમે તમારી સ્પ્રેડશીટમાં દાખલ કરી શકો છો. |
7:54 | ચાલો જોઈએ આને કેવી રીતે કરવું છે. |
7:57 | સ્ટેનડર્ડ ટૂલબારમાં “Gallery” આઇકોન પર ક્લિક કરો. |
8:01 | વૈકલ્પિક રીતે, મેનૂબારમાં “Tools” વિકલ્પ પર ક્લિક કરો અને ત્યારબાદ તેને ખોલવા માટે “Gallery” પર ક્લિક કરો. |
8:09 | હવે એ ઈમેજો દ્વારા જાવ જે “Gallery” પૂરી પાડે છે અને તમે જે ઈમેજ તમારા ડોક્યુંમેંટમાં દાખલ કરવા માટે ઈચ્છો છો તેના પર ક્લિક કરો. |
8:18 | ઈમેજને “Gallery” માંથી ડ્રેગ કરો
અને તમે જ્યાં દાખલ કરવા માટે ઈચ્છો છો ત્યાં સ્પ્રેડશીટમાં તેને ડ્રોપ કરો. |
8:26 | તમે જુઓ છો કે ઈમેજો આપણી “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં દાખલ કરાય છે. |
8:34 | 'LibreOffice Calc' પરનાં આ મૌખિક ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે. |
8:39 | સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે -
એક ઈમેજ ફાઈલને અનેક અલગ અલગ રીતે એક સ્પ્રેડશીટમાં દાખલ કરવી |
8:46 | જેમ કે
|
8:52 | આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો |
8:55 | તે મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે |
8:58 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
9:03 | મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ
મૌખિક ટ્યુટોરીયલોની મદદથી કાર્યશાળાઓ (વર્કશોપો) નું આયોજન કરે છે. |
9:08 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
9:12 | વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
9:19 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે |
9:23 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
9:31 | આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે
સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો |
9:41 | આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |