PHP-and-MySQL/C4/User-Registration-Part-6/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:03, 4 April 2013 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 નમસ્કાર મિત્રો, સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે, જે અધિકાંશે એક અપડેટ ટ્યુટોરીયલ છે ન કે એક સંપૂર્ણ લાંબો વિડિઓ.
0:08 કોઈએ મને નિર્દેશ કર્યું છે કે મારી રજીસ્ટર સ્ક્રીપ્ટમાં, મને અમુક પ્રકારની તપાસો કરવાની જરૂર છે એ નોંધ કરવા માટે કે યુઝર એમના દ્વારા સ્પષ્ટ કરાયેલા યુઝરનેમથી રજીસ્ટર થયેલ છે કે નહી.
0:19 ફોર્મ પર પાછા જઈએ જે અહીં છે. અહીં ફુલનેમ ટાઈપ કરી શકો છો. તમે યુઝરનેમ અને પાસવર્ડ પસંદ કરી શકો છો.
0:28 મારી પાસે પહેલા આ વેલ્યુઝ હતી. હમણા માટે આ રદ કરીએ.
0:33 પણ, આપણે શું ઈચ્છીએ છીએ કે, જયારે યુઝરનેમ પસંદ કરીશું...
0:37 ઉદાહરણ તરીકે, ધારો કે હું યુઝરનેમ "alex" સાથે રજીસ્ટર કરી રહ્યી છું. ડેટાબેઝમાં જોશું કે અહીં યુઝરનેમ "alex" પહેલાથી જ હાજર છે.
0:44 તો આપણે યુઝરનેમના અસ્તિત્વ માટે તપાસ કરીશું.
0:49 જો યુઝરનેમ પહેલાથી અસ્તિત્વમાં છે, તો યુઝરને રજીસ્ટર ન કરવાં દેશું કારણ કે બે વાર યુઝરનેમ નથી જોઈતું.
1.01 જો મારે અહીં રજીસ્ટર કરવું છે, તો હું યુઝરનેમ "alex" તરીકે પસંદ કરી પાસવર્ડ નાખીશ. યુઝરનેમ "alex" ડેટાબેઝમાં પહેલાથી છે.
1:13 આને ફક્ત નામ માટે બદલીએ અને રજીસ્ટર પર ક્લિક કરીએ. હું સફળતાપૂર્વક રજીસ્ટર થયી છું.
1:23 ડેટાબેઝ અંદર જોઈએ. આપણી પાસે alex સાથે બે યુઝરનેમ છે. હવે આ લોગીન કરતી વખતે સમસ્યાઓ ઉભી કરશે.
1:33 1 લાં નામની ઉપસ્થિતિ, આ અહીં લોગ ઇન થઇ જશે. અને આની અવગણના કરાશે. આમ આ વ્યક્તિ ડેટાબેઝમાં કદી પણ લોગ ઇન કરવા માટે સમર્થ રહેશે નહી.
1:45 તો તેને રદ્દ કરો.
1:48 તમને અમુક પ્રકારની તપાસણી બનાવવાની જરૂર છે એ જોવા માટે કે યુઝરનેમ પહેલાથી અસ્તિત્વમાં છે કે નથી.
1:53 આ ખુબ જ સરળ છે. આ કરવાં માટે ઘણી પધ્ધતિ છે.
1:59 પરંતુ હું સૌથી સરળ અને વધુ અસરકારક માર્ગ સાથે જઈશ જે કામ કરશે.
2;04 હવે પહેલી વસ્તુ જે હું કરીશ, તે છે ડેટાબેઝ સાથે જોડાવા માટે કોડ લેવું.
2:11 મારા ડેટાબેઝને પસંદ કરી. હું આ ત્યાં સુધી લઇ જઈશ જ્યાં સબમીટ બટન ચેક કર્યું છે.
2:21 આમ, આ ડેટાબેઝથી જોડાણ કરે છે. હું અહીં અંદર છું.
2.26 ત્યારબાદ, અહીં અંદર હું યુઝરનેમને તપાસવા માટે કોડને શરૂ કરી શકું છું.
2:31 હવે ધ્યાનમાં રાખો કે તમે ચેક ક્યાંપણ મૂકી ન શકો. સરળતા માટે હું તે અહીં મુકીશ અને બચેલી સ્ક્રીપ્ટને નષ્ટ કરીશ.
2.30 જો યુઝરનેમ મળે છે, તો હું આને કંઈપણ મૂકી શકું છું. તમારી વેબસાઈટમાં પૂર્ણ લંબાઈનાં પેજને ઉપયોગમાં લેતી વખતે કાળજી લો, die ફંક્શન બચેલા કોડને કાપશે. તો હું આને ઉપયોગમાં ન લઇશ.
2:51 હું એ ચેકોને આવરણમાં લઇશ જે તમારી પાસે પહેલાથી જ આવનારા સ્ટેટમેંટ અંદર છે અને જે વાસ્તવમાં સ્ક્રીપ્ટ નષ્ટ કરવા માટે નથી.
3:00 પણ અહીં તમને સામાન્ય અવધારણા મળશે કે એના પર કેવી રીતે કામ કરવું જેના પર કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
3:06 આપણને ફક્ત એક ક્વેરી ટાઈપ કરવાની જરૂર છે જે વિશેષ યુઝરનેમ સાથે એક રેકોર્ડ લેવાની સ્પષ્ટતા કરે છે.
3:18 તો અહીં "namecheck query" લખીશ. વેરીએબલ "namecheck" કહીશ અને આ mysql ક્વેરી રહેશે.
3.28 સરળતા માટે "username" પસંદ કરીશ. આ બધા ડેટા પસંદ ન કરશે.
3:40 તો users માંથી યુઝરનેમ પસંદ કરીશ, કારણ કે આ કોષ્ટકનું નામ છે.
3:47 હું લખીશ where username is equal to... જો આપણે અહીં જોઈએ તો વ્યક્તિનું યુઝરનેમ જે ફોર્મ સબમિટ કરે છે તે "username" નામના વેરીએબલમાં છે.
3:57 તો અહીં નીચે આવી "username" ટાઈપ કરી શકીએ છીએ.
4:03 હવે જો "alex" નામ પસંદ કરીએ, તો આ ડેટાબેઝમાં એ દરેક રેકોર્ડને પસંદ કરશે જે "alex" યુઝરનેમ ધરાવે છે અને આપણે જોશું આ સમયે અહીં એક છે.
4:13 હવે જો મને આ કિસ્સામાં, ફક્ત એક રેકોર્ડ સાથે સ્પષ્ટ કરવાનું હોત...
4:17 ઉદાહરણ તરીકે, જો યુઝરનેમ "Dale" તરીકે સ્પષ્ટ કરવું હોત, કોઈપણ રેકોર્ડ પાછા આવશે નહી.
4:25 તેથી, યુઝરનેમ અસ્તિત્વમાં ન હશે, જો કોઈપણ રેકોર્ડો રીટર્ન ન થશે. તો એક ફંક્શનની જરૂર છે એ તપાસવા માટે કે કેટલા રેકોર્ડો રીટર્ન થયા છે.
4:32 તમે આ એક કાઉન્ટ વેરીએબલ બનાવી કરી શકો છો. આ "mysql num rows" છે. આ ફક્ત રેકોર્ડો અથવા પંક્તિઓની માત્રા રીટર્ન કરે છે જે "namecheck" નામની ક્વેરી અંદર સમાયેલ છે.
4:50 તો આ તપાસીએ. હું કાઉન્ટ એકો કરીશ અને ત્યારબાદ સ્ક્રીપ્ટને નષ્ટ કરીશ. બાકીનો કોડ એકઝેક્યુંટ નથી થતો.
4:57 રજીસ્ટર પર પાછા જઈએ અને ફૂલનેમ "alex" તરીકે ટાઈપ કરીશ. ફૂલનેમ, ત્યારબાદ યુઝરનેમ પસંદ કરો. હું "Dale" પસંદ કરીશ.
5:10 પાસવર્ડની તપાસ ન થશે તેથી તે અવગણી શકીએ છીએ.
5:18 પરંતુ હું આ માટે આને ત્યાં મુકીશ અને રજીસ્ટર પર ક્લિક કરીશ. શૂન્યની વેલ્યુ રીટર્ન મળી છે.
5:29 કારણ કે "Dale" વાસ્તવમાં યુઝરનેમ તરીકે ડેટાબેઝમાં નથી.
5:35 તેમ છતાં જો હું આ "alex" માં બદલું છું, તે એક નાનો "a" રહેશે.
5:43 આપણને કેટલાક ..... સ્ટ્રીપ ટેગ્સ મળ્યા છે. કેસ સેંસીટીવીટી (અક્ષરો પ્રત્યે સંવેદનશીલ) સાથે વ્યવહાર માટેનો પણ માર્ગ છે, ... તો આ બીજો નિર્દેશક છે....
5:53 જયારે આપણે યુઝરનેમને ગણતરીમાં લઈશું તો લખીશું "str to lower", ફક્ત એ ખાતરી કરવા માટે કે આ હંમેશા નાના અક્ષરોમાં બદલાશે.
6:07 આગળ આપણે કરીશું... ચાલો હું શોધું.... રજીસ્ટર પર ક્લિક કરો.
6:13 એકની વેલ્યુ રીટર્ન થઈ છે. તેથી ચેક જે અહીં માટે જોઈ રહ્યા હતા તે - જો આ વેરીએબલ એકો કરી રહ્યા છીએ, તે શૂન્ય બરાબર નથી,...
6:25 ...તો યુઝરને બતાવવાની જરૂર છે કે યુઝરનેમ પહેલાથી રજીસ્ટર થયું છે.
6:30 તો અહીં સાદું if સ્ટેટમેંટ અને બ્લોક બનાવીશું.
6:36 ત્યારબાદ કહીશું, જો કાઉન્ટ શૂન્ય સમાન નથી, તો એનો અર્થ છે કે આ પરિસ્થિતિમાં અહીં એક રેકોર્ડ ઉપસ્થિત છે જ્યાં યુઝરનેમ પહેલાથી ઉલ્લેખાયેલું છે...
6:47 ...પછી સ્ક્રીપ્ટને નષ્ટ કરી Username already taken" અથવા બીજો કોઈપણ મેસેજ લખી શકીએ છીએ. અહીં પાછા આવી રીફ્રેશ કરીએ.
6:56 "alex" પસંદ કરીશું. હું પાસવર્ડ ટાઈપ કરી રજીસ્ટર પર ક્લિક કરીશ. તમે જોશો કે "Username already taken" એરર મળી છે.
7:07 જો મારે "Dale" ટાઈપ કરવું હોત અને નવું નામ અને પાસવર્ડ પસંદ કરી રજીસ્ટર પર ક્લિક કરું, આ સફળતાપૂર્વક ડેટાબેઝમાં રજીસ્ટર થયું છે કારણ કે યુઝરનેમ અસ્તિત્વમાં ન હતું.
7:24 તો હું આ અહીં છોડું છું. તમે જોશો કે રજીસ્ટર થયેલા યુઝર્સ મળ્યા છે. એક "str to lower" ફંક્શન ઉમેરો, જે બધું જ સરળ રાખવા માટે ખરેખર ઉપયોગી છે.
7:35 અથવા તમે if સ્ટેટમેંટમાં એક "str to lower" ફંક્શન વાપરી શકો છો. તે છતાં, આને સરળ રાખવા માટે હું બધાજ યુઝરનેમોને નાના અક્ષરોમાં બદલવાની સલાહ આપીશ.
7:52 તમારે તેને લોગીન સ્ક્રીપ્ટમાં પણ સમાવવાની જરૂર છે. જે કઈ પણ યુઝર લોગીન બોક્સમાં ટાઈપ કરે છે તે નાના અક્ષરોમાં બદલવાની જરૂર છે.
7:55 હું તમને આનો પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કરું છું. એરરો શોધવા માટે આ સારો માર્ગ છે.
8:02 આને પ્રયાસ કરો પણ જો તમને કોઈપણ મદદની આવશક્યતા હોય, મને ઇમેલ કરો. ખાતરી કરી લો કે તમે સુધારાઓ માટે ઉમેદવારી નોંધાવી છે.
8:07 આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali