PHP-and-MySQL/C4/Sending-Email-Part-1/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:08, 23 January 2013 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 નમસ્કાર, સ્વાગત છે. આજે હું તમને શીખવીશ કે ઈમેલ સ્ક્રીપ્ટને કેવી રીતે બનાવવી ખાસ કરીને જયારે તમે યુઝર ને વેબસાઈટ પર રજીસ્ટર કરી રહ્યાં છો.
0:12 તેઓ રજીસ્ટર થયા છે એ ખાતરી કરાવતો ઈમેલ તમે તેઓને કેવી રીતે મોકલો છો. હું આ કેટલેક અંશે સ્ક્રીપ્ટ બનાવીને કરીશ - એક "Send me an email" સ્ક્રીપ્ટ.
0:24 આ એક html ફોર્મ રહેશે જેમાં તમે વિષય અને મેસેજ લખી શકો છો અને દર્શાવેલ એડ્રેસ પર મોકલી શકો છો.
0:34 તો, આપણે એક એડ્રેસ વેરીએબલ બનાવીશું.
0:39 હું અહીં મારું "hotmail" એડ્રેસ ટાઈપ કરીશ.
0:48 તમે જોઈ શકો છો કે જયારે હું મારું વર્તમાન "hotmail" પેજ ખોલું છું અને "Inbox" પર ક્લિક કરું છું, અહીં મારાં દ્વારા કોઈપણ ઈમેલો નથી.
0:55 આ સમયે અહીં કોઈપણ નવા ઈમેલો નથી.
1:05 તો મારા એડ્રેસ વેરીએબલમાં આ એડ્રેસ છે. હું વેરીએબલને "to" તરીકે બદલીશ.
1:13 આ મોકલવા માટે આપણે મેલ ફંક્શનનો ઉપયોગ કરીશું.
1:17 આપણી પાસે ફ્રોમ અને સબ્જેક્ટ અહીં રહેશે.
1:21 આપણી પાસે એક સ્ટાન્ડર્ડ subject રહેશે જે દર્શાવે છે "Email from PHPAcademy".
1:32 આગળ આપણને એક HTML ફોર્મની જરૂર છે જે સબમીટ થશે. હું એક પોતે સબમિટ કરવાંવાળું બનાવીશ.
1:39 તો ચાલો અહીં કેટલાક html કોડ મુકીએ. મારી પાસે અહીં એક ફોર્મ રહેશે જે આ પેજમાં "send me an email dot php" સાથે સબમિટ થશે.
1:54 method [મેથડ] POST હશે.
1:59 અહીં આપણે ફોર્મ સમાપ્ત કરીશું.
2:02 યુઝર કંઈપણ ટાઈપ કરી શકે છે જે તે અહીં દર્શાવેલ ઈમેલ એડ્રેસ પર મોકલવા ઈચ્છે છે.
2:10 દેખીતી રીતે તમે આ ગણતરીમાં લઇ શકો છો. ફોર્મ બનાવતી વખતે, તમે કહી શકો કે તમે આ વિશેષ એડ્રેસ પર મોકલવા ઈચ્છો છો.
2:18 આ "send me an email" સ્ક્રીપ્ટ છે - ઈમેલ જેને તમે તમારી એકાદ વેબસાઈટમાં સમાવેશ કરવાં ઈચ્છો છો.
2:27 હવે આપણી પાસે એક "text" ઈનપુટ હશે.
2:31 આ મને ઈમેલ મોકલનાર વ્યક્તિનું નામ હશે.
2:34 તો તમારી પાસે type "text" છે જેનું નામ "name" છે.
2:39 આપણી પાસે હમણાં માટે "max length" 20 બરાબર હશે.
2:45 આની નીચે આપણે એક ટેક્સ્ટ એરીયા બનાવીશું.
2:49 તો હું "textarea" ટાઈપ કરીશ અને આ રીતે આનો અંત કરીશ.
2:53 પછી આપણે આને "message" તરીકે નામ આપીશું.
2:59 આપણે અહીં પ્રેરેગ્રાફની શરૂઆત અને અહીં અંત મુક્યું છે.
3:04 અને અહીં નીચે આપણે submit બટન બનાવીશું જેની વેલ્યુ "Send" બરાબર હશે.
3:14 અથવા...."Send me this", ઠીક છે?
3:17 તો જો તમે આપણા પેજ પર આવો છો અને અહીં આ પેજને પસંદ કરો છો
3:21 આ નામ માટેની જગ્યા છે અને આ મેસેજ માટેની જગ્યા છે.
3:25 તો ચાલો હું અહીં ફક્ત "Name" મુકું અને અહીં "Message".
3:31 અને હવે આ વધારે સારું દેખાય છે. આપણી પાસે આપણું name બોક્સ અને message બોક્સ છે.
3:38 અને જયારે આપણે આ બટન ક્લિક કરીશું, ઈમેલ મોકલાશે.
3:44 ઠીક છે તો સૌપ્રથમ આપણા php કોડ અંદર આપણે તપાસવાની જરૂર છે કે submit બટનને દબાયું છે કે નહી.
3:53 આ માટે "if" સ્ટેટમેંટ અહીં કૌંસમાં છે અને બ્લોક માટે આપણા છગડીયા કૌંસ જો કંડીશન TRUE હોય.
4:01 શરત આ કૌંસમાં હશે.
4:05 શરત "submit" બટનનું પોસ્ટ વેરીએબલ હશે.
4:15 જ્યાં સુધી submit બટન વેલ્યુ ધરાવે છે.... અક્ષર જોડણીની ભૂલ....
4:19 તો જ્યાં સુધી submit બટનને દબાવવામાં આવ્યું છે, આ એક વેલ્યુ સમાવશે અને તે વેલ્યુ છે "Send me this".
4:30 આનો અર્થ એ હશે કે ફોર્મ સબમિટ થયું છે કારણ કે બટન દબાવવામાં આવ્યું છે.
4:37 તો અહીં પહેલી વસ્તુ જે આપણે કરવાની જરૂર છે તે ફોર્મમાંથી ડેટા મેળવવું છે.
4:44 અને તે એ વ્યક્તિનું નામ છે જે ફોર્મ સબમિટ કરી ઈમેલ મોકલી રહ્યો છે.
4:49 અને તેમનું નામ આ ફોર્મ અંદર અહીં સમાવેશ થયું છે - માફ કરો "name" કહેવાતા આ ફીલ્ડમાં અહીં.
4:56 આપણી પાસે મેસેજ પણ છે તેથી સરળતાથી આ વેરીએબલ બંધારણની બીજી પ્રત બનાવી શકાય છે અને તેમાં message લખી શકાય છે.
5:08 આ ચકાસવા માટે હું લખીશ echo name.
5:12 અને હું આગળ આમાં message કોનકેટીનેટ કરીશ.
5:17 આ ચકાસીએ. અહીં હું "Alex" ટાઈપ કરીશ.
5:21 અને અહીં "Hi there!" ટાઈપ કરીશ.
5:23 "Send me this" પર ક્લિક કરો અને "Alex"અને "Hi there!" મળે છે.
5:28 ઠીક છે તો, આપણે જાણીએ છીએ કે ફોર્મ ડેટા બરાબરથી સબમિટ થયા છે.
5:33 આ વિડીયોનાં આગળનાં ભાગમાં આપણે શીખીશું કે આ કેવી રીતે માન્ય કરવું અને કેવી રીતે આ ઈમેલને આ ઈમેલ-આઈડી માં સ્પષ્ટ કરેલ યુઝરને મોકલવું.
5:42 તો મારી સાથે આગળનાં ભાગમાં જોડાવો. હમણાં માટે આવજો.
5:45 આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali