PHP-and-MySQL/C4/File-Upload-Part-2/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:07, 18 November 2015 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
---|---|
0:00 | સ્વાગત છે. આ ટ્યુટોરીયલનાં પહેલા ભાગમાં, મેં તમને બતાવ્યું કે અહીં આ ફોર્મનાં ઉપયોગ વડે અપલોડ કરેલ ફાઈલની અમુક વિશિષ્ટ પ્રોપર્ટીઓને કેવી રીતે લેવી. |
0:10 | હવે હું તમને બતાવીશ કે આ ફાઈલને કેવી રીતે અપલોડ કરવી અને કેવી રીતે અહીં uploaded ફોલ્ડરમાં તેને મુકવી જે હમણાં ખાલી છે. |
0:18 | જો તમને યાદ હોય, આપણે એક કામચલાઉ વિસ્તારને સંદર્ભી રહ્યા છીએ જે આપણા વેબ સર્વર પર સંગ્રહીત છે. |
0:25 | આનો હમણાં વધારે ઉપયોગ નથી. |
0:29 | આપણી પાસે અહીં આપણી તમામ પ્રોપર્ટીઓ છે, તેથી હું લખીશ properties of the uploaded file , તો આપણે જાણીએ છીએ કે આપણે શું કરી રહ્યાં છીએ. |
0:34 | આપણી પાસે તમામ વિશિષ્ટ પ્રોપર્ટીઓ અહીં છે. |
0:38 | મેં એ બધાને યાદ રખાય એવાં સરળ વેરીએબલ નામો આપ્યાં છે તેથી આપણે આ દરેકને વ્યક્તિગત રીતે કમેન્ટ કરવાની જરૂર નથી. |
0:46 | પહેલા આપણે એક 'if' સ્ટેટમેંટ બનાવીશું એ તપાસવા માટે જો અહીં કોઈ એરર છે. |
0:53 | અહીં જો એરર કોડ શૂન્ય કરતાં મોટો છે તો એનો અર્થ એ છે કે આ એક એરર કોડ દ્વારા જારી કરાયેલ છે, ત્યારબાદ હું 'die' લખીશ. |
1:03 | અને હું એક એરર મેસેજ આપીશ "File couldn't..." |
1:11 | અથવા 'Error uploading file, code error'. |
1:20 | આ યુઝરને એરર કોડ આપશે. |
1:23 | હવે 'else' ભાગ. |
1:25 | હું આ સરળ અને એકલ લાઈનમાં રાખવા માટે છગડીયા કૌંસને ઉમેરીશ. |
1:29 | તો 'else' હું 'move_uploaded_file' કહેવાતા એક ફંક્શનને ઉપયોગમાં લેવાં માટે ઈચ્છું છું. |
1:39 | ત્યારબાદ આપણે એક કામચલાઉ નામ 'temp' લઈશું, જે આ ફંક્શનનું પહેલું પેરામિટર છે અને બીજું પેરામિટર ડેસ્ટીનેશન છે જે 'uploaded folder' છે |
1:51 | તો હું ટાઈપ કરીશ 'uploaded' અને ફોરવર્ડ સ્લેશ. |
1:59 | અને એનાં અંતમાં આપણે ફાઈલનું નામ જોડીશું જે આપણે અપલોડ કરી હતી. |
2:07 | તો અહીં આ ફક્ત 'name' રહેશે. |
2:10 | આ દર્શાવે છે કે યુઝર અહીં ફક્ત ઇન્ટર વેરીએબલોને ઉમેરી રહ્યો છે. |
2:15 | નહી તો આપણને આ ટાઈપ કરવું પડશે, ઉદાહરણ તરીકે - temp name. |
2:19 | ત્યારબાદ અહીં જાઓ અને આને આ રીતે મુકો. |
2:22 | આ ખુબ અવ્યવસ્થિત અને વાંચવા માટે મુશ્કેલભર્યું બને છે. |
2:25 | તેથી આ વેરીએબલોને અહીં રાખવું એ અત્યંત સરળ છે. |
2:33 | ઠીક છે તો હમણાં હું આ રદ કરીશ અથવા આ રાખીશ. |
2:37 | અને અંતે 'Upload complete' દર્શાવતો એક મેસેજ એકો કરીશ. |
2:41 | ચાલો આનો પ્રયાસ કરીએ. |
2:47 | હું આપણા પેજ પર લોગીન કરું છું અને આપણી - 'intro to avi' ફાઈલને લઇશ. |
2:51 | હું upload પર ક્લિક કરીશ અને આપણે જોઈ શકીએ છીએ કે અપલોડ પૂર્ણ થાય છે. |
2:55 | ચાલો ફાઈલને ચકાસીએ. |
2:57 | અપલોડ ફોલ્ડર અને અપલોડેડ સબ ડીરેક્ટરી પર ક્લિક કરો, તમે જોઈ શકો છો કે ફાઈલ અહીં છે જયારે કે પહેલા - તે વેબ સર્વર પર કામચલાઉ ડીરેક્ટરીમાં સંગ્રહીત હતી. |
3:08 | તો આપણે અહીં સફળતાપૂર્વક ફાઈલને અપલોડ કરી છે. |
3:13 | અહીં બીજી કેટલીક વસ્તુઓ છે જે આપણને કરવાની જરૂર છે. |
3:15 | બીજાં 'if' સ્ટેટમેંટને અનડૂ કરો અથવા આ 'if' સ્ટેટમેંટને અનડૂ કરો. |
3:20 | આપણે વિશિષ્ટ ફાઈલ ટાઇપ માટે ચકાસીશું જે આપણે અપલોડ કરવાં ઈચ્છતા નથી. |
3:24 | તો ઉદાહરણ તરીકે ધારો કે હું avi ફાઈલોને અપલોડ કરવા નથી ઈચ્છતી. |
3:30 | હું અહીં શું કરી શકું ધારો કે - જો એરર શૂન્ય કરતાં મોટી છે, તો ફાઈલો અપલોડ ન કરો. |
3:37 | નહી તો હું else ની અંદર એક નવું 'if' સ્ટેટમેંટ બનાવીશ. |
3:41 | અને અહીં એક બ્લોક બનાવીશ. |
3:47 | અને આ છે conditions for the file. |
3:51 | હું લખીશ - જો ફાઈલનો પ્રકાર - જે આપણું ટાઈપ વેરીએબલ છે, t-y-p-e, 2 ઇકવલ ટુ ચિન્હો, video slash avi. |
4:09 | જેવું કે તમે આનાં પહેલા ભાગમાં જોયું, જેવું હું એકો કરું છું, તે video slash avi બરાબર હતું. |
4:19 | અને ત્યારબાદ આપણે કહી રહ્યાં છીએ કે જો તે video slash avi ની બરાબર છે તો ફાઈલ અપલોડ કરો. |
4:28 | હું આ અહીં નીચે ખસેડીશ અને આને 'else' બ્લોકમાં મુકીશ. |
4:32 | તો હવે મારી પાસે છે - જો વિડીયો avi સમાન છે તો die અને મેસેજ છે 'That format is not allowed'. |
4:44 | ઠીક છે હવે હું આને આપણી uploaded ડીરેક્ટરીથી રદ્દ કરીશ અને હું મારી પ્રારંભિક અપલોડ કરેલી ફાઈલ પર પાછી આવીશ. |
4:54 | હું intro dot avi પસંદ કરીશ અને જયારે હું upload ક્લિક કરું છું આ 'format is not allowed' દર્શાવે છે. |
5:01 | અને જો તમે uploaded ડીરેક્ટરી પર જાઓ છો, તમે જોઈ શકો છો કે ફોલ્ડર ખાલી છે. |
5:06 | કંઈપણ અપલોડ થયું નથી. |
5:08 | હવે avi નાં બદલે ચાલો કહીએ કે હું png' એક્સટેનશન સાથેની ઈમેજ ને પ્રતિબંધ કરવાં માંગું છું. |
5:15 | હું આ અહીં બદલીશ અને ફાઈલને ફરીથી અપલોડ કરીશ. |
5:23 | તમે જોઈ શકો છો કે કારણ કે આ એક સ્વીકૃત ફાઈલ ફોર્મેટ છે, આપણને 'Upload complete' મેસેજ મળે છે અને આ મારા uploaded ફોલ્ડરમાં સ્થાનાંતર કરાયું છે. |
5:33 | ચાલો આ ફરીથી રદ્દ કરીએ. ઓહ! મેં આ કેન્સલ કરી દીધું છે. ચાલો આ ફરીથી રદ્દ કરીએ. |
5:42 | ઠીક છે. આપણે અહીં શું જોયું કે વિશિષ્ટ પ્રકારને કેવી રીતે સ્પષ્ટ કરવું. |
5:47 | આપણે બીજું શું કરી શકીએ છીએ કે વિશિષ્ટ ફાઈલ માપને સ્પષ્ટ કરી શકીએ છીએ. |
5:51 | હું આ 'or' ઓપરેટર વાપરીને 'or' લખીશ અને હું લખીશ કે 'or' size અર્ધા મેગાબાઈટથી વધારે છે. |
6:04 | આ અર્ધી મેગાબાઈટ છે, જે પાંચસો હજાર બીટ્સ. માફ કરો બાઇટ્સ છે. મને લાગે છે કે મેં ભૂલ કરી છે અને બાઇટ્સને બદલે બીટ્સ કહી છે. |
6:14 | આમ આ પાંચસો હજાર બાઇટ્સ છે જે કે 0 પોઈન્ટ 4 મેગાબાઈટો સમાન છે. હમણાં માટે હું ફક્ત અર્ધી મેગાબાઈટ લખીશ. |
6:29 | આ માપનું મૂલ્યાંકન કરશે અને બતાવે છે કે આ અર્ધી મેગાબાઈટ કરતાં વધારે છે. |
6:38 | ત્યારબાદ આ દર્શાવશે this format is not allowed. |
6:43 | તેથી 'Format not allowed or file size too big' ને ગોઠવવા માટે હું આ મેસેજને બદલીશ. |
6:56 | તો તમે આ દરેક માટે એક if સ્ટેટમેંટ બનાવી શકો છો જે તમારા ટાઇપ અને માપને મૂલ્યાંકન કરવાં માટે છે. |
7:03 | તમને આ શરત લઈ બીજાં 'if' સ્ટેટમેંટમાં મુકવાની જરૂર છે. |
7:09 | તો હું અહીં પાછી જઈશ અને મારી ફાઈલને ફરીથી પસંદ કરીશ. |
7:12 | ફક્ત એ ખાતરી કરવા કે આ અહીં છે. |
7:14 | upload પર ક્લિક કરો અને આ 'Format not allowed દર્શાવશે. |
7:19 | હવે જો તમે આપણા કોડ પર પાછા જાવ છો આ png ફોર્મેટમાં નથી પરંતુ આ માપ મર્યાદાને ઓળંગી રહ્યું છે. |
7:25 | ચાલો આ 2 અબજમાં બદલીએ જે 2 મેગાબાઈટો છે. |
7:31 | રીફ્રેશ કરી આ સેંડ કરો. |
7:33 | આપણે જોઈ શકીએ છીએ કે આપણું અપલોડ પુરું થઇ ગયું છે કારણ કે આ ફક્ત એક મેગાબાઈટ માપનું છે. |
7:39 | ફાઈલ અપલોડ પર હમણાં માટે આટલું જ. |
7:44 | વિશિષ્ટ ફાઈલ ટાઇપ અને ફાઈલ માપોને જે તમારા વેબ સર્વર માટે ઘણી મોટી છે તે રાખવા માટે આને ઉપયોગમાં લેવા માટે તમારે આ બધું જાણવાની જરૂર છે. |
7:54 | જો તમે મોટી ફાઈલો તમારા વેબ સર્વર પર ન ઈચ્છતા હોવ તો તેને નિયંત્રણ કરવા માટે આ એક સારો માર્ગ છે. |
7:58 | જેવું કે તમે જોયું આ બનાવવાં માટે ઘણી સરળ છે. |
8:01 | આનો અભ્યાસ કરો અને આ કેટલી ઉપયોગી નીવડી શકે છે એનાંથી તમે ખુબ પ્રભાવિત થશો. |
8:05 | જો તમારી પાસે કોઈ પ્રશ્નો છે તો કૃપા કરી પૂછવામાં સંકોચ ન કરો. |
8:08 | જો તમે કોઈપણ સુધારિત વિડીયો માટે કે નવા વિડીયો માટે સુચના પામવા ઈચ્છો છો તો તે માટે સબસ્ક્રાઇબ કરો . |
8:15 | જોડવા બદ્દલ આભાર. IIT - Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. આવજો. |