PHP-and-MySQL/C4/Sessions/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | નમસ્કાર અને php સેશન પર આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
0:05 | સેશન કૂકીઝ સમાન હોય છે. |
0:08 | જોકે સેશનને માત્ર કામચલાઉ સમય હોય છે - જે એક્સપાયરી ટાઇમ છે. |
0:12 | તેઓ બ્રાઉઝર બંધ થતા ની સાથે નાશ પામશે - પેજથી દરેક કનેક્શન ગુમાવી દેશે. |
0:19 | તેથી સેશન્સ કૂકીઝના સમાન નથી કારણ કે તમે એક ચોક્કસ એક્સપાયરી ટાઇમ સુયોજિત ન કરી શકો. |
0:24 | અને તેઓ આ જ રીતે સંગ્રહિત નથી થતા. |
0:28 | મારો કહેવાનો અર્થ છે કે સેશનની "id" કૂકીમાં સંગ્રહિત થઈ શકે છે. |
0:34 | અથવા તમે આવું કંઈક બ્રાઉઝરના URL માં જોયું હોય શકે છે. |
0:40 | I don't remember the name - something equals and a lot of numbers and alphabets as well. મને નામ યાદ નથી - કંઈક ઇક્વ્લ્સ અને ઘણી સંખ્યામાં અંકો અને મૂળાક્ષરો પણ. |
0:47 | તો મૂળભૂત રીતે સેશન્સ કૂકીઝના ખૂબ સમાન હોય છે. |
0:50 | જોકે તેઓ લાંબા સમય માટે સંગ્રહિત થતા નથી - માત્ર યુઝર બ્રાઉઝર બંધ કરે ત્યાં સુધી. |
0:57 | ઠીક છે - તો સેશન્સ અલગ હોય છે. |
1:00 | સૌ પ્રથમ, આપણે તેને જાહેર અથવા આ 'session_start' નામના ફન્કશનને કૉલ કરવાની જરૂર છે. |
1:09 | હવે આ, દરેક પેજમાં ટોચ પર હોવું જરૂરી છે જેમાં તમે સેશન નો ઉપયોગ કરો છો. |
1:14 | તેથી જો તમારી પાસે આ નથી, અને તમે સેશન વેલ્યુ એકો કરવાનો પ્રયાસ કરશો અથવા સેશન સુયોજિત કરવાનો પ્રયાસ કરશો, તો તે કામ કરશે નહિં. |
1:22 | તમને સેશન સ્ટાર્ટ કોડની ત્યાં જરૂર છે. |
1:24 | હવે હું તમને એક એરર બતાવીશ જે જ્યારે તમે આનો ઉપયોગ ન કરશો ત્યારે આવશે જેથી તમને તે યાદ રહશે. |
1:30 | સેશન બનાવવું ખૂબ જ સરળ છે. |
1:34 | 'dollar underscore session' નો ઉપયોગ કરો અને ચોરસ કૌંસ માં સેશનનું નામ આપો. |
1:40 | હું નેમ અને આ વેલ્યુના સમાન કઈક ટાઇપ કરીશ. |
1:44 | તે સ્ટ્રીંગ ડેટા અથવા નવા લેખિત ડેટા હોઇ શકે છે. |
1:48 | ઠીક છે તો આપણું સેશન અહીં સુયોજિત થયેલ છે. |
1:50 | ચાલો તે પહેલી વાર રન કરીએ. |
1:53 | રીફ્રેશ કરો. |
1:56 | ઠીક છે. કઈ થયું નથી. |
1:58 | હું આ કોડને કમેન્ટ કરીશ જેમ મેં મારા 'કૂકીઝ' ટ્યુટોરીયલમાં કર્યું હતું. |
2:01 | જો તમે તે પહેલા જોયું નથી તો કૃપા કરી તે જુઓ. |
2:04 | આગળ હું સેશન માટે સુયોજિત કરેલ વેલ્યુ એકો કરીશ. |
2:08 | તો તે છે 'name'. |
2:11 | નોંધ લો કે આ એક્ઝિક્યુટ કરવામાં આવશે નહી. |
2:15 | તમે બધાની જાણકારી માટે, આ સંપૂર્ણપણે એક નવા પેજ ઉપર આવશે. |
2:19 | પરંતુ અહીં હું ફક્ત મારું સેશન શરૂ કરું છું. |
2:21 | મને 'name' નામનું સેશન મળે છે જે આપણા સર્વર દ્વારા પહેલેથી સંગ્રહિત કરવામાં આવ્યું છે. |
2:26 | તો ચાલો રીફ્રેશ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે તે 'એલેક્સ' સમાન છે. |
2:29 | તો તમે આ અને આ કોડ કોઇપણ પેજ પર ઉમેરી શકો છો. |
2:33 | તો તમારી પાસે તમારું સેશન સ્ટાર્ટ હોય શકે છે અને તમારા પેજ ઉપ સેશન નામ એકો કરી શકો છો જો બ્રાઉઝરના વર્તમાન સેશનના કોઇપણ પેજ પર શરુ કરવામાં આવ્યું હોય. |
2:44 | તેથી, ઉદાહરણ તરીકે જો હું એક નવું પેજ બનાવું, મારો php કોડ અહીં ઉમેરૂ અને સેશન સ્ટાર્ટ કહો. |
2:49 | અને પછી સેશન 'name' એકો કરો. |
2:56 | અને હું આ new પેજ અથવા new dot php તરીકે મારા સેશન્સ ફોલ્ડરમાં સંગ્રહિત કરીશ. |
3:03 | તેથી જ્યારે આપણે અહીં આપણા પેજ પર પાછા આવીએ છીએ અને અહીં ક્લિક કરી , new dot php લખીએ છીએ |
3:10 | તો આપણે સમાન વેલ્યુ મેળવીએ છીએ, તે સમાન પેજ જેમાં આપણે સેશન બનાવ્યું હતું તે ઉપર કાર્ય ન કરી રહ્યા હોવા છતાં પણ , આપણે હજુ પણ તે ઍક્સેસ કરી શકીએ છીએ. |
3:18 | તેથી જો હું મારા બ્રાઉઝરને બંધ કરી ફરી ખોલું, આ સેશન કદાચ અસ્તિત્વમાં ન રહેશે. |
3:25 | આશા છે કે આ સ્પષ્ટ થયું છે. હવે ચાલો હું તમને બતાઉ કે કે શું થાય જો તમે સેશન સ્ટાર્ટ ન મુકો. |
3:31 | તમને કંઈક આ પ્રમાણે મળે છે. |
3:33 | ચાલો પાછળ જઈએ અને ચકાસીએ. |
3:36 | અહીં શું થયું છે, આપણને કોઈ આઉટપુટ નથી મળતું કારણ કે આપણે સેશન શરૂ કર્યું નથી. |
3:44 | જ્યારે આપણે 'session_start' લખીએ છીએ, તો તમે જોઈ શકો છો કે આપણને આઉટપુટ તરીકે વેલ્યુ મળે છે. |
3:51 | મારી પાસે આઉટપુટ ન હોવાનું કારણ એ છે કે મારી પાસે તે પ્રકારનું એરર રીપોર્ટીંગ ચાલુ નથી. |
3:56 | પરંતુ જો તમારી પાસે ચોક્કસ પ્રકારની એરર રીપોર્ટીંગ ચાલુ હોય, મારી પાસે તે ઉપર ટ્યુટોરીયલ પણ છે, તો પછી તમને કદાચ એરર મળી શકે છે. |
4:06 | તો હમણાં તમે આ બંધ કરી શકો છો અને હું સેશન કેવી રીતે અનસેટ કરવું તે બતાવીશ. |
4:10 | તે કરવા માટેના બે માર્ગો છે. |
4:12 | આપણા સેશનને અનસેટ કરવા માટે ક્યાં તો અનસેટ અને પછી કૌંસમાં સેશન, |
4:16 | અથવા સંપૂર્ણપણે અલગ આદેશનો ઉપયોગ કરો જે છે 'session_destroy'. |
4:27 | અને આ બે આદેશો વચ્ચે તફાવત એ છે કે 'sessions_destroy' વર્તમાન સેશનને સંપૂર્ણપણે નાશ કરે છે. |
4:35 | અને અનસેટ કોઈ ચોક્કસ સેશનને અનસેટ કરે છે. |
4:40 | આ તમારી પસંદગી છે - તમે યુઝર લૉગ આઉટ કરી શકો છો અને 'session_destroy' લખી શકો છો. |
4:46 | તે તમામ વર્તમાન સેશન વેરીએબલો ને હટાવશે જે વર્તમાન સમયે તમારી પાસે છે. |
4:50 | અથવા તમે માત્ર કોઈ ચોક્કસ ને અનસેટ કરી શકો છો. |
4:53 | તો સેશન્સનો ઉપયોગ શું છે? |
4:55 | જો તમે વેબસાઈટમાં આવો છો અને 'Remember me' જેવું બોક્સ જુઓ છો અને તમે આ બોક્સ ચેક ન કરો, તો તમે કદાચ સેશન્સનો ઉપયોગ કરશો. |
5:03 | કારણ કે એક વખત યુઝરનું બ્રાઉઝર બંધ કરવામાં આવે છે, તો તમે લૉગ આઉટ થયી જશો. |
5:09 | અને જ્યારે તમે વેબસાઇટ પર પાછા આવો છો તો તમારી વિગતો ફરી ટાઇપ કરવી પડશે જેવી કે વેબસાઇટ ઉપર લોગીન કરવા માટે તમારું યુઝરનેમ અને પાસવર્ડ. |
5:17 | પરંતુ તે અલગ છે જો તમે કૂકીઝનો ઉપયોગ કરી રહ્યા છો કારણ કે તમે એક્સપાયરી ટાઇમ સેટ કરી શકો છો - જેનો અર્થ છે કે તમારું યુઝરનેમ લોગીન કરવામાં આવશે અથવા આ કૂકી સંકલિત રહેશે જ્યાં સુધી તમે તેને નાશ કરવા માટે નક્કી કરો. |
5:30 | અને કૂકી નાશ કરવા માટે આપણે એક કોડ બનાવ્યો છે, જેમ મેં મારા 'કૂકીઝ' ના ટ્યુટોરીયલ બતાવ્યું હતું. |
5:35 | તેથી ખરેખર તે તમારી પસંદગીની છે કે તમે સેશન અથવા કૂકીઝનો ઉપયોગ કરો. |
5:40 | સેશન્સ ટૂંકા ગાળા માટે સારું હોય છે - કૂકીઝ લાંબા ગાળાના માટે સારી હોય છે - ચોક્કસ સમય, જે માટે તમે ડેટાના ખંડને આયોજિત કરવા માટે ઈચ્છો છો. |
5:49 | પરંતુ જો તમે મારા php પ્રોજેક્ટ 'Register and login' જોશો - તો તમે જોશો કે મેં સેશન્સ નો ઉપયોગ કર્યો છે. |
5:56 | કારણ કે મારે સેશન્સનો ઉપયોગ કરવાની જરૂર છે જ્યારે હું ટ્યુટોરિયલ બનાવું છું. |
6:00 | જોકે તમે કોઇ પણ પ્રકારને ઉપયોગમાં લઇ શકો છો. |
6:03 | તે કૂકી હોઇ શકે છે, તે સેશન હોઇ શકે છે, તે ખરેખર તમારી પસંદગીની છે કે શું તમે લાંબા સમય સુધી યુઝરને લોગીન કરી રાખવા માટે ઈચ્છો છો કે નહી. |
6:11 | તો જો આ પર કોઈપણ પ્રશ્નો હોય, તો મને જરૂરથી સંપર્ક કરો. |
6:16 | ખાતરી કરો કે તમે phpacademy પર સબ્સ્ક્રાઇબ કરો છો. |
6:20 | જોડાવા બદલ આભાર. IIT - Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |