BOSS-Linux/C3/The-grep-command/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 14:58, 23 February 2017 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 grep કમાંડ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે 'grep command શીખીશું.
00:09 આપણે આ બધું કેટલાક ઉદાહરણોનાં મદદથી કરીશું.
00:12 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું
00:15 લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ
00:18 અને GNU BASH આવૃત્તિ 4.2.24
00:22 આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:30 પૂર્વજરૂરીયાતો તરીકે તમને Linux terminal નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે.
00:34 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:39 પહેલા ચાલો regular expressions (રેગ્યુલર એક્સપ્રેશનો) વિશે જાણીએ.
00:43 રેગ્યુલર એક્સપ્રેશનો આ પેટર્નને મળાવવાની તકનીકો છે.
00:47 જ્યારે આપણે શોધવું પડે છે કે એક પેટર્ન એક લાઈનમાં, ફકરામાં કે એક ફાઈલમાં ઉપલબ્ધ છે કે નહી.
00:54 ઉદાહરણ તરીકે. જો તમે ટેલીફોન ડિરેક્ટરીમાં એક ફોન ક્રમાંક શોધવા ઈચ્છો છો.
01:01 અથવા એક ફકરામાં કે એક લાઈનમાં એક કીવર્ડ શોધવા માટે, આપણે grep command નો ઉપયોગ કરીએ છીએ. ચાલો grep પર જઈએ.
01:08 grep એક કે તેથી વધુ લાઈન, ફકરા કે ફાઈલમાં એક અથવા તેથી વધુ પેટર્નો શોધે છે.
01:15 જો ફાઈલનું નામ આપ્યું ન હોય તો, grep સ્ટેનડર્ડ ઈનપુટમાં પેટર્નને શોધે છે.
01:22 ફાઈલનું નામ જો ગુમ હોય તો, grep સ્ટેનડર્ડ ઈનપુટમાં પેટર્નને શોધે છે.
01:28 હું grepdemo.txt નામની ફાઈલનો ઉપયોગ કરીને grep નાં ઉપયોગનું પ્રદર્શન કરીશ.
01:35 ચાલો ફાઈલનાં ઘટક જોઈએ.
01:37 આ એક ફાઈલ છે જે 13 નોંધો ધરાવે છે.
01:41 દરેક નોંધ roll number, name, stream, marks, અને stipend amount આ 6 ફીલ્ડો ધરાવે છે.
01:50 ફીલ્ડોને બાર દ્વારા જુદું કરાયું છે, જેને delimiter કહેવાય છે.
01:55 ચાલો જોઈએ કે grep કેવી રીતે કાર્ય કરે છે.
01:58 માની લો કે આપણે computers આ સ્ટ્રીમમાં કોણ કોણ વિદ્યાર્થીઓ છે, તે જોવા માટે, grep command વાપરવા ઈચ્છીએ છીએ.
02:04 આ માટે આપણે terminal ખોલવું પડશે.
02:07 હવે terminal પર ટાઈપ કરો:
02:09 grep સ્પેસ (બમણા અવતરણમાં) computers બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt
02:18 Enter દબાવો.
02:20 computers આ સ્ટ્રીમ રહેલ નોંધોની યાદી દર્શાવશે.
02:25 હવે પરિણામને મૂળ ફાઈલ સાથે સરખામણી કરો.
02:29 આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ.
02:31 આપણે જોઈએ છીએ કે Zubin માટે નોંધ યાદીમાં દેખાતી નથી.
02:37 આવું કેમ થયું?
02:38 આવું એટલા માટે કારણ કે grep“computers” આ પેટર્નની શોધ ચલાવી, જેમાં c નાનો હતો.
02:43 જ્યારે કે Zubin માટે, “computers” આ સ્ટ્રીંગમાં C કેપિટલ છે.
02:48 પેટર્ન મળાવવું આ case sensitive છે.
02:51 આને case ઈનસેન્સીટીવ બનાવવા માટે, આપણને grep સાથે minus i વિકલ્પ વાપરવાની જરૂર છે.
02:58 ટર્મિનલ પર પાછા જઈએ હવે ટાઈપ કરો: grep સ્પેસ (માઈનસ) i સ્પેસ (બમણા અવતરણમાં) “computers” બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt
03:12 Enter દબાવો. આ હવે તમામ ચાર નોંધોની યાદી દર્શાવશે.
03:17 તો આપણે જોયું, grep ફાઈલમાંની ફક્ત આપણે આપેલી પેટર્નથી મેળ ખાતી લાઈનોની યાદી દર્શાવે છે.
03:23 આપણે આનું ઉલટ પણ કરી શકીએ છીએ.
03:26 grep દ્વારા આપેલ પેટર્નથી મેળ ન ખાનારી લાઈનોની યાદી પણ દર્શાવી શકાવાય છે.
03:32 તે માટે આપણી પાસે minus v વિકલ્પ છે.
03:35 માનો કે, આપણે વિદ્યાર્થીઓની એ નોંધોની યાદી દર્શાવવી છે જે પાસ થયા નથી.
03:40 આપણે આ પરિણામ બીજી ફાઈલમાં પણ સંગ્રહી શકીએ છીએ.
03:43 આ માટે ટાઈપ કરો: grep સ્પેસ માઈનસ iv સ્પેસ બમણા અવતરણમાં pass બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt સ્પેસ ગ્રેટર ધેન ચિન્હ સ્પેસ notpass.txt
04:02 Enter દબાવો.
04:04 ફાઈલનાં ઘટક જોવા માટે, ટાઈપ કરો: cat સ્પેસ notpass.txt
04:11 Enter દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
04:15 હવે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો:
04:17 grep સ્પેસ માઈનસ i સ્પેસ બમણા અવતરણમાં fail બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt
04:28 અને Enter દબાવો.
04:30 આ જુદું છે.
04:32 આ એવા વિદ્યાર્થીઓનો સમાવેશ કરશે જે કે નાપાસ હોય તથા તેઓનાં પરિણામ અપૂર્ણ હોય.
04:37 જો આપણને તમામ નોંધો સૂચીબદ્ધ રહેલ ફાઈલમાં લાઈન ક્રમાંક જોવો હોય તો, આપણી પાસે minus n વિકલ્પ છે.
04:46 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
04:49 હવે ટાઈપ કરો grep સ્પેસ -in સ્પેસ બમણા અવતરણમાં "fail" બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt
05:01 Enter દબાવો.
05:03 લાઈન ક્રમાંક દ્રશ્યમાન થાય છે.
05:06 અત્યાર સુધી આપણે ફક્ત એક જ શબ્દ રહેલ પેટર્નો જોયા છે.
05:10 આપણી પાસે અનેક શબ્દો રહેલ પેટર્નો પણ હોઈ શકે છે.
05:13 પરંતુ સમગ્ર પેટર્ન quotes અંતર્ગત હોવો જોઈએ.
05:17 તો ટાઈપ કરો: grep સ્પેસ માઈનસ i સ્પેસ બમણા અવતરણમાં ankit સ્પેસ saraf બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt
05:29 Enter દબાવો.
05:31 Ankit Saraf નો રેકોર્ડ પ્રદર્શિત થાય છે.
05:35 આપણે અનેક ફાઈલોમાં પણ પેટર્નો શોધી શકીએ છીએ.
05:39 આ માટે ટાઈપ કરો: grep સ્પેસ માઈનસ i સ્પેસ બમણા અવતરણમાં fail બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt સ્પેસ notpass.txt
05:55 Enter દબાવો.
05:57 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
05:59 અનેક ફાઈલો સહીત, grep એ ફાઈલનું નામ પણ લખશે જેમાં નોંધો મળી હતી. grepdemo.txt અને notpass.txt
06:10 આ રેકોર્ડો notpass.txt ફાઈલમાંથી છે અને આ રેકોર્ડો grepdemo.txt ફાઈલમાંથી છે.
06:18 ધારો કે આપણને ફક્ત મેળ ખાતા પેટર્નની કુલ સંખ્યા અથવા કે ગણતરી જોઈએ છે.
06:23 તે માટે, આપણી પાસે minus c વિકલ્પ છે.
06:27 તો ટાઈપ કરો: grep સ્પેસ માઈનસ c સ્પેસ બમણા અવતરણમાં Fail જેમાં F કેપિટલ છે અવતરણ પછી સ્પેસ grepdemo.txt
06:40 Enter દબાવો.
06:42 આ આપણને મેળ થયેલ લાઈનોની કુલ સંખ્યા આપશે.
06:46 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
06:51 ચાલો સારાંશ લઈએ.
06:53 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
06:55 ફાઈલનાં ઘટક જોવાનું ઉદાહરણ તરીકે cat filename
06:59 એક ચોક્કસ સ્ટ્રીમની નોંધોને યાદીબદ્ધ કરવું ઉદાહરણ તરીકે grep “computers” grepdemo.txt
07:06 cases ને અવગણવું, ઉદાહરણ તરીકે grep -i “computers” grepdemo.txt
07:14 પેટર્ન સાથે મેળ ન ખાતી લાઈનો મેળવવી, ઉદાહરણ તરીકે grep -iv “pass” grepdemo.txt
07:22 નોંધો સહીત લાઈન ક્રમાંકોને યાદીબદ્ધ કરવું, ઉદાહરણ તરીકે grep -in “fail” grepdemo.txt
07:31 પરિણામ બીજી ફાઈલમાં સંગ્રહવું, ઉદાહરણ તરીકે grep -iv “pass” grepdemo.txt > notpass.txt
07:41 અને * નોંધોની કુલ સંખ્યા જાણવી, ઉદાહરણ તરીકે grep -c “Fail” grepdemo.txt
07:48 એસાઈનમેંટ તરીકે,
07:50 બીજા કેટલાક કમાંડોનું અન્વેષણ કરો જેમ કે -E, + અને ?
07:56 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:58 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:01 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08:07 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
08:11 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:14 વધુ વિગતો માટે, કૃપા કરી,contact@spoken-tutorial.org પર લખો.
08:21 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:25 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:32 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
08:36 IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya