Inkscape/C2/Basics-of-Bezier-Tool/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:13, 27 February 2017 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 Inkscape માં “Basics of Bezier tool” પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું.
00:08 સીધી લાઈનો અને બંધ આકારો દોરવા
00:11 વળાંકવાળી લાઈનો દોરવી
00:13 નોડો ઉમેરવી, એડીટ કરવી, રદ્દ કરવી
00:15 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું
00:18 ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓએસ
00:21 Inkscape આવૃત્તિ 0.48.4
00:24 આ ટ્યુટોરીયલને હું મહત્તમ રીઝોલ્યુશન મોડમાં રેકોર્ડ કરી રહ્યી છું.
00:28 જે કે તમામ ટૂલોને સમાવિષ્ટ કરવા માટે છે જેને ડેમોનસ્ટ્રેટ કરાશે.
00:32 ચાલો Inkscape ખોલીએ.
00:35 પહેલા ચાલો Bezier ટૂલ વાપરીને સીધી લાઈન દોરીએ.
00:39 Bezier ટૂલ Pencil ટૂલની તુરત નીચે આવેલું છે.
00:42 ચાલો તેના પર ક્લિક કરીએ.
00:44 ટોંચે ડાબી બાજુએ Tool controls bar માં આવેલ 4 વિકલ્પોનું અવલોકન કરો.
00:48 bezier curve દોરવાનાં 4 મોડો છે.
00:51 મૂળભૂત રીતે, Create regular bezier path વિકલ્પ સક્રીય છે.
00:57 કેનવસ પર એક વાર ક્લિક કરો અને કર્સરને બીજા છેડે ખસેડો.
01:01 ફરી એકવાર ક્લિક કરો. નોંધ લો દોરેલ લાઈન લીલા રંગે હાઈલાઈટ થઈ છે.
01:07 હવે લાઈનને પૂર્ણ કરવા માટે જમણું-ક્લિક કરો.
01:11 લાઈનનાં છેડે આવેલ બે પોઈન્ટોને nodes કહેવાય છે. તેમના વિશે વધારે આપણે સેજ પછીથી શીખીશું.
00:17 આગળ, ચાલો ત્રિકોણ દોરીએ.
01:21 પહેલા એક વાંકી લાઈન દોરો. એકવાર ક્લિક કરીને કોણ બનાવતી બીજી એક લાઈન દોરો.
01:27 હવે ત્રીજી લાઈન બનાવવા માટે હજી એક વાર ક્લિક કરો અને ત્રિકોણ પૂર્ણ કરવા માટે તેને શરૂઆતનાં node થી જોડાણ કરો.
01:34 આગળ, આપણે bezier ટૂલ વાપરીને વળાંકવાળી લાઈન દોરીશું.
01:38 સીધી લાઈન દોરવા માટે કેનવસ પર ક્લિક કરો. ફરીથી ક્લિક કરો, વળાંકની રચના કરવા માટે બટન પકડી રાખીને ડ્રેગ કરો.
01:46 વળાંક પૂર્ણ કરવા માટે જમણું-ક્લિક કરો.
01:48 એજ પ્રમાણે, કેનવસ પર બીજી કેટલીક વળાંકવાળી આકૃતિ બનાવો.
01:55 આ પગલાંઓ યાદ રાખો- ક્લિક કરો અને સીધી લાઈન દોરો.
01:59 ફરીથી ક્લિક કરો, વળાંક બનાવવા માટે બટન પકડી રાખીને ડ્રેગ કરો.
02:03 ત્યારબાદ વળાંકને પૂર્ણ કરવા માટે જમણું-ક્લિક કરો.
02:06 Ctrl + A દબાવો અને આગળ વધવા પહેલા કેનવસને સાફ કરો.
02:11 આગળ ચાલો બંધ વળાંકવાળો પાથ દોરતા શીખીએ.
02:15 પહેલા કેનવસ પર વળાંકવાળી લાઈન દોરો.
02:18 ત્યારબાદ આપણે માઉસ બટન મુક્ત કરીએ છીએ અને કર્સરને વળાંકવાળી લાઈનનાં છેડાની નોડથી દુર ખસેડીએ છીએ.
02:23 આપણને વળાંકવાળો પાથ લાલ રંગમાં દેખાય છે.
02:27 જો તમે એકવાર ક્લિક કરીને કર્સર ખસેડો છો તો, આપણને લાલ રંગમાં સીધો પાથ દેખાય છે. તેને વળાંક આપવા માટે ક્લિક કરીને ડ્રેગ કરો.
02:36 ફરીથી છેડાની નોડ પર જેમ આપણે ખસીએ છીએ તેમ લાઈન વળાંક લે છે.
02:41 ફરી એકવાર ક્લિક કરવાથી આપણને લાલ રંગમાં સીધો પાથ દેખાય છે. સીધી લાઈનને વળાંક આપવા માટે, ક્લિક કરીને ડ્રેગ કરો.
02:50 ફરીથી છેડાની નોડ પર જેમ આપણે ખસીએ છીએ તેમ લાઈન વળાંક લે છે. કર્સરને ખસેડીને પાછા શરૂઆતની નોડ પર જાવ અને પાથ બંધ કરો.
02:59 Tool controls bar પર જાવ. મોડનાં બીજા આઈકોન પર ક્લિક કરો. આ ગૂંચળાવાળા પાથો અને અનિયમિત આકૃતિઓ બનાવવામાં મદદ કરે છે.
03:08 કેટલીક અનિયમિત આકૃતિઓ દોરીએ અને પાથ બંધ કરીએ.
03:15 તે સર્પ આકાર જેવી દેખાતી આકૃતિમાં પરિવર્તિત થાય છે તે અવલોકન કરો. ચાલો અત્યારે હું કેનવસ સાફ કરું.
03:22 ત્રીજું આઈકોન ફક્ત સીધી લાઈનો જ બનાવે છે. તેના પર ક્લિક કરો અને canvas પર લાઈનો દોરો.
03:29 નોંધ લો આ મોડમાં આપણે વળાંકવાળી લાઈનો દોરી શકતા નથી.
03:32 આપણે ત્રિકોણો અથવા ચતુષ્કોણો દોરી શકીએ છીએ જેમાં સીધી ભુજાઓ હોય છે.
03:40 છેલ્લા આઈકોન પર ક્લિક કરો અને canvas પર દોરો.
03:44 આ મોડમાં, આપણે ફક્ત સમાંતર અને લંબ લાઈનો જ દોરી શકીએ છીએ એટલે કે કાં તો ઊભી અથવા આડી લાઈનો.
03:52 તો, આ મોડમાં આપણે ચોરસો અને લંબચોરસો દોરી શકીએ છીએ.
03:58 ચાલો હું દોરેલી તમામ આકૃતિઓ ભૂંસાવી નાખું.
04:02 Shape વિકલ્પ આપણને લાઈનો અથવા વળાંકો એક ચોક્કસ આકારમાં દોરવામાં મદદ કરે છે.
04:07 ડ્રોપ ડાઉન બટન પર ક્લિક કરો.
04:09 અહીં 5 વિકલ્પો છે- None, Triangle in, Triangle out, Ellipse, From clipboard.
04:18 પહેલું વિકલ્પ જે કે None છે તે કોઈપણ અસર આપતું નથી. તેથી આપણે Triangle in પર જશું.
04:25 તેના પર ક્લિક કરો અને કેનવસ પર એક લાઈન બનાવો.
04:28 લાઈન અંદરની તરફ એક ત્રિકોણ આકારમાં પરિવર્તિત થાય છે.
04:34 આગળ Triangle out પર ક્લિક કરો અને કેનવસ પર એક લાઈન બનાવો.
04:39 હવે લાઈન બહારની તરફ એક ત્રિકોણ આકારની રચના થાય છે.
04:43 Ellipse પર ક્લિક કરો અને એક લાઈન દોરો.
04:47 લાઈન ellipse આકારમાં છે તેનું અવલોકન કરો.
04:50 આપણે છેલ્લા વિકલ્પ From clipboard વિશે આવનારા ટ્યુટોરીયલમાં શીખીશું.
04:56 હવે, ચાલો nodes ને ઉમેરતા, એડીટ કરતા અને રદ્દ કરતા શીખીએ.
05:00 Node ટૂલ વાપરીને કરી શકાય છે.
05:03 કેનવસ પરની લાઈનો રદ્દ કરો.
05:06 Tool controls bar માં જાવ. Mode ને regular path રાખો અને Shape ને None રાખો.
05:13 canvas પર પાછા આવીએ અને એક કામચલાઉ માનવ હથેળી દોરીએ.
05:23 હવે Node ટૂલ પર ક્લિક કરીએ.
05:26 નોંધ લો આ આકૃતિમાંની તમામ નોડો દૃશ્યમાન છે.
05:30 Tools Controls bar પર ધ્યાન આપો.
05:33 અહીં પહેલા આવેલ 6 આઈકોનો, nodes અને paths ને ઉમેરવાં તથા રદ્દ કરવાં મદદ કરે છે.
05:38 સારી રીતે સમજાય એ માટે ટૂલ ટીપનો સંદર્ભ લો.
05:41 કોઈપણ સેગમેંટ (ટુકડા) પર ક્લિક કરો. નોંધ લો બંને નોડ ભૂરા રંગમાં બદલાય છે.
05:48 ત્યારબાદ Add node વિકલ્પ પર ક્લિક કરો.
05:52 અવલોકન કરો, એક નવી નોડ પસંદ કરેલ સેગમેંટનાં નોડોની બરાબર વચ્ચે ઉમેરાઈ છે.
05:58 હવે નાનો સેગમેંટ પસંદ કરો અને ઉપર દર્શાવેલ પગલાંને દોહરાવો.
06:04 તમે જોશો કે એક નવી નોડ નાના સેગમેંટનાં મધ્યબિંદુએ ઉમેરાય છે.
06:10 હવે, નવી ઉમેરાયલી નોડને પસંદ કરો.
06:13 Delete node વિકલ્પ પર ક્લિક કરો. નોડ હવે રદ્દ થઇ ગયી છે.
06:18 હથેળી પરની કોઈપણ એક nodes પર ક્લિક કરો.
06:21 bezier handle દૃશ્યિત રહે એ માટે Tool controls bar પરનાં છેલ્લા એક આઇકોન પર ક્લિક કરો.
06:27 હવે પસંદ કરેલ સેગમેંટ માટે bezier handles દૃશ્યિત થાય છે.
06:32 જો નથી, તો ફક્ત સેગમેંટ પર ક્લિક કરો અને માઉસ બટન છોડ્યા વિના, તેને થોડું ખસેડો.
06:37 સેગમેંટ વળાંક લેશે અને bezier handles હવે દૃશ્યિત થશે.
06:41 પસંદ કરેલ node નું માપ બદલી કરવા કે તેને ફેરવવા માટે handles પર ક્લિક કરો.
06:45 એજ પ્રમાણે, બીજી અન્ય nodes ને પણ મોડીફાય કરો.
07:04 આગળ આવેલ આઈકોન nodes નાં જોડાણમાં મદદ કરે છે.
07:07 અવલોકન કરો, અહીં તર્જની આંગળી પર એક વધારાની node છે.
07:11 Shift કી વાપરીને વધારાની મધ્ય node અને ટોંચની node પસંદ કરો.
07:18 હવે join node આઈકોન પર ક્લિક કરો. નોડો હવે એકબીજાથી જોડાઈ ગયી છે તેનું અવલોકન કરો.
07:25 આગળ આવેલ આઈકોન પસંદ કરેલ nodes પર પાથ ભંગાણ કરવા માટે મદદ કરે છે.
07:29 ચાલો અત્યારે અંગુઠા અને તર્જની આંગળી વચ્ચેનું જોડાણ ભાંગીએ.
07:33 તો તેમની વચ્ચે જોડાણ કરનાર node પસંદ કરો અને break path આઈકોન પર ક્લિક કરો.
07:40 node નાંપસંદ કરીને પછી તેને ફરીથી પસંદ કરો અને તેને સેજ ખસેડો.
07:46 તમને જાણ થશે કે પાથ તૂટેલો છે અને nodes 2 અલગ નોડોમાં જુદી થયેલી છે.
07:53 તેનું જોડાણ કરવા માટે, એજ 2 nodes ને પસંદ કરો અને Tool controls bar માં આવેલ join selected end-nodes આઈકોન પર ક્લિક કરો.
08:03 નોંધ લો, આ 2 nodes વચ્ચે એક નવો પાથ બને છે.
08:08 પાથ અથવા સેગમેંટને રદ્દ કરવા માટે આગળ આવેલ આઈકોન એટલે કે Delete segment આઈકોન પર ક્લિક કરો. હવે પાથ રદ્દ થયો છે.
08:17 આ પ્રક્રિયાને અનડૂ કરવા માટે Ctrl + Z દબાવો.
08:20 ચાલો હું આ હાથને બાજુમાં મુકું. Node tool પર ફરી એકવાર ક્લિક કરો.
08:26 ચાલો Tool controls bar પર આગળનાં 4 આઈકોનોનો ઉપયોગ કરવાનું શીખીએ.
08:30 આ આઈકોનો પસંદ કરેલ નોડોને એડીટ કરવામાં મદદ કરે છે.
08:34 Bezier tool વાપરીને ઊંધો U આકાર દોરો. Node ટૂલ પર ક્લિક કરો. અહીં 3 nodes છે તેનું અવલોકન કરો.
08:49 ટોંચની નોડ પસંદ કરો અને Tool controls bar પર આવેલ Make selected nodes corner આઈકોન પર ક્લિક કરો.
08:55 આ તેને ખૂણાની નોડ બનાવે છે.
08:58 bezier handles પર ક્લિક કરો અને ફેરફાર જોવા માટે તેને ઉપર નીચે ખસેડો.
09:03 node ને લીસી બનાવવા માટે આગળનાં આઈકોન પર ક્લિક કરો. આકારમાં થતા ફેરફારનું અવલોકન કરો.
09:11 આગળ આવેલ આઈકોન પર ક્લિક કરો જે node ને સપ્રમાણ બનાવે છે.
09:16 આગળ આવેલ આઈકોન પર ક્લિક કરો જે node ને આપમેળે લીસી બનાવે છે.
09:20 આગળનાં 2 આઈકોનો ફક્ત સેગમેંટ પર જ કામ કરે છે. તેથી, U આકારનાં ડાબા સેગમેંટને પસંદ કરો અને પહેલા આઈકોન પર ક્લિક કરો.
09:30 જેમ કે ટૂલ ટીપ દર્શાવે છે, સેગમેંટ હવે એક સીધી લાઈનમાં બની ગયું છે.
09:35 bezier handle પર ક્લિક કરો અને તેને ખસેડવાનો પ્રયાસ કરો. તમે જોશો કે આપણે તેને વળાંક આપી શકતા નથી.
09:44 તેને ફરીથી વળાંકવાળી લાઈન બનાવવા માટે આગળ આવેલ આઈકોન પર ક્લિક કરો.
09:49 હવે bezier handles ખસેડો અને હવે આપણે તેને વળાંક આકાર આપી શકીએ છીએ.
09:54 પસંદ કરેલ ઓબજેક્ટને path માં રૂપાંતરિત કરવા માટે આગળ આવેલ આઈકોન પર ક્લિક કરો.
09:58 stroke to path માં રૂપાંતરિત કરવા માટે આગળ આવેલ આઈકોન પર ક્લિક કરો.
10:02 strokes દૃશ્યમાન રહે એ માટે nodes ને ક્લિક કરીને ડ્રેગ કરો.
10:08 આગળ આવેલ 2 આઈકોનો પસંદ કરેલ nodes ને અનુક્રમે X અને Y દિશામાં ખસેડવામાં મદદ કરે છે.
10:15 અપ અને ડાઉન એરો પર ક્લિક કરો અને થયેલ ફેરફાર અવલોકન કરો.
10:24 આગળ આવેલ 2 આઈકોનો ફક્ત ત્યારે કામ કરશે જ્યારે પાથ ક્લિપિંગ અને માસ્કિંગ અસરો ધરાવે છે.
10:29 આ વિકલ્પોનું તમે પોતેથી અન્વેષણ કરી શકો છો.
10:33 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા
10:37 સીધી લાઈનો અને બંધ આકારો દોરવા
10:39 વળાંકવાળી લાઈનો દોરવી
10:41 નોડો ઉમેરવી, એડીટ કરવી, રદ્દ કરવી
10:43 અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે.
10:46 bezier ટૂલ વાપરીને 5 પાંખડી, 1 ડાંખળી અને 2 પાંદડા ધરાવતું એક ફુલ બનાવો.
10:52 પાંખડીમાં ગુલાબી રંગ ભરો.
10:54 ડાંખળી અને પાંદડામાં લીલો રંગ ભરો.
10:57 પૂર્ણ થયેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ.
11:00 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તે જુઓ.
11:05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:12 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
11:14 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
11:20 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro.
11:24 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
11:26 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya