PHP-and-MySQL/C3/MySQL-Part-1/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 01:14, 4 March 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 નમસ્કાર મિત્રો!
00:03 આ એક શુદ્ધ My SQL php ટ્યુટોરીયલ છે.
00:07 હું તમને જોડાણ, માહિતીની પુન:પ્રાપ્તિ, એરરોને સંભાળવા અને માહિતીનાં સુધારણા માટેનું બેસિક શીખવીશ.
00:15 તેથી તે કેટલાક SQL કોડ અને SQL ક્વેરીઓનો સમાવેશ કરશે.
00:21 ચાલો શરૂ કરીએ.
00:24 અહીં હું "mysql" ની ડાયરેક્ટરી સંરચના દર્શાવીશ.
00:27 અને અહીં અમુક ફાઈલો બનાવીશું.
00:29 હું પહેલી ફાઈલ બનાવીશ અને તેને "connect.php" સંબોધીશ.
00:34 "mysql" નામના ફોલ્ડર પર ક્લિક કરીશ અને આને "connect.php" તરીકે સંગ્રહીત કરીશ.
00:40 હવે અહીં એક જુદી ફાઈલ બનાવીશું અને દરેક પુષ્ઠ જે આપણે વાપરીશું, તે સાથે સમાવેશ કરીશું.
00:46 આ ડેટાબેઝ સાથે જોડવા માટે અત્યંત સરળ છે
00:50 આપણે "include" ફંક્શનને ટાઈપ કરીશું અને આ ફાઈલને દર્શાવીશું.
00:55 હું બીજી એક ફાઈલ બનાવીશ જે મારી મુખ્ય "mysql" ફાઈલ છે
00:58 એક કોડ સાથે જે હું તમને બતાવીશ.
01:01 તો મને mysql dot php ખૂલેલું મળ્યું.
01:05 php કોડ છે અને આપણને php ટેગોની જરૂર છે અને આ જ બધું php ને જોડાશે
01:13 હું "include" ફંક્શન એક મિનીટમાં સમજાવીશ.
01:15 સૌપ્રથમ, હું બતાવીશ કે ડેટાબેઝ સાથે કેવી રીતે જોડાવવું.
01:19 જો તમને જાણ નથી કે તમે તેને વેબસર્વર પર ક્યાં સંગ્રહીત કર્યું છે, તો હું તમને phpmyadmin નામની એપ્લીકેશનને ચકાસવા માટે સુચવીશ.
01:28 તે એક ડેટાબેઝ ઈન્ટરફેસ,php માં લખાયેલ પ્રોગ્રામ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો એક સ્ક્રીપ્ટ.
01:34 અહીં આપણે મારી સર્વિસ, મારા ડેટાબેઝની અંદર જોશું.
01:39 જયારે સર્વરમાં, My SQL સર્વર માં. આ કોષ્ટક ની માહિતી,ડેટાબેઝની માહિતી અને સર્વર વિશેની માહિતી વગેરે આપે છે.
01:50 જયારે કે, તેના વિશે જાણવાની જરૂર નથી, આ એક પ્રોગ્રામ માટે સારી શરૂઆત છે, જો તમે હાલમાં php mysqlઅથવા ફક્ત mysql ને સામાન્ય રીતે વાપરવાની શરૂઆત કરી રહ્યા છો.
02:05 આ કાર્યો ને કમાંડ લાઈન દ્વારા કરવા કરતા, આ ડેટાબેઝ સાથે ઈન્ટરફેસ કરવાની શરૂઆત કરવા માટેનો સારો માર્ગ છે.
02:15 કમાંડ લાઈન વાપરવું એ પહેલી વાર વાળાઓ માટે મુશ્કેલભર્યું નીવડી શકે છે
02:21 તો આપણે અહીં ડેટાબેઝોને જોઈએ છીએ.
02:24 મને એક "phpacademy" અને એક "phplogin" નામનું મળ્યું છે જેનો મેં બીજા ટ્યુટોરીયલમાં ઉલ્લેખ કર્યો છે જે મેં બનાવ્યું છે.
02:34 અન્ય ફક્ત સ્ટાનડર્ડ છે.
02:36 તે ફક્ત ડેટાને રાખવા માટે છે.
02:38 તેને રદ્દ ન કરો. તમારે ફકત નવા ડેટાબેઝો બનાવવાના છે.
02:42 આ માટે, તમારી પાસે એક સામાન્ય બોક્સ છે.
02:45 હવે ડેટાબેઝોને બનાવીશું.
02:47 હું હાલ માટે php academy ડેટાબેઝમાં કામ કરીશ.
02:51 આ ખુબ સરળ છે.
02:53 તો આ હમણા એક ડેટાબેઝ બનાવી રહ્યું છે.
02:55 આ સરળ છે. તમે નામ ટાઈપ કરો અને "Create" પર ક્લિક કરો.
02:59 મારી php પહેલાથી જ અહીં બનેલ છે.
03:01 તો હું આને ઉપયોગમાં લઈશ.
03:03 આ ઉપર ક્લિક કરો અને તમે જોશો કે અંદર કોષ્ટકો છે.
03:09 phpmyadmin વાપરતી વખતે આ અહીં ચિન્હ વડે દર્શાવ્યું છે.
03:16 આ મારા ગેસ્ટબુક ટ્યુટોરીયલમાંથી એક ગેસ્ટબુક છે.
03:20 હવે હું આ ટ્યુટોરીયલનાં વર્ણન માટે આ ડેટાબેઝ પર એક નવું કોષ્ટક બનાવીશ અને તેને "people" તરીકે સંબોધીશ.
03:28 ફિલ્ડ્સ ની સંખ્યા ખુબ મહત્વપૂર્ણ છે.
03:31 તમે આ ખાલી ન છોડી શકો.
03:33 તમારા કોષ્ટક પર ફિલ્ડ્સની સંખ્યા દરેક ડેટા ની કોલમના સંગ્રહ માટે છે.
03:38 ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે જયારે તમે રેકોર્ડોની સાથે કામ કરો છો, પહેલું ID હશે જે એક સંખ્યાત્મક વેલ્યુ છે.
03:47 તો આ એક સંખ્યા છે જે દરેક સમયે વધશે.
03:51 આ તમને રેકોર્ડોના સંદર્ભ લેવા માટે પરવાનગી આપશે જે વિશિષ્ટ સંખ્યા વડે વ્યક્તિગત રીતે સંગ્રહીત થશે.
03:57 અને આને સામાન્ય રીતે પ્રાઈમરી કી સુયોજિત કરો.
04:01 જો તમે ડેટાબેઝથી પરિચિત નથી, તો તમારે પ્રાયમરી કી જેવા શબ્દ જોવા માટેની જરૂર છે.
04:08 હું સેકેન્ડરી કી સાથે કામ ન કરીશ કારણ કે આ mysql ડેટાબેઝની સાથે કરવા માટે અત્યંત સરળ માર્ગ છે.
04:16 જો તમારી પાસે Microsoft access અથવા બીજું કોઈ ડેટાબેઝ પ્રોગ્રામ છે તો ડેટાબેઝોને સામાન્ય રૂપે વાંચો
04:24 હું તમને ડેટાબેઝનાં સમૂહ ને શીખવા માટે સુચવીશ.
04:28 તો ફિલ્ડ્સની સંખ્યા, તમે કેટલી માહિતીને સંગ્રહીત કરવા અને શું માહિતી સંગ્રહીત કરવા ઈચ્છો છો તે પર આધાર રાખે છે.
04:36 સામાન્ય રીતે જયારે હું ફિલ્ડ્સ બનાવીશ, હું એક ખાલી ડોક્યુંમેંટને લાવીશ.
04:41 અને ફિલ્ડ્સ ટાઈપ કરવાની શરૂઆત કરીશ.
04:46 પહેલું હમેશા ID રહેશે.
04:48 આ સ્વ:વૃદ્ધિ વેલ્યુ છે જયારે હું નવો રેકોર્ડ બનાવું છું.
04:53 તો પહેલા રેકોર્ડ માટે તે ૧ હશે, ૨, ૩, ૪ અને પછી માહિતીને સંગ્રહીત કરશે.
05:00 આ એક ખુબ લાભદાયક ફિલ્ડ છે.
05:02 મારું કોષ્ટક "people"નામનું છે,તેથી હું લોકો વિશે ડેટા સંગ્રહીશ.
05:07 તેથી પહેલા firstname ટાઈપ કરીશ પછી lastname ત્યારબાદ age અને પછી gender .
05:16 આને સરળ રાખવા માટે, આપણે આને હાલ માટે અહીં છોડીશું.
05:20 તો આપણે જોઈશું કે ૫ ફિલ્ડ્સ મળી છે.
05:23 હું અહીં પાછો જઈશ અને ૫ ટાઈપ કરી "Go" પર ક્લિક કરીશ.
05:28 એક મિનીટમાં અહીં એક પોપ અપ જોવા મળશે.
05:32 ના તમને ન મળશે કારણ કે આપણે ફિલ્ડ નામોને હજુ સુધી બનાવ્યા નથી.
05:37 આપણી પાસે અહીં એક સ્ટેનડર્ડ છે.
05:40 આ માટે ઘણા વિકલ્પો છે.
05:42 પણ, ફીલ્ડ એ એક ફીલ્ડનેમ છે.
05:44 તો પહેલું છે "ID".
05:46 ટાઈપ એ ડેટા ટાઈપ છે, જે તમે આ ક્ષેત્ર અંદર મુકશો.
05:49 જે પણ આમાં હશે તે આ ડેટા ટાઈપ માં ઉમેરવું અનિવાર્ય છે.
05:54 "varchar" જે variable characters માટે વપરાય છે તે ખુબ સામાન્ય છે. અને લાભદાયક છે અને તેને લંબાઈની જરૂર છે.
06:03 અહીં ૨૫ અક્ષરોની લંબાઈ હોઈ શકે છે.
06:06 ૨૫૦ અક્ષરોની લંબાઈ હોઈ શકે છે.
06:08 અથવા કે ૧૦૦ અક્ષરોની લંબાઈ.
06:10 અથવા ૧ અક્ષરની લંબાઈ.
06:12 વાસ્તવમાં આપણે સંગ્રહીત થયેલ ડેટાનો પ્રકાર અને લંબાઈ સંગ્રહીત કરીશું.
06:16 તે સંગ્રહ કરવામાં મદદ કરે છે, ઉદાહરણ તરીકે તમારું firstname.
06:21 આપણું ફિલ્ડ નામ અહીં "firstname" છે અને "varchar" છે.
06:26 ૫૦૦ અક્ષરો ટાઈપ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે આપણે ડેટાની બિનજરૂરી માત્રા વાપરીશું.
06:33 firstname ૨૫ અક્ષરો કરતાં વધુ ન રહેશે.
06:37 પણ જો તે છે, તો તે ૩૦ કે ૩૫ અક્ષરો કરતાં વધુ ન રહેશે.
06:41 પણ હાલ માટે હું "firstname" ૨૦ અથવા ૨૫ અક્ષરોથી સંગ્રહીત કરીશ, હું ૨૦ મુકીશ.
06:48 "ID" એ પૂર્ણાંક રહેશે કારણ કે તે એક સંખ્યા છે.
06:51 તે સ્વ:વૃદ્ધિ થનાર હશે.
06:53 આ ૧, ૨, ૩, ૪ હશે.
06:56 રેકોર્ડની માત્રા જે આપણે વાપરીએ છીએ.
06:59 અને અહીં બીજા કેટલાક વિકલ્પો છે.
07:02 આ પ્રાયમરી કી છે.
07:04 આપણે તે પસંદ કરીશું અને વધારામાં, આપણને "auto underscore increment" મળ્યું છે.
07:10 આ એક સ્વ:વૃદ્ધિ છે. તે આ ખાસ ફંક્શન આપશે.
07:14 જયારે પણ તમે એક નવો રેકોર્ડ દાખલ કરશો, આ પણ આપમેળે વધશે.
07:18 તો અહીં "firstname"છે.
07:21 અહીં "lastname" છે અને ફરીથી હું આને ૩૦ થી સુયોજિત કરીશ.
07:26 બીજું શું છે???
07:28 "age" છે, આ એક પૂર્ણાંક છે અને "gender" છે.
07:34 ઠીક છે.
07:36 હવે અહીં "age" ને બદલે, હું "Date of birth" લખીશ.
07:40 તો આ છે જન્મની તારીખ.
07:42 હું આને Date તરીકે સુયોજિત કરીશ.
07:44 અહીં હું ડેટ ડેટાટાઈપ શોધું છું અને જોશું આ કેવી રીતે કાર્ય કરશે.
07:50 તો date માટે લંબાઈ સુયોજિત કરવાની જરૂર નથી.
07:55 આ માટે એક સ્ટેનડર્ડ ફોર્મેટ છે. તો આ વિશે ચિંતા ન કરો.
08:00 હું "gender" ને કેરેક્ટર ૧ સાથે "varchar" તરીકે સુયોજિત કરીશ.
08:07 આપણે પુરૂષ માટે "M" અને સ્ત્રી માટે "F" સંગ્રહીત કરીશું.
08:11 અહીં આપણે જોશું કે અહીં ઘણા વિકલ્પો છે.
08:15 તમે આને કમેન્ટ કરી શકો છો.
08:17 તમે યાદ કરી શકો છો કે આ ફિલ્ડ શું કરે છે.
08:20 પરંતુ તમારા ફીલ્ડનેમ ને યોગ્ય નામ આપો જેથી તમને જાણ પડે કે શું માહિતી સંગ્રહીત કરવી.
08:27 હું "Save" પર ક્લિક કરીશ અને તમે જોશો કે "people" અહીં દ્રશ્યમાન થયું છે.
08:32 આ એક ક્વેરી પૂછશે.
08:35 હવે પહેલા હું કમાંડ લાઈન વિશે કહી રહ્યો હતો, આ એ છે જે બનાવવા માટે ટાઈપ કરવું પડશે.
08:41 જો કે, આપણે સંગ્રહન માટે ગ્રાફિક યુઝર ઈન્ટરફેસ નો ઉપયોગ કર્યો છે.
08:46 આપણે અહીં નીચે જોશું, આપણા ફીલ્ડો, પ્રકારો અને કોલેશન એટ્રીબ્યુટો છે, ઉદાહરણ તરીકે નલ ડેટા છે.
08:54 મૂળભૂત વેલ્યુ જે આમ સંગ્રહીત થયી છે.... ઉદાહરણ તરીકે જો તમારી પાસે નિમ્ન કહેવાતો એક ફીલ્ડ (ક્ષેત્ર) હોત "Has the user registered?" [શું વપરાશકર્તાની નોંધણી થયેલ છે?]
09:01 અથવા તમારી પસંદનું કઈ પણ. તમે મૂળભૂત પણ વાપરી શકો.
09:06 ઉદાહરણ તરીકે જો હું બધાને સંગ્રહીત કરવા ઈચ્છું, તો હું મૂળભૂત રીતે પુરૂષની કે સ્ત્રીની નોંધણી કરું છું, અહીં "M" અથવા "F" ટાઈપ કરી શકું.
09:16 અને અહીં સ્વ:વૃદ્ધિ છે અને બીજા કેટલાક ડેટા પણ જે આ ટ્યુટોરીયલમાં જાણવાની જરૂર નથી.
09:24 અહીં આપણે કોષ્ટક બનાવી લીધું છે અને જો તમે આના ભાગ ૨ માં જાવ છો, તો હું તમને બતાવીશ કે કેવી રીતે php નાં ઉપયોગ વડે અમુક ડેટાને દાખલ કરવા અને કેવી રીતે ડેટાબેઝમાંથી આ માહિતીને પુન:પ્રાપ્ત કરવી.
09:37 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali