PHP-and-MySQL/C3/MySQL-Part-1/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:00 | નમસ્કાર મિત્રો! |
00:03 | આ એક શુદ્ધ My SQL php ટ્યુટોરીયલ છે. |
00:07 | હું તમને જોડાણ, માહિતીની પુન:પ્રાપ્તિ, એરરોને સંભાળવા અને માહિતીનાં સુધારણા માટેનું બેસિક શીખવીશ. |
00:15 | તેથી તે કેટલાક SQL કોડ અને SQL ક્વેરીઓનો સમાવેશ કરશે. |
00:21 | ચાલો શરૂ કરીએ. |
00:24 | અહીં હું "mysql" ની ડાયરેક્ટરી સંરચના દર્શાવીશ. |
00:27 | અને અહીં અમુક ફાઈલો બનાવીશું. |
00:29 | હું પહેલી ફાઈલ બનાવીશ અને તેને "connect.php" સંબોધીશ. |
00:34 | "mysql" નામના ફોલ્ડર પર ક્લિક કરીશ અને આને "connect.php" તરીકે સંગ્રહીત કરીશ. |
00:40 | હવે અહીં એક જુદી ફાઈલ બનાવીશું અને દરેક પુષ્ઠ જે આપણે વાપરીશું, તે સાથે સમાવેશ કરીશું. |
00:46 | આ ડેટાબેઝ સાથે જોડવા માટે અત્યંત સરળ છે |
00:50 | આપણે "include" ફંક્શનને ટાઈપ કરીશું અને આ ફાઈલને દર્શાવીશું. |
00:55 | હું બીજી એક ફાઈલ બનાવીશ જે મારી મુખ્ય "mysql" ફાઈલ છે |
00:58 | એક કોડ સાથે જે હું તમને બતાવીશ. |
01:01 | તો મને mysql dot php ખૂલેલું મળ્યું. |
01:05 | આ php કોડ છે અને આપણને php ટેગોની જરૂર છે અને આ જ બધું php ને જોડાશે |
01:13 | હું "include" ફંક્શન એક મિનીટમાં સમજાવીશ. |
01:15 | સૌપ્રથમ, હું બતાવીશ કે ડેટાબેઝ સાથે કેવી રીતે જોડાવવું. |
01:19 | જો તમને જાણ નથી કે તમે તેને વેબસર્વર પર ક્યાં સંગ્રહીત કર્યું છે, તો હું તમને phpmyadmin નામની એપ્લીકેશનને ચકાસવા માટે સુચવીશ. |
01:28 | તે એક ડેટાબેઝ ઈન્ટરફેસ,php માં લખાયેલ પ્રોગ્રામ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો એક સ્ક્રીપ્ટ. |
01:34 | અહીં આપણે મારી સર્વિસ, મારા ડેટાબેઝની અંદર જોશું. |
01:39 | જયારે સર્વરમાં, My SQL સર્વર માં. આ કોષ્ટક ની માહિતી,ડેટાબેઝની માહિતી અને સર્વર વિશેની માહિતી વગેરે આપે છે. |
01:50 | જયારે કે, તેના વિશે જાણવાની જરૂર નથી, આ એક પ્રોગ્રામ માટે સારી શરૂઆત છે, જો તમે હાલમાં php mysqlઅથવા ફક્ત mysql ને સામાન્ય રીતે વાપરવાની શરૂઆત કરી રહ્યા છો. |
02:05 | આ કાર્યો ને કમાંડ લાઈન દ્વારા કરવા કરતા, આ ડેટાબેઝ સાથે ઈન્ટરફેસ કરવાની શરૂઆત કરવા માટેનો સારો માર્ગ છે. |
02:15 | કમાંડ લાઈન વાપરવું એ પહેલી વાર વાળાઓ માટે મુશ્કેલભર્યું નીવડી શકે છે |
02:21 | તો આપણે અહીં ડેટાબેઝોને જોઈએ છીએ. |
02:24 | મને એક "phpacademy" અને એક "phplogin" નામનું મળ્યું છે જેનો મેં બીજા ટ્યુટોરીયલમાં ઉલ્લેખ કર્યો છે જે મેં બનાવ્યું છે. |
02:34 | અન્ય ફક્ત સ્ટાનડર્ડ છે. |
02:36 | તે ફક્ત ડેટાને રાખવા માટે છે. |
02:38 | તેને રદ્દ ન કરો. |
02:39 | તમારે ફકત નવા ડેટાબેઝો બનાવવાના છે. |
02:42 | આ માટે, તમારી પાસે એક સામાન્ય બોક્સ છે. |
02:45 | હવે ડેટાબેઝોને બનાવીશું. |
02:47 | હું હાલ માટે php academy ડેટાબેઝમાં કામ કરીશ. |
02:51 | આ ખુબ સરળ છે. |
02:53 | તો આ હમણા એક ડેટાબેઝ બનાવી રહ્યું છે. |
02:55 | આ સરળ છે. |
02:56 | તમે નામ ટાઈપ કરો અને "Create" પર ક્લિક કરો. |
02:59 | મારી php પહેલાથી જ અહીં બનેલ છે. |
03:01 | તો હું આને ઉપયોગમાં લઈશ. |
03:03 | આ ઉપર ક્લિક કરો અને તમે જોશો કે અંદર કોષ્ટકો છે. |
03:09 | phpmyadmin વાપરતી વખતે આ અહીં ચિન્હ વડે દર્શાવ્યું છે. |
03:16 | આ મારા ગેસ્ટબુક ટ્યુટોરીયલમાંથી એક ગેસ્ટબુક છે. |
03:20 | હવે હું આ ટ્યુટોરીયલનાં વર્ણન માટે આ ડેટાબેઝ પર એક નવું કોષ્ટક બનાવીશ અને તેને "people" તરીકે સંબોધીશ. |
03:28 | ફિલ્ડ્સ ની સંખ્યા ખુબ મહત્વપૂર્ણ છે. |
03:31 | તમે આ ખાલી ન છોડી શકો. |
03:33 | તમારા કોષ્ટક પર ફિલ્ડ્સની સંખ્યા દરેક ડેટા ની કોલમના સંગ્રહ માટે છે. |
03:38 | ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે જયારે તમે રેકોર્ડોની સાથે કામ કરો છો, પહેલું ID હશે જે એક સંખ્યાત્મક વેલ્યુ છે. |
03:47 | તો આ એક સંખ્યા છે જે દરેક સમયે વધશે. |
03:51 | આ તમને રેકોર્ડોના સંદર્ભ લેવા માટે પરવાનગી આપશે જે વિશિષ્ટ સંખ્યા વડે વ્યક્તિગત રીતે સંગ્રહીત થશે. |
03:57 | અને આને સામાન્ય રીતે પ્રાઈમરી કી સુયોજિત કરો. |
04:01 | જો તમે ડેટાબેઝથી પરિચિત નથી, તો તમારે પ્રાયમરી કી જેવા શબ્દ જોવા માટેની જરૂર છે. |
04:08 | હું સેકેન્ડરી કી સાથે કામ ન કરીશ કારણ કે આ mysql ડેટાબેઝની સાથે કરવા માટે અત્યંત સરળ માર્ગ છે. |
04:16 | જો તમારી પાસે Microsoft access અથવા બીજું કોઈ ડેટાબેઝ પ્રોગ્રામ છે તો ડેટાબેઝોને સામાન્ય રૂપે વાંચો |
04:24 | હું તમને ડેટાબેઝનાં સમૂહ ને શીખવા માટે સુચવીશ. |
04:28 | તો ફિલ્ડ્સની સંખ્યા, તમે કેટલી માહિતીને સંગ્રહીત કરવા અને શું માહિતી સંગ્રહીત કરવા ઈચ્છો છો તે પર આધાર રાખે છે. |
04:36 | સામાન્ય રીતે જયારે હું ફિલ્ડ્સ બનાવીશ, હું એક ખાલી ડોક્યુંમેંટને લાવીશ. |
04:41 | અને ફિલ્ડ્સ ટાઈપ કરવાની શરૂઆત કરીશ. |
04:46 | પહેલું હમેશા ID રહેશે. |
04:48 | આ સ્વ:વૃદ્ધિ વેલ્યુ છે જયારે હું નવો રેકોર્ડ બનાવું છું. |
04:53 | તો પહેલા રેકોર્ડ માટે તે ૧ હશે, ૨, ૩, ૪ અને પછી માહિતીને સંગ્રહીત કરશે. |
05:00 | આ એક ખુબ લાભદાયક ફિલ્ડ છે. |
05:02 | મારું કોષ્ટક "people"નામનું છે,તેથી હું લોકો વિશે ડેટા સંગ્રહીશ. |
05:07 | તેથી પહેલા firstname ટાઈપ કરીશ પછી lastname ત્યારબાદ age અને પછી gender . |
05:16 | આને સરળ રાખવા માટે, આપણે આને હાલ માટે અહીં છોડીશું. |
05:20 | તો આપણે જોઈશું કે ૫ ફિલ્ડ્સ મળી છે. |
05:23 | હું અહીં પાછો જઈશ અને ૫ ટાઈપ કરી "Go" પર ક્લિક કરીશ. |
05:28 | એક મિનીટમાં અહીં એક પોપ અપ જોવા મળશે. |
05:32 | ના તમને ન મળશે કારણ કે આપણે ફિલ્ડ નામોને હજુ સુધી બનાવ્યા નથી. |
05:37 | આપણી પાસે અહીં એક સ્ટેનડર્ડ છે. |
05:40 | આ માટે ઘણા વિકલ્પો છે. |
05:42 | પણ, ફીલ્ડ એ એક ફીલ્ડનેમ છે. |
05:44 | તો પહેલું છે "ID". |
05:46 | ટાઈપ એ ડેટા ટાઈપ છે, જે તમે આ ક્ષેત્ર અંદર મુકશો. |
05:49 | જે પણ આમાં હશે તે આ ડેટા ટાઈપ માં ઉમેરવું અનિવાર્ય છે. |
05:54 | "varchar" જે variable characters માટે વપરાય છે તે ખુબ સામાન્ય છે. અને લાભદાયક છે અને તેને લંબાઈની જરૂર છે. |
06:03 | અહીં ૨૫ અક્ષરોની લંબાઈ હોઈ શકે છે. |
06:06 | ૨૫૦ અક્ષરોની લંબાઈ હોઈ શકે છે. |
06:08 | અથવા કે ૧૦૦ અક્ષરોની લંબાઈ. |
06:10 | અથવા ૧ અક્ષરની લંબાઈ. |
06:12 | વાસ્તવમાં આપણે સંગ્રહીત થયેલ ડેટાનો પ્રકાર અને લંબાઈ સંગ્રહીત કરીશું. |
06:16 | તે સંગ્રહ કરવામાં મદદ કરે છે, ઉદાહરણ તરીકે તમારું firstname. |
06:21 | આપણું ફિલ્ડ નામ અહીં "firstname" છે અને "varchar" છે. |
06:26 | ૫૦૦ અક્ષરો ટાઈપ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે આપણે ડેટાની બિનજરૂરી માત્રા વાપરીશું. |
06:33 | firstname ૨૫ અક્ષરો કરતાં વધુ ન રહેશે. |
06:37 | પણ જો તે છે, તો તે ૩૦ કે ૩૫ અક્ષરો કરતાં વધુ ન રહેશે. |
06:41 | પણ હાલ માટે હું "firstname" ૨૦ અથવા ૨૫ અક્ષરોથી સંગ્રહીત કરીશ, હું ૨૦ મુકીશ. |
06:48 | "ID" એ પૂર્ણાંક રહેશે કારણ કે તે એક સંખ્યા છે. |
06:51 | તે સ્વ:વૃદ્ધિ થનાર હશે. |
06:53 | આ ૧, ૨, ૩, ૪ હશે. |
06:56 | રેકોર્ડની માત્રા જે આપણે વાપરીએ છીએ. |
06:59 | અને અહીં બીજા કેટલાક વિકલ્પો છે. |
07:02 | આ પ્રાયમરી કી છે. |
07:04 | આપણે તે પસંદ કરીશું અને વધારામાં, આપણને "auto underscore increment" મળ્યું છે. |
07:10 | આ એક સ્વ:વૃદ્ધિ છે. |
07:11 | તે આ ખાસ ફંક્શન આપશે. |
07:14 | જયારે પણ તમે એક નવો રેકોર્ડ દાખલ કરશો, આ પણ આપમેળે વધશે. |
07:18 | તો અહીં "firstname"છે. |
07:21 | અહીં "lastname" છે અને ફરીથી હું આને ૩૦ થી સુયોજિત કરીશ. |
07:26 | બીજું શું છે??? |
07:28 | "age" છે, આ એક પૂર્ણાંક છે અને "gender" છે. |
07:34 | ઠીક છે. |
07:36 | હવે અહીં "age" ને બદલે, હું "Date of birth" લખીશ. |
07:40 | તો આ છે જન્મની તારીખ. |
07:42 | હું આને Date તરીકે સુયોજિત કરીશ. |
07:44 | અહીં હું ડેટ ડેટાટાઈપ શોધું છું અને જોશું આ કેવી રીતે કાર્ય કરશે. |
07:50 | તો date માટે લંબાઈ સુયોજિત કરવાની જરૂર નથી. |
07:55 | આ માટે એક સ્ટેનડર્ડ ફોર્મેટ છે. તો આ વિશે ચિંતા ન કરો. |
08:00 | હું "gender" ને કેરેક્ટર ૧ સાથે "varchar" તરીકે સુયોજિત કરીશ. |
08:07 | આપણે પુરૂષ માટે "M" અને સ્ત્રી માટે "F" સંગ્રહીત કરીશું. |
08:11 | અહીં આપણે જોશું કે અહીં ઘણા વિકલ્પો છે. |
08:15 | તમે આને કમેન્ટ કરી શકો છો. |
08:17 | તમે યાદ કરી શકો છો કે આ ફિલ્ડ શું કરે છે. |
08:20 | પરંતુ તમારા ફીલ્ડનેમ ને યોગ્ય નામ આપો જેથી તમને જાણ પડે કે શું માહિતી સંગ્રહીત કરવી. |
08:27 | હું "Save" પર ક્લિક કરીશ અને તમે જોશો કે "people" અહીં દ્રશ્યમાન થયું છે. |
08:32 | આ એક ક્વેરી પૂછશે. |
08:35 | હવે પહેલા હું કમાંડ લાઈન વિશે કહી રહ્યો હતો, આ એ છે જે બનાવવા માટે ટાઈપ કરવું પડશે. |
08:41 | જો કે, આપણે સંગ્રહન માટે ગ્રાફિક યુઝર ઈન્ટરફેસ નો ઉપયોગ કર્યો છે. |
08:46 | આપણે અહીં નીચે જોશું, આપણા ફીલ્ડો, પ્રકારો અને કોલેશન એટ્રીબ્યુટો છે, ઉદાહરણ તરીકે નલ ડેટા છે. |
08:54 | મૂળભૂત વેલ્યુ જે આમ સંગ્રહીત થયી છે.... ઉદાહરણ તરીકે જો તમારી પાસે નિમ્ન કહેવાતો એક ફીલ્ડ (ક્ષેત્ર) હોત "Has the user registered?" [શું વપરાશકર્તાની નોંધણી થયેલ છે?] |
09:01 | અથવા તમારી પસંદનું કઈ પણ. તમે મૂળભૂત પણ વાપરી શકો. |
09:06 | ઉદાહરણ તરીકે જો હું બધાને સંગ્રહીત કરવા ઈચ્છું, તો હું મૂળભૂત રીતે પુરૂષની કે સ્ત્રીની નોંધણી કરું છું, અહીં "M" અથવા "F" ટાઈપ કરી શકું. |
09:16 | અને અહીં સ્વ:વૃદ્ધિ છે અને બીજા કેટલાક ડેટા પણ જે આ ટ્યુટોરીયલમાં જાણવાની જરૂર નથી. |
09:24 | અહીં આપણે કોષ્ટક બનાવી લીધું છે અને જો તમે આના ભાગ ૨ માં જાવ છો, તો હું તમને બતાવીશ કે કેવી રીતે php નાં ઉપયોગ વડે અમુક ડેટાને દાખલ કરવા અને કેવી રીતે ડેટાબેઝમાંથી આ માહિતીને પુન:પ્રાપ્ત કરવી. |
09:37 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |