Java-Business-Application/C2/Database-and-validation/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:37, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Database (ડેટાબેઝ) અને validation (વેલીડેશન) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું:
00:08 ડેટાબેઝથી સંપર્ક સાધવું
00:10 ફીલ્ડો વેલીડેટ કરવા
00:12 અહીં આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ 12.04
00:15 નેટબીન્સ આઈડીઈ 7.3
00:19 જેડીકે 1.7
00:21 ફાયરફોક્સ વેબ-બ્રાઉઝર 21.0
00:24 તમે તમારા પસંદ મુજબનું કોઈપણ વેબ-બ્રાઉઝર વાપરી શકો છો.
00:28 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલનું જ્ઞાન હોવું જરૂરી છે.
00:31 Java Servlets (જાવા સર્વલેટ્સ) અને JSPs (જેએસપીઝ) વિશે સામાન્ય જાણકારી
00:35 Netbeans IDE માંથી MySQL Database ને જોડાણ કરવું.
00:39 database (ડેટાબેઝ) અને tables (ટેબલો) બનાવવા.
00:42 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
00:47 હવે, ચાલો Netbeans IDE પર જઈએ.
00:52 મેં MySQL સર્વર ચાલુ કર્યો છે.
00:55 તેમાં મેં library નામનો એક database (ડેટાબેઝ) બનાવ્યો છે.
01:00 મેં તેમાં Users નામનો એક table (ટેબલ) તૈયાર કર્યો છે.
01:04 મેં આ ટેબલમાં પહેલાથી જ અમુક વેલ્યુઓ સમાવિષ્ટ કરી દીધી છે.
01:08 અત્યારે હું તે બતાવીશ.
01:10 તે માટે, Users પર જમણું ક્લિક કરીને View Data પર ક્લિક કરો.
01:15 નીચે આવેલ Output બટન પર ક્લિક કરો.
01:19 આપણે જોઈ શકીએ છીએ કે અહીં 15 યુઝરો છે.
01:23 આપણે FirstName, Surname, Age, Gender, Email, Username અને Password જોઈ શકીએ છીએ.
01:31 હવે, ચાલો Java Database Connectivity Driver એટલે કે JDBC ડ્રાઈવ્હર લોડ કરીએ.
01:39 તે માટે, Projects ટેબ પર ક્લિક કરો.
01:42 Libraries પર જમણું ક્લિક કરીને Add Library પર ક્લિક કરો.
01:46 ત્યારબાદ MySQL JDBC Driver પર ક્લિક કરો.
01:50 અને Add Library પર ક્લિક કરો.
01:53 JDBC ડ્રાયવ્હરને લોડ કરશે.
01:56 હવે પહેલા કરેલ પ્રમાણે પ્રોજેક્ટ રન કરો.
02:00 હવે, username (યુઝરનેમ) એ arya તરીકે અને password (પાસવર્ડ) એ arya123* તરીકે ટાઈપ કરો.
02:06 ત્યારબાદ Sign In પર ક્લિક કરો.
02:08 આપણે successGreeting પુષ્ઠ જોઈ શકીએ છીએ.
02:12 લોગઆઉટ માટે here પર ક્લિક કરો.
02:15 હવે, ચાલો IDE પર પાછા જઈએ.
02:17 આપણે GreetingServlet ડોટ java પર જઈશું.
02:21 doPost (ડૂપોસ્ટ) મેથડ પર આવીએ.
02:23 પહેલા, આપણે getParameter મેથડ વાપરીને request દ્વારા Username (યુઝરનેમ) અને Password (પાસવર્ડ) મેળવીએ છીએ.
02:31 આગળ આપણે JDBC જોડાણ માટે કોડ જોઈશું.
02:35 આપણે Connection, PreparedStatement અને Resultset ઓબ્જેક્ટને null પર ઈનીશલાઈઝ કર્યું છે.
02:44 ત્યારબાદ આપણે આપણા પ્રોગ્રામમાં ડ્રાયવ્હર રજીસ્ટર કરીએ છીએ.
02:48 પછી આપણે ડેટાબેઝનું જોડાણ કરીએ છીએ.
02:52 ત્યારબાદ, આપણે કનેક્શન ઓબ્જેક્ટ પર prepareStatement મેથડ એક્ઝીક્યુટ કરીએ છીએ.
02:58 Users ટેબલમાંથી યુઝરની માહિતી મેળવવા માટે આપણે ક્વેરી આપીએ છીએ.
03:03 username (યુઝરનેમ) અને password (પાસવર્ડ) ફોર્મમાં ભર્યા પ્રમાણે છે કે તે માટે આપણે તપાસ કરીએ છીએ.
03:09 અહીં, પ્રશ્નાર્થ ચિન્હ ડેટાબેઝમાનાં તમામ ફિલ્ડ દર્શાવે છે.
03:15 પ્રશ્નાર્થ ચિન્હની જગ્યાએ વેલ્યુ દેવા માટે, આપણે setString મેથડ એક્ઝીક્યુટ કરીએ છીએ.
03:22 આવું આપણે PreparedStatement ઓબ્જેક્ટ વાપરીને કરીએ છીએ.
03:26 ત્યારબાદ આપણે Prepared statement ઓબ્જેક્ટ પર executeQuery મેથડ એક્ઝીક્યુટ કરીએ છીએ.
03:33 આપણે પરિણામ ResultSet ઓબ્જેક્ટમાં સંગ્રહીએ છીએ.
03:37 સફળતાપૂર્વક લોગીન કરવા પર, આપણે successGreeting પુષ્ઠ દર્શાવીએ છીએ.
03:43 આ માટે, આપણે RequestDispatcher ઇન્ટરફેસ વાપરીએ છીએ.
03:48 RequestDispatcher ઓબ્જેક્ટ મેળવવા માટે આપણે request પર getRequestDispatcher મેથડ વાપરીએ છીએ.
03:56 ત્યારબાદ આપણે RequestDispatcher ઓબ્જેક્ટ પર forward method આવ્હાન કરીએ છીએ.
04:02 આ રીતે, આપણે successGreeting ડોટ jsp પર મોકલાવીએ છીએ.
04:07 હવે સ્લાઈડ પર પાછા ફરીએ.
04:10 ચાલો RequestDispatcher ઇન્ટરફેસ વિશે કઈક શીખીએ.
04:15 આ ઇન્ટરફેસ 'request (રીક્વેસ્ટ) ને બીજા સ્ત્રોત સુધી પહોંચાડવાની સુવિધા પ્રદાન કરે છે.
04:22 સ્ત્રોત html, servlet, કે jsp માંથી કંઈપણ હોઈ શકે છે.
04:26 હવે ચાલો IDE પર પાછા આવીએ.
04:29 ચાલો successGreeting ડોટ jsp પર આવીએ.
04:33 અહીં, આપણે આપેલ મેસેજ દર્શાવીએ છીએ. You have successfully logged in.
04:38 હવે, બ્રાઉઝર પર પાછા આવીએ.
04:41 ડેટાબેઝમાં સમાવિષ્ટ નથી કર્યું તે username અને password ટાઈપ કરો.
04:47 તો, હું abc તરીકે યુઝરનેમ અને abc123* તરીકે પાસવર્ડ ટાઈપ કરું છું.
04:56 પછી Sign In પર ક્લિક કરું છું.
04:59 આપણે જોઈ શકીએ છીએ કે સમાન પુષ્ઠ પર આપણને એક એરર મેસેજ મળે છે.
05:03 Please correct the following error!!! Invalid username or password
05:09 હવે, ચાલો આ માટે કોડ જોઈએ.
05:12 તો, IDE પર પાછા ફરીએ.
05:14 GreetingServlet ડોટ java પર જાવ.
05:17 જો validation (વેલીડેશન) નિષ્ફળ જાય, તો આપણે એરર મેસેજ દેખાડવું જોઈએ.
05:22 સૌ પ્રથમ આપણે errorMsgs ની એક યાદી ઈનીશલાઈઝ કરી છે.
05:27 setAttribute મેથડ વાપરીને આપણે request સ્કોપમાં વેરીએબલ errorMsgs સુયોજિત કર્યા છે.
05:35 અહીં, errorMsgsattribute name (એટ્રીબ્યુટ નેમ) છે.
05:39 આપણે સ્ટ્રીંગ વેરીએબલ id ને null પર ઈનીશલાઈઝ કર્યું છે.
05:44 ત્યારબાદ, આપણે તપાસ કરીએ છીએ કે યુઝર ડેટાબેઝમાં ઉપલબ્ધ છે કે નહી.
05:48 જો હા હોય તો, આપણે વેલ્યુ વેરીએબલ id માં સંગ્રહીએ છીએ.
05:53 નહી તો, આપણે Invalid username અથવા password આ એરર errorMsgs ની યાદીમાં ઉમેરીએ છીએ.
06:00 જો errorMsgs ની યાદી ખાલી ન હોય તો, આપણે એરર મેસેજ index ડોટ jsp પર દર્શાવીએ છીએ.
06:09 તેથી, આપણે આને index ડોટ jsp પર રીડાયરેક્ટ કરવું પડશે.
06:13 આપણે આ પહેલા જ જોઈ ચુક્યા છીએ કે RequestDispatcher વાપરીને અન્ય પુષ્ઠ પર કેવી રીતે રીડાયરેક્ટ કરી શકાય છે.
06:20 નોંધ લો આપણે આ કોડ try catch block (ટ્રાય કેચ બ્લોક) માં exception (એક્ઝેપ્શન) પરીસ્તિથી સંભાળવા માટે સમાવિષ્ટ કર્યો છે.
06:27 હવે, આપણે errorMsgs વેરીએબલને index ડોટ jsp માં ફેચ કેવી રીતે કરાવાય તે જોશું.
06:34 પહેલા, આપણે errorMsgs આ એટ્રીબ્યુટની વેલ્યુ મેળવીએ છીએ.
06:38 આને request પર getAttribute મેથડ વાપરીને કરાવાય છે.
06:44 નોંધ લો આપણે જાવા કોડ opening tag એટલે કે less than ચિન્હ percentage ચિન્હ અને closing tag એટલે કે percentage ચિન્હ greater than ચિન્હ આમાં સમાવિષ્ટ કર્યું છે.
06:57 કોડનાં આ બ્લોકને scriptlet કહેવાય છે.
07:02 જ્યારે JSP નું આવ્હાન થાય છે ત્યારે ત્યારે આમાંનો Java કોડ એક્ઝીક્યુટ થાય છે.
07:08 જો errorMsgs ની વેલ્યુ null ન હોય તો, આપણે આ મેસેજ દર્શાવીએ છીએ.
07:15 Please correct the following errors.
07:18 ત્યારબાદ આપણે errorMsgs ની યાદી મારફતે આઈટરેટ કરીએ છીએ.
07:23 પછી આપણે યાદી તરીકે એરર મેસેજો દર્શાવીએ છીએ.
07:27 આ રીતે આપણે index ડોટ jsp પર એરર મેસેજો દર્શાવીએ છીએ.
07:32 હવે, ચાલો ડેટાબેઝમાં યુઝરને કેવી રીતે ઉમેરવું તે જોઈએ.
07:37 ડેટાબેઝમાં યુઝરને ઉમેરીએ એ પહેલા, આપણને યુઝર ટેબલ માટે એક મોડેલ બનાવવું પડશે.
07:44 હવે, ચાલો જોઈએ કે model (મોડેલ) શું છે.
07:48 model (મોડેલ) એટલે:
07:49 સોફ્ટવેર એપ્લીકેશનમાંની ડેટાની લોજીકલ રચના.
07:55 setters અને getters સહીત એટ્રીબ્યુટો ધરાવતો જાવા ક્લાસ.
08:00 આ રીતે, આપણે model માં એટ્રીબ્યુટો, સ્વતંત્રપણે એકલા ન માનતા તેને એકજૂથ તરીકે ધારીએ છીએ.
08:07 હવે, નેટબીન્સ IDE પર પાછા જઈએ.
08:11 મેં પહેલાથી જ User ડોટ java મોડેલ બનાવ્યું છે.
08:16 નોંધ લો આપણે package org ડોટ spokentutorial ડોટ model અંતર્ગત આ જાવા ક્લાસ બનાવ્યો છે.
08:24 આપણી પાસે આપેલ એટ્રીબ્યુટો છે firstName, surname, age, gender, email, username, password.
08:33 આપણે તેને empty વેલ્યુમાં ઈનીશલાઈઝ કર્યું છે.
08:37 પછી આપણી પાસે parameterized કનસ્ટ્રકટર છે.
08:41 આપણી પાસે default કનસ્ટ્રકટર પણ છે.
08:44 આપણે getFirstName મેથડ વ્યાખ્યિત કરીએ છીએ.
08:47 સાથે જ setFirstName મેથડ પણ વ્યાખ્યિત કરીએ છીએ.
08:51 એજ પ્રમાણે આપણે દરેક એટ્રીબ્યુટો પર set અને get મેથડો વ્યાખ્યિત કરીએ છીએ.
08:57 બ્રાઉઝર પર પાછા આવીએ.
08:59 હવે, ચાલો રજીસ્ટર કરવા માટે અહીં લીંક પર ક્લિક કરીએ.
09:03 રજીસ્ટ્રેશન પુષ્ઠમાંની તમામ ફીલ્ડો ટાઈપ કરો.
09:07 પછી Add User પર ક્લિક કરો.
09:10 આપણને Add User સક્સેસ પુષ્ઠ મળે છે.
09:14 આપણને મેસેજ મળે છે કે Your request to add harshita was successful.
09:20 અહીં harshita એ આપણે આપેલ username (યુઝરનેમ) હતું.
09:24 હવે, ચાલો જોઈએ કે આ કેવી રીતે થયું.
09:28 તો IDE પર પાછા જઈએ.
09:30 AddUserServlet ડોટ java પર જાવ.
09:35 પગલાઓ GreetingServlet ડોટ java માં અનુસર્યા હતા એ પ્રમાણે જ છે.
09:40 પહેલા આપણને getParameter મેથડ દ્વારા ફોર્મ પેરામીટરો મળે છે.
09:46 આપણે વેરીએબલ user ને સ્વતંત્ર એટ્રીબ્યુટો સહીત User મોડેલનાં ઇનસ્ટંશ તરીકે ઈનીશલાઈઝ કરીએ છીએ.
09:53 setAttribute વાપરીને આપણે વેરીએબલ user ને request સ્કોપમાં સુયોજિત કરીએ છીએ.
10:01 ફોર્મ ભરતી સમયે કોઈપણ એરરો ન હોય તો, આપણે યુઝર ટેબલોમાં વેલ્યુઓ સમાવિષ્ટ કરવા માટે ક્વેરી એક્ઝીક્યુટ કરીએ છીએ.
10:10 ત્યારબાદ આપણે success user પુષ્ઠ તરફે મોકલીએ છીએ.
10:15 હવે, ચાલો successUser ડોટ jsp પર આવીએ.
10:19 પહેલા, આપણે User ડોટ java આયાત કર્યું છે.
10:24 JSP માં કોડની લાઈનને directive કહેવાય છે.
10:28 JSP ડાયરેક્ટીવ્હની શરૂઆત opening tag એટલે કે less than ચિન્હ percentage ચિન્હ અને at the rate ચિન્હથી અને અંત closing tag એટલે કે percentage ચિન્હ અને greater than ચિન્હથી થાય છે.
10:42 આ વાળું page directive (પેજ ડાયરેક્ટીવ્હ) છે.
10:45 પેજ ડાયરેક્ટીવ્હ આયાત કરેલ તમામ પેકેજોની યાદી ધરાવે છે.
10:50 આપણને user આ એટ્રીબ્યુટની વેલ્યુ મળે છે અને તેને યુઝર ઓબ્જેક્ટ તરીકે સંગ્રહીએ છીએ.
10:57 ત્યારબાદ, આપણી પાસે અહીં સક્સેસ મેસેજ છે.
11:00 અહીં, આપણે Username (યુઝરનેમ) મેળવ્યું છે.
11:04 આપણે request ઓબ્જેક્ટ પર getUsername() મેથડ વાપર્યું છે.
11:09 આપણે આ scriptlet ટેગો દ્વારા કર્યું છે.
11:12 હવે, ચાલો બ્રાઉઝર પર પાછા આવીએ.
11:15 ડેટાબેઝમાં પહેલાથી જ ઉપલબ્ધ હોય એવા યુઝરને આપણે ઉમેરવાનો પ્રયાસ કરીશું.
11:20 તો, હું harshita ને ફરીથી ઉમેરવાનો પ્રયાસ કરીશ.
11:24 આપણે જોઈ શકીએ છીએ કે આપણને એક એરર મેસેજ મળે છે Please correct the following errors!!1 Duplicate entry 'harshita' for key username.
11:33 હવે, ચાલો ફરી એક વાર યુઝર માટે રજીસ્ટર કરીએ.
11:37 અહીં, મેં અત્યારે ફોર્મ ભર્યું છે.
11:40 Age ફિલ્ડમાં મેં એક ભૂલ કરી છે.
11:44 માન્ય ક્રમાંકનાં બદલે મેં ab ટાઈપ કર્યું છે.
11:48 હવે, Add User પર ક્લિક કરો.
11:51 આપણને The age must be a positive integer આ એરર મેસેજ મળે છે.
11:57 હવે, ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે.
12:00 IDE પર પાછા જઈએ.
12:03 AddUserServlet ડોટ java ખોલો.
12:08 અહીં પણ, આપણે errorMsgs માટે યાદી બનાવી છે.
12:11 ત્યારબાદ આપણે setAttribute મેથડ વાપરીને request સ્કોપમાં errorMsgs વેરીએબલ સુયોજિત કરીએ છીએ.
12:18 પછી, આપણે ઈન્ટીજર પ્રકારનું ageUser આ વેરીએબલ ડીકલેર કરીને તેને -1 પર ઈનીશલાઈઝ કર્યું છે.
12:26 try catch બ્લોક અંતર્ગત આપણે parseInt મેથડ વાપર્યું છે.
12:31 જે સંખ્યાનું સ્ટ્રીંગ રૂપ લઈને, તેની ઈન્ટીજર વેલ્યુ પાછી આપશે.
12:37 તો અહીં આપણે એ વાતની પુષ્ટિ કરી રહ્યા છીએ કે age ફિલ્ડ એ માન્ય ઘન પૂર્ણાંક ધરાવતું હોવું જોઈએ.
12:44 જો તપાસણી નિષ્ફળ જાય તો, આપણે errorMsgs ની યાદીમાં આ એરર મેસેજ ઉમેરીએ છીએ.
12:51 The age must be a positive integer.
12:54 એજ પ્રમાણે, આપણને બીજા અન્ય તમામ ફીલ્ડો પણ માન્ય ડેટા ધરાવે છે કે નહી તેની પુષ્ટિ કરવી જોઈએ.
13:01 જો errorMsgs યાદી ખાલી ન હોય તો, આપણે આ errorMsgs ને addUser ડોટ jsp પર બતાવીશું.
13:09 RequestDispatcher વાપરીને આ કેવી રીતે કરવું તે આપણે પહેલા જ જોઈ ચુક્યા છીએ.
13:15 હવે, ચાલો addUser ડોટ jsp પર આવીએ.
13:19 અહીં પણ, આપણે પહેલા User ડોટ java આયાત કર્યું છે.
13:24 scriptlet ટેગ અંતર્ગત આપણે User પ્રકારનું એક ઓબ્જેક્ટ બનાવ્યું છે.
13:31 ત્યારબાદ આપણે getAttribute મેથડ વાપરીને errorMsgs આ એટ્રીબ્યુટની વેલ્યુ મેળવીએ છીએ.
13:38 આ વેલ્યુ null બરાબર છે કે નહી તે આપણે તપાસીએ છીએ.
13:43 જો આ null બરાબર નથી તો, આપણે index ડોટ jsp માટે કર્યું હતું એ પ્રમાણે એક એરર મેસેજ દર્શાવીએ છીએ.
13:51 નહી તો, આપણે User મોડેલ વાપરીને request દ્વારા user એટ્રીબ્યુટની વેલ્યુ મેળવીશું.
13:59 પછી આપણી પાસે ફોર્મ છે.
14:01 ફોર્મ ટેગમાં AddUserServlet તરીકે એક્શન અને POST તરીકે મેથડ છે.
14:07 પહેલું ફિલ્ડ First Name છે જેનો ઈનપુટ પ્રકાર text છે, firstName આ નામ અને user ડોટ getFirstName આ વેલ્યુ છે.
14:18 અહીં, આપણે firstName ને empty સ્ટ્રીંગ આ વેલ્યુ આપીને ઈનીશલાઈઝ કરી રહ્યા છીએ.
14:24 આવું જ આપણને બીજા અન્ય ફીલ્ડો માટે પણ કરવું પડશે.
14:28 આપણી પાસે submit બટન પણ છે અને વેલ્યુ Add User તરીકે છે.
14:33 આ પ્રમાણે આપણે addUser.jsp માં ફીલ્ડો વેલીડેટ કરીએ છીએ.
14:38 તમે Add User પુષ્ઠ પર જુદા જુદા એરરો પ્રયાસ કરી શકો છો.
14:42 હવે ચાલો જોઈએ કે યુઝર harshita એ ડેટાબેઝમાં ઉમેરાયી છે કે નહી.
14:49 તો યુઝર ટેબલ પર પાછા આવીએ. આપણે જોઈ શકીએ છીએ કે harshita એ ડેટાબેઝમાં ઉમેરાઈ ગયી છે.
14:56 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
14:58 ડેટાબેઝથી જોડાણ કરવું અને
15:00 ફીલ્ડ વેલિડેટ કરવું
15:02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર વધુ જાણકારી માટે, નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો.
15:07 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
15:11 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
15:15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
15:17 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
15:20 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
15:23 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
15:29 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
15:32 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
15:38 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
15:48 લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ માટે ફાળો એક અગ્રણી સોફ્ટવેર MNC દ્વારા, તેમનાં કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રોગ્રામ મારફતે આપવામાં આવ્યો છે.
15:57 સાથે જ તેમણે આ સ્પોકન ટ્યુટોરીયલ માટે પણ ઘટકની પુષ્ટિ કરી છે.
16:02 IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું.જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya