Java/C2/Relational-Operations/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:16, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 જાવામાં રીલેશનલ ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:09 boolean ડેટા ટાઇપ, રીલેશનલ ઓપરેટર અને
00:12 રીલેશનલ ઓપરેટરના ઉપયોગથી ડેટા કેવી રીતે સરખાવવું.
00:17 આ ટ્યુટોરીયલ માટે હું,

Ubuntu 11.10, JDK 1.6 અને Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યી છું.

00:26 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જવામાં ડેટા ટાઇપનું જ્ઞાન હોવું જરૂરી છે.
00:31 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ.
00:39 રીલેશનલ ઓપરેટરો કન્ડીશન ચકાસવા માટે ઉપયોગ થાય છે.
00:43 તેમનું આઉટપુટ બુલિયન ડેટા ટાઇપનું વેરિયેબલ છે
00:48 બુલિયન ડેટા ટાઇપ 1 બીટ માપનું છે
00:51 તે માત્ર બે વેલ્યુઝ સંગ્રહે છે.
00:54 True અથવા False.
00:56 કન્ડીશન સાચી હોય ત્યારે True આવે છે.
00:59 કન્ડીશન ખોટી હોય ત્યારે False આવે છે.
01:06 અહીં ઉપલબ્ધ રીલેશનલ ઓપરેટરોની યાદી છે.
01:10 ગ્રેટર ધેન
01:12 લેસ ધેન , ઇકવલ ટુ
00:14 ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ લેસ ધેન ઓર ઇકવલ ટુ
01:17 નોટ ઇકવલ ટુ
01:19 આપણે તે દરેકને વિગતવાર જોશું.
01:22 એક્લીપ્સ ઉપર જાઓ.
01:27 અહીં આપણી પાસે Eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.
01:33 મેં BooleanDemo ક્લાસ બનાવ્યો છે અને Main મેથડ ઉમેર્યી છે.
01:38 હવે ચાલો કેટલાક એક્સ્પ્રેશનો ઉમેરિયે.
01:41 ટાઇપ કરો, boolean b ;
01:47 boolean કીવર્ડ b વેરિયેબલનું ડેટા ટાઇપ boolean તરીકે જાહેર કરશે.
01:53 આપણે આપણી કન્ડીશનનું પરિણામ b માં સંગ્રહ કરીશું.
01:58 આપણે weight વેરિયેબલ જાહેર કરીશું અને તે વેરિયેબલની મદદથી કન્ડીશન તપાસીશું.
02:05 int weight ઇકવલ ટુ 45;
02:13 આપણે તપાસ કરીશું કે weight ની વેલ્યુ 40 કરતાં વધારે છે કે નહી.
02:18 b ઇકવલ ટુ weight ગ્રેટર ધેન 40;
02:28 આ સ્ટેટમેન્ટ વેરિયેબલની વેલ્યુ ૪૦ કરતા વધારે છે કે નહી તે ચેક કરવા માટે કહે છે અને પરિણામ b માં સંગ્રહો.
02:37 હવે ચાલો b ની વેલ્યુ પ્રિન્ટ કરીએ.
02:41 System dot out dot println(b);
02:49 Save અને Run કરો.
02:59 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ True છે.
03:02 ચાલો જોઈએ શું થશે જો વેલ્યુ 40 કરતાં ઓછી હોય.
03:07 weight 30 થી બદલો.
03:12 સંગ્રહો અને રન કરો.
03:20 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ અપેક્ષા પ્રમાણે False આવ્યું છે.
03:24 આ રીતે, greater than સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા મોટી છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે.
03:30 એ જ રીતે, less than સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા નાની છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે.
03:37 ચાલો greater than ને less than " સિમ્બોલમાં બદલીએ.
03:43 તો આપણે ચકાસીએ છીએ કે weight ની વેલ્યુ 40 કરતા નાની છે કે નહી.
03:48 Save Run
03:56 આપણે જોઈ શકીએ છીએ, અપેક્ષા પ્રમાણે આઉટપુટ True છે.
04:01 ચાલો weight ની વેલ્યુ 45 થી બદલીએ અને આઉટપુટ જુઓ.
04:09 Save અને Run કરો.
04:16 આપણે જોઈએ છીએ કે આપણને False મળે છે કારણ કે,
04:21 weight લેસ ધેન 40 કન્ડીશન સાચી નથી.
04:25 હવે ચાલો એક વેલ્યુ બીજી વેલ્યુ સમાન છે તે કેવી રીતે ચકાસવું તે જોઈએ.
04:31 તે કરવા માટે, આપણે બે ઇકવલ ટુ સિમ્બોલ વાપરીશું.
04:35 લેસ ધેન સિમ્બોલને ડબલ ઇકવલ ટુ સિમ્બોલ માં બદલો.
04:41 Save અને Run કરો.
04:48 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ False છે કારણ કે weight ની વેલ્યુ 40 બરાબર નથી.
04:55 હવે ચાલો weight ને 40 થી બદલીએ અને આઉટપુટ જોઈએ.
05:01 Save અને Run કરો.
05:08 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ True છે.
05:12 આ પ્રમાણે, ડબલ ઇકવલ ટુ, સમાનતાની ચકાસણી કરવા માટે વપરાય છે.
05:16 કાળજી રાખો, કારણ કે ઘણી વાર લોકો સમાનતા તપાસ કરવા માટે સિંગલ ઇકવલ ટુ નો ઉપયોગ કરે છે.
05:22 અને આ બિનજરૂરી એરર આપે છે.
05:26 આગામી આપણે જોશું લેસ ધેન ઓર ઇકવલ ટુ માટે કેવી રીતે તપાસવું.
05:30 તે કરવા માટે, આપણે લેસ ધેન સિમ્બોલ આગળ ઇકવલ ટુ સિમ્બોલનો ઉપયોગ કરીશું.
05:35 ડબલ ઇકવલ ટુ ને લેસ ધેન ઇકવલ ટુ સાથે બદલો.
05:42 Save અને Run કરો.
05:50 અપેક્ષા પ્રમાણે આઉટપુટ True આવ્યું છે.
05:53 હવે, લેસ ધેન ચેક થાય છે કે નહી તે જોવા માટે ચાલો weight ની વેલ્યુ બદલીએ.
05:59 40 ને 30 થી બદલો.
06:04 Save અને Run કરો.
06:14 આપણે જોઈએ છીએ કે weight 40 સમાન નથી તેથી આઉટપુટ True મળે છે કારણ કે તે 40 કરતાં ઓછી છે.
06:22 ચાલો જોઈએ શું થશે, જો weight ની કિંમત 40 કરતાં વધારે હોય.
06:27 ધારો કે 50 છે. Save અને Run કરો.
06:39 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ False છે કારણ કે weight ની વેલ્યુ 40 સમાન નથી.
06:44 અને તે 40 કરતા ઓછી પણ નથી.
06:48 એ જ રીતે આપણે, ઇકવલ ટુ સિમ્બોલ અનુસરતા ગ્રેટર ધેન સિમ્બોલને ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ ચેક કરવા માટે વાપરીશું.
06:55 ચાલો તેનો પ્રયાસ કરીએ.
06:57 લેસ ધેન ઇકવલ ટુ ને ગ્રેટર ધેન ઇકવલ ટુ થી બદલો.
07:04 Save અને Run કરો.
07:10 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ true છે કારણ કે weight 40 કરતાં વધારે છે.
07:16 ચાલો 40 કરતાં ઓછી વેલ્યુ સાથે weight બદલીએ. ધારો કે 30.
07:25 Save અને Run કરો.
07:32 આપણને false મળ્યું છે, કારણ કે weight ની વેલ્યુ 40 થી વધારે કે સમાન નથી.
07:39 પછી, આપણે નોટ ઇકવલ ટુ માટે કેવી રીતે ચકાસવું તે જોશું.
07:46 તે ઇકવલ ટુ સિમ્બોલ સાથે અનુસરતા એક્સક્લેમેશન માર્ક નો ઉપયોગ કરીને કરવામાં આવે છે.
07:53 ગ્રેટર ધેન ને એક્સક્લેમેશન થી બદલો.
07:59 આ સ્ટેટમેન્ટ કહે છે કે weight 40 સમાન નથી અને પરિણામ b માં સંગ્રહ કરો.
08:08 Save અને Run કરો.
08:16 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ true છે કારણ કે weight ની વેલ્યુ 40 સમાન નથી.
08:23 ચાલો weight 40 થી બદલીએ અને આઉટપુટ જોઈએ.
08:28 30 ને 40 થી બદલો.
08:31 Save. Run.
08:38 આપણને false મળે છે કારણ કે weight not equal to 40 કન્ડીશન ખોટી છે.
08:45 નોટ ઇકવલ ટુ કન્ડીશન ઇકવલ ટુ કન્ડીશન થી વિરોધી છે એવું ગણી શકાય છે.
08:50 આ રીતે આપણે જાવામાં ડેટા સરખાવવા માટે વિવિધ રીલેશનલ ઓપરેટરોનો ઉપયોગ કરીએ છીએ.
08:58 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:01 In this tutorial we have learnt, about the boolean data type આ ટ્યુટોરીયલમાં આપણે આ વિષે શીખ્યા, બુલિયન ડેટા ટાઇપ
09:06 રીલેશનલ ઓપરેટર અને
09:08 બે વેલ્યુઝ સરખાવવા માટે રેલેશનલ ઓપરેટરો કેવી રીતે વાપરવા.
09:13 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે, બતાવેલ બે સમીકરણો સમાન છે કે નહી તે શોધો.
09:23 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે,
09:23 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, [1]
09:28 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
09:31 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09:36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
09:38 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09:40 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09:50 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:54 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10:00 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
10:05 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Krupali, PoojaMoolya, Pratik kamble