Firefox/C3/Popups/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:32, 11 July 2014 by Pratik kamble (Talk | contribs)
Time | Narration |
0:00 | મોઝીલા ફાયરફોક્સમાં પોપ-અપ અને ઈમેજ વિકલ્પોને સુયોજિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
0:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે, કેવી રીતે પોપ-અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ (પસંદગીઓ)ને સુયોજિત કરવું |
0:13 | ટૂલબાર કસ્ટમાઈઝ કરવું. |
0:15 | પોપ-અપ વિન્ડોવ્ઝ, અથવા પોપ-અપો, એ વિન્ડોવ્ઝ છે જે તમારી પરવાનગી વિના આપમેળે દ્રશ્યમાન થાય છે. |
0:21 | તે માપમાં અલગ અલગ હોય છે પણ સામાન્ય રીતે સંપૂર્ણ સ્ક્રીનને આવરતું નથી. |
0:27 | અમુક પોપ-અપ વર્તમાન ફાયરફોક્સ વિન્ડોની ઉપરના ભાગમા ખુલે છે, જ્યારે અન્ય (pop-unders) ફાયરફોક્સની નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે. |
0:37 | પોપ-અપ ખુબ જ કંટાળાજનક હોય છે અને આ જ મુખ્ય કારણ છે કે તમે આને નિષ્ક્રિય કરવા ઈચ્છો છો. |
0:42 | આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ. |
0:50 | ચાલો ફાયરફોક્સ બ્રાઉઝરને ખોલીએ. |
0:53 | URL બારમાં, ચાલો ‘w w w dot pop up test dot com’ ટાઈપ કરીએ |
1:01 | એન્ટર કી દબાવો. |
1:03 | આ સાઈટ તમને બતાવશે કે પોપ-અપ શું છે. |
1:07 | ‘multi-popup test’ દર્શાવતી લીંક ઉપર ક્લિક કરો |
1:12 | તમને 6 પોપ-અપ દેખાશે. |
1:20 | Back ઉપર ક્લિક કરો. |
1:22 | બીજા 2 પોપ-અપ દ્રશ્યમાન થાય છે. જુઓ આ કેટલા કંટાળાજનક છે? |
1:28 | ફાયરફોક્સ તમને પોપ-અપ અને પોપ-અંડર બંનેને નિયંત્રિત કરવા માટે પરવાનગી આપે છે. આ Edit અને પછી Preferences ઉપર ક્લિક કરીને કરી શકાય છે. |
1:37 | વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો. |
1:43 | Preferences વિન્ડોમાં, Content ટેબ પર ક્લિક કરો. |
1:48 | મૂળભૂત રીતે, બ્લોક પોપ-અપ વિન્ડોવ્ઝ વિકલ્પ પહેલાથી જ ચાલુ છે. |
1:53 | જો નથી, તો તમારે તે તપાસ કરવાની જરૂર છે. |
1:56 | તેથી ફાયરફોક્સમાં પોપ-અપને દ્રશ્યમાન થતું અટકાવવા માટે તમને તેને સક્રીય કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી. |
2:02 | હવે તમે Close બટન પર ક્લિક કરી ફાયરફોક્સ પ્રીફ્રેન્સીઝ વિન્ડો બંધ કરી શકો છો. |
2:09 | તમે એક્સેપ્શનો (અપવાદો) ને પણ પસંદ કરી શકો છો. |
2:12 | એક્સેપ્શનો એ એવી સાઈટો છે જેના પોપ-અપ તમારા દ્વારા સ્વીકાર્ય છે. |
2:17 | Edit અને પછી Preferences પર ક્લિક કરો. |
2:20 | વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો. |
2:26 | એક્સેપ્શનોને ઉમેરવા માટે, બ્લોક પોપ-અપ વિન્ડોવ્ઝ ફીલ્ડની આગળ આવેલ Exceptions બટન પર ક્લિક કરો |
2:34 | આ એક સંવાદ બોક્સ ખોલે છે. |
2:37 | વેબસાઈટ ફીલ્ડનાં એડ્રેસમાં ‘w w w dot google dot com’ ટાઈપ કરો |
2:44 | Allow બટન પર ક્લિક કરો. |
2:46 | સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો |
2:50 | પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો. |
2:55 | હવે google.com સિવાયની, દરેક સાઈટોમાંથી પોપ-અપ અસ્વીકૃત થશે. |
3:01 | હવે URL બારમાં, ‘w w w dot pop up test dot com’ ટાઈપ કરો અને Enter દબાવો. |
3:09 | ‘multi-popup test’ લીંક ઉપર ક્લિક કરો. |
3:12 | એક પણ પોપ-અપ દ્રશ્યમાન નથી થયું. |
3:15 | તમારું પોપ-અપ બ્લોકર અસરકારક છે! |
3:20 | ઈમેજો ડાઉનલોડ થવા માટે સમય અને બેન્ડવિડ્થ લે છે. |
3:24 | મોઝીલા ફાયરફોક્સ પાસે પસંદ કરેલ ઈમેજોની ડાઉનલોડીંગ રોકવા માટે એક વિકલ્પ છે. |
3:30 | Edit અને પછી Preferences પર ક્લિક કરો. |
3:33 | વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો |
3:39 | પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સમાં, Content ટેબ પસંદ કરો. |
3:44 | Load images automatically ચેક બોક્સને નિષ્ક્રિય કરો. |
3:49 | સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો. |
3:53 | હવે, સર્ચબારમાં, ચાલો Flowers ટાઈપ કરીએ અને Enter કી દબાવીએ. |
4:00 | ગૂગલ હોમ પેજ માંથી, 'Images' ઉપર ક્લિક કરો |
4:04 | પ્રથમ ઈમેજ લીંક જે દ્રશ્યમાન થાય છે તે પર ક્લિક કરો . |
4:08 | આપણે જોઈએ છીએ કે ઈમેજ લોડ નથી થતી. |
4:12 | ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે મોઝીલા ફાયરફોક્સ ઘણા બધા વિકલ્પોની તક આપે છે. |
4:18 | ધારો કે આપણે કોઈ ટૂલબારને છુપાવવા માંગીએ છીએ. ઉદાહરણ તરીકે મેનૂબારને. |
4:23 | મેનૂબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો. |
4:27 | અને તેને અનચેક કરો.
બસ એટલું જ! |
4:30 | મેનૂ બારને ફરીથી જોવા માટે ટૂલબારનાં ખાલી વિભાગ પર ફરીથી જમણું ક્લિક કરો. |
4:36 | હવે મેનૂ બાર વિકલ્પને ચેક કરો. |
4:40 | ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે ફાયરફોક્સ અદ્યતન વિકલ્પોની તક આપે છે. ચાલો કેટલાક જોઈએ. |
4:46 | ચાલો ટૂલબાર પર એક આઈકોન ઉમેરીએ, જે આપણને એક ક્લિક વડે વેબ પુષ્ઠને પ્રિંટ કરવાની પરવાનગી આપશે. |
4:54 | ટૂલબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો. |
4:58 | Customize પર ક્લિક કરો. |
5:00 | કસ્ટમાઈઝ ટૂલબાર સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
5:04 | સંવાદ બોક્સ અંદર, તમને એક પ્રિંટ આઇકોન દેખાશે. |
5:09 | આઇકોનને ટૂલબાર ઉપર ડ્રેગ કરો. |
5:12 | Done પર ક્લિક કરી સંવાદ બોક્સને બંધ કરો. |
5:17 | ટૂલબારમાં આવેલ પ્રિંટ આઇકોન પર ક્લિક કરો. |
5:21 | આ એક પ્રિંટ સંવાદ બોક્સ લાવે છે. |
5:25 | આપણે હમણાં પ્રિંટ ન કરીશું. |
5:28 | તેથી સંવાદ બોક્સને બંધ કરવા માટે Cancel પર ક્લિક કરો. |
5:32 | તમે ટૂલબારોને ઉમેરી અથવા રદ્દ પણ કરી શકો છો. |
5:35 | આ કરવા માટે, ટૂલબાર પર જમણું ક્લિક કરી Customize પસંદ કરો. |
5:40 | Add new toolbar બટન પર ક્લિક કરો. |
5:44 | નવા ટૂલબાર માટે એક નામ દાખલ કરો. ચાલો આને સેમ્પલ ટૂલબાર નામ આપીએ. |
5:50 | OK બટન પર ક્લિક કરો. |
5:53 | હવે સેમ્પલ ટૂલબાર ઉપર, આઇકોનને ડ્રેગ અને ડ્રોપ કરો, Downloads કહો. |
6:01 | બ્રાઉઝરમાં નવા ટૂલબારની નોંધ લો. |
6:04 | ટૂલબારને રદ કરવા માટે, Restore Default set બટન પર ક્લિક કરો. |
6:10 | કંટેંટ્સ એરીયા (સમાવિષ્ટ ક્ષેત્ર) ને વિસ્તૃત કરવા માટે, આપણે આઇકોનના માપને ઘટાડી શકીએ છીએ. |
6:16 | Use Small icons શીર્ષક ધરાવતા ચેક બોક્સ પર ચેક કરો. |
6:22 | સંવાદ બોક્સ બંધ કરવા માટે Done પર ક્લિક કરો. |
6:27 | આપણે જોઈએ છીએ કે આઈકોનોનું માપ નાનું બની ગયું છે. |
6:32 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
6:36 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે પોપ-અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ સુયોજિત કરવું |
6:41 | ટૂલબાર કસ્ટમાઈઝ કરવું |
6:43 | અહીં તમારા માટે એક એસાઈનમેંટ છે. |
6:46 | એક નવી મોઝીલા ફાયરફોક્સ વિન્ડો ખોલો. www.yahoo.com સિવાયનાં બધાજ પોપ-અપ ને અવરોધો. એક બૂકમાર્ક ટૂલબાર દાખલ કરો. |
6:59 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ |
7:02 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે. |
7:05 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
7:10 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
7:15 | જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
7:18 | વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org ઉપર સંપર્ક કરો |
7:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે, |
7:29 | જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
7:38 | આ મિશન વિશે વધુ જાણકારી http://spoken-tutorial.org/NMEICT-Intro આ લીંક ઉપર ઉપલબ્ધ છે. |
7:48 | IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |