Blender/C2/The-Blender-Interface/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:44, 7 February 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:03 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં બ્લેન્ડર ઇન્ટરફેસનું મૂળભૂત વર્ણન માટે છે. |
00:22 | આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે આ વિશે જાણીશું, બ્લેન્ડર ઈન્ટરફેસની વિવિધ વિન્ડો વિશે, |
00:29 | દરેક વિન્ડોને અપાયેલ પરિમાણો અને ટેબો, 3D વ્યુમાં ઑબ્જેક્ટ કેવી રીતે પસંદ કરવું, |
00:37 | અને X, Y અને Z દિશામાં ઓબ્જેક્ટ કેવી રીતે ખસેડવું |
00:44 | હું ધારું છું કે બ્લેન્ડર સાથે કેવી રીતે શરુઆત કરવી તે તમને ખબર છે. |
00:48 | જો નહીં તો બ્લેન્ડર પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
00:56 | આ 3D પેનલ છે. |
00:58 | મૂળભૂત રીતે 3D વ્યુમાં ત્રણ ઓબ્જેક્ટો હાજર છે. |
01:03 | ક્યુબ, લેમ્પ અને કેમેરા. |
01:10 | ક્યુબ મૂળભૂત રીતે પહેલેથી જ પસંદ થયેલ છે. |
01:14 | લેમ્પ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો |
01:19 | કેમેરા પસંદ કરવા માટે જમણું ક્લિક કરો |
01:23 | તેથી 3D વ્યુમાં કોઈપણ ઑબ્જેક્ટ પસંદ કરવા માટે, તમારે તે ઓબ્જેક્ટ પર જમણું ક્લિક કરવું પડશે. |
01:31 | ક્યુબ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો. |
01:35 | આ ત્રણ રંગીન એરો, ક્યુબના કેન્દ્રમાં મળે છે, જે 3D ટ્રાન્સફોર્મ મેનીપ્યુલેટરને પ્રતિનિધિત્વ કરે છે. |
01:44 | આ મેનીપ્યુલેટર ઓબ્જેક્ટને કોઈ એક ચોક્કસ અક્ષમાં ખસેડવા માટે મદદ કરે છે. |
01:51 | લાલ રંગ, X અક્ષને પ્રતિનિધિત્વ કરે છે, |
01:55 | લીલો રંગ, Y અક્ષને પ્રતિનિધિત્વ કરે છે, |
01:59 | અને ભૂરો રંગ, Z અક્ષને પ્રતિનિધિત્વ કરે છે, |
02:05 | ડાબું ક્લિક કરો અને લીલુ હેન્ડલ પકડી રાખો અને તમારા માઉસને ડાબેથી જમણી તરફ ખસેડો. |
02:15 | કીબોર્ડ શૉર્ટકટ માટે, G&Y ડબાઓ. |
02:22 | આપણે જોશું કે ઓબ્જેક્ટ માત્ર Y અક્ષની દિશામાં ફરે છે. |
02:32 | એ જ રીતે, ભૂરા હેન્ડલ મદદથી Z અક્ષ સાથે ઑબ્જેક્ટ ખસેડો. |
02:45 | કીબોર્ડ શૉર્ટકટ માટે, G&Z ડબાઓ. |
02:56 | હવે, X અક્ષ સાથે ઓબ્જેક્ટ ખસેડવાનો પ્રયાસ કરો. |
03:08 | કીબોર્ડ શૉર્ટકટ માટે, G & X ડબાઓ. |
03:23 | લાલ બોક્સમાં બંધ વિસ્તાર 3D વ્યુ છે. |
03:32 | 3D વ્યુના તળિયે ડાબે ખૂણે જાઓ. |
03:36 | View ઉપર ડાબું ક્લિક કરો. અહીં 3D વ્યુ માટે વિવિધ વ્યુ વિકલ્પોની યાદી છે. |
03:46 | ‘Top’ ઉપર ડાબું ક્લિક કરો. કિબોર્ડ શોર્ટકટ માટે, નમપૅડ 7 ડબાઓ. |
03:52 | 3D વ્યુ User Perspective માંથી Top view માં બદલાય છે. |
03:57 | આપણે આપણો ઓબ્જેક્ટ Top View માંથી જોઈ શકીએ છીએ. |
04:03 | Select ઉપર ડાબું ક્લિક કરો. અહીં 3D વ્યુમાં બધા ઓબ્જેક્ટો માટે વિવિધ પસંદગી વિકલ્પોની યાદી છે. |
04:18 | Object ઉપર ડાબું ક્લિક કરો. અહીં સક્રિય ઓબ્જેક્ટ માટે વિવિધ એડીટીંગ વિકલ્પોની યાદી છે. |
04:35 | 3D વ્યુની ડાબી બાજુ પર object Tools પેનલ છે. |
04:41 | આ પેનલ 3D વ્યૂમાં સક્રિય ઓબ્જેક્ટ સુધારવા માટે વપરાતા વિવિધ ટુલ્સની યાદી આપે છે. |
04:49 | ટુલ્સ વિવિધ કેટેગરીમાં જૂથ થયેલ છે. |
04:42 | Transform, Object, Shading, Keyframes, Motion Paths, repeat, Grease Pencil |
05:13 | ઉદાહરણ તરીકે, ચાલો 3D વ્યુમાં લેમ્પ ખસેડીએ. |
05:19 | લેમ્પ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો. |
05:23 | Object tools panel ઉપર જાઓ. |
05:28 | તમે Object tools panel માં લેમ્પ માટે વિકલ્પો જોઈ શકો છો. |
05:35 | translate ઉપર ડાબું ક્લિક કરો અને તમારા માઉસને ખસેડો. |
05:41 | લેમ્પ માઉસ ખસે છે તે દિશામાં ખસે છે. |
05:46 | અનુવાદ રદ કરવા માટે સ્ક્રીન પર જમણું ક્લિક કરો અથવા કીબોર્ડ પર Esc ડબાઓ. |
05:57 | 3D વ્યુની જમણી બાજુ પર મૂળભૂત રીતે છુપાયેલ એક અન્ય પેનલ છે. |
06:04 | છુપાયેલી પેનલ ખોલવા માટે, 3D વ્યુની જમણી ટોચના ખૂણે plus sign પર ક્લિક કરો. |
06:12 | કીબોર્ડ શૉર્ટકટ માટે, N ડબાઓ. |
06:17 | આ વધારાની ઓબ્જેક્ટ Transform પેનલ Properties વિંડોમાં Object પેનલ સમાન છે. |
06:25 | આપણે Object પેનલને વિગતવાર આગળના ટ્યુટોરિયલ્સમાં જોશું. |
06:30 | હમણાં માટે, વધારાની પેનલ છુપાવો અને મૂળભૂત 3D વ્યુ ઉપર પાછા જાઓ. |
06:37 | વધારાની ઓબ્જેક્ટ Transform પેનલની ડાબી ધાર પર તમારું માઉસ કર્સર ખસેડો. |
06:44 | એક ડબલ માથાવાળું એરો દેખાય છે |
06:48 | ડાબું ક્લિક કરો અને તમારું માઉસ જમણી તરફ ડ્રેગ કરો. |
06:52 | વધારાની ઓબ્જેક્ટ Transform પેનલ ફરી એકવાર છુપાયેલ છે. |
06:59 | આ પેનલને હાઇડ અથવા અનહાઇડ કરવા માટે તમે કિબોર્ડ શોર્ટકટ N નો પણ ઉપયોગ કરી શકો છો. |
07:07 | 3D વ્યુ વિશે વધુ જાણવા માટે, વિન્ડોવ્ઝના પ્રકાર - 3D વ્યુ (Types of Windows - 3D view ) ટ્યુટોરીયલ જુઓ. |
07:18 | લાલ બોક્સ સાથે બંધ વિસ્તાર Info પેનલ છે. |
07:24 | તે બ્લેન્ડર ઈન્ટરફેસમાં સૌથી ટોચની પેનલ છે. Info પેનલ મુખ્ય મેનુ ધરાવે છે. |
07:33 | File ઉપર ડાબું ક્લિક કરો. |
07:36 | આ મેનુ ફાઈલ વિકલ્પો ધરાવે છે જેવા કે creating a new file, opening an existing file, saving the file, User Preferences, importing or exporting a file વગેરે. |
07:57 | Add ઉપર ડાબું ક્લિક કરો. |
08:00 | અહીં object repository છે. |
08:04 | આપણે આ મેનુની મદદથી 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો ઉમેરી શકીએ છીએ. |
08:10 | કીબોર્ડ શૉર્ટકટ માટે, Shift & A ડબાઓ. |
08:18 | હવે, ચાલો 3D વ્યુમાં એક પ્લેન add કરીએ. |
08:23 | 3D કર્સરને ખસેડવા માટે સ્ક્રીન પર ગમે ત્યાં ડાબું ક્લિક કરો. |
08:29 | હું આ સ્થાન પસંદ કરું છું. |
08:34 | ADD મેનુ લાવવા માટે Shift & A ડબાઓ. |
08:39 | Mesh. plane ઉપર ડાબું ક્લિક કરો. |
08:44 | 3D કર્સર પોઝીશન પર 3D વ્યુંમાં નવી પ્લેન ઉમેરવામાં આવે છે. |
08:51 | 3D કર્સર વિશે સમજવા માટે, નેવિગેશન - 3D કર્સર ટ્યુટોરીયલ જુઓ. |
09:00 | એ જ રીતે, 3D વ્યુંમાં કેટલાક વધુ ઓબ્જેક્ટો ઉમેરવાનો પ્રયાસ કરી શકો છો. |
09:13 | હવે Info પેનલ પર પાછા જાઓ. |
09:16 | રેન્ડર મેનુ ખોલવા માટે Render ઉપર ડાબું ક્લિક કરો. |
09:21 | Render ને વિવિધ રેન્ડર વિકલ્પો છે જેવા કે render image, render animation, show or hide render view, વેગેરે. |
09:34 | રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર શીખવવામાં આવશે. |
09:40 | ઇન્ફો પેનલ વિશે વધુ જાણવા માટે, Windows - File Browser અને Info Panel પરનું ટ્યુટોરીયલ જુઓ. |
09:55 | લાલ બોક્સ હેઠળનો વિસ્તાર outliner પેનલ છે. |
10:00 | તે બ્લેન્ડર ઈન્ટરફેસની જમણી ટોચની ખૂણે આવેલ છે. |
10:07 | Outliner 3D વ્યુંમાં હાજર બધા ઓબ્જેક્ટોની યાદી આપે છે. |
10:14 | Outliner વિશે વધુ જાણવા માટે, વિન્ડોવ્સના પ્રકાર - Outliner (Types of Windows - Outliner) ઉપરનું ટ્યુટોરીયલ જુઓ. |
10:26 | લાલ બોક્સ અંદરનો વિસ્તાર properties વિન્ડો છે. |
10:36 | આ વિંડો વિશાળ સંખ્યા સાથે ટુલ્સ અને સેટિંગ્સ સાથે વિશાળ સંખ્યામાં પેનલ ધરાવે છે. |
10:38 | બ્લેન્ડર માં કામ કરતી વખતે આપણે આ panels નો ઘણી વખત ઉપયોગ કરીશું. |
10:44 | Properties window outliner વિન્ડો નીચે બ્લેન્ડર ઈન્ટરફેસના તળિયે જમણા ખૂણે આવેલ છે. |
10:53 | Properties વિન્ડો વિશે વધુ જાણવા માટે, Types of Windows - Properties Part 1 and 2 ટ્યુટોરિયલ્સ જુઓ. |
11:07 | આ Timeline છે. |
11:10 | તે 3D વ્યુ નીચે આવેલ છે. |
11:15 | અહીં આપણે એનિમેશન માટે ફ્રેમ શ્રેણી જોઈ શકીએ છીએ. |
11:21 | આ લીલી ઊભી લીટી તમને વર્તમાન ફ્રેમ બતાવે છે, જે ઉપર તમે કામ કરી રહ્યા છો. |
11:28 | તમે આ ફ્રેમ શ્રેણી સાથે ખસેડી શકો છો. |
11:33 | લીલી લીટી પર ડાબું ક્લિક કરો અને પકડી રાખો. |
11:36 | હવે માઉસને ખસેડો. |
11:43 | ફ્રેમ કન્ફર્મ કરવા માટે જમણું ક્લિક છોડો. |
11:50 | Start one એનિમેશન શ્રેણીની શરૂની ફ્રેમ રજૂ કરે છે. |
11:58 | End 250 એનિમેશન શ્રેણીની અંતની ફ્રેમ રજૂ કરે છે. |
12:10 | આ આપણા એનિમેશન માટે પ્લેબૅક વિકલ્પો છે. |
12:16 | Timeline વિશે વધુ જાણવા માટે, Types of Windows - Timeline પરનું ટ્યુટોરીયલ જુઓ. |
12:25 | તો, આ બ્લેન્ડર ઈન્ટરફેસ વિષે સંક્ષિપ્ત છે. |
12:30 | આ બધી વિન્ડો જે મૂળભૂત રીતે બ્લેન્ડરમાં કામ કરવાની જગ્યા માં હાજર હોય છે તે ઉપરાંત, |
12:35 | બીજી વિન્ડોવ્સ પણ છે જે કોઈપણ સમયે મેનુમાંથી પસંદ કરી શકાય છે. |
12:42 | આ બધી વિન્ડો નું વિગતવાર વર્ણન આગળના ટ્યુટોરિયલ્સમાં આપવામાં આવેલ છે. |
12:51 | હવે 3D વ્યુમાં દરેક ઓબ્જેક્ટ પસંદ કરવાનો પ્રયાસ કરો; |
12:57 | 3D ટ્રાન્સફોર્મ મેનીપ્યુલેટરનો ઉપયોગ કરી, ક્યુબને X Y અને Z દિશાઓમાં ખસેડો; |
13:06 | વ્યુ ટેબનું અન્વેષણ કરો; અને ઓબ્જેક્ટ ટુલ્સ પેનલમાં translate નો ઉપયોગ કરીને 3D વ્યુમાં કેમેરો ખસેડો. |
13:20 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
13:28 | આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, |
13:33 | oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
13:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
13:49 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
13:53 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
13:57 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
14:04 | જોડાવા બદ્દલ આભાર. |
14:06 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
Contributors and Content Editors
Gaurav, Jyotisolanki, Krupali, Nancyvarkey, PoojaMoolya, Ranjana