LibreOffice-Suite-Writer/C4/Creating-newsletter/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:44, 17 December 2013 by Nancyvarkey (Talk | contribs)
Resources for recording Creating Newsletter
VISUAL CUE | NARRATION |
00:00 | લીબર ઓફીસ રાઈટર - મલ્ટીપલ (બહુવિધ) કૉલમો સાથે ન્યૂઝલેટરો બનાવવા પર બનેલ મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું કે લીબર ઓફીસ રાઈટરમાં ન્યૂઝલેટરો કેવી રીતે બનાવવા અને કેટલાક ઓપરેશન એટલે કે ક્રિયાઓ જે તેમના પર કરી શકાય. |
00:17 | અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટૂ લીનક્સ ૧૦.૦૪ અને લીબર ઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪ વાપરી રહ્યા છીએ. |
00:27 | ન્યૂઝલેટર એક પ્રકાશન તરીકે વપરાય છે, જે નિયમિત સમય ગાળામાં તેના ઉમેદવારો માટે બહાર પરિભ્રમણ કરાવાય છે. ઉદાહરણ તરીકે - એક સામયિક, એક ચોપાનિયું અને બીજા ઘણા. |
00:39 | તેની પાસે મલ્ટીપલ કૉલમો વિભાગો તરીકે છે અને આ વિભાગોમાં વિવિધ લેખો દ્વારા જવા માટે વાંચકો માટે તે સરળ બનાવે છે. |
00:47 | લીબર ઓફીસ રાઈટરનાં ઉપયોગથી આપણે ન્યૂઝલેટરો બનાવી શકીએ છીએ જે લેખોનાં વાંચનને અત્યંત સરળ અને ઝડપી બનાવે છે. |
00:55 | “File”, “New” અને “Text Document” વિકલ્પ પર ક્લિક કરીને ચાલો એક નવું ટેક્સ્ટ ડોકયુમેન્ટ ખોલીએ. |
01:03 | આ ડોકયુમેન્ટને ફાઈલનામ “Newsletter” સાથે સંગ્રહિત કરો. |
01:13 | તો આપણી પાસે “Newsletter” કહેવાતું એક નવું ટેક્સ્ટ ડોક્યુમેન્ટ છે. |
01:17 | હવે ચાલો આપણા ડોક્યુમેન્ટમાં કોલમો દાખલ કરીએ. |
01:20 | તે કરવા માટે, પહેલા મેનૂ બારમાં “Format” બટન પર ક્લિક કરો અને ત્યારબાદ “Columns” પર ક્લિક કરો. |
01:27 | એક ડાયલોગ બોક્સ વિવિધ વિકલ્પો સાથે પ્રદર્શિત થાય છે - |
01:31 | તમને જોઈતી કોલમોની સંખ્યા પસંદ કરવી, |
01:34 | આ કોલમોની પહોળાઈ અને તેમની વચ્ચેનું અંતર સુયોજિત કરવું |
01:37 | તે ઉપરાંત સેપરેટર (વિભાજક) લાઈનોની વિવિધ પ્રોપર્ટીઓ ને સુયોજિત કરવી. |
01:42 | આપણે કોલમ ફીલ્ડ ની વેલ્યુ “2” થી વધારી ન્યૂઝલેટર ડોક્યુમેન્ટ માટે બે કોલમો પસંદ કરીશું. |
01:49 | કોલમ ફીલ્ડની બાજુમાં આવેલ પાંચ આઈકોનો તમને ઉપલબ્ધ વિવિધ ફોર્મેટોનું પ્રિવ્યુ એટલે કે પૂર્વદર્શન બતાવે છે. |
01:56 | તો ચાલો બીજા ફોર્મેટ પર ક્લિક કરીએ. |
01:59 | ચાલો બીજી તમામ વેલ્યુઓ જે કોલમોની પ્રોપર્ટીને વ્યાખ્યાયિત કરે છે તેને મૂળભૂત રાખીએ. |
02:05 | અને “OK” બટન પર ક્લિક કરીએ. |
02:08 | તમે જુઓ છો કે ૨ કોલમો ટેક્સ્ટ વિસ્તારમાં દ્રશ્યમાન થાય છે. |
02:12 | ચાલો આપણે પહેલી કોલમમાં એક લેખ લખીએ. |
02:15 | આપણે તેનું શીર્ષક “Nature” તરીકે બોલ્ડ ટેક્સ્ટમાં ૧૫ ફોન્ટ માપ સાથે આપીશું. |
02:21 | અને તેની નીચે આપણે તેના પર લેખ લખીશું. |
02:25 | તમે જુઓ છો કે કર્સર જેવું પહેલી કોલમનાં અંતમાં પહુચે છે ત્યારે તે આપમેળે આવનારી કોલમ પર જતું રહે છે. |
02:33 | તમે કોલમમાં ચિત્ર પણ દાખલ કરી શકો છો અને તેને સરખા માપનું કરી શકો છો જેથી તે કોલમમાં બંધબેસતું થાય. |
02:39 | હવે અમુક જગ્યાઓ છોડ્યા પછી તમે કોલમમાં બીજો એક લેખ લખી શકો છો. |
02:46 | તો આપણે પહેલા તેને ફોન્ટ માપ ૧૫ સાથે બોલ્ડ (જાડું લખાણ) ટેક્સ્ટમાં શીર્ષક “Sports” તરીકે આપીશું અને તેની નીચે આપણે તેના પર લેખ લખીશું. |
02:56 | તો તમે જોયું કે - કોલમો વિવિધ લેખો દ્વારા જવા માટે વાંચકો માટે સરળ બનાવે છે. |
03:02 | ચાલો અમુક વાક્યોને રદ્દ કરીએ જેથી કરીને આપણો લેખ પહેલી કોલમમાં જ બંધબેસે. |
03:08 | ત્યારબાદ, આગળની કૉલમોને એક્સેસ કરવા માટે “Insert” બટન પર ક્લિક કરો અને પછી “Manual Break” પર ક્લિક કરો. |
03:16 | ડાયલોગ બોકસ જે દ્રશ્યમાન થાય છે, તેમાં “Column break” બટન પર ક્લિક કરો અને ત્યારબાદ ક્લિક કરો “OK” બટન પર ક્લિક કરો. |
03:23 | તમે જુઓ છો કે કર્સર આપમેળે પછીની કોલમ ઉપર આવે છે. |
03:27 | તો તમે આ કોલમમાં બીજો એક લેખ લખવાનું શરૂ કરી શકો છો. |
03:31 | તમામ ફોર્મેટિંગ વિકલ્પો જેમ કે |
03:33 | “Align left”, “Align right”, |
03:36 | ટેક્સ્ટ માટે “Background Color” ઉમેરતા, |
03:38 | ટેક્સ્ટને “Highlighting” કરતા અને બીજા ઘણા લક્ષણોને |
03:41 | ટેક્સ્ટને આકર્ષક બનાવવા માટે ઉમેરી શકાય છે. |
03:45 | ઉદાહરણ તરીકે, આપણે ટેક્સ્ટના અમુક ભાગને પસંદ કરીશું જેને આપણે બેકગ્રાઉન્ડ રંગ લાગુ કરવા માટે ઈચ્છીએ છીએ. |
03:51 | હવે ટૂલબારમાં “Background Color” આઇકોન પર ક્લિક કરો અને ત્યારબાદ “Green 4” પર ક્લિક કરો. |
03:59 | આપણે જોઈએ છીએ કે પસંદ કરેલ ટેક્સ્ટનો બેકગ્રાઉન્ડ રંગ ઝાંખા લીલા રંગમાં પરિવર્તિત થાય છે. |
04:05 | આ રીતે તમે ટેક્સ્ટનાં જુદા જુદા ભાગોને જુદા જુદા બેકગ્રાઉન્ડ રંગો આપી શકો છો. |
04:10 | ડ્રોઈંગ ટૂલબારમાં “Text” વિકલ્પ પર પહેલા ક્લિક કરીને તમે ન્યૂઝલેટરમાં બેનરો પણ ઉમેરી શકો છો. |
04:18 | હવે ડોક્યુમેન્ટમાં જ્યાં લખેલ ટેક્સ્ટ ન હોય ત્યાં ટેક્સ્ટબોક્સને મુકો. |
04:24 | ટેક્સ્ટબોક્સની અંદર તમે કઈપણ ટેક્સ્ટ લખી શકો છો જે બેનર અથવા જાહેરાતો તરીકે કાર્ય કરશે. |
04:30 | તો ચાલો આપણે “This is a newsletter” ટેક્સ્ટ ટાઈપ કરીએ. |
04:35 | તમે આ ટેક્સ્ટ માટે ઈફેક્ટો પણ ઉમેરી શકો છો. |
04:37 | ઉદાહરણ તરીકે, પહેલા ટેક્સ્ટ પર જમણું ક્લિક કરો અને ત્યારબાદ મેનૂમાં “Text” વિકલ્પ પર ક્લિક કરો. |
04:45 | એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે જેની પાસે “Text” અને “Text Animation” કહેવાતા ટેબો છે. |
04:50 | “Text Animation” ટેબ ઉપર ક્લિક કરો. |
04:53 | આ ટેબ હેઠળ “Effects” ફિલ્ડ (ક્ષેત્ર)માં વિવિધ વિકલ્પો છે. |
04:58 | ન્યૂઝલેટરમાં ટેક્સ્ટને ઝબકાવવા માટે, આપણે “Blink” વિકલ્પ પર ક્લિક કરીશું. |
05:04 | અને છેલ્લે “OK” બટન પર ક્લિક કરો. |
05:07 | આપણે જોઈએ છીએ કે ટેક્સ્ટ “This is a newsletter” ડોક્યુમેન્ટમાં વારંવાર ઝબકી રહ્યી છે. |
05:13 | આવી જ રીતે, વિવિધ આવી અસરો અને ગ્રાફિકો ટેક્સ્ટને આપી શકાય છે. |
05:18 | હવે આવનારા પુષ્ઠ પર એક નવો લેખ લખવા માટે, તમારે પહેલા “Insert” બટન પર ક્લિક કરવાની જરૂર છે. |
05:25 | અને ત્યારબાદ “Manual Break” વિકલ્પ પર ક્લિક કરો. |
05:29 | ડાયલોગ બોક્સમાં જે દ્રશ્યમાન થાય છે, તેમાં “Page break” બટન ઉપર ક્લિક કરો. |
05:34 | અને અંતે “OK” બટન પર ક્લિક કરો. |
05:37 | તમે જુઓ છો કે કર્સર પછીના પુષ્ઠ પર આવે છે. |
05:40 | આ પુષ્ઠ એવી જ કોલમ ફોર્મેટ ધરાવે છે જેવી પાછલા પુષ્ઠ પર છે. |
05:46 | તમારા લેખમાં શબ્દ ગણતરીને જાળવવા માટે, પહેલા તમારી ટેક્સ્ટના અમુક ભાગને અથવા સમગ્ર ડોક્યુમેન્ટને પસંદ કરો. |
05:53 | હવે મેનૂબારમાં “Tools” વિકલ્પ પર ક્લિક કરો. |
05:57 | હવે ડ્રોપડાઉન બોક્સમાં “Word Count” વિકલ્પ પર ક્લિક કરો. |
06:02 | એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે જે તમને વર્તમાન પસંદગીની અને સમગ્ર ડોક્યુમેન્ટની પણ શબ્દ ગણતરી દર્શાવે છે. |
06:10 | તે તમારા સમગ્ર ડોક્યુમેન્ટમાના તેમજ પસંદ થયેલ ટેક્સ્ટમાંના કુલ અક્ષરોની ગણતરી પણ દર્શાવે છે. |
06:18 | ડોક્યુમેન્ટ લખતી વખતે સ્પેલ ચેક (શબ્દજોડણી ચકાસણી) આપમેળે થઇ શકે છે. |
06:23 | ટૂલબારમાં “AutoSpellcheck” આઇકોન પર ક્લિક કરો. |
06:27 | હવે લેખ લખતી વખતે, જો શબ્દજોડણીની કોઈ પણ ભૂલો થાય, તો રાઈટર આપમેળે તે શબ્દ નીચે એક લાલ લીટી દ્વારા દર્શાવે છે. |
06:37 | ઉદાહરણ તરીકે, જયારે આપણે શબ્દ “Cat” ને “C -A- A -T” તરીકે લખીએ અને સ્પેસ-બાર દબાવીએ છીએ, તો આપણે જોઈએ છીએ કે એક લાલ લીટી તેની નીચે દ્રશ્યમાન થાય છે. |
06:48 | પણ જયારે આપણે શબ્દને સુધારીએ છીએ, તો લાલ લીટી અદૃશ્ય થાય છે. |
06:52 | તેથી, આપણે જોયું કે અગાઉના ટ્યુટોરિયલોમાંનાં ચર્ચિત તમામ ફોર્મેટિંગ વિકલ્પોને આપણે ન્યૂઝલેટરોમાં પણ લાગુ પાડી શકીએ છે. |
07:01 | લીબર ઓફીસ રાઈટર પર ના આ મૌખિક ટ્યુટોરીયલ |
07:04 | સમાપ્ત થાય છે |
07:06 | સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે લીબર ઓફીસ રાઈટરમાં ન્યુઝલેટરો બનાવવા અને કેટલાક ઓપરેશન એટલે કે ક્રિયાઓ જે તેમના પર કરી શકાય. |
07:17 | *નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ |
07:21 | *તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:24 | *જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે ડાઉનલોડ કરીને તે જોઈ શકો છો. |
07:28 | *સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનું જૂથ |
07:31 | *સ્પોકન ટ્યુટોરિયલના મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
07:34 | *જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
07:38 | *વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" પર સંપર્ક કરો. |
07:44 | *સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે. |
07:48 | *જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:56 | *આ મિશન પર વધુ માહિતી નીચેની લીંક ઉપર ઉપલબ્ધ છે. |
08:00 | *સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો |
08:07 | *IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |