LibreOffice-Suite-Math/C3/Set-Operations-Factorials-Cross-reference-equations/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:35, 12 July 2014 by Pratik kamble (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 લીબરઓફીસ મેથ પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, કેવી રીતે
00:08 ગણ કામગીરીઓ (સેટ ઓપરેશન્સ) લખવી
00:10 ક્રમાંકન દ્વારા ક્રમગુણિતો (ફેક્ટોરીયલ્સ) અને આંતર સંદર્ભિત સમીકરણો (ક્રોસ રેફરન્સ ઈક્વેશન્સ) લખવા
00:16 આ માટે, પહેલાં, રાઈટર ડોક્યુમેન્ટનું ઉદાહરણ ખોલીએ જે અગાઉનાં ટ્યુટોરીયલોમાં બનાવેલ હતું, જે છે 'MathExample1.odt'.
00:29 અહીં ચાલો, ડોક્યુમેન્ટનાં છેલ્લા પેજ ઉપર જઈએ અને નવાં પેજ ઉપર જવાં માટે 'control' 'enter' ને દબાવીએ.
00:37 અને “Set Operations: ” ટાઈપ કરી 'Enter' કળ બે વાર દબાવો.
00:42 હવે 'મેથ' ને બોલાવીએ.
00:46 આગળ વધીએ એ પહેલા, 'ફોન્ટ'નું માપ વધારી ૧૮ પોઈન્ટ કરીએ.
00:51 ગોઠવણી (એલાઇનમેંટ) ડાબી બાજુની કરીએ.
00:56 હવે શીખીએ કે ગણ ઓપરેશનો કેવી રીતે લખવા.
01:00 'મેથ' પાસે ગણોને દર્શાવવાં માટે વિભિન્ન માર્ક અપ છે, જે કે વિશિષ્ટ ઘટકોનાં સંગ્રહો છે.
01:07 સ્ક્રિન ઉપર દર્શાવ્યાં પ્રમાણે ફોર્મ્યુલા એડીટર વિન્ડોમાં ગણોનાં 4 ઉદાહરણ લખીએ:
01:14 Set A with 5 elements [ગણ A, 5 ઘટકો સાથે]
01:18 Set B [ગણ B]
01:20 Set C [ગણ C]
01:21 અને Set D equal to 6, and 7, and 2 elements each [ગણ D, 6 અને 7, ની બરાબર, દરેક 2 ઘટકો સહીત].
01:26 નોંધ લો કે ગણોનાં કૌંસ લખવાં માટે, આપણે માર્ક અપ lbrace અને rbrace વાપરી શકીએ છીએ.
01:35 હવે આપણે સંઘો [યુનિયન્સ] અને આંતરછેદો [ઇન્ટરસેક્શન્સ] જેવા ગણ ઓપરેશન લખી શકીએ છીએ.
01:42 ચાલો પહેલા સંઘ ઓપરેશન લખીએ.
01:46 B union C [B યુનિયન C] નું માર્ક અપ આપણે વાંચીએ છીએ એ પ્રમાણે જ છે;
01:51 અને પરિણામી ગણ 1, 2, 6, 4, અને 5 છે, જે બંને ગણોમાં વિશિષ્ટ ઘટકોને સમાવે છે.
02:04 આંતરછેદ ઓપરેશનનું માર્ક અપ ફરીથી આપણે વાંચીએ છીએ એ જ પ્રમાણે છે.
02:10 આંતરછેદ બંને ગણોમાંથી ફક્ત સામાન્ય ઘટકોનો સમાવેશ કરે છે.
02:16 તેથી B intersection D [B આંતરછેદ D] નું પરિણામ 6 છે.
02:23 અને આપણે આવું પણ લખી શકીએ છીએ: set C is a subset of set A [ગણ C એ ગણ A નો એક પેટાગણ છે], કારણ કે C માનાં તમામ ઘટક ગણ A માં છે.
02:35 આ માટેનું માર્ક અપ છે C subset A.
02:42 ત્યાં આવેલ ત્રીજા આઈકોન પર ક્લિક કરી એલેમેંટ વિન્ડો નું અન્વેષણ કરવા દ્વારા તમે વધુ ગણ ઓપરેશન લખતા શીખી શકો છો.
02:51 View> Elements> Set Operations પર જાવ.
02:59 આપણા કાર્યને સંગ્રહીત કરીએ.
03:02 File>Save પર ક્લિક કરો.
03:06 ક્રમગુણિત વિધેયો (ફેક્ટોરીયલ ફંક્શન્સ) લખીએ.
03:11 આપણે ત્રણ સુત્રો માટે 1 થી 3 ક્રમાંકોને મુકીશું જે ટૂંક સમયમાં લખીશું.
03:19 આ તેમને રાઈટર ડોક્યુંમેંટ અંદર કઈપણ જગ્યાએ આંતર સંદર્ભિત કરવામાં મદદ કરશે.
03:25 ચાલો 'રાઇટર ગ્રે બોક્સ' ની બહાર હળવેથી ત્રણ વાર ક્લિક કરી નવાં પેજ પર જઈએ.
03:33 Control -Enter દબાવો.
03:36 “Factorial Function: ” ટાઈપ કરો અને બે વાર 'enter' દબાવો.
03:42 હવે, આપણે જાણીએ છીએ કે 'મેથ' ને કેવી રીતે બોલાવવું.
03:45 પરંતુ રાઈટરમાં 'મેથ ઓબ્જેક્ટ' ને લાવવાનો બીજો અન્ય માર્ગ પણ છે.
03:51 આ માટે ફક્ત રાઈટર ડોક્યુંમેંટ પર ‘f n’ લખી F3 દબાવો.
03:59 આપણે હવે એક નવું 'મેથ ઓબ્જેક્ટ' જોઈએ છીએ જે કહે છે E is equal to m c squared [E એ m c નાં વર્ગ બરાબર છે ];
04:07 અને એ સાથે જ, જમણી બાજુએ કૌંસમાં ક્રમાંક એક.
04:14 એનો અર્થ એ છે કે, આપણે આ સુત્રને આ ડોક્યુંમેંટમાં ક્યાંપણ ક્રમાંક 1 સાથે આંતર સંદર્ભિત કરી શકીએ છીએ; આને કઈ રીતે કરવું એ વિશે વિગતમાં પછીથી શીખીશું.
04:22 હમણાં માટે, 'મેથ ઓબ્જેક્ટ' પર બે વાર ક્લિક કરીએ
04:32 અને ફોર્મેટીંગ કરીએ. 'ફોન્ટ'નું માપ ૧૮ અને ગોઠવણી (એલાઇનમેંટ) ડાબી બાજુની.
04:40 હવે ક્રમગુણિત (ફેક્ટોરીયલ) માટે એક ઉદાહરણ લખીએ.
04:44 ‘fact’ માર્ક અપ ક્રમગુણિત ચિહ્ન દર્શાવે છે.
04:50 તો હાલનાં સૂત્રને આપણા સુત્રથી ઓવરરાઈટ [બદલી કરવું] કરીએ:
04:55 5 Factorial = 5 into 4 into 3 into 2 into 1 = 120.
05:07 અહીં માર્ક અપની નોંધ લો.
05:09 ચાલો આપણા આગામી સૂત્રને અહીં એક નવા 'મેથ ઓબ્જેક્ટ'માં લખીએ.
05:14 આ માટે, પહેલા આ 'રાઇટર ગ્રે બોક્સ' ની બહાર હળવેથી ત્રણ વાર ક્લિક કરીએ.
05:23 આ પેજનાં અંતમાં જવા માટે ડાઉન કી ને બે અથવા ત્રણ વાર દાબીએ.
05:30 અને બીજું 'મેથ ઓબ્જેક્ટ' લાવવાં માટે ‘f n’ ટાઈપ કરીને F3 દબાવીએ.
05:37 ફરીથી, ફોર્મેટીંગને પુનરાવર્તીત કરીશું
05:46 અને હાલનાં સૂત્રને ક્રમગુણિત વ્યાખ્યાથી ઓવરરાઈટ કરીશું:
05:52 N factorial is equal to prod from k = 1 to n of k.
06:01 ‘prod’ માર્ક અપની નોંધ લો જે ગુણનફળ દર્શાવે છે, એજ રીતે જેમ સરવાળા માટે સિગ્મા છે.
06:10 હવે, ત્રીજા 'મેથ ઓબ્જેક્ટ' નો પરિચય કરાવીએ જેમ પહેલા બેને કર્યા છે
06:20 અને ક્રમગુણિત વ્યાખ્યાને સ્ક્રીન પર દર્શાવેલ બે શરતી સૂત્રોની રીતે ફરીથી લખીએ.
06:30 ‘binom’ માર્ક અપની નોંધ લો, જે બે ઘટકોની એક ઊભી થપ્પી દર્શાવે છે અને વધુ સારી ગોઠવણી માટે મદદ કરે છે.
06:42 હવે જોઈએ કે આ સુત્રોને આંતર સંદર્ભિત કેવી રીતે કરી શકીએ.
06:47 આ માટે, નવાં પેજ પર જઈએ
06:51 અને ટાઈપ કરીએ: An example of factorial is provided here:
06:59 અને Insert મેનું, અને Cross reference પર ક્લિક કરીએ.
07:06 નવાં 'પોપ અપ' માં, Type યાદીમાંથી “Text” પસંદ કરીએ.
07:12 ત્યારબાદ પસંદગી યાદીમાં પ્રથમ વસ્તુની પસંદગી કરીએ જે આપણે લખેલ પહેલું ક્રમગુણિત સુત્ર દર્શાવે છે.
07:21 હવે ‘Insert reference to’ યાદીમાં Reference પસંદ કરીએ Insert અને close પર ક્લિક કરીએ.
07:31 આમ લખાણની આગળ ક્રમાંક એક કૌંસની અંદર દ્રશ્યમાન થયું છે. અને અહીં આ સમાપ્ત થાય છે.
07:39 આ ક્રમાંક પર ક્લિક કરી આને ચકાસીએ;
07:43 અને નોંધ લો કે કર્સર સીધું એ સ્થાને ગયું છે જ્યાં આપણે પ્રથમ સુત્ર લખ્યું હતું.
07:51 તો આ રીતે આપણે રાઈટર ડોક્યુંમેંટ અંદર મેથ સુત્રોને ક્યાપણ આંતર સંદર્ભિત કરી શકીએ છીએ.
07:58 ચાલો આપણું કામ સંગ્રહીત કરીએ.
08:01 અહીં મેથ માટે કેટલાક સંદર્ભ લીંકો છે:
08:06 libreoffice.org ડોક્યુંમેંટેશન લીંક પરથી માર્ગદર્શિકાઓ ડાઉનલોડ કરો.
08:14 મેથ પર વધુ જાણકારી માટે આપેલ વેબસાઈટની મુલાકાત પણ લઇ શકો છો help.libreoffice.org/Math
08:20 અને અંતે, તમારી માટે એક એસાઇનમેંટ છે. રાઈટર ડોક્યુંમેંટનો ઉપયોગ કરો.
08:25 આ ટ્યુટોરીયલમાંનાં ઉદાહરણ ગણો વાપરીને: તપાસ કરો કે A union ( B union C) is equal to (A union B) union C
08:40 A minus B નાં પરિણામો લખો
08:43 અને રાઈટર ડોક્યુંમેંટમાં બીજાં અને ત્રીજા ક્રમગુણિત સુત્રોને આંતર સંદર્ભિત કરો
08:51 લીબરઓફીસ મેથમાં ગણો, ક્રમગુણિતો અને આંતર સંદર્ભિત પરનાં આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
08:59 સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે:
09:03 ગણ ઓપરેશનો લખવા
09:05 ક્રમગુણિતો (ફેક્ટોરીયલ્સ) અને
09:08 આંતર સંદર્ભિત સમીકરણો (ક્રોસ રેફરન્સ ઈક્વેશન્સ) ને ક્રમાંકન દ્વારા લખવા
09:11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:23 આ પ્રોજેક્ટ સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી દ્વારા સંકલન થાય છે.
09:27 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો".
09:32 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble