Difference between revisions of "LibreOffice-Suite-Impress/C2/Creating-a-presentation-document/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '=Resources for recording= Creatingapresentation {| border=1 || Visual Cues || Narration |- ||00:00 ||લીબરઓફીસ ઈમ્પ…') |
Nancyvarkey (Talk | contribs) |
(No difference)
|
Revision as of 16:30, 17 December 2013
Resources for recording
Visual Cues | Narration |
00:00 | લીબરઓફીસ ઈમ્પ્રેસ- પ્રસ્તુતિકરણ એટલેકે પ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટ બનાવતા અને પાયારૂપ ફોર્મેટિંગ બતાવતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું: ઈમ્પ્રેસ વિન્ડોના ભાગો,સ્લાઈડ ઇન્સર્ટ એટલેકે દાખલ અને કોપી કેવી રીતે કરવી,ફોન્ટ એટલેકે અક્ષર વિશે અને ફોન્ટ ફોર્મેટિંગ. |
00:21 | અહીં આપણે "ઉબન્ટુ લિનક્સ ૧૦.૦૪" અને "લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪" વાપરી રહ્યા છીએ. |
00:29 | ચાલો આપણું 'સેમ્પલ ઈમ્પ્રેસ' નામનું પ્રેઝન્ટેશન જે આપણે આગળના ટ્યુટોરીયલમાં બનાવ્યું હતું તે ખોલીએ. |
00:35 | ચાલો સ્ક્રીન ઉપર શું છે તે જોઈએ. |
00:39 | મધ્યમાં,આપણે જોઈએ છીએ તે છે 'વર્કસ્પેસ',જે આપણી કામ કરવાની જગ્યા છે. |
00:44 | જેમ તમે જોઈ શકો છો,"વર્કસ્પેસ" પાંચ ટેબ્સ ધરાવે છે જેમને "વ્યુ બટન્સ" કહેવાય છે. |
00:49 | વર્તમાનમાં "નોર્મલ ટેબ" પસંદ થયેલ છે. |
00:52 | વ્યક્તિગત સ્લાઈડ્સ બનાવવા માટેનો આ મુખ્ય દેખાવ એટલેકે "મેઈન વ્યુ" છે. |
00:55 | "આઉટલાઈન" વ્યુ વિષય શીર્ષકો,આઉટલાઈન ફોરમેટમાં દરેક સ્લાઈડ માટે બુલેટ અને નંબરવાલી યાદી બતાવે છે. |
01:03 | "નોટ્સ" વ્યુ તમને દરેક સ્લાઈડમાં નોંધ ઉમેરવા પરવાનગી આપે છે જે પ્રેઝન્ટેશન બતાવતા દરમ્યાન દેખાતી નથી. |
01:10 | "હેન્ડઆઉટ" વ્યુ,વક્તવ્ય - અહેવાલ માટે સ્લાઈડ્સને પ્રિન્ટ એટલેકે છાપવા માટે પરવાનગી આપે છે. |
01:14 | અહીં આપણે દર પૃષ્ઠ પર જેટલી સ્લાઈડ છાપવા માંગતા હોઈએ તે માટે સ્લાઈડના આંક પસંદ કરી શકીએ છીએ. |
01:19 | "સ્લાઈડ સોર્ટર" વ્યુ સ્લાઈડના થંભનેઇલ્સ એટલેકે સ્લાઈડને નાના ચિહ્ન રૂપે દેખાડે છે. |
01:23 | ચાલો ફરી "નોર્મલ" વ્યુ બટન ઉપર ક્લિક કરીએ. |
01:26 | સ્ક્રીનની ડાબી બાજુએ,તમે "સ્લાઈડ્સ" ફલક એટલેકે પેન જોઈ શકો છો.તે તમને પ્રેઝન્ટેશનમાં રહેલ સ્લાઈડ્સને નાના ચિહ્ન રૂપે દેખાડે છે. |
01:34 | જમણી બાજુએ,તમે "ટાસ્ક" પેન જોઈ શકો છો,જે પાંચ વિભાગો ધરાવે છે. |
01:40 | "લેયઆઉટ" વિભાગ પૂર્વ-પેકેજ ગોઠવણીઓ ધરાવે છે. |
01:43 | આપણે તેને સીધી રીતે અથવા આપણી જરૂરીયાત પ્રમાણે તેને બદલી વાપરી શકીએ છીએ. |
01:48 | આપણે આ બધા વિભાગો આ ટ્યુટોરીયલની શાખાઓ મારફતે ઊંડાણથી સમજીશું. |
01:53 | ચાલો હવે સ્લાઈડ કેવી રીતે દાખલ કરવી તે શીખીએ.બીજી સ્લાઈડને "સ્લાઈડ્સ" પેનમાં,તેને ક્લિક કરી પસંદ કરીએ. |
02:02 | હવે આપણે "ઇન્સર્ટ" અને "સ્લાઈડ" ઉપર ક્લિક કરીએ. |
02:05 | આપણે જોઈ શકીએ છીએ કે બીજી સ્લાઈડ પછી એક ખાલી સ્લાઈડ દાખલ થઇ છે. |
02:10 | સ્લાઈડમાં શીર્ષક ઉમેરવા,"ટેક્સ્ટ બાર" જે કહે છે 'ક્લિક ટુ એડ ટાઈટલ' તેના ઉપર ક્લિક કરીએ. |
02:17 | હવે લખીએ "શોર્ટ ટર્મ સ્ત્રેટર્જી" અને ટેક્સ્ટ બોક્સની બહાર ક્લિક કરીએ. |
02:23 | તો આ પ્રમાણે શીર્ષક ઉમેરી શકાય છે. |
02:26 | સ્લાઈડની બે રીતે નકલ થઇ શકે છે. |
02:30 | ચાલો તો પ્રથમ માર્ગ જોઈએ;"ઇન્સર્ટ" પર ક્લિક કરી "ડુપ્લીકેટ સ્લાઈડ" ઉપર ક્લિક કરીએ. |
02:35 | આપણે જોઈ શકીએ છીએ કે સ્લાઈડની નવી પ્રતિકૃતિ જે આપણે પહેલા સ્લાઈડ બનાવી હતી તેના પછી દાખલ કરાઈ છે. |
02:42 | અન્ય રીતે,"વર્કસ્પેસ"માં,"સ્લાઈડ સોર્ટર" ટેબ ઉપર ક્લિક કરી સ્લાઈડ સોર્ટર વ્યુ ઉપર જઈ. |
02:50 | હવે સાતમી સ્લાઈડની માઉસનું જમણું બટન દબાવી,કન્ટેકસ્ટ મેનુમાંથી "કોપી" પસંદ કરી નકલ કરીએ. |
02:57 | છેલ્લી સ્લાઈડ ઉપર જમણું બટન દબાવી,પેસ્ટ ઉપર ક્લિક કરીએ. |
03:01 | "આફ્ટર" પસંદ કરી,"ઓકે" ક્લિક કરીએ. |
03:04 | તો તમે હવે પ્રેઝન્ટેશનના અંતે આ સ્લાઈડની નકલ બનાવી છે. |
03:09 | ચાલો હવે ફોન્ટ એટલેકે અક્ષરો અને ફોન્ટ ફોરમેટ કરવાની રીતો જોઈએ. |
03:15 | "લોંગ ટર્મ ગોલ" દ્વારા નિર્દેશિત સ્લાઈડને બે વાર ક્લિક કરી પસંદ કરીએ. |
03:20 | હવે "બોડી" ટેક્સ્ટ બોક્સને ક્લિક કરી અને બધા લખાણને પસંદ કરીએ.હવે તેને રદ કરીએ. |
03:24 | રદ થયું હવે લખીએ "રીડ્યુસ કોસ્ટ્સ રીડ્યુસ ડીપેન્ડન્ટ ઓન ફયુ વેન્ડર્સ ડાયલોગ કસ્ટમાઈઝ એપ્લીકેશન" |
03:37 | ફોન્ટ ટાઈપ અને ફોન્ટ સાઈઝ બદલવા એ જેમ લીબરઓફીસ રાઈટરમાં જોયું હતું તેવું જ છે. |
03:43 | લખાણની એક લીટી પસંદ કરીએ."ટેક્સ્ટ ફોરમેટ" ટૂલ બારમાં,ફોન્ટ ટાઈપને "અલ્બાની" થી "એરિઅલ બ્લેક" કરીએ. |
03:52 | અને ફોન્ટ સાઈઝ "32" થી "40". |
03:56 | બોક્સની બહાર કશે પણ ક્લિક કરીએ. |
03:59 | નોંધ લો કે ફોન્ટ બદલાઈ ગયા છે. |
04:02 | ક્લિક કરી મેઈન મેનુમાં ફોરમેટમાં ફોન્ટ બદલીએ અને કેરેક્ટર ઓપ્શનમાં પણ. |
04:09 | આ એક સંવાદ બોક્સ ખોલે છે જેમાં આપણે આપણી જરૂરીયાત મુજબ ફોન્ટ,સ્ટાઈલ અને સાઈઝ સેટ કરી શકીએ. |
04:14 | ચાલો આ સંવાદ બોક્સ બંધ કરીએ. |
04:19 | ફોન્ટનો રંગ બદલવા,આપણે ' ડેવલોપમેન્ટ અપ ટુ પ્રેઝન્ટ'થી નિર્દેશિત સ્લાઈડ પસંદ કરીએ. |
04:25 | બોડી ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરી બધા લખાણને પસંદ કરીએ. |
04:30 | ફોન્ટ કલર ચિહ્ન ઉપર નીચે દિશા દર્શાવતું બટન દબાવી અને જે ગમે તે રંગ પસંદ કરીએ. |
04:37 | હવે ટેક્સ્ટ બોક્સની બહાર કશે પણ ક્લિક કરીએ. |
04:40 | રંગમાં આવેલ બદલાવ જુઓ. |
04:43 | બોલ્ડ, ઇટાલિક્સ અને અંડરલાઈન જેવા ફોર્મેટિંગ લીબરઓફીસ રાઈટર ડોક્યુમેન્ટ્સમાં હતા એ સમાન જ છે. |
04:50 | 'રેકમેન્ડેશન' થી નિર્દેશિત થયેલ સ્લાઈડને પસંદ કરીએ. |
04:53 | "બોડી" ટેક્સ્ટ બોક્સને ક્લિક કરી અને લખાણની એક લીટી પસંદ કરીએ. |
04:58 | હવે "બોલ્ડ"," ઇટાલિક્સ" અને " અંડરલાઈન" ચિહ્નો ઉપર ક્લિક કરીએ. |
05:03 | હવે ટેક્સ્ટ બોક્સની બહાર કશે પણ ક્લિક કરીએ. |
05:06 | લખાણમાં આવેલ બદલાવ જુઓ. |
05:08 | અહીં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
05:11 | સારાંશ માટે, આપણે આ ટ્યુટોરીયલમાં શીખ્યું: ઈમ્પ્રેસ વિન્ડોના ભાગો,સ્લાઈડ ઇન્સર્ટ એટલેકે દાખલ અને કોપી કેવી રીતે કરવી,ફોન્ટ એટલેકે અક્ષર વિશે અને ફોન્ટ ફોર્મેટિંગ. |
05:24 | આ કોમ્રીહેન્સીવ અસાઇનમેન્ટનો પ્રયત્ન કરો. |
05:28 | નવું પ્રેઝન્ટેશન બનાવો. |
05:31 | ત્રીજી અને ચોથી સ્લાઈડ વચ્ચે એક સ્લાઈડ ઉમેરો. |
05:35 | પ્રેઝન્ટેશનના અંતે ચોથી સ્લાઈડની નકલ ચોટાડો. |
05:39 | બીજી સ્લાઈડમાં ટેક્સ્ટ બોક્સ બનાવો અને થોડું લખાણ લખો. |
05:45 | લખાણનું ફોરમેટ ફોન્ટ સાઈઝ "32" કરી બદલો. |
05:49 | લખાણ "બોલ્ડ"," ઇટાલિક્સ"," અંડરલાઈન" અને રંગ ભૂરો કરો. |
05:56 | આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
05:59 | તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
06:02 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
06:07 | મૌખિક ટ્યુટોરીયલ યોજનાનો જૂથ મૌખિક ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ કરે છે. |
06:12 | જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
06:16 | વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
06:23 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે |
06:27 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
06:35 | આ ઉપર વધુ માહિતી "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો" ઉપર ઉપલબ્ધ છે . |
06:45 | IIT Bombay તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું. |
06:51 | આભાર. |