Difference between revisions of "Health-and-Nutrition/C2/Calcium-rich-non-vegetarian-recipes/Gujarati"
From Script | Spoken-Tutorial
Sakinashaikh (Talk | contribs) |
Sakinashaikh (Talk | contribs) |
||
Line 586: | Line 586: | ||
| 08:53 | | 08:53 | ||
| તેને ઠંડા થવા માટે બાજુ પર રાખો. | | તેને ઠંડા થવા માટે બાજુ પર રાખો. | ||
− | | | + | |- |
− | + | |08:55 | |
− | 08:55 | + | |
|સુકી મચ્છી અને બીજી વસ્તુઓને એક ગ્રાઈન્ડરમાં પીસી લો. | |સુકી મચ્છી અને બીજી વસ્તુઓને એક ગ્રાઈન્ડરમાં પીસી લો. | ||
|- | |- |
Latest revision as of 12:17, 11 June 2020
|
|
00:00 | કેલ્શિયમથી ભરપુર માંસાહારી રેસીપી વિશેના ‘સ્પોકન ટ્યુટોરીઅલ’માં આપનું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીઅલમાં આપણે કેલ્શિયમથી ભરપુર અમુક માંસાહારી રેસીપીઓ વિશે જાણીશું. |
00:12 | કેલ્શિયમ આપણા શરીરમાં સૌથી વધુ પ્રમાણ ધરાવતું ખનીજ તત્વ છે. |
00:17 | આપણા શરીરનું ૯૯% કેલ્શિયમ દાંત અને હાડકાંઓમાં મળી આવે છે. |
00:22 | બાકીનું ૧% લોહીમાં રહેલું હોય છે. |
00:27 | આપણા શરીરમાં ‘’’કેલ્શિયમ’’’ની ભૂમિકા વિશેની સમજણ બીજા ટ્યુટોરીઅલમાં આપેલ છે. |
00:32 | આએ ટ્યુટોરીઅલ માટે અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:35 | ખોરાક થકી, સારા પ્રમાણમાં ‘’’કેલ્શિયમ’’’ લેવું ખૂબ જ અગત્યનું છે. |
00:39 | અમુક માંસાહારી ખોરાકમાંથી કેલ્શિયમ મળે છે. |
00:43 | દાખલા તરીકે: ઝીંગા, કરચલા, બુંબલા, સુકા ઝીંગા અને સુકી મચ્છીઓ. |
00:52 | કેલ્શિયમના અન્ય સ્ત્રોત છે, દૂધ, દૂધના ઉત્પાદકો, નટ્સ/બદામ અને બીજ. |
00:59 |
લીલા પાંદડાવાળા શાકભાજી અને અમુક કઠોળમાંથી પણ કેલ્શિયમ મળે છે. |
01:05 | ચાલો આપણે કેલ્શિયમથી ભરપુર અમુક માંસાહારી રેસીપીઓ જોઈએ. |
01:09 | પહેલી રેસીપી છે, સુકા ઝીંગાનું શાક. |
01:13 | આ રેસીપી તૈયાર કરવા માટે તમને જોઈશે: |
01:16 | ૨૦ ગ્રામ અથવા ૩ મોટી ચમચી સુકા ઝીંગા |
01:20 | ½ ડુંગળી
½ ટામેટું |
01:23 | ૩-૪ લસણની કડી |
01:25 | ૧ લીંબુંના કદની આમલી |
01:27 | મીઠા લીંબડાની એક ડાળખી |
01:30 | આ રેસીપી માટે આવશ્યક મસાલા છે: |
01:33 | ¼ ચમચી હળદર પાવડર |
01:35 | ½ ચમચી લાલ મરચું પાવડર |
01:38 | ½ ચમચી ધાણાજીરૂ પાવડર |
01:41 | ½ ચમચી રાઈ |
01:44 | તમને જોઈશે, ૨ ચમચી તેલ અથવા ઘી |
01:48 | અને સ્વાદ અનુસાર મીઠું. |
01:51 | પદ્ધતિ: |
01:53 | સુકા ઝીંગાને ૧૫ મિનિટ પાણીમાં પલાડી દો. |
01:57 | ત્યાર સુધી, એક વાસણમાં તેલ ગરમ કરો |
02:00 | અને તેમાં રાઈ ઉમેરો. |
02:02 | રાઈ તતડી જાય એટલે |
02:04 | તેમાં મીઠો લીમડો અને કાપેલી લસણની કડીઓ ઉમેરો. |
02:07 | ત્યારબાદ તેમાં કાપેલી ડુંગળી ઉમેરો. |
02:10 | હલકું સોનેરી રંગનું થાય ત્યાર સુધી તેને સાંતળો |
02:14 | ત્યારબાદ તેમાં ટામેટા અને મસાલા ઉમેરો |
02:17 | બરાબર મિક્સ કરો. |
02:19 | અડધો કપ પાણી ઉમેરો. |
02:22 | ૨-૩ મિનિટ માટે તેને પાકવા દો. |
02:24 | પલાળેલા ઝીંગાને ચાળણીમાં નાખી પાણી કાઢી લો. |
02:29 | વાસણ માંના મિશ્રણમાં તેને ઉમેરો. |
02:32 | ધીમા તાપે, ઢાંકી અને ૫-૬ મિનિટ માટે તેને પકાવવી લો. . |
02:36 | સુકા ઝીંગાનું શાક તૈયાર છે. |
02:39 | આ રેસીપીની એક પ્લેટ આશરે ૮૭૬ મિલિગ્રામ ‘’’કેલ્શિયમ’’’ પુરૂ પાડે છે. |
02:45 | આપણી બીજી રેસીપી છે, બુંબલાનું શાક. |
02:50 | આ માટે તમને જોઈશે:
૧૫૦ ગ્રામ બુંબલા |
02:55 | 1/2 ડુંગળી
૨-૩ લસણની કડી |
02:59 | ૧-૨ લીલાં મરચાં |
03:01 | ૧ ચમચી જીરૂ |
03:03 | તમને નીચે મુજબની વસ્તુઓ પણ જોઈશે:
૨-૩ કોકમ અથવા સુકી કેરીના ટુકડા અથવા આમલી |
03:09 | ¼ તાજું નાળિયેર |
03:12 | એક મુઠ્ઠીભર કોથમીર |
03:14 | ½ ચમચી હળદર પાવડર |
03:16 | સ્વાદ અનુસાર મીઠું.
|
03:18 | ૨ ચમચી તેલ અથવા ઘી |
03:21 | ½ લીંબુ ચડાવવા માટે |
03:23 | પદ્ધતિ: |
03:25 | બુંબલાને ટુકડાને સાફ કરી અને બરાબર ધોઈ લો. |
03:28 | બુંબલાના ટુકડાને મીઠું અને લીંબુ ચડાવી રહેવા દો. |
03:31 | ૧૫-૩૦ મિનિટ માટે તેને બાજુ પર રાખો. |
03:35 | ચાલો હવે નાળિયેરનું દૂધ કેવી રીતે બનાવવું તે આપણે જોઈએ. |
03:39 | નાળિયેરના ટુકડાને ½ કપ ગરમ પાણીમાં પીસી લો. |
03:43 | મિશ્રણને ગરણીથી ગાળી લો. |
03:46 | એક વાટકામાં નાળિયેરના દૂધને કાઢી લો. |
03:50 | વધારે દૂધ કાઢવા માટે નાળિયેરને સાફ હાથેથી દબાવી લો. |
03:55 | ફરીથી તે નાળિયેરના છુંદાને મિક્સરમાં નાખો. |
03:58 | ½ કપ ગરમ પાણી નાખી અને ફરી પીસી લો. |
04:03 | પછી ગાળી લો.
નાળિયેરનું દૂધ બીજી વખત કાઢી લો. |
04:08 | ફરી એક વખત આ પદ્ધતિ કરવી. |
04:11 | નાળિયેરના દૂધને બાજુ પર રાખો. |
04:15 | નાળિયેરના છુંદાને ફેંકવું નહીં. |
04:17 | તેનું શું કરવું તે હું તમને પછીથી જણાવીશ. |
04:21 | હવે ડુંગળી, મરચા, જીરૂ, લસણ અને કોથમીરને પીસી લો. |
04:28 | જાડી પેસ્ટ બનાવવા થોડું પાણી ઉમેરો. |
04:31 | એક વાસણ માં ઘી અથવા તેલ ગરમ કરો. |
04:35 | તેમાં પેસ્ટ ઉમેરો. |
04:37 | ૨-૩ મિનિટ માટે તેને સાંતળો. |
04:40 | તેમાં મીઠા લીંબડાના પાન, કોકમ અને હળદર પાવડર ઉમેરો. |
04:44 | બરાબર મિક્સ કરો. |
04:46 | અડધો કપ પાણી ઉમેરો. |
04:48 | મીઠું અને લીંબું ચડાવેલા બુંબલાના ટુકડા કરીમાં ઉમેરો. |
04:52 | વાસણ ને ઢાંકી અને ધીમા તાપે તેને ૭-૧૦ મિનિટ માટે પકાવો. |
04:57 | તેમાં નાળીયેરનું દૂધ ઉમેરો અને હલાવો. |
05:01 | ૨ મિનિટ માટે પકાવી અને તાપ બંદ કરો. |
05:05 | બુંબલાનું શાક તૈયાર છે. |
05:08 | આ રેસીપીની એક પ્લેટ આશરે ૨૮૦ મિલિગ્રામ ‘’’કેલ્શિયમ’’’ પુરૂ પાડે છે. |
05:14 | જો બુંબલા ના મળે તો તમે નીચે પ્રમાણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો: |
05:19 | ટેંગરા ફીશ |
05:21 | સુરમાઈ મચ્છી
પાલવો |
05:24 | ઘોલ મચ્છી |
05:27 | ચાલો હવે હું તમને નાળિયેરના છુંદા વિશે કહું જે આપણે અગાઉ રાખ્યો હતો. |
05:32 | તમે તેને શેકી અને સાચવી શકો છો. |
05:35 | નાળિયેરના આ શેકેલા છુંદાને કોઈ પણ કરી/શાકમાં |
05:38 | અથવા ચીલાના મિશ્રણમાં ઉમેરી શકો છો. |
05:41 | તેને ઉપયોગ સીંગદાણા સાથે સુકી ચટણીનો પાવડર બનાવવા માટે પણ કરી શકાય છે. |
05:46 | તેને રોટલી અને પરાઠાના લોટમાં પણ ઉમેરી શકાય છે. |
05:51 | શેકેલું નાળિયેલ ઉમેરવાથી રેસામાં વધારો થાય છે તેમજ સ્વાદ પણ સારો થાય છે. |
05:57 | આપણી ત્રીજી રેસીપી છે ઝીંગા કરી. |
06:00 | આ રેસીપી માટે તમને નીચે મુજબની વસ્તુઓ જોઈશે: |
06:04 | 80 ગ્રામ ઝીંગા |
06:06 | ½ મધ્યમ કદની ડુંગળી |
06:09 | ½ મધ્યમ કદનું ટામેટું |
06:11 | 3 ચમચી તલ |
06:14 | થોડા મીઠા લીંબડાના પાન |
06:16 | આ રેસીપી માટે આવશ્યક મસાલા છે: |
06:20 | ½ ચમચી લાલ મરચું |
06:22 | ½ ચમચી હળદર |
06:25 | ½ ચમચી ધાણાજીરૂ પાવડર |
06:27 | ½ ચમચી ગરમ મસાલા પાવડર (થોડા મિક્સ મસાલાનો પાવડર) |
06:30 | તમને જોઈશે ½ લીંબુ, |
06:33 | સ્વાદ અનુસાર મીઠું
અને 2 ચમચી તેલ અથવા ઘી. |
06:37 | પદ્ધતિ: |
06:39 | ઝીંગાને બરાબર ધોઈ અને સાફ કરી લો. |
06:42 | ઝીંગાની પાછળની બાજુ ચીરો પાડો |
06:45 | હવે તેમાંથી કાળી નસ કાઢી લો |
06:48 | બીજી બાજુ પણ જો આ કાળી નસ હોય તો તેને કાઢી લો. |
06:54 | ઝીંગામાં મીઠું અને લીંબુ નાખી મેરીનેટ કરો. |
06:58 | ૧૫-૩૦ મિનિટ માટે તેને બાજુ પર રાખો. |
07:02 | હવે, એક વાસણમાં મધ્યમ તાપે તલના દાણા શેકી લો |
07:07 | તેને ઠંડા થવા દો. |
07:09 | શણગારવા માટે ૧ ચમચી તલ બાજુ પર રાખો. |
07:14 | એક મિક્સરમાં ડુંગળી, ટામેટા અને 2 ચમચી તલ પીસી લો. |
07:20 | જાડી પેસ્ટ બનાવવી. |
07:23 | એક વાસણ માં તેલ ગરમ કરો |
07:25 | મીઠા લીંબડાના પાન અને પેસ્ટ ઉમેરો. |
07:28 | 2-3 મિનિટ માટે આ મિશ્રણને બરાબર સાંતળો |
07:32 | પછી મસાલા ઉમેરી અને બરાબર મિક્સ કરો. |
07:35 | અડધો કપ પાણી ઉમેરી અને પાંચ મિનિટ માટે પકાવો |
07:40 | હવે તેમાં ઝીંગા ઉમેરો અને બરાબર હલાવો. |
07:43 | વાસણ ને ઢાંકી અને ધીમા તાપે 10 મિનિટ સુધી પકાવો. |
07:48 | 1 ચમચી શેકેલા તલ સાથે ગાર્નિંશ કરો |
07:52 | ઝીંગાનું શાક તૈયાર છે. |
07:54 | આ રેસીપીની એક પ્લેટ આશરે ૨૫૦ મિલિગ્રામ ‘’’કેલ્શિયમ’’’ પુરૂ પાડે છે. . |
08:01 | અગર ઝીંગા ઉપલબ્દ્ધ ના હોય, |
08:03 | તો તમે આ રેસીપી માટે કરચલાનો ઉપયોગ પણ કરી શકો છો. |
08:07 | બીજી રેસીપી છે સુકી મચ્છીનો પાવડર. |
08:11 | તમને જોઈશે, 15 ગ્રામ અથવા ¼ કપ સુકી મચ્છી. |
08:17 | કેલ્શિયમથી ભરપુર સુકી મચ્છીઓના અમુક ઉદાહરણ છે: |
08:22 | રીબન ફીશ
સુરમાઈ |
08:24 | ટેંગરા ફીશ વગેરે. |
08:28 | આ રેસીપી માટે અમે, સુકા બુંબલાનો ઉપયોગ કર્યો છે. |
08:32 | પાવડર બનાવવા માટે આવશ્યક અન્ય વસ્તુઓ છે: |
08:36 | ૧-૨ લાલ મરચા |
08:38 | ૩-૪ લસણની કડી |
08:40 | ૧ લીંબુની કદની આમલી |
08:43 | ૧ ચમચી જીરૂ |
08:45 | અને સ્વાદ અનુસાર મીઠું |
08:48 | મચ્છીના ટુકડાને ધીમા તાપે ૨ મિનિટ માટે સુકા શેકી લો. |
08:53 | તેને ઠંડા થવા માટે બાજુ પર રાખો. |
08:55 | સુકી મચ્છી અને બીજી વસ્તુઓને એક ગ્રાઈન્ડરમાં પીસી લો. |
09:01 | સુકી મચ્છીનો પાવડર તૈયાર છે. |
09:03 | તમે આ પાવડરને તમારા ખોરાકની સાથે દિવસમાં ૨ થી ૩ વખત લઈ શકો છો. |
09:08 | સુકી મચ્છીના પાવડરનો એક ચતુર્થાંશ બાઉલ ૨૦૮ મિલિગ્રામ કેલ્શિયમ ધરાવે છે. |
09:14 | આ બધી જ રેસીપીઓ નીચે મુજબના પોષક તત્વો ધરાવે છે: |
09:20 | પ્રોટીન |
09:22 | ઝિંક
ફોલેટ |
09:25 | ફોસ્ફરસ |
09:27 | આયર્ન
ઓમેગા 3 ફેટી એસિડ |
09:30 | સારી તંદુરસ્તી માટે આપણા રોજીંદા ખોરાકમાં આ બધા પોષક તત્વો લેવા જરૂરી છે. |
09:36 | આ સાથે આપણે ટ્યુટોરીયલને સમાપ્ત કરીએ છીએ.
અમારી સાથે જોડાવવા બદલ આભાર. |