Difference between revisions of "PhET/C3/Gravity-and-Solar-system/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with " {|border=1 ||'''Time''' ||'''Narration''' |- || 00:01 || '''Gravity and Solar System''' પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે....") |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 619: | Line 619: | ||
|- | |- | ||
− | || | + | || 14:15 |
|| ગુરુત્વાકર્ષણ બળ પર દળ અને અંતરની અસરનો અભ્યાસ કર્યો, | || ગુરુત્વાકર્ષણ બળ પર દળ અને અંતરની અસરનો અભ્યાસ કર્યો, | ||
Latest revision as of 16:04, 9 January 2019
Time | Narration |
00:01 | Gravity and Solar System પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે ડેમોનસ્ટ્રેટ કરીશું Gravity and Orbits અને My Solar System, PhET simulations. |
00:16 | અહીં હું વાપરી રહ્યી છું- Ubuntu Linux OS આવૃત્તિ 14.04 |
00:23 | Java આવૃત્તિ 1.7.0 અને |
00:27 | Firefox Web Browser આવૃત્તિ 53.02.2 |
00:34 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, શીખનારાઓ ઉચ્ચ શાળા વિજ્ઞાનમાંના વિષયોથી પરિચિત હોવા જોઈએ. |
00:42 | આ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને, આપણે આપેલ કરીશું:
૧. સૂર્ય, પૃથ્વી, ચંદ્ર અને ઉપગ્રહ વચ્ચેના સંબંધનું વર્ણન કરવુ. |
00:51 | ૨. ગુરુત્વાકર્ષણ બળ પર દળ અને અંતરની અસરનો અભ્યાસ કરવો. |
00:56 | ૩. સમજાવવું કે કેવી રીતે ગુરુત્વાકર્ષણ આપણા સૂર્યમંડળની ગતિને નિયંત્રિત કરે છે. |
01:02 | ૪. ગુરુત્વાકર્ષણની શક્તિને અસર કરતા વેરીએબલો (ચલો) ને ઓળખવા. |
01:08 | ૫. અને, ગુરુત્વાકર્ષણ બળ નક્કી કરવુ. |
01:12 | આપણા સૌરમંડળમાં, તમામ અવકાશી પદાર્થો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. |
01:18 | આ પદાર્થો ગ્રહો, ચંદ્રો, ધૂમકેતુઓ, સૂક્ષ્મ ગ્રહો, ઉલ્કાપિંડો અને ઉલ્કાઓ છે. |
01:27 | સૂર્ય અને અવકાશી પદાર્થો વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે. |
01:34 | આકર્ષણનું આ બળ એ ગુરુત્વાકર્ષણ બળ છે. |
01:39 | ચાલો ડેમોનસ્ટ્રેટ શરુ કરીએ. |
01:43 | simulation ને ડાઉનલોડ કરવા માટે આપેલ link નો ઉપયોગ કરો. |
01:48 | મેં મારા Downloads ફોલ્ડરમાં, પહેલાથી જ Gravity and Orbits simulation ડાઉનલોડ કરી દીધું છે. |
01:55 | simulation ને ખોલવા માટે, gravity-and-orbits_en.html ફાઈલ પર જમણું ક્લીક કરો. |
02:01 | Open With Firefox Web Browser વિકલ્પ પસંદ કરો. |
02:06 | Simulation બ્રાઉઝરમાં ખુલે છે. |
02:10 | આ Gravity and Orbits simulation નું interface છે. |
02:16 | ઇન્ટરફેસ બે સ્ક્રીનો ધરાવે છે-
Model, To Scale. |
02:22 | ચાલો આપણું ડેમોનસ્ટ્રેશન Model સ્ક્રીન સાથે શરુ કરીએ. |
02:26 | Model સ્ક્રીનને ખોલવા માટે તેના પર ક્લીક કરો. |
02:29 | સ્ક્રીનની જમણી બાજુએ તમે એક બોક્સ જોઈ શકો છો. |
02:34 | તેમાં મોડેલ જેવા ચાર સૌર મંડળ આવેલા છે. |
02:38 | મોડેલોની બાજુમાં, એક ભૂખરા રંગનું Reset બટન આવેલું છે. |
02:43 | આ બટન સૌર મંડળને તેના મૂળભૂત અવસ્થામાં સુયોજિત કરે છે. |
02:48 | on અને off રેડીઓ બટનો વાપરીને, આપણે Gravity પસંદ કરી શકીએ છીએ. |
02:54 | Gravity ની નીચે, આપણી પાસે આપેલ માટે ચેક-બોક્સો છે-
Gravity Force, Velocity, Path અને Grid . |
03:03 | તમામ ચેક-બોક્સો પર ક્લીક કરો. |
03:06 | આ બોક્સની નીચે, આપણી પાસે હજુ એક બોક્સ છે.
Star અને Planet નું દળ બદલવા માટે તેમાં sliders છે. |
03:15 | સ્ક્રીનની નીચેની બાજુએ, animation ની ગતિમાં ફેરફાર કરવા માટે આપણી પાસે Fast Forward, Normal અને Slow motion રેડીઓ બટનો આવેલા છે. |
03:25 | મૂળભૂત રીતે, Normal ગતિ પસંદ થયેલી છે. |
03:29 | સાથે જ, અહીં Rewind, Play/Pause અને Step buttons છે, |
03:35 | Earth Days ગણતરીને reset કરવા માટે છે Clear બટન, |
03:39 | simulation ને રીસેટ (ફરીસુયોજિત) કરવા માટે છે Reset બટન. |
03:43 | મૂળભૂત રીતે, સૂર્ય અને પૃથ્વી સિસ્ટમ પસંદ થયેલ છે. |
03:48 | હવે Play બટન પર ક્લીક કરો. |
03:51 | નોંધ લો પૃથ્વી ગોળાકાર માર્ગમાં સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. |
03:57 | આ ગોળાકાર ગતિ કેન્દ્રકીય બળને કારણે છે. |
04:02 | કેન્દ્રકીય બળના કારણે પ્રવેગમાં ફેરફાર થાય છે અને બોડી (પદાર્થનો ભાગ) ગોળાકાર માર્ગમાં ખસેડાતી રહે છે. |
04:11 | આ બળ કેન્દ્ર તરફ કામ કરે છે. |
04:15 | આ ગોળાકાર માર્ગ તેની ભ્રમણકક્ષા હોય છે. |
04:19 | પૃથ્વી ભ્રમણકક્ષા પર દરેક પોઈન્ટે (સ્થાને કે બિંદુએ) તેની પરિભ્રમણની દિશા બદલતી રહે છે. |
04:25 | નોંધ લો પૃથ્વીના વેગની દિશા સૂર્યના ગુરુત્વાકર્ષણીય ખેંચાણને લંબરૂપ હોય છે. |
04:32 | હવે, ચાલો Earth Days ગણતરી કરીએ. |
04:35 | સૂર્ય અને પૃથ્વીને તેમના મૂળભૂત સ્થાને લાવવા માટે Reset arrow પર ક્લીક કરો. |
04:42 | પૃથ્વી જેમ સૂર્યનું પરિભ્રમણ કરે તેમ Earth Days માં થતા ફેરફારનું અવલોકન કરો. |
04:48 | હવે આપણે ચોક્કસ દિવસો ગણતરી કરવા માટે, એનિમેશનને બદલીને સ્લો (ધીમું) કરીશું. |
05:00 | simulation ને અટકાવવા માટે Pause પર ક્લીક કરો. |
05:04 | પૃથ્વીને એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં ૩૬૫ દિવસો લાગે છે. |
05:09 | આગળ આપણે જોશું કે ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં પૃથ્વીને શું થાય છે. |
05:14 | off રેડીઓ બટન પર ક્લીક કરો. |
05:17 | હવે આપણે એનિમેશનને બદલીને નોર્મલ (સામાન્ય) કરીશું. |
05:21 | ત્યારબાદ Play બટન પર ક્લીક કરો. |
05:24 | અવલોકન કરો ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં, પૃથ્વી એક સીધી લાઈન (રેખા) માં ઉડી જાય છે. |
05:31 | આ ગતિ ગોળાકાર માર્ગને સ્પર્શકીય (લંબરૂપ) છે. |
05:35 | Return Objects બટન પર ક્લીક કરો. |
05:38 | પૃથ્વી પાછી તેના મૂળભૂત સ્થાને આવશે. |
05:42 | હવે આપણે ભ્રમણકક્ષા પર દળમાં પરિવર્તનની અસર જોઈશું. |
05:48 | મૂળભૂત રીતે, Star Mass સ્લાઇડર એ Our Sun પર છે. |
05:53 | ચાલો Star Mass સ્લાઇડરને 1.5 તરફે ડ્રેગ કરીએ. |
05:58 | ડ્રેગ કરતાની સાથે, તારાના માપમાં થયેલ વધારાનું અવલોકન કરો. |
06:03 | આગળ, ક્લીક કરો ગ્રેવિટી (ગુરુત્વાકર્ષણ) નું on રેડીઓ બટન અને ત્યારબાદ Play બટન. |
06:10 | ભ્રમણકક્ષાના પાથ (માર્ગ) નું અવલોકન કરો. |
06:13 | પૃથ્વી હવે એલિપ્ટિકલ (અંડાકાર) માર્ગમાં ખસે છે. |
06:17 | ભ્રમણકક્ષાનું માપ પણ નાનું થાય છે. |
06:21 | અહીં, ભ્રમણકક્ષાના કેન્દ્રમાં સૂર્ય નથી. |
06:26 | નોંધ લો સૂર્યના દળમાં વધારાની સાથે Earth Days ઘટે છે. |
06:32 | Planet Mass સ્લાઇડરને 1.5 તરફે ડ્રેગ કરો. |
06:37 | નોંધ લો તેમના વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ વધે છે. |
06:42 | સિમ્યુલેશનને અટકાવવા માટે Pause બટન પર ક્લીક કરો. |
06:46 | ગ્રહ પર ક્લીક કરો અને તેને સૂર્યથી દૂર લઇ જાવ. |
06:51 | Play બટન પર ક્લીક કરો. |
06:53 | અવલોકન કરો ગ્રહ અને સૂર્ય વચ્ચેનું અંતર વધતા ગુરુત્વાકર્ષણીય બળ ઘટે છે. |
07:01 | Pause બટન પર ક્લીક કરો. સિસ્ટમને રીસેટ (ફરીસુયોજિત) કરવા માટે Reset બટન પર ક્લીક કરો. |
07:08 | હવે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સિસ્ટમ પસંદ કરો. |
07:12 | વ્યુ (દૃશ્ય) ને zoom in કરવા માટે પ્લસ ચિન્હ (+) આગળ સ્લાઇડરને ડ્રેગ કરો. |
07:17 | ત્યારબાદ Play બટન પર ક્લીક કરો. |
07:20 | નોંધ લો ચંદ્ર એ પૃથ્વી સાથે સર્પાકાર ભ્રમણકક્ષામાં છે જ્યારે કે પૃથ્વી એ સૂર્ય સાથે વર્તુળાકાર ભ્રમણકક્ષામાં છે. |
07:29 | અહીં ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. |
07:34 | એસાઈનમેન્ટ તરીકે, Model સ્ક્રીન વાપરીને, પૃથ્વી, ચંદ્ર અને પૃથ્વી, ઉપગ્રહ સિસ્ટમોનું અન્વેષણ કરો. |
07:43 | હવે આપણે To Scale સ્ક્રીન પર જશું. |
07:47 | ઇન્ટરફેસની નીચેની બાજુએ આવેલ To Scale સ્ક્રીન પર ક્લીક કરો. |
07:52 | To Scale સ્ક્રીન એ Model સ્ક્રીન જેવા જ ટૂલો ધરાવે છે. |
07:57 | આ સ્ક્રીન વધારાના બે ચેક-બોક્સો ધરાવે છે-
Mass અને Measuring Tape. |
08:04 | Mass, Path અને Grid ચેક-બોક્સો પર ક્લીક કરો. |
08:09 | મૂળભૂત રીતે, સૂર્ય અને પૃથ્વી સિસ્ટમ (પ્રણાલી) પસંદ થયેલ છે. |
08:14 | અહીં, તારાનું દળ છે 333 thousand Earth masses અને ગ્રહનું દળ છે 1 Earth mass. |
08:24 | પરિભ્રમણનો પાથ (માર્ગ) દર્શાવવા માટે Play બટન પર ક્લીક કરો. |
08:28 | ત્યારબાદ pause બટન પર ક્લીક કરો. |
08:31 | ચાલો તારા અને પૃથ્વી વચ્ચેનું અંતર માપીએ. |
08:35 | Measuring Tape ચેક-બોક્સ આગળ ચેક કરો. |
08:39 | Mass ચેક-બોક્સને અનચેક કરો. |
08:42 | આ આપણને અંતરને ચોક્કસ રીતે માપવામાં સક્ષમ કરશે. |
08:47 | વ્યુ (દૃશ્ય) ને zoom in કરવા માટે પ્લસ ચિન્હ (+) આગળ zoom in સ્લાઇડરને ડ્રેગ કરો. |
08:52 | Measuring Tape ને તારા પર મુકો અને બીજા છેડાને ગ્રહ પર ડ્રેગ કરો. |
09:00 | તારા અને ગ્રહ વચ્ચેનું અંતર નોંધો. |
09:04 | તે 91503 thousand miles છે. |
09:10 | આ વેલ્યુ તમારા કિસ્સામાં સેજ વધી શકે છે કારણ કે સૂર્ય પણ ગતિમાં છે. |
09:17 | ચાલો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ ગણતરી કરીએ. |
09:22 | ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ- કોઈપણ બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણનફળના સમ પ્રમાણમાં હોય છે. |
09:33 | તે તેમના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. |
09:38 | આ બળ બે પદાર્થોના કેન્દ્રોને જોડતી લાઇન સાથે રહે છે. |
09:44 | ગુરુત્વાકર્ષણીય બળ નીચેના સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરાય છે જ્યાં G એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચલ છે, |
09:53 | કેપિટલ M એ સૂર્યનું દળ છે, |
09:58 | નાનો m એ પૃથ્વીનું દળ છે |
10:02 | અને d એ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર છે. |
10:07 | આ સૂત્રમાં આપણે G, કેપિટલ M, નાનો m અને d ની વેલ્યુઓ સબસ્ટિટ્યુટ કરીએ છીએ. |
10:15 | આનાથી આપણને સૂર્ય અને પૃથ્વી વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળની વેલ્યુ મળશે. |
10:21 | વેલ્યુ છે 3.6 x1022 N(ન્યુટન). |
10:28 | એસાઇનમેન્ટ તરીકે, To Scale સ્ક્રીન વાપરીને, પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ નક્કી કરો. |
10:37 | હવે આપણે My Solar System PhET simulation પર જશું. |
10:43 | મારા Downloads ફોલ્ડરમાં મેં પહેલાથી જ My Solar System simulation ડાઉનલોડ કર્યું છે. |
10:50 | simulation ને run કરવા માટે, terminal ખોલો.
પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો: cd Downloads અને Enter દબાવો. |
11:01 | ત્યારબાદ ટાઈપ કરો: java space hyphen jar space my-solar-system_en.jar અને Enter દબાવો. |
11:17 | My Solar System સિમ્યુલેશન ખુલે છે. |
11:21 | આ My Solar System simulation નું ઇન્ટરફેસ છે. |
11:26 | સ્ક્રીન જમણી બાજુએ સિસ્ટમ ડ્રોપ-ડાઉન બોક્સ ધરાવે છે. |
11:30 | અહીં, આપણે આપણા પસંદની સૌર પ્રણાલીની જોડી પસંદ કરી શકીએ છીએ. |
11:36 | ડ્રોપ-ડાઉન બોક્સની નીચે બીજો એક બોક્સ આવેલો છે. |
11:40 | તેમાં Start, Stop અને Reset બટનો છે. |
11:45 | આપણી પાસે આપેલ માટે ચેક-બોક્સો છે System Centered, Show Traces, Show Grid અને Tape Measure. |
11:55 | જરૂર અનુસાર આ ચેક-બોક્સો વાપરો. |
11:59 | એનીમેશનની ગતિને નિયંત્રિત કરવા માટે અહીં એક slider આવેલું છે. |
12:03 | નીચેની તરફે સ્ક્રીનમાં Initial Settings આપવામાં આવી છે. |
12:08 | અહીં આપણે mass, position અને velocity ની વેલ્યુઓ તેમના સંદર્ભિત બોક્સોમાં ઇનપુટ કરી શકીએ છીએ. |
12:16 | number of bodies પસંદ કરવા માટે આપણે રેડીઓ-બટનો પણ વાપરી શકીએ છીએ. |
12:20 | હવે ડ્રોપ ડાઉન એરો પર ક્લીક કરો. |
12:24 | Sun, planet, comet ને સ્ક્રોલ કરો અને તેના પર ક્લીક કરો. |
12:28 | આપણે 3 રંગી પદાર્થો જોઈએ છીએ ગ્રહ, સૂર્ય અને ધૂમકેતુ. |
12:37 | લાલ રંગનો એરો વેગ સૂચવે છે. |
12:41 | તે એક vector પરિમાણ છે જેને વર્તુળાકારમાં V દ્વારા સૂચવવામાં આવ્યું છે. |
12:46 | Start બટન પર ક્લીક કરો અને પરિભ્રમણ કક્ષાઓનું અવલોકન કરો. ધૂમકેતુ સૂર્યની ફરતે એલિપ્ટિકલ (અંડાકાર) પરિભ્રમણ કક્ષામાં ખસે છે. |
12:55 | Stop બટન પર ક્લીક કરો. |
12:57 | Sun, Planet અને comet નું mass, current position અને velocity મેળવવા માટે તેમની ઉપર mouse ફેરવો. |
13:09 | start બટન પર ક્લીક કરો. |
13:12 | અમુક પરિભ્રમણ પછી ધૂમકેતુ સૂર્ય સાથે અથડાઈ જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. |
13:19 | Four star ballet પસંદ કરો અને Start બટન પર ક્લીક કરો. |
13:25 | પરિભ્રમણ કક્ષાનું અવલોકન કરો. ત્યારબાદ Stop બટન પર ક્લીક કરો. |
13:31 | પદાર્થોનું mass, position અને velocity મેળવવા માટે તેમની ઉપર mouse ફેરવો. |
13:39 | એસાઈનમેન્ટ તરીકે, વિવિધ સિસ્ટમો (પ્રણાલીઓ) પસંદ કરો અને પરિભ્રમણ કક્ષાઓનું અવલોકન કરો. |
13:46 | પ્રારંભિક સેટિંગ્સ (સુયોજનો) બદલો અને ભ્રમણકક્ષામાં ફેરફારોનું અવલોકન કરો અને નિરીક્ષણ સમજાવો. |
13:54 | ચાલો સારાંશ લઈએ. |
13:57 | આ ટ્યુટોરીયલમાં, આપણે ડેમોનસ્ટ્રેટ કર્યું કે Gravity and Orbits અને My Solar System, PhET simulations નો ઉપયોગ કેવી રીતે કરવો, |
14:07 | આ simulations નો ઉપયોગ કરીને, આપણે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર અને ઉપગ્રહ વચ્ચેના સંબંધનું વર્ણન કર્યું, |
14:15 | ગુરુત્વાકર્ષણ બળ પર દળ અને અંતરની અસરનો અભ્યાસ કર્યો, |
14:20 | સમજાવ્યું કે કેવી રીતે ગુરુત્વાકર્ષણ આપણા સૂર્યમંડળની ગતિને નિયંત્રિત કરે છે, |
14:25 | ગુરુત્વાકર્ષણની શક્તિને અસર કરતા વેરીએબલો (ચલો) ને ઓળખ્યા, |
14:30 | અને ગુરુત્વાકર્ષણ બળ નક્કી કર્યું. |
14:35 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
14:44 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને
ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
14:54 | વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો. |
14:58 | કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો. |
15:03 | આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે. |
15:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
15:25 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડવાબદ્દલ આભાર. |