Difference between revisions of "Digital-Divide/D0/How-to-apply-for-a-PAN-Card/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 443: Line 443:
 
|  10:23  
 
|  10:23  
 
| તે તેની સ્થિતિને ઇન્કમ-ટેક્સ ખાતાની વેબસાઈટ '''www.incometaxindia.gov.in''' વાપરીને  
 
| તે તેની સ્થિતિને ઇન્કમ-ટેક્સ ખાતાની વેબસાઈટ '''www.incometaxindia.gov.in''' વાપરીને  
અથવા આ વેબસાઈટો દ્વારા ટ્રેક કરી શકો છો   
+
અથવા આ વેબસાઈટો દ્વારા ટ્રેક કરી શકો છો   
 
'''tin.tin.nsdl.com/tan/StatusTrack.html'''
 
'''tin.tin.nsdl.com/tan/StatusTrack.html'''
 
'''www.myutiitsl.com/PANONLINE/panTracker.do'''
 
'''www.myutiitsl.com/PANONLINE/panTracker.do'''

Latest revision as of 17:02, 23 February 2017

Time Narration
00:01 How to apply for a PAN card પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ પ્રક્રિયા વિશે શીખીશું -
00:09 Pan card (પેન કાર્ડ) માટે અરજી
00:12 ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો
00:15 અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ
00:18 Pan card (પેન કાર્ડ) અરજી ફોર્મને ફોર્મ 49A કહેવાય છે.
00:24 આ ફોર્મને નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકાવાય છે http://www.utiitsl.com/forms/Forms 49A.pdf
00:28 જેમ તમે ફોર્મ ડાઉનલોડ કરી લો છો તો, તેનો એક પ્રીંટ-આઉટ લો.
00:35 આગળનું પગલું છે ફોર્મ ભરવું.
00:38 ફોર્મને સુવાચ્ય મોટા અક્ષરોમાં ફક્ત અંગ્રેજીમાં જ ભરવું છે.
00:45 ફોર્મ ભરવા માટે કાળી શાહી ધરાવતી પેનનો ઉપયોગ કરવો વધારે સારું છે.
00:49 દરેક બોક્સમાં, ફક્ત એક અક્ષર ભરો એટલે કે (મૂળાક્ષર /સંખ્યા /વિરામચિન્હો).
00:58 દરેક શબ્દ પછી એક ખાલી બોક્સ છોડવું જોઈએ.
01:03 'વ્યક્તિગત' અરજદારોને સફેદ પૃષ્ઠભૂમિ સહીત બે રંગીન ફોટોગ્રાફની જરૂર છે.
01:09 આ ફોટાઓને ફોર્મ પર આપેલ ચોકઠાંમાં ચોટાડવા પડશે.
01:14 ફોટાનું માપ 3.5સેમી x 2.5સેમી હોવું જોઈએ
01:21 ફોટા ફોર્મ સાથે સ્ટેપલ અથવાકે ક્લિપ કરેલ હોવા ન જોઈએ.
01:26 ડાબી બાજુનાં ફોટા પર, સહી/અંગૂઠાની છાપ તેને કાપતી હોવી જોઈએ.
01:32 જમણી બાજુનાં ફોટા પર, સહી/અંગૂઠાની છાપ તેની નીચે કરેલી હોવી જોઈએ.
01:39 અંગૂઠાની છાપ નોટરી પબ્લિક કે અધિકૃત અધિકારી દ્વારા સરકારી સીલ અને સ્ટેમ્પ સાથે પ્રમાણિત કરેલી હોવી જોઈએ.
01:48 હવે, ફોર્મ ભરવાનું ચાલુ કરો.
01:51 સૌપ્રથમ, મૂલ્યાંકન અધિકારીની વિગતો ભરો.
01:58 મૂલ્યાંકન અધિકારીની વિગતો આ વેબપુષ્ઠો પર મળી શકે છે - www.utiitsl.com/utitsl/site/aoDetails.jsp અથવા www.tin-nsdl.com/pan/pan-aocode.php
02:08 1 વિભાગમાં, તમને તમારી વ્યક્તિગત વિગતો ભરવી પડશે.
02:13 અહીં, તમારું શીર્ષક પસંદ કરો, જેમ કે Shri, Smt વગેરે.
02:19 તમારી અટક, પ્રથમ નામ અને મધ્ય નામ સંપૂર્ણ-સ્વરૂપે લખો.
02:25 આને કોઈપણ જાતનાં ટૂંકાક્ષરો વડે ભરવાનું નહી.
02:29 તમારું નામ કોઈપણ જાતનાં શીર્ષક વડે ઉપસર્ગીત હોવું ન જોઈએ જેમ કે M/s, Dr., Kumari, વગેરે
02:37 બિન-વ્યક્તિગતો માટે, જો નામ આપેલ જગ્યા કરતા મોટું હોય તો શું?
02:42 આ કિસ્સામાં, તે પ્રથમ અને મધ્ય નામ માટે પૂરી પાડેલ ખાલી જગ્યામાં ચાલુ રાખી શકાવાય છે.
02:50 કંપનીનાં કિસ્સામાં, નામ કોઈપણ સંક્ષેપ ધરાવતું હોવું ન જોઈએ.
02:55 દા. ત. 'પ્રાઇવેટ લીમીટેડ' સંપૂર્ણ રીતે લખેલું હોવું જોઈએ.
03:00 ભિન્નતા જેમ કે Pvt Ltd, Private Ltd, P, P. Ltd વગેરેને પરવાનગી નથી.
03:10 એકહથ્થુ માલિકીનાં કિસ્સામાં, PAN (પેન) એ માલિકનાં પોતાના નામે અરજી કરેલ હોવું જોઈએ.
03:16 Pan card (પેન કાર્ડ) પર છાપવામાં આવશે.
03:19 નોંધ લો કે છેલ્લું નામ તેના પૂર્ણ-સ્વરૂપમાં લખેલું હોવું જ જોઈએ.
03:24 આગળનો વિભાગ બીજા અન્ય નામો માટે પૂછે છે જે એકથી તે અથવા જેના દ્વારા તે ઓળખાતું હતું.
03:30 આને ભરવું ફરજીયાત છે જો અરજદાર "yes" પસંદ કરે છે, આગળ 1 માટે લાગુ પડનારી સૂચનાઓ છે.
03:38 4, જાતિ ક્ષેત્ર, ફક્ત વ્યક્તિગત અરજદારો દ્વારા જ ભરેલું હોવું જોઈએ.
03:44 5 વિભાગ જન્મ તારીખ માટે પૂછે છે.
03:48 અરજદારોનાં વિવિધ વિભાગોમાં અપેક્ષિત તારીખો ફોર્મમાં ઉલ્લેખાયેલી છે.
03:54 દા. ત. એક કંપનીએ તેની સંસ્થાપન તારીખ પ્રદાન કરવી જોઈએ.
04:00 આગળ, વ્યક્તિગત અરજદારોએ તેમનાં પિતાનું નામ ભરવું જોઈએ.
04:05 નામને લગતી 1 માંની સૂચનાઓ, અહીં લાગુ થાય છે.
04:10 નોંધ લો કે વિવાહિત સ્ત્રીએ પણ તેમનાં પિતાનું નામ આપવું જોઈએ ન કે પતિનું નામ.
04:17 7 એ સરનામાં માટે પૂછે છે.
04:20 નિવાસી સરનામું ફક્ત Individuals, HUF, AOP, BOI અથવા AJP દ્વારા ભરેલું હોવું જોઈએ.
04:29 વ્યક્તિગતોએ અહીં કાર્યાલય સરનામું આપવું જોઈએ, જો તેમનું આવકનું સાધન છે દા. ત. વેપાર અથવા વ્યવસાય.
04:38 ફર્મ, એલએલપી, કંપની, સ્થાનિક સત્તા અથવા ટ્રસ્ટનાં કિસ્સામાં, પૂર્ણ કાર્યાલય સરનામું ફરજીયાત છે.
04:49 તમામ અરજદારો દ્વારા અપાયેલ સરનામામાં આ વિગતોનો સમાવેશ હોવો જોઈએ -
04:54 એટલે કે શહેર / નગર / જિલ્લો,
04:57 રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ, અને
05:00 પીનકોડ
05:02 વિદેશી સરનામા તેમનાં ઝીપ કોડ સહીત દેશનું નામ ધરાવતા હોવા જોઈએ.
05:07 8 માટે, એટલે કે સંદેશવ્યવહાર માટેનું સરનામું -
05:11 Individuals/HUFs/AOP/BOI/AJP કાં તો 'Residence' અથવા તો 'Office' સરનામા પર ખુણ કરી શકે છે.
05:21 બીજા અન્ય અરજદારોએ તેમનું 'કાર્યાલય' સરનામું લખવું જોઈએ
05:25 તમામ સંદેશવ્યવહાર અહીં લખેલ સરનામા પર મોકલવામાં આવશે.
05:30 ટેલીફોન ક્રમાંક અને ઈમેઈલ આઈડીની વિગતો વસ્તુ 9 માં ભરવામાં આવે છે.
05:37 ટેલીફોન વિગતમાં દેશ કોડ (આઈએસડી કોડ) અને વિસ્તાર/એસટીડી કોડનો સમાવેશ થવો જોઈએ.
05:46 દિલ્હી ટેલીફોન 23557505 ક્રમાંકની વિગતને આ રીતે ભરવું જોઈએ .
05:54 9 1 દેશ કોડ
05:56 1 1 એસટીડી કોડ
06:00 ક્રમાંક અને ઈમેઈલ આઈડીની આવશ્યકતા છે .
06:04 અરજદારને સંપર્ક કરવા માટે એવા કિસ્સામાં જ્યારે અરજીમાં કોઈપણ પ્રકારની ખામી હોય છે .
06:09 Pan card (પેન કાર્ડ)ને ઈમેઈલ દ્વારા મોકલવું હોય છે.
06:12 એસએમએસ વડે સ્થિતિ જાણકારી આપવી.
06:16 10 માં, જોઈતી વર્ગ સ્થિતિ પસંદ કરો.
06:21 મર્યાદિત જવાબદારી ભાગીદારીમાં,PAN પેન ફર્મ સ્થિતિ આપશે.
06:28 11 કંપનીનાં નોંધણી ક્રમાંક પૂછે છે, જે કે કંપનીનાં રજિસ્ટ્રાર દ્વારા જારી થયા.
06:35 બીજા અન્ય અરજદારો રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અધિકારી દ્વારા જારી થયેલ નોંધણી ક્રમાંક ઉલ્લેખી શકે છે.
06:42 12 -ભારતનાં નાગરિકોએ, તેઓનાં આધાર ક્રમાંક દાખલ કરવા જોઈએ, જો ફાળવવામાં આવ્યા હોય તો.
06:48 જે કે આધાર પત્ર/કાર્ડ ની કોપી વડે આધારભૂત થવું જોઈએ.
06:53 13 માં, અરજદારોએ તેઓનો આવક સ્ત્રોત વ્યાપાર/વ્યવસાય કોડ વાપરીને દર્શાવવો જોઈએ
07:01 આ કોડો ફોર્મનાં પુષ્ઠ 3 પર ઉપલબ્ધ છે.
07:05 દા.ત. તબીબી વ્યવસાય અને વ્યાપારનો કોડ 01 છે
07:10 ઈજનેરી 02 છે
07:13 14 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો પૂછે છે.
07:19 ઇન્કમ-ટેક્સ અધિનિયમ, 1961 નાં ધારા 160 માં ઉલ્લેખેલ કરાયેલા લોકો જ ફક્ત પ્રતિનિધિ કરદાતાઓ તરીકે રહી શકે છે.
07:29 તેમાંનાં કેટલાક આપેલ પ્રમાણે છે-
07:31 બિન-નિવાસી એજન્ટ,
07:33 એક સગીરનાં વાલી અથવા સંચાલક, પાગલ અથવા મૂર્ખ, વાલી અદાલત વગેરે.
07:41 કરદાતાઓ ફરજીયાત છે સગીર, મંદબુદ્ધિ, મૃત, પાગલ કે મૂર્ખ .
07:54 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો અહીં ભરવી જોઈએ.
08:00 15, એ દસ્તાવેજો વિશે છે જે કે પેન કાર્ડ અરજી માટે સોપવામાં છે.
08:06 ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પેન કાર્ડ અરજી સાથે જોડાણ કરવો ફરજીયાત છે.
08:13 આ દસ્તાવેજો અરજદારનાં નામે હોવા જોઈએ.
08:18 પ્રતિનિધિ કરદાતાઓએ પણ આ દસ્તાવેજો જોડાણ કરવા જોઈએ
08:24 ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પૂરી પાડતી દસ્તાવેજોની યાદી પેન કાર્ડ અરજી ફોર્મનાં પુષ્ઠ 4 પર આપવામાં આવી છે.
08:33 અરજદારે ફોર્મમાં યાદીબદ્ધ થયેલ વિકલ્પોમાંથી કોઈપણ એક દસ્તાવેજ પૂરું પાડવું જોઈએ.
08:39 દા.ત. વ્યક્તિગત અરજદારો અને HUF માટે ઓળખ પુરાવો નીચે પ્રમાણે છે-
08:45 શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
08:47 રાશન કાર્ડ
08:49 ચાલક પરવાનું વગેરે.
08:53 સરનામાંનો પુરાવો આપેલ પ્રમાણે છે-
08:56 વીજળીનું બિલ, ટેલીફોનનું બિલ
08:59 પાસપોર્ટ વગેરે.
09:01 હવે આપણે અરજી બદ્દલ અમુક સામાન્ય માહિતી ચર્ચા કરીશું-
09:06 PAN (પેન) અરજી પ્રક્રિયા માટેની ફી રૂ. 96.00 (85.00 + 12.36% સેવા કર) છે.
09:18 ચુકવણી આપેલ દ્વારા કરી શકાવાય છે-

ડીમાંડ ડ્રાફ્ટ (Demand Draft ), ચેક (Cheque )

09:23 ભારત બહારનાં સરનામાં માટે, પ્રક્રિયા ફી રૂ. 962.00 છે
09:28 એટલે કે [(અરજી ફી 85.00 + રવાનગી લાગો 771.00) + 12.36% સેવા કર].
09:40 વિદેશી સરનામાં માટે, ચુકવણી ફક્ત એવા ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા કરી શકાવાય છે જે કે મુંબઈમાં ચૂકવવાપાત્ર હોય.
09:48 ફોર્મનાં અંતે આવેલ બોક્સ, અરજદારની સહી કે અંગુઠાની છાપ માટે પૂછે છે.
09:54 સગીર, મૃતક, પાગલ અને મંદબુદ્ધિ માટે પ્રતિનિધિ કરદાતાની સહી કે અંગુઠાની છાપ આપવી જોઈએ.
10:04 સહી કે અંગુઠાની છાપ વિનાની અરજીઓ નકારવામાં આવશે.
10:09 આ ફોર્મનાં સ્વીકૃત થવા પર અરજદારોને એક એકનોલેજમેંટ મળશે.
10:14 આ યુનિક આઈડેંટીફિકેશન ક્રમાંક ધરાવતું હશે.
10:18 આ ક્રમાંકનો ઉપયોગ અરજીની સ્થિતિ ટ્રેક માટે ઉપયોગમાં લઇ શકાવાય છે.
10:23 તે તેની સ્થિતિને ઇન્કમ-ટેક્સ ખાતાની વેબસાઈટ www.incometaxindia.gov.in વાપરીને

અથવા આ વેબસાઈટો દ્વારા ટ્રેક કરી શકો છો tin.tin.nsdl.com/tan/StatusTrack.html www.myutiitsl.com/PANONLINE/panTracker.do

10:32 આ વેબસાઈટ પર, "Status Track" સર્ચ એ આ કાર્ય ભજવશે.
10:38 આ સર્ચને જરૂર પડશે કાં તો તમારા,
10:40 # એકનોલેજમેંટ ક્રમાંકની, અથવા
10:42 કે વિગતોની જેમ કે નામ અને જન્મ તારીખ.
10:46 સાથે જ આપણે એસએમએસ મારફતે પણ PAN (પેન) સ્થિતિ વિગત મેળવી શકીએ છીએ.
10:50 >એસએમએસ- NSDLPAN<સ્પેસ>15-અંકી એકનોલેજમેંટ ક્રમાંક અને 57575 પર મોકલો.
11:01 ટપાલ સરનામાં દર્શાવ્યા પ્રમાણે છે.
11:05 આશા રાખું છું કે આ માહિતી ઉપયોગી નીવડી હશે.
11:08 હવે ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા -
11:13 Pan card (પેન કાર્ડ) માટે અરજી
11:15 ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો અને
11:19 અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ.
11:22 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
11:25 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે .
11:28 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે.
11:38 અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
11:42 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો.
11:49 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજક્ટનો એક ભાગ છે .
11:53 જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મીશન મારફતે આધાર અપાયેલ છે.
12:01 આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro .
12:11 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
12:13 IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya