Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Advanced-Formatting-and-Protection/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 155: Line 155:
  
 
|-
 
|-
||03:14
+
||03:11
 
||હવે, ચાલો સેલમાં ડેટા પસંદ અને બદલવાનો પ્રયાસ કરીએ.
 
||હવે, ચાલો સેલમાં ડેટા પસંદ અને બદલવાનો પ્રયાસ કરીએ.
  

Revision as of 15:15, 23 February 2017

Resources for recording Advanced Formatting and Protection


Time NARRATION
00:00 લીબરઓફીસ કેલ્કમાં અદ્યતન ફોર્મેટિંગ અને સુરક્ષા પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે:

સ્પ્રેડશીટને પાસવર્ડ સુરક્ષિત કરવું. એક સ્પ્રેડશીટ અથવા સ્પ્રેડશીટમાં ટેબને પાસવર્ડ સુરક્ષિત કરવું. ડેટાબેઝ માટે શ્રેણીઓ વ્યાખ્યાયિત કરવું. આ Subtotal વિકલ્પ વાપરો. સેલોને વેલીડેટ કરવું.

00:25 અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ.
00:35 “Personal-Finance-Tracker.ods” ખોલીએ.
00:40 પ્રથમ આ ફાઈલને પાસવર્ડ સુરક્ષિત બનાવવાનું શીખીએ.
00:44 આ વિકલ્પ ખાતરી કરે છે કે માત્ર એ લોકો જે પાસવર્ડ જાણતા હોય તેઓ આ ફાઇલ ખોલી શકે છે.
00:51 Main મેનુ માંથી, File અને Save As પર ક્લિક કરો .
00:55 Save સંવાદ બોક્સ દેખાય છે.
00:58 આગળ, Save પાસવર્ડ બોક્સ સાથે તપાસો.
01:03 પછી Save ઉપર ક્લિક કરો.
01:06 આપણે Save As વિકલ્પ વાપરી રહ્યા હોવાથી, ક્યાં તો અલગ ફાઇલ તરીકે સેવ કરી શકીએ અથવા સમાન ફાઇલને બદલી શકીએ છીએ.
01:15 અહીં ફાઇલ બદલીશું.
01:18 Yes ઉપર ક્લિક કરો.
01:20 પછી પાસવર્ડ દાખલ કરો
01:23 અને કન્ફર્મ બોક્સમાં પણ પાસવર્ડ ફરીથી દાખલ કરો અને OK ઉપર ક્લિક કરો.
01:30 પછી Personal-Finance-Tracker.ods બંધ કરો.
01:36 હવે, આ ફાઇલ ફરી ખોલો અને તપાસો શું થાય છે.
01:41 એન્ટર પાસવર્ડ સંવાદ બોક્સ દેખાય છે!
01:45 અહીં ખોટો પાસવર્ડ દાખલ કરો.
01:48 OK પર ક્લિક કરો.
01:50 આપણને એક એરર મેસેજ મળે છે જે કહે છે કે પાસવર્ડ ખોટો છે.
01:56 હવે સાચો પાસવર્ડ ટાઇપ કરો.
01:59 ફાઇલ ખુલે છે.
02:01 પાસવર્ડ વિકલ્પ કેવી રીતે રદ કરીશું? તે સરળ છે.
02:07 આપણે પાસવર્ડ વિકલ્પ સાથે સેવ અનચેક કરીશું.
02:10 ફરીથી Save વિકલ્પ વાપરી રહ્યા હોવાથી, ક્યાં તો અલગ ફાઇલ તરીકે સેવ કરી શકીએ છીએ અથવા સમાન ફાઇલને બદલી શકીએ છીએ.
02:18 અહીં ફાઇલ બદલો.
02:21 Yes ઉપર ક્લિક કરો.
02:23 આ ફાઈલ બંધ કરી ખોલો.
02:27 તમને ફાઈલ ખોલવા માટે પાસવર્ડની જરૂર હોતી નથી.
02:31 ચાલો શીખીએ કે કેવી રીતે આ ફાઈલ માંથી વ્યક્તિગત શીટ્સ ને પાસવર્ડ સુરક્ષિત કરવું.
02:37 મેનુબારમાંથી, "Tools", "Protect Document" અને "Sheet" પર ક્લિક કરો.
02:44 "Protect Sheet" સંવાદ બોક્સ દેખાય છે.
02:47 શીટ સુરક્ષિત કરવા માટે, પ્રથમ, “Select Locked cells” અને “Select Unlocked cells” વિકલ્પો અનચેક કરો.
02:56 હવે, "Password" ફિલ્ડમાં, નાના અક્ષરોમાં "abc" દાખલ કરો, અને "Confirm" ફિલ્ડમાં પાસવર્ડ ફરી દાખલ કરો.
03:07 OK ઉપર ક્લિક કરો.
03:11 હવે, ચાલો સેલમાં ડેટા પસંદ અને બદલવાનો પ્રયાસ કરીએ.
03:16 આપણે કોઇ પણ સેલ પસંદ કરી શકતા નથી!
03:18 શીટ બદલી શકાતી નથી!
03:22 પરંતુ બીજી શીટ્સ વિશે શું?
03:24 ચાલો Sheet2 પર ક્લિક કરીએ.
03:27 એક સેલ પસંદ કરીએ અને ફેરફાર કરવાનો પ્રયાસ કરીએ
03:30 કેલ્ક અન્ય શીટ્સ માં સેલોમાં ફેરફાર કરવા માટેની પરવાનગી આપે છે.
03:35 ચાલો પ્રથમ શીટ પર પાછા જઈએ.
03:38 હવે, શીટ અસુરક્ષિત કરીએ.
03:41 આ સરળ છે.
03:43 મેનુબારમાંથી, "Tools", “Protect Document” અને “Sheet” પર ક્લિક કરો.
03:49 પાસવર્ડ માટે પૂછતું સંવાદ બોક્સ દેખાય છે.
03:53 નાના અક્ષરમાં તેમાં "abc" દાખલ કરો અને OK પર ક્લિક કરો.
03:59 આપણે સેલો ફરીથી પસંદ કરી શકીએ છીએ!
04:03 ચાલો "Ranges" વિશે શીખીએ.
04:06 તમે સ્પ્રેડશીટમાં સેલોની શ્રેણી નક્કી કરી શકો છો અને તેને ડેટાબેઝ તરીકે વાપરી શકો છો.
04:12 ડેટાબેઝ શ્રેણીમાં દરેક પંક્તિ ડેટાબેઝ રેકોર્ડને અનુલક્ષે છે અને
04:17 પંક્તિમાં દરેક સેલ ડેટાબેઝ ફિલ્ડને અનુલક્ષે છે.
04:22 તમે શ્રેણી પર સોર્ટ, જૂથ, શોધ, અને ગણતરી કરી શકો છો જેમ તમે કોઈપણ ડેટાબેઝ પર કરો છો.
04:30 ચાલો “Personal-Finance-Tracker.ods” માં ડેટાબેઝ વ્યાખ્યાયિત કરીએ અને ડેટા સૉર્ટ કરીએ.
04:38 પ્રથમ, ચાલો એ આઈટમ ને પસંદ કરીએ જેની આપણને ડેટાબેઝમાં જરૂર છે.
04:43 એક સાથે એકાઉન્ટ કરવા માટે "SN" શીર્ષક હેઠળ તમામ ડેટા પસંદ કરો. આપણે પહેલાથી જ શીખ્યા છે ડેટા કેવી રીતે પસંદ કરવા.
04:53 હવે, ચાલો ડેટાબેઝનું નામ આપીએ.
04:56 મેનૂ બાર માંથી, "Data" પર ક્લિક કરો અને પછી "Define Range" પર ક્લિક કરો.
05:02 "Name" ફિલ્ડમાં, "dtbs" ટાઇપ કરો જે ડેટાબેઝનું ટુકું નામ છે.
05:08 “OK” પર ક્લિક કરો.
05:10 ફરીથી, મેનુ બારમાંથી, “Data” અને “Select Range” પર ક્લિક કરો.
05:15 નોંધ લો કે, “Select Database Range” સંવાદ બોક્સમાં, ડેટાબેઝ તરીકે "dtbs" નામ યાદી થયેલ છે.
05:24 "OK" બટન પર ક્લિક કરો.
05:27 હવે આ ડેટાબેઝમાં ડેટા સૉર્ટ કરીશું.
05:31 મેનૂ બાર માંથી, "Data" અને "Sort" પર ક્લિક કરો.
05:35 Sort સંવાદ બૉક્સમાં, “Sort by” ફિલ્ડ પર ક્લિક કરો અને “SN” પસંદ કરો.
05:42 આગળ, જમણી બાજુમાંથી, "Descending" પસંદ કરો.
05:47 પ્રથમ "Then by" ફિલ્ડ હેઠળ, ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, અને "Cost" પસંદ કરો.
05:54 ફરીથી, જમણી બાજુ માંથી, "Descending" પસંદ કરો.
05:58 બીજી “Then by” ફિલ્ડમાં, ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, "Spent" પસંદ કરો અને પછી ફરીથી "Descending" પસંદ કરો.
06:07 OK પર ક્લિક કરો.
06:09 ડેટા "SN" શીર્ષક હેઠળ સોર્ટ થયેલ છે અને ઉતરતા ક્રમમાં થયેલ છે!
06:15 તેવી જ રીતે, આપણે ડેટાબેઝમાં બીજા ઓપરેશન પણ કરી શકીએ છીએ!
06:21 સોર્ટ અન્ડું કરવા માટે CTRL + Z કી દબાવો અને મૂળ ડેટા મેળવો.
06:28 હવે, કેલ્કમાં "Subtotal" વિકલ્પ કેવી રીતે વાપરવું તે શીખીએ.
06:34 “Subtotal” વિકલ્પ, આપણી પસંદગીના ગાણિતિક વિધેયોનો ઉપયોગ કરીને વિવિધ શીર્ષકો હેઠળ ડેટાના કુલ સરવાળાની ગણતરી કરે છે.
06:43 "Cost" શીર્ષક હેઠળ ડેટાનો પેટાસરવાળો શોધીએ.
06:49 પ્રથમ, પંક્તિ નંબર 8 માંની એન્ટ્રી રદ કરો.
06:53 SN હેઠળના બધા ડેટા એક સાથે અકાઉન્ટ કરવા માટે પસંદ કરો.
06:59 આગળ, મેનુ બારમાંથી, "Data" અને "Subtotals" પર ક્લિક કરો.
07:04 Subtotals સંવાદ બૉક્સમાં, “Group by” ફિલ્ડમાંથી, "SN" પસંદ કરો.
07:11 આ સીરીયલ નંબર દ્વારા જૂથો બનાવે છે.
07:15 આગળ, “Calculate subtotals for” ફિલ્ડમાં "Cost" વિકલ્પ પર ક્લિક કરો.
07:21 આ તે હેઠળ આવેલ દરેક એન્ટ્રીની કુલ ગણતરી કરશે.
07:26 “Use function” ફિલ્ડ હેઠળ, "Sum" પસંદ કરો અને OK પર ક્લિક કરો.
07:33 નોંધ લો કે, “Costs” શીર્ષક હેઠળ એન્ટ્રીઓનો કુલ સરવાળો સ્પ્રેડશીટ પર દર્શાવવામાં આવેલ છે.
07:41 શીટની ડાબી બાજુએ 3 નવા ટૅબ્સ છે "1" "2" અને "3".
07:47 આ ટેબો ડેટાના 3 જુદા જુદા દષ્ટિકોણો આપે છે.
07:52 tab 1 પર ક્લિક કરો.
07:54 નોંધ લો કે, ફક્ત "Cost" હેઠળ આવેલ ડેટાનો કુલ સરવાળો પ્રદર્શિત થાય છે.
08:00 tab “2” પર ક્લિક કરો.
08:02 "Costs" હેઠળના ડેટા તેમજ કુલ સરવાળો પણ પ્રદર્શિત થાય છે.
08:08 હવે, tab “3” પર ક્લિક કરો.
08:11 આપણને "Costs" હેઠળના ડેટાનો કુલ સરવાળા સાથે શીટ નો વિગતવાર દ્રષ્ટિકોણ મળ્યો છે.
08:18 આ ફાઈલ બંધ કરીએ.
08:21 Save or Discard changes સંદેશ સાથે સંવાદ બોક્સ દેખાય છે .
08:26 Discard પર ક્લિક કરો.
08:28 હવે આ ફાઈલ ફરીથી ખોલો.
08:31 હવે, લીબરઓફીસ કેલ્કમાં "Validity" વિકલ્પ વિશે શીખીએ.
08:37 આ "Validity" વિકલ્પ સ્પ્રેડશીટમાં ડેટા માન્ય કરે છે.
08:41 આ સ્પ્રેડશીટમાં પસંદિત સેલો માટે "વેલીડેશન (માન્યતા) નિયમો" સ્પષ્ટ કરી કરવામાં આવે છે.
08:49 ઉદાહરણ તરીકે,“Personal-Finance-Tracker.ods” માં, આપણે વેલીડેશનનો ઉપયોગ કરીને ખરીદેલી આઇટમ્સ માટે ચુકવણી પદ્ધતિ સ્પષ્ટ કરી શકીએ છીએ.
08:59 હવે, ચાલો “Date” શીર્ષક અને તેના સમાવિષ્ટો રદ કરીએ.
09:04 ચાલો “Received” શીર્ષકની બાજુમાં “Mode of Payment” માટે બીજું શીર્ષક “M-O-P” તરીકે આપીએ.
09:12 “M-O-P” શીર્ષક નીચે, સેલો, "Items" શીર્ષક હેઠળ, ડેટા એન્ટ્રીઓ માટે, ચૂકવણીની પદ્ધતિ દર્શાવવા માટે ઉપયોગ કરી શકાય છે
09:21 જે ”Salary”,”Electricity Bills” અને અન્ય ઘટકો છે.
09:27 હવે, ”M-O-P” શીર્ષક નીચે ખાલી સેલ પર ક્લિક કરો.
09:33 આ "Salary" ઘટક માટે ચુકવણી પદ્ધતિ હશે.
09:38 હવે, મેનુબારમાંથી, "Data" અને "Validity" પર ક્લિક કરો.
09:43 "Validity" સંવાદ બોક્સ દેખાય છે.
09:47 "Criteria" ટેબ પર ક્લિક કરો.
09:50 “Allow” ફિલ્ડ ડ્રોપ ડાઉનમાંથી, "List" પર ક્લિક કરો.
09:55 "Entries" બોક્સ પોપ્સ અપ થાય છે.
09:58 પસંદ કરેલ સેલને વેલીડેટ કરતા દેખાતા વિકલ્પો દાખલ કરીએ.
10:05 ચાલો પ્રથમ ચુકવણી પદ્ધતિ તરીકે “In Cash” લખીએ અને પછી કીબોર્ડ પરથી "Enter" કી દબાવો.
10:13 આગળ,બીજી ચુકવણી પદ્ધતિ તરીકે “Demand Draft” લખીએ.
10:19 OK પર ક્લિક કરો.
10:21 પસંદ કરેલા સેલો વેલીડેટ થયા છે!
10:25 હવે, સાથે દર્શાવવામાં આવેલ ડાઉન એરો દબાવો.
10:30 શું તમે ચૂકવણી પદ્ધતિ તરીકે દાખલ કરેલા વિકલ્પો "Entries" બોક્સમાં જોઈ શકો છો?
10:36 નીચેના સેલો વેલીડેટ કરવા માટે, પ્રથમ ટૂલબાર પર “Format Paintbrush” વિકલ્પ પર ક્લિક કરો.
10:43 પછી, ડાબુ માઉસ બટન દબાવીને અને સેલો સાથે ખેંચીને વેલીડેટ થયેલા સેલની નીચેના સેલ પર ક્લિક કરો.
10:53 હવે, માઉસ બટન છોડો.
10:57 બધા પસંદ કરેલા સેલો એ જ રીતે વેલીડેટ થયેલ છે.
11:09 હવે “M-O-P” શીર્ષક નીચેના સેલ પર ક્લિક કરો અને પછી ડાઉન એરો પર ક્લિક કરો.
11:17 ચુકવણી પદ્ધતિ માટેના બંને વિકલ્પો દર્શાવવામાં આવેલ છે.
11:21 “In Cash” વિકલ્પ પસંદ કરો.
11:25 એ જ રીતે, તમે બનાવેલ ચુકવણી પદ્ધતિ અનુસાર, તમે દરેક વેલીડેટ થયેલ સેલમાં “Cash” અથવા “Demand Draft” પસંદ કરી શકો છો.
11:36 લીબરઓફીસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે:
11:42 સારાંશ માટે, આપણે શીખ્યા કે કેવી રીતે:

સ્પ્રેડશીટને પાસવર્ડ સુરક્ષિત કરવું. એક સ્પ્રેડશીટ અથવા સ્પ્રેડશીટમાં ટેબને પાસવર્ડ સુરક્ષિત કરવું. ડેટાબેઝ માટે શ્રેણીઓ વ્યાખ્યાયિત કરવું. આ Subtotal વિકલ્પ વાપરો. સેલોને વેલીડેટ કરવું.

12:01 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
12:04 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
12:07 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
12:11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
12:13 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
12:17 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
12:20 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
12:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે
12:31 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
12:39 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
12:42 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
12:50 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya