Difference between revisions of "Drupal/C2/Installation-of-Drupal/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 427: Line 427:
 
| 10:25
 
| 10:25
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આપેલ  
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આપેલ  
NMEICT, Ministry of Human Resource Development અને
+
NMEICT, Ministry of Human Resource Development અને
 
NVLI, Ministry of Culture, Government of India. વારા ફાળો અપાયેલ છે:
 
NVLI, Ministry of Culture, Government of India. વારા ફાળો અપાયેલ છે:
  

Revision as of 13:04, 7 October 2016

Time Narration
00:01 Installation of Drupal પરનાં spoken tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું Drupal ને ડાઉનલોડ કરવું અને તેને Ubuntu Linux અને Windows ઓપરેટીંગ સિસ્ટમ પર ઈંસ્ટોલ કરવું.
00:17 આ ટ્યુટોરીયલ માટે, તમને જરૂર રહેશે -

એક ચાલુ Internet જોડાણની જેથી તમે વેબમાંથી અદ્યતન આવૃત્તિ ઈંસ્ટોલ કરી શકો અથવા તમારી પાસે કદાચિત જોઈતી સ્થાનિક ફાઈલો હોય.

00:30 તમારી મશીનમાં કાં તો Ubuntu Linux અથવા Windows ઓપરેટીંગ સિસ્ટમ ઈંસ્ટોલ હોવી જોઈએ.
00:38 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આમાંની કોઈપણ ઓપરેટીંગ સિસ્ટમની જાણકારી હોવી જોઈએ.
00:45 Drupal ને ઈંસ્ટોલ કરવાની ઘણી બધી રીત છે.
00:48 આ ટ્યુટોરીયલ માટે, હું Bitnami Drupal Stack વાપરીશ કારણ કે આ એક અત્યંત સરળ સંસ્થાપન પદ્ધતિ છે.
00:57 Bitnami Drupal Stack ઈંસ્ટોલ કરવા માટે, તમને આપેલની જરૂર રહેશે:

Intel x86 અથવા એવુજ સુસંગત પ્રોસેસર

01:05 ઓછામાં ઓછી 256 MB RAM
01:08 ઓછામાં ઓછી 150 MB hard drive ની ખાલી જગ્યા અને
01:13 TCP/IP protocol નો આધાર.
01:16 નીચે કેટલીક સુસંગત ઓપરેટીંગ સિસ્ટમો આપેલી છે:
01:20 કોઈપણ x86 Linux operating system
01:24 કોઈપણ 32-bit Windows operating system જેવી કે Windows Vista, Windows 7, Windows 8, Windows 10, Windows Server 2008 કે Windows Server 2012.
01:41 કોઈપણ OS X operating system x86.
01:46 ચાલો આપણું પસંદિત વેબ બ્રાઉઝર ખોલીએ અને બતાવેલ URL પર જઈએ.
01:53 નીચેની તરફ સ્ક્રોલ કરીને Windows અને Linux ઓપરેટીંગ સિસ્ટમો માટે સંસ્થાપનો તપાસો.
02:01 તમને તમારી ઓપરેટીંગ સિસ્ટમ મુજબ installer પસંદ કરવું પડશે.
02:06 હું એક Linux યુઝર છું તેથી, હું Linux installer પસંદ કરીશ.
02:11 જો તમે Windows યુઝર હોવ તો, Windows માટે Drupal installer પસંદ કરો.
02:17 અહીં આપણે Drupal ની તમામ વિભિન્ન આવૃત્તિઓ જોઈ શકીએ છીએ.
02:22 તમે કઈ આવૃત્તિ ડાઉનલોડ કરવી છે જો તેની ખાતરી ન હોય તો, તમે Recommended આવૃત્તિ ડાઉનલોડ કરી શકો છો.
02:29 આ રેકોર્ડિંગ ચાલી રહ્યી છે એ સમય સુધી, Drupal 8.1.3Recommended આવૃત્તિ છે.
02:36 પ્રયાસ કરો ત્યાં સુધી તે બીજી કંઈપણ હોય શકે છે.
02:39 જમણી બાજુએ આવેલ Download બટન પર ક્લીક કરો.
02:43 Bitnami વેબસાઈટમાં એક ખાતું બનાવવા માટે પ્રોમ્પ્ટ કરતો એક popup window દ્રશ્યમાન થાય છે.
02:50 હમણાં માટે, “No thanks” પર ક્લીક કરો.
02:53 તરત જ, તે installer ને ડાઉનલોડ કરવાનું શરૂ કરશે. ફાઈલને save કરવા માટે OK બટન પર ક્લીક કરો.
03:01 આપેલ સંસ્થાપનનાં પગલાંઓ Windows તથા Linux ઓએસ માટે એકસમાન રહેશે.
03:07 તમારી પાસે જો Bitnami installer ફાઈલો છે તો, ડાઉનલોડ કરવાનાં બદલે તેને ઉપયોગમાં લો.
03:15 તમારું Downloads ફોલ્ડર ખોલો જ્યાં ડાઉનલોડ થયેલી installer file છે.
03:20 installer ફાઈલને રન કરવા માટે, આપણી પાસે admin access હોવો જોઈએ.
03:25 જો તમે એક Windows યુઝર હોવ તો, installer file પર જમણું ક્લીક કરો. અને ત્યારબાદ Run as administrator વિકલ્પ પસંદ કરો.
03:33 જો તમે એક Linux યુઝર હોવ તો, installer file પર જમણું ક્લીક કરીને Properties પસંદ કરો.
03:40 ત્યારબાદ Permissions ટેબ પર ક્લીક કરો. અને Allow executing file as program વિકલ્પનાં ચેક-બોક્સ પર ક્લીક કરો.
03:48 આ વિન્ડોને બંધ કરવા માટે Close બટન પર ક્લીક કરો.
03:52 હવે, installer ફાઈલ પર બમણું-ક્લીક કરો.
03:55 સંસ્થાપન હવે શરૂ થાય છે. Next બટન પર ક્લીક કરો.
04:01 અહીં આપણે સંસ્થાપન કરવા માટે જોઈતા કમ્પોનેન્ટોને પસંદ કરી શકીએ છીએ.
04:06 દરેક કમ્પોનેન્ટ પર ક્લીક કરીને પહેલા તેમનાં વિશે વિગતવાર માહિતી વાંચી લો.
04:12 હું એવું ઈચ્છું છું કે તમામ કમ્પોનેન્ટો પસંદ કરેલ રહે. Next બટન પર ક્લીક કરો.
04:18 આ વિન્ડોમાં, આપણે એ folder પસંદ કરવું પડશે જ્યાં આપણે Drupal ને સંસ્થાપિત કરવા ઇચ્છીએ છીએ.
04:24 હું મારૂ Home ફોલ્ડર પસંદ કરીશ.
04:27 Windows માં, તે મૂળભૂત C colon માં અથવા તો મુખ્ય ડ્રાઈવમાં સંસ્થાપિત થશે.
04:34 Next બટન પર ક્લીક કરો.
04:36 હવે આપણને એક Drupal admin account બનાવવું પડશે.
04:40 હું "Priya" તરીકે real name ટાઈપ કરીશ. આ નામ એપ્લિકેશનમાં દ્રશ્યમાન થશે.
04:47 અહીં તમારું પોતાનું નામ ટાઈપ કરો.
04:50 Email Address ફિલ્ડમાં, હું ટાઈપ કરીશ "priyaspoken@gmail.com".
04:56 કૃપા કરી તમારું પોતાનું પ્રમાણિત ઈમેઈલ એડ્રેસ વાપરો.
05:00 આગળ, આપણે એડમીનીસ્ટ્રેટર માટે આપણી પસંદનું username અને password આપવું પડશે.
05:07 Login user name માં, હું "admin" ટાઈપ કરીશ.
05:11 Password માં, હું એક પાસવર્ડ ટાઈપ કરીશ. પુષ્ટિ માટે પાસવર્ડ ફરીથી ટાઈપ કરો.
05:17 તમે તમારી પસંદનું કોઈપણ લોગીન નામ અને પાસવર્ડ ટાઈપ કરી શકો છો.
05:22 Next બટન પર ક્લીક કરો.
05:24 Linux માં, Apache માટે મૂળભૂત સાંભળનાર port8080 છે અને MySQL માટે તે 3306 છે.
05:34 Windows માં, તે 80 અને 3306 છે.
05:39 જો આ ports બીજી એપ્લિકેશનો દ્વારા પહેલાથી વપરાશમાં હોય તો, તે વાપરવા માટે વૈકલ્પિક ports માટે પ્રોમ્પ્ટ કરશે.
05:47 મારી મશીન પર મેં પહેલાથી જ MySQL સંસ્થાપિત કર્યું છે. તેથી તે એક વૈકલ્પિક ports માટે પ્રોમ્પ્ટ કરે છે.
05:54 હું 3307 આપીશ.
05:57 Next બટન પર ક્લીક કરો.
05:59 હવે આપણે આપણી Drupal site ને એક નામ આપવું પડશે. હું Drupal 8 તરીકે નામ ટાઈપ કરીશ.
06:06 તમે તમારા પસંદનું કોઈપણ નામ આપી શકો છો.
06:10 Next બટન પર ક્લીક કરો.
06:12 અહીં તે આપણને Bitnami Cloud Hosting માટે પૂછે છે. હમણાં માટે, મને આ જોઈતું નથી.
06:19 તો, તેને નાપસંદ કરવા માટે ચેક-બોક્સ પર ક્લીક કરો.
06:23 ત્યારબાદ Next બટન પર ક્લીક કરો.
06:26 Drupal હવે સંસ્થાપન થવા માટે તૈયાર છે. Next બટન પર ક્લીક કરો.
06:31 સંસ્થાપનને પૂર્ણ કરવા માટે તે અમુક મિનિટો લઇ શકે છે.
06:36 સંસ્થાપન પૂર્ણ થઇ જાય એ બાદ, ખાતરી કરી લો કે Launch Bitnami Drupal Stack એ ચેક કરેલ હોય.
06:43 ત્યારબાદ Finish બટન પર ક્લીક કરો.
06:46 Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો આપમેળે ખુલે છે.
06:51 તમામ ચાલી રહેલી સર્વિસોને જોવા માટે Manage Servers ટેબ પર ક્લીક કરો.
06:56 અહીં આપણે જોઈ શકીએ છીએ કે MySQL Database અને Apache Web Server અત્યારે ચાલી રહયા છે.
07:02 નોંધ લો Drupal પર કામ કરવા માટે આપણને એક database ની જરૂર છે જેમ કે MySQL, PostgreSQL અથવા Oracle
07:11 એક web server ની જેવું કે Apache અથવા Nginx.
07:16 મૂળભૂત રીતે, Bitnami Drupal Stack MySQL database અને Apache web server સાથે આવે છે.
07:23 control window પર પાછા ફરીએ.
07:26 યોગ્ય બટનો પર ક્લીક કરીને આપણે, સર્વિસો સ્ટાર્ટ, સ્ટોપ તથા રીસ્ટાર્ટ કરી શકીએ છીએ.
07:33 ચાલો Welcome ટેબ પર ક્લીક કરો.
07:36 Drupal ને ચાલુ કરવા માટે, જમણી બાજુએ આવેલ Go to Application બટન પર ક્લીક કરો.
07:42 બ્રાઉઝર bitnami પુષ્ઠ સહીત આપમેળે ખુલે છે.
07:46 હવે, Access Drupal લીંક પર ક્લીક કરો. આપણે આપણી Drupal વેબસાઈટ પર પુનઃદિશામાન થયા છીએ.
07:54 નોંધ લો વેબસાઈટનું નામ Drupal 8 છે.
07:58 website પર લોગીન કરવા માટે, ઉપર જમણે ખૂણે આવેલ Log in લીંક પર ક્લીક કરો.
08:03 ચાલો પહેલા બનાવેલ આપણું user name અને password ટાઈપ કરીએ.
08:11 હવે, Login બટન પર ક્લીક કરો.
08:14 address bar માં, આપણે આપણી વેબસાઈટનું એડ્રેસ જોઈ શકીએ છીએ http://localhost:8080/drupal/user/1.
08:27 આગળનાં ટ્યુટોરીયલમાં, આપણે /user/1 શું છે તે શીખીશું.
08:32 localhost નાં બદલે, તે તમને કદાચિત 127.0.0.1 દર્શાવી શકે છે, જે કે તમારી સિસ્ટમ કોન્ફીગરેશન પર આધારિત છે.
08:42 આગળથી, આપણે વેબ એડ્રેસ વડે Drupal ને એક્સેસ કરી શકીએ છીએ.

localhost colon 8080 slash drupal અથવા localhost slash drupal

જો Apacheport 80 પર સાંભળી રહ્યો છે.

08:57 ચાલો જોઈએ કે Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડોને કેવી રીતે એક્સેસ કરી શકાય છે.
09:03 તમે જો એક Linux યુઝર છો તો, આ પગલાંઓને અનુસરો.
09:07 File browser પર જાવ.
09:10 ત્યારબાદ ડાબા સાઈડબારમાં, Places અંતર્ગત Home પર ક્લીક કરો.
09:15 હવે, યાદીમાંથી drupal hyphen 8.1.3 hyphen 0 folder પર બમણું-ક્લીક કરો.
09:23 અહીં તમને manager hyphen linux hyphen x64.run ફાઈલ મળશે. તેને ખોલવા માટે તેના પર બમણું-ક્લીક કરો.
09:33 જો તમે એક Windows યુઝર છો તો, Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Tool પર જાવ.
09:44 Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો ખુલશે.
09:48 જેટલીવાર તમે Drupal ખોલો છો ત્યારે, તપાસ કરી લો કે તમામ સર્વરો ચાલી રહયાં છે કે નહીં.
09:54 આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:57 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે Drupal ને Ubuntu Linux અને Windows ઓપરેટીંગ સિસ્ટમ પર સંસ્થાપિત કરવાનું શીખ્યા.
10:07 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
10:14 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
10:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આપેલ

NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture, Government of India. વારા ફાળો અપાયેલ છે:

10:36 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki, PoojaMoolya