Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Images-and-Graphics/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 135: Line 135:
 
|-
 
|-
 
||2:27
 
||2:27
||બીજું, તે વપરાશકર્તાને બંને ફાઈલો જુદી જુદી રીતે સુધારીત કરવા હેતુ એનેબલ (સક્રીય) કરે છે.
+
||બીજું, તે યુઝરને બંને ફાઈલો જુદી જુદી રીતે સુધારીત કરવા માટે સક્રીય કરે છે.
  
 
|-
 
|-
 
||2:32
 
||2:32
 
||ઈમેજ ફાઈલમાં થયેલ કોઈપણ ફેરફારો,
 
||ઈમેજ ફાઈલમાં થયેલ કોઈપણ ફેરફારો,
સ્પ્રેડશીટમાં લીંક થયેલ ઈમેજમાં, રીફ્લેક્ટ (દેખાવવું) થયા હશે.  
+
સ્પ્રેડશીટમાં લીંક થયેલ ઈમેજમાં, દેખાશે.  
  
 
|-
 
|-
 
||2:39
 
||2:39
||ચાલો Image 2 નો રંગ બદલીએ, જે ફાઈલને ભૂખરાં રંગ તરીકે લીંક થયો છે.
+
||Image 2 નો રંગ બદલીએ, જે ફાઈલને ભૂખરાં રંગ તરીકે લીંક થયો છે.
  
 
|-
 
|-

Revision as of 17:53, 27 February 2013

Resources for recording

Images and graphics in Calc


VISUAL CUE NARRATION
00:00 લીબરઓફીસ કેલ્કમાં ઈમેજો (ચિત્રો) દાખલ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે નીચેનું શીખીશું :
00:09 ડોક્યુંમેંટમાં ઈમેજ ફાઈલ દાખલ કરવું.
00:13 ઉદાહરણ તરીકે - jpeg, png અથવા bmp.
00:19 અહીં આપણે, ઉબન્ટુ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ઉપયોગમાં લઇ રહ્યા છીએ
00:28 સ્પેડશીટમાં ઈમેજો નીચે દ્વારા દાખલ કરી શકાય છે,
  • ઈમેજ ફાઈલને સીધી દાખલ કરવી
  • ગ્રાફીકસ પ્રોગ્રામથી,
  • ક્લીપબોર્ડની મદદ વડે અથવા
  • ગેલેરી માંથી
00:39 આપણે આ દરેક વિશે વિગતમાં ચર્ચા કરીશું.
00:43 “Personal-Finance-Tracker.ods” સ્પ્રેડશીટ ખોલીએ.
00:48 પહેલા, sheet 2 પસંદ કરીએ.
00:51 આ શીટ્સમાં ઈમેજીશ દાખલ કરીશું.
00:54 સેલ પસંદ કરી પિક્ચરો દાખલ કરવું, એ સારી આદત છે.
00:59 જો ઈમેજ પહેલાથીજ તમારા કોમપ્યુંટર પર સંગ્રહીત હોય, તો તમે પહેલા “Insert” પર ક્લિક કરી તેને દાખલ કરી શકો છો.
1:06 અને ત્યારબાદ “Picture” અને “From File” પસંદ કરીને.
1:10 હવે તમે જે ઈમેજને દાખલ કરવા માંગો છો તેને લોકેટ (સ્થાન નિર્ધારિત કરવું) કરો.
1:14 મેં પહેલાથી જ કેટલીક ઈમેજીશ ડેસ્કટોપ પર “Images” નામના ફોલ્ડરમાં સંગ્રહીત કરી છે.
1:20 હું “Image1” પસંદ કરીશ.
1:24 આપણે ઈમેજનું નામ “Location” ફીલ્ડમાં જોશું.
1:28 “Open” બટન પર ક્લિક કરો.
1:31 અવલોકન કરો કે ઈમેજ સ્પ્રેડશીટમાં દ્રશ્યમાન થાય છે
1:38 તેને લીંક કરી બીજું એક પિક્ચર દાખલ કરીએ.
1:42 પહેલા એક નવો સેલ પસંદ કરીએ.
1:45 હવે, “Insert” અને “Picture” પર ક્લિક કરી “From File” પસંદ કરીશું. બીજી ઈમેજ પસંદ કરીશું.
1:55 હવે “Image 2” પર ક્લિક કરો.
1:58 ઈમેજને ડોક્યુંમેંટ સાથે લીંક કરવા માટે, “Link” વિકલ્પ ચેક કરી “Open” પર ક્લિક કરો.
2:05 પ્રદર્શિત થયેલ ડાયલોગ બોક્સમાં, “Keep Link” બટન પર ક્લિક કરો.
2:11 પિક્ચર હવે ફાઈલને લીંક થયેલ છે.
2:15 લીંકીંગ (જોડાણ કરવું)
2:17 જયારે આપણે ફાઈલને લીંક કરીએ છીએ :

પહેલા, તે સ્પ્રેડશીટનાં માપને ઓછું કરે છે જયારે તે સંગ્રહીત થાય છે.

2:23 કારણ કે આપણી સ્પ્રેડશીટ ઈમેજ ધરાવતી નથી.
2:27 બીજું, તે યુઝરને બંને ફાઈલો જુદી જુદી રીતે સુધારીત કરવા માટે સક્રીય કરે છે.
2:32 ઈમેજ ફાઈલમાં થયેલ કોઈપણ ફેરફારો,

સ્પ્રેડશીટમાં લીંક થયેલ ઈમેજમાં, દેખાશે.

2:39 Image 2 નો રંગ બદલીએ, જે ફાઈલને ભૂખરાં રંગ તરીકે લીંક થયો છે.
2:46 આ પીક્ચરને એડીટ (સુધારણા) કરવા હેતુ હું પિક્ચર એડીટર GIMP ને ઉપયોગમાં લઇ રહ્યી છું.
2:50 તમે કોઈપણ એડીટરને વાપરી શકો છો જે તમારા મશીન (કોમપ્યુંટર) પર સંસ્થાપિત હોય.
2:54 પહેલા ચાલો "Personal-Finance-Tracker.ods" ને સંગ્રહીત કરીએ અને બંધ કરીએ
3:01 આગળ, ઈમેજીસ ફોલ્ડર પર જાવ.
3:04 "Image 2" ને પસંદ કરો.
3:06 હવે, જમણું ક્લિક કરીને Open with GIMP પસંદ કરો.
3:10 Image 2 GIMP માં ખુલે છે.
3:13 હવે ચાલો પિક્ચરને રંગમાંથી ગ્રેસ્કેલ (ભૂખરાં રંગ) માં બદલી કરીએ.
3:18 હવે, ઈમેજને સંગ્રહીત કરીને બંધ કરો.
3:22 ચાલો Personal-Finance-Tracker.ods ખોલીએ.
3:26 Image 2 હવે ગ્રેસ્કેલમાં દ્રશ્યમાન થાય છે.
3:30 જયારે કે, ફાઈલને લીંક કરવાનો એક મોટો ગેરફાયદો છે કે,

જયારે પણ તમે આ સ્પ્રેડશીટને જુદા કોમપ્યુંટર અથવા વપરાશકર્તાને મોકલવા ઈચ્છો છો,

3:40 તમને બંનેને મોકલવું પડશે, સ્પ્રેડશીટ એ જ પ્રમાણે ઈમેજ ફાઈલને.
3:44 જેનો અર્થ છે, તમને હંમેશા એ સ્થાનનું ટ્રેક રાખવું પડશે જ્યાં તમે બંને ફાઈલને સંગ્રહીત કરી રહ્યા છો.
3:52 ચાલો આ ઈમેજને સ્પ્રેડશીટની જમણી બાજુએ ખસેડીએ
3:58 બીજી અન્ય પદ્ધતિ ઈમેજને એક સ્પ્રેડશીટમાં દાખલ કરવાની એ છે કે તેને તેના ફોલ્ડરમાંથી ડ્રેગ (ખસેડવું) કરવી
4:05 જ્યાં તમે ઈમેજને સંગ્રહીત કરી છે અને તેને તમારા સ્પ્રેડશીટ પર ડ્રોપ (એક સ્થાને મુકવું) કરવી.
4:09 ચાલો એક ઈમેજને ડ્રેગ અને ડ્રોપ કરીએ.
4:12 હવે ઈમેજ ફાઈલને સીધી રીતે તમારી સ્પ્રેડશીટમાં ડ્રેગ અને ડ્રોપ કરો જ્યાં તમે તેને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો.
4:19 તમે જુઓ છો કે ઈમેજ તમારા ડોક્યુંમેંટમાં દાખલ થાય છે.
4:23 ચાલો આ ફેરફાર CTRL અને Z દાબીને અનડૂ (પહેલા હતું તેવું) કરીએ.
4:29 હવે ચાલો ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ વાપરીને ઈમેજને લીંક કરીએ.
4:34 આ પણ સરળ છે!

ફક્ત “Control” અને “Shift” કી દબાવીને પકડી રાખો

4:40 જયારે ઈમેજને સ્પ્રેડશીટમાં ડ્રેગ કરી રહ્યા છો.
4:44 ઈમેજ ફાઈલ હવે ડોક્યુંમેંટને લીંક (જોડાણ) થયેલી છે.
4:48 ચાલો CTRL અને S બંને કી સાથે દબાવીને આ કેલ્ક ફાઈલને સંગ્રહીત કરીએ.
4:54 હવે ચાલો આ ફાઈલને બંધ કરીએ.
4:58 હવે ચાલો જ્યાં ઈમેજ સ્થાનાંકિત છે એ ફોલ્ડરમાં જઈએ.
5:02 ચાલો “Image 3.jpg” ને રીનેમ (ફરી નામ બદલવું) કરીએ, જે આપણે ફાઈલમાં “Image4.jpg” તરીકે દાખલ કરી હતી.
5:12 હવે “Personal Finance Tracker.ods” ફાઈલને ફરીથી ખોલો.
5:18 તમે જુઓ છો કે લીંક થયેલ ઈમેજ હવે દ્રશ્યમાન નથી!
5:22 લીંક થયેલ માર્ગ એક એરર (ત્રુટી) દર્શાવે છે!
5:25 ચાલો આપણે આ લીંક રદ્દ કરીએ.
5:28 આ ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઈનમેંટ (સોપણી) કરો.
5:32 કેલ્ક શીટમાં એક ઈમેજને એક લીંક તરીકે દાખલ કરો, તેને સંગ્રહીત કરો અને બંધ કરો.
5:38 હવે એ ફોલ્ડર પર જાવ જ્યાં ઈમેજ સંગ્રહીત છે અને ઈમેજને રદ્દ કરો.
5:43 કેલ્ક ફાઈલમાં ઈમેજ હજુપણ દ્રશ્યમાન છે કે તે માટે તેને ખોલીને તપાસ કરો.
5:49 હવે ઈમેજ ફોલ્ડરમાં ઈમેજને પાછી પેસ્ટ (ચોંટાડવું) કરો.
5:53 તપાસ કરો કે ઈમેજ કેલ્ક ફાઈલમાં દ્રશ્યમાન છે કે નહી.
5:57 “Standard” ટૂલબારની જરા નીચે આવેલા એક નવા ટૂલબારની નોંધ લો.
6:02 આ “Picture” ટૂલબાર છે.
6:04 “Picture” ટૂલબારની ઉપરની બાજુએ ડાબી તરફ આવેલું “Filter” બટન ઈમેજના દેખાવને બદલી કરવાનાં અનેક વિકલ્પો આપે છે.
6:13 ચાલો CTRL અને Z દાબીને આને અનડૂ કરીએ.
6:18 “Graphics mode” બટન પાસે ઈમેજને ગ્રેસ્કેલ [ભૂખરી], બ્લેક-એન્ડ-વ્હાઈટ [કાળી અને સફેદ] અથવા વોટરમાર્ક જેવી બદલી કરવાનાં વિકલ્પો છે.
6:26 “Picture” ટૂલબાર પર બીજા અન્ય વિકલ્પો છે જે આપણે પછીથી આવરી લેશું.
6:32 આગળ આપણે શીખીશું કે ઈમેજને ક્લીપબોર્ડમાંથી કેવી રીતે દાખલ કરવી.
6:37 કોઈ એક ક્લીપબોર્ડ પર સંગ્રહીત થયેલ ઈમેજોને કોપી કરી શકે છે, એક લીબરઓફીસ સ્પ્રેડશીટમાંથી બીજામાં.
6:44 ચાલો એક નવી સ્પ્રેડશીટ બનાવીએ અને તેને “abc.ods” જેમ નામ આપીએ.
6:50 આ આપણું ટાર્ગેટ (લક્ષ્યાંક) ડોક્યુંમેંટ છે.
6:53 આપણી પાસે આપણી “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં પહેલાથીજ એક ઈમેજ છે.
6:59 આ આપણું સ્ત્રોત ડોક્યુંમેંટ છે.
7:02 હવે જે ઈમેજ ફાઈલને કોપી કરવી છે તેને સ્ત્રોત ફાઈલમાંથી પસંદ કરો.
7:06 ઈમેજને કોપી કરવા માટે “CTRL” અને “C” બંને કી સાથે દબાવો.
7:11 ઈમેજ હવે ક્લીપબોર્ડ પર સંગ્રહીત થઇ ગયી છે.
7:15 હવે ટાર્ગેટ ડોક્યુંમેંટ પર સ્વીચ (પર જવું) કરો, જે “abc.ods” છે.
7:21 “abc.ods” માં જ્યાં તમે તમારી સંગ્રહીત ઈમેજને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો એ જગ્યા પસંદ કરો.
7:28 હવે ડોક્યુંમેંટમાં ઈમેજ દાખલ કરવા માટે “CTRL” અને “V” બંને કી સાથે દબાવો.
7:35 આપણે જોઈએ છીએ કે ઈમેજ આપણી ટાર્ગેટ ફાઈલમાં દાખલ થઇ ગયી છે.
7:42 હવે આપણે શીખીશું કે ઈમેજોને સીધી રીતે કેલ્ક ગેલેરીમાંથી કેવી રીતે ઉમેરવી.
7:48 “Gallery” ઈમેજ એજ પ્રમાણે ધ્વનીઓ ધરાવે છે જે તમે તમારી સ્પ્રેડશીટમાં દાખલ કરી શકો છો.
7:54 ચાલો જોઈએ આને કેવી રીતે કરવું છે.
7:57 સ્ટેનડર્ડ ટૂલબારમાં “Gallery” આઇકોન પર ક્લિક કરો.
8:01 વૈકલ્પિક રીતે, મેનૂબારમાં “Tools” વિકલ્પ પર ક્લિક કરો અને ત્યારબાદ તેને ખોલવા માટે “Gallery” પર ક્લિક કરો.
8:09 હવે એ ઈમેજો દ્વારા જાવ જે “Gallery” પૂરી પાડે છે અને તમે જે ઈમેજ તમારા ડોક્યુંમેંટમાં દાખલ કરવા માટે ઈચ્છો છો તેના પર ક્લિક કરો.
8:18 ઈમેજને “Gallery” માંથી ડ્રેગ કરો

અને તમે જ્યાં દાખલ કરવા માટે ઈચ્છો છો ત્યાં સ્પ્રેડશીટમાં તેને ડ્રોપ કરો.

8:26 તમે જુઓ છો કે ઈમેજો આપણી “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં દાખલ કરાય છે.
8:34 'LibreOffice Calc' પરનાં આ મૌખિક ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે.
8:39 સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે -

એક ઈમેજ ફાઈલને અનેક અલગ અલગ રીતે એક સ્પ્રેડશીટમાં દાખલ કરવી

8:46 જેમ કે
  • એક ફાઈલમાંથી
  • ક્લીપબોર્ડમાંથી અથવા
  • એક ગેલેરીમાંથી
8:52 આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો
8:55 તે મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે
8:58 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
9:03 મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ

મૌખિક ટ્યુટોરીયલોની મદદથી કાર્યશાળાઓ (વર્કશોપો) નું આયોજન કરે છે.

9:08 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
9:12 વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
9:19 મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે
9:23 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
9:31 આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે

સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો

9:41 આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya