Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Using-Charts-and-Graphs/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 83: Line 83:
 
|-
 
|-
 
||2:04
 
||2:04
||તો સેલ '''“SN”''' પર ક્લિક કરો અને માઉસનાં બટનને છોડ્યા વગર, કર્સરને છેલ્લી સેલ જેમાં '''“700”''' છે ત્યાં સુધી ડ્રેગ (ખસેડવું) કરો.
+
||તો સેલ “SN” પર ક્લિક કરો અને માઉસનાં બટનને છોડ્યા વગર, કર્સરને છેલ્લા સેલ જેમાં “700” છે ત્યાં સુધી ખસેડો.    
  
 
|-
 
|-

Revision as of 16:22, 21 February 2013

Resources for recording Using Charts and graphs in Calc


Time Naration
0:00 લીબરઓફીસ કેલ્ક - સ્પ્રેડશીટમાં આલેખો દાખલ કરવા પરના મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
0:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આ પ્રમાણે શીખીશું:
0:11 આલેખો બનાવવા, એડીટ (સુધારણા)અને ફોર્મેટ (દેખાવ બદ્દલ સુધારણા) કરવા.
0:14 આલેખોને રીસાઈઝ (માપમાં ફેરબદલ) કરવા અને ખસેડવા.
0:18 આપણે ઉબૂંટુ લીનક્સ આવૃત્તિ '10.04' અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ '3.3.4' વાપરી રહ્યા છીએ.
0:27 તો ચાલો લીબરઓફીસ કેલ્કમાં વિવિધ વ્યુંવીંગ (જોઈ શકાય એવાં) વિકલ્પો વિશે શીખવાની શરૂઆત કરીએ.
0:32 વાંચક સમક્ષ માહિતી પ્રસ્સ્તુત કરવા આલેખો શક્તિશાળી માર્ગો સાબિત થઇ શકે છે.
0:37 તમારા ડેટા (માહિતી) માટે લીબરઓફીસ કેલ્ક આલેખોના વિવિધ પ્રકારના ફોર્મેટો અર્પણ કરે છે.
0:43 કેલ્ક વાપરી, તમે આલેખોમાં નોંધપાત્ર ક્ષેત્રે પણ જરૂરિયાત અનુસાર ફેરફાર કરી શકો.
0:48 ચાલો આપણી 'personal finance tracker.ods' શીટને ખોલીએ.
0:53 અને ચાલો આપણી શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓ માટે ખર્ચેલી રકમને ભરીએ.
0:59 આપણે “E3” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરીશું અને “6500” રકમ તરીકે ટાઈપ કરીશું.
1:06 હવે સ્તંભમાં નીચે જતા, રકમો

"1000","625","310" અને "2700" અનુક્રમે "E4","E5","E6" અને "E7" સેલોમાં દાખલ કરીશું.

1:26 આગળ આપણે શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓ માટે મેળવેલ રકમોને ભરીશું.
1:31 તો "F3" તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરી "500" રકમ તરીકે ટાઇપ કરીએ.
1:37 હવે નીચે સ્તંભમાં જતા , આપણે અનુક્રમે F4,F5,F6 અને F7" સેલોમાં "200",75,10 અને 700 તરીકે રકમો ટાઈપ કરીશું.
1:54 ચાલો હવે શીખીએ કે આ કોષ્ટક માટે એક આલેખ કેવી રીતે બનાવાય.
1:58 આલેખ બનાવવા માટે, આપણે જે ડેટા (માહિતી)ને આલેખમાં સમાવવા માંગીએ છીએ તેને સૌ પ્રથમ પસંદ કરવું પડશે.
2:04 તો સેલ “SN” પર ક્લિક કરો અને માઉસનાં બટનને છોડ્યા વગર, કર્સરને છેલ્લા સેલ જેમાં “700” છે ત્યાં સુધી ખસેડો.
2:14 હવે મેનૂ બારમાંથી “Insert” વિકલ્પ પર ક્લિક કરો અને ત્યારબાદ “Chart” વિકલ્પ પર ક્લિક કરો.
2:21 તમે જુઓ છો કે તારીખ સાથે મૂળભૂત ચાર્ટ વર્કશીટમાં દાખલ થાય છે.
2:27 સાથે સાથે એક "Chart Wizard" ડાયલોગ બોક્સ (સંવાદ ખાનું) ખુલે છે.
2:32 "Chart Wizard" દર્શાવે છે કે મૂળભૂત ચાર્ટ પસંદ કરાયેલું છે.
2:36 આ મૂળભૂત ચાર્ટ તમે ચાર્ટ વિઝાર્ડમાં કરેલા ફેરફારોને રીફ્લેક્ટ (આપેલ અસરને દર્શાવવી) કરવા હેતુ સુધારાઓ કરે છે.
2:42 "Chart Wizard" ડાયલોગ બોક્સના ત્રણ મુખ્ય ભાગો છે, ચાર્ટને સુયોજિત કરવામાં સામેલ પગલાંઓ, ચાર્ટનાં પ્રકારોની પસંદગી, અને દરેક ચાર્ટ પ્રકાર માટે વિકલ્પો.
2:55 “3D Look” વિકલ્પ ચેક (ખુણ કરીને પસંદગી કરવી) કરીને, આપણે ચાર્ટ ડીસ્પ્લે (પ્રદર્શન) ને ત્રણ પરિમાણમાં પણ મેળવી શકીએ છીએ.
3:03 ચાલો આ વિકલ્પોને અજમાવીએ.
3:05 “Choose a chart type” વિકલ્પમાં આપણે “Bar” વિકલ્પ પર ક્લિક કરીશું.
3:11 અવલોકન કરો કે સેમ્પલ (નમૂનો) ચાર્ટ કોષ્ટકમાં ડેટા (માહિતી) નાં રજૂઆતને “Bar” ફોર્મેટ (રૂપ) માં દર્શાવે છે.
3:19 એજ રીતે તમે બીજાં અન્ય વિકલ્પો પર ક્લિક કરી શકો છો જેમ કે “Pie”, <અટકો> “Area”, <અટકો> “Bubble” <અટકો>
3:28 અને “Choose a chart type field” અંદર આવેલા બીજા ઘણા વિકલ્પો અને જોઈતા પ્રકારનાં ચાર્ટને મેળવી શકો છો.
3:35 “Steps” વિકલ્પની અંદર, આપણી પાસે “Data Range” નામનો બીજો એક વિકલ્પ છે.
3:40 આ વિકલ્પને વાપરીને, તમે ચાર્ટમાં રજૂઆત કરવાં ઈચ્છતા ડેટાની શ્રેણીને જાતેથી એડીટ (સુધારણા) કરી શકો છો.
3:48 ડેટા પ્લોટ (આલેખ) કરવાનો મૂળભૂત વિકલ્પ “Data series in columns” છે.
3:54 એના બદલે “Data series in rows” ને વાપરીને, આપણે કેવી રીતે ડેટાને પ્લોટ કરવા ઈચ્છીએ છીએ એની દિશા બદલી શકીએ છીએ.
4:02 આ ઉપયોગી છે જો તમે ચાર્ટની શૈલીને ઉપયોગમાં લો છો જેમ કે તમારા ડેટાને દર્શાવવા માટે “Column” ને.
4:10 છેલ્લે, તમે પસંદ કરી શકો છો કે

“First row as label” ને વાપરવી

4:24 કે “First column as label” ને,
4:28 અથવા આ બંનેને ચાર્ટની ધરીઓ પર લેબલો તરીકે.
4:34 ત્યારબાદ ફરીથી કોલમમાં ડેટા સીરીઝ (માહિતી શૃંખલા) પર ક્લિક કરો.
4:38 હવે આપણા સેમ્પલ ચાર્ટમાં, જો આપણે “Received” મથાળા હેઠળ આવેલ ડેટાને રદ્દ કરવાં ઈચ્છીએ છીએ, તો આપણે આવું કરી શકીએ છીએ “Data range” ફીલ્ડ (ક્ષેત્ર) ની અંદર પહેલું ક્લિક કરીને.
4:49 અને ત્યારબાદ શ્રેણી “$A$1 is to $F$7” થી “$A$1 is to $D$7” ને એડીટ (સુધારણા) કરીને.
5:03 અવલોકન કરો કે “Received” મથાળા અંતર્ગત આવેલ ડેટા, હવે ચાર્ટમાં રજૂઆત થયો નથી.
5:11 આગળ, ચાલો જોઈએ કે “Data Series” શું કરે છે.
5:15 નોંધ લો અહીં 5 હરોળો છે, જે આપણી સ્પ્રેડશીટમાં કુલ હરોળોની માહિતીને રજૂઆત કરે છે.
5:21 “Add” અને “Remove” બટનો આપણને ચાર્ટમાંથી માહિતીની હરોળોને ઉમેરવાની અથવા રદ્દ કરવાની પરવાનગી આપશે.
5:29 આપણે “Up” અને “Down” બટનોનાં ઉપયોગ વડે પણ ડેટાની ફરી ગોઠવણી કરી શકીએ છીએ.
5:34 તેથી ચાર્ટમાં ડેટા શું છે અને તેને કેવી રીતે રજૂઆત કરવું એ પસંદ કર્યા પછી, ડાયલોગ બોક્સમાં “Finish” બટન પર ક્લિક કરો.
5:43 તમે જુઓ છો કે ચાર્ટ સ્પ્રેડશીટમાં દાખલ થાય છે.
5:47 સ્પ્રેડશીટમાં ચાર્ટોને કેવી રીતે દાખલ કરવું એ શીખ્યા પછી,
5:51 આપણે હવે શીખીશું કે લીબરઓફીસ કેલ્કમાં ચાર્ટોને ફોર્મેટ કેવી રીતે કરવું.
5:56 “Format” મેનું ઘણા વિકલ્પો ધરાવે છે ફોર્મેટ કરવા માટે
6:00 અને ચાર્ટનાં દેખાવને ફાઈન-ટ્યુનિંગ (ઝીણવટ લય) કરવા માટે.
6:04 ચાલો આપણે સ્પ્રેડશીટમાં દાખલ કરેલા ચાર્ટને ફોર્મેટ કરીએ.
6:08 તો, ચાર્ટ પર બમણું-ક્લિક કરો જેથી કરીને તે ભૂખરી કિનારી દ્વારા બંધાઈ જાય
6:13 એ દર્શાવવા માટે કે તે “Edit” અવસ્થામાં છે.
6:18 હવે મુખ્ય મેનૂમાં “Format” વિકલ્પ પર ક્લિક કરો.
6:22 તમે જુઓ છો કે ડ્રોપ ડાઉન મેનૂ ઘણા ફોર્મેટિંગ વિકલ્પોની સંખ્યા ધરાવે છે જેમ કે “Format Selection”, “Position and Size”, “Arrangement”, “Chart Wall”, “Chart Area” અને બીજા ઘણા બધાં.
6:37 તે ચાર્ટની સ્થિતિ નિર્ધારણ હેતુ, ચાર્ટનાં બેકગ્રાઉન્ડ (પુષ્ઠ્ભુમી) અને શીર્ષકની વ્યવસ્થા કરવા હેતુ અને ફોર્મેટ કરવા હેતુ ઉપયોગમાં લેવાય છે.
6:44 આપણે એક એક કરીને સૌથી વારંવાર વપરાતા ફોર્મેટિંગ વિકલ્પો વિશે શીખીશું.
6:49 “Format Selection” વિકલ્પ “Chart Area” મથાળા સાથે એક ડાયલોગ બોક્સ ખોલે છે.
6:56 અવલોકન કરો અહીં 3 ટેબો છે - “Borders”, “Area” અને “Transparency”.
7:03 મૂળભૂત રીતે “Borders” ટેબ પસંદ કરાયેલી છે.
7:07 ચાલો ચાર્ટનાં કિનારીની શૈલી અને રંગને બદલી કરીએ.
7:11 આવું કરવા માટે, “Style” ફીલ્ડ ક્લિક કરીને “Continuous” પસંદ કરો.
7:16 ત્યારબાદ એજ રીતે “Color” ફીલ્ડમાં “Green” પર ક્લિક કરો.
7:21 હવે “OK” બટન પર ક્લિક કરો.
7:26 નોંધ લો કે ચાર્ટ કિનારીની શૈલી અને રંગ એ અનુસાર બદલી રહ્યી છે.
7:31 “Title” વિકલ્પ ચાર્ટ અને તેની ધરીઓનાં શીર્ષકને ફોર્મેટ કરે છે.
7:36 “Axis” વિકલ્પ ચાર્ટને બનાવનાર રેખાઓને ફોર્મેટ કરે છે
7:41 એ જ પ્રમાણે એ લખાણનાં ફોંટને પણ જે X અને Y બંને ધરીઓ પર દ્રશ્યમાન થાય છે.
7:46 આ તમામ વિકલ્પોને તમારી રીતે સંશોધન કરો એ શીખવા હેતુ કે આ શું કરે છે.
7:53 કેલ્ક ચાર્ટ વિસ્તારનાં બેકગ્રાઉન્ડને બદલવા હેતુ પણ વિકલ્પો પુરા પાડે છે.
7:58 ચાર્ટ વિસ્તાર એ વિસ્તાર છે જે ચાર્ટ ગ્રાફીક (ચિત્રકામ), મુખ્ય શીર્ષક અને કીનો સમાવેશ કરીને એમની ફરતે આવેલ છે.
8:05 ચાર્ટ વિસ્તાર ફોર્મેટ કરવા માટે, “Format” વિકલ્પ પર ક્લિક કરો અને “Chart Wall” પસંદ કરો.
8:12 તમે જુઓ છો કે એક ડાયલોગ બોક્સ “Chart Wall” મથાળા સાથે દ્રશ્યમાન થાય છે.
8:17 “Style” ફીલ્ડ “Continuous” દર્શાવે છે કારણ કે આ આપણી છેલ્લી પસંદ હતી.
8:22 “Color” ફીલ્ડમાં, ચાલો “Red” પર ક્લિક કરો.
8:26 આપણે માપને “0.20” સે. મી. માં પણ બદલીશું.
8:31 હવે “OK” બટન પર ક્લિક કરો.
8:35 તમે જુઓ છો કે ચાર્ટ વિસ્તારની શૈલી અને રંગ બદલાય છે. <અટકો>
8:41 આગળ આપણે ચાર્ટમાં ઘટકોને કેવી રીતે રીસાઈઝ (માપમાં ફરીથી ફેરફાર કરવું) કરવું અને ખસેડવું એ વિશે શીખીશું.
8:46 એક ચાર્ટને રીસાઈઝ કરવા માટે, સેમ્પલ ચાર્ટ પર ક્લિક કરો.
8:51 તમે જુઓ છો કે લીલા હાથા ચાર્ટની ફરતે દ્રશ્યમાન થાય છે.
8:54 ચાર્ટનું માપ વધારવા કે ઓછું કરવા, ચાર્ટના ચાર ખૂણાઓમાના કોઈપણ એક ખૂણાનાં નિશાનને ક્લિક કરીને ડ્રેગ કરો.
9:03 ચાર્ટને ખસેડવા માટે, પહેલા ચાર્ટ પર ક્લિક કરો.
9:07 હવે કર્સરને ચાર્ટ પર ક્યાંપણ ફેરવો.
9:11 કર્સર એક હાથમાં પરિણમે છે.
9:14 ક્લિક કરો અને ચાર્ટને જોઈતા સ્થાને ખસેડો. હવે, માઉસ બટનને રીલીસ (મુક્ત કરવું કે છોડવું) કરો.
9:20 તમે ચાર્ટને ખસેડી દીધું છે!
9:24 આગળ આપણે “Position and Size” ડાયલોગ બોક્સનાં ઉપયોગથી કેવી રીતે ચાર્ટોને રીસાઈઝ કરવું એ શીખીશું.
9:30 ફરીથી, ચાર્ટ પર ક્લિક કરો.
9:33 હવે ચાર્ટ પર જમણું-ક્લિક કરીને કોંટેકસ્ટ (સંદર્ભ) મેનૂમાંથી “Position and Size” પસંદ કરો.
9:40 “Position and Size” ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
9:44 તેની પાસે વિવિધ ફીલ્ડો છે જે ચાર્ટની 'X' અને 'Y' સ્થિતિઓને એ જ પ્રમાણે ચાર્ટની પહોળાઈ અને ઊંચાઈને પણ સુયોજિત કરી શકે છે.
9:52 ચાલો આપણા ચાર્ટ માટે 'X' કોર્ડીનેટ (નિર્દેશક) “1.00” “ અને 'Y' કોર્ડીનેટ (નિર્દેશક) “0.83” “ પર સુયોજિત કરીએ.
10:02 “OK” બટન પર ક્લિક કરો.
10:04 આપણે જોઈએ છીએ કે ચાર્ટ પોતાને ચાર્ટ વિસ્તાર અંતર્ગત સુયોજિત મુલ્યો મુજબ સ્થિતિમાન કરે છે.
10:12 અહીં આ મૌખિક ટ્યુટોરીયલનો અંત થાય છે.
10:16 સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે : ચાર્ટો બનાવવા, તેમને એડીટ અથવા ફોર્મેટ કરવા
10:21 આપણે એ પણ શીખ્યા કે કેવી રીતે ચાર્ટોને સ્પ્રેડશીટ અંતર્ગત રીસાઇઝ કરવા અને ખસેડવા.
10:27 વ્યાપક એસાઈનમેંટ (સોપણી)
10:29 તમારી “practice.ods” ફાઈલને ખોલો
10:34 ડેટા માટે એક "Pie chart" ને દાખલ કરો.
10:37 શીટની નીચે જમણાં ખૂણે ચાર્ટને રીસાઇઝ કરીને ખસેડો
10:42 આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો
10:46 તે મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે
10:50 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10:54 મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ
10:56 મૌખિક ટ્યુટોરીયલોની મદદથી કાર્યશાળાઓ (વર્કશોપો) નું આયોજન કરે છે.
11:00 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
11:04 વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
11:11 મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે
11:15 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11:23 આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે
11:26 સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો
11:34 આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.
   જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Shivanigada