Difference between revisions of "Scilab/C2/Getting-Started/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
  
|Time
+
|'''Time'''
  
|Narration
+
|'''Narration'''
  
 
|-
 
|-

Revision as of 15:30, 21 July 2014

Time Narration
00:03 Getting Started with Scilab પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
00:10 સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ
00:13 વેરીએબલમાં વેલ્યુઓને કેવી રીતે સંગ્રહિત કરવી
00:16 આ વેરીએબલોનાં ઉપયોગ વડે વિવિધ ગાણિતિક ઓપરેશનો કેવી રીતે કરવા
00:22 વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં સત્ર દરમ્યાન એક્ઝીક્યુટ થતા આદેશોને સંગ્રહિત કરવા માટે ફાઈલ કેવી રીતે બનાવવી.
00:29 જટિલ ક્રમાંકોને કેવી રીતે વ્યાખ્યિત કરવા.
00:32 એક્સ્પોનેન્શીયલ, લઘુગુણકીય અને ત્રીકોણોમિતીય ઓપરેશનોને ક્રમાંકો પર કેવી રીતે કરવા.
00:38 આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરીયાતો છે તમારા કમ્પ્યુટર પર સાયલેબનું સંસ્થાપિત હોવું.
00:45 ડેમોનસ્ટ્રેશન માટે હું સાયલેબ 5.2.0 અને મેક ઓએસ એક્સ વાપરી રહ્યી છું
00:52 ટ્યુટોરીયલ માટે ફ્લો ચાર્ટ અહીં છે
00:55 તમારા ડેસ્કટોપ પર સાયલેબનાં શોર્ટકટ આઇકોન પર ક્લિક કરો અને સાયલેબ શરૂ કરો.
01:01 આ સાયલેબ કંસોલ વિન્ડો છે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે તેની નોંધ લો.
01:07 હું આગ્રહ કરું છું કે તમે વિડીઓને સમયનાં નિયમિત અંતરાલે અટકાવી સાથે સાથે સાયલેબમાં આ ટ્યુટોરીયલનો અભ્યાસ પણ કરતા રહો.
01:17 સાયલેબનો ઉપયોગ ગણકયંત્ર તરીકે કરી શકાય છે. ચાલો એવા કેટલાક સામાન્ય ઓપરેશનો જોઈએ જે એ કરી શકે છે.
01:25 ટાઈપ કરો 42 પ્લસ 4 ગુણ્યા 4 માઇનસ 64 ભાગ્યા 4 અને enter દબાવો.
01:36 અપેક્ષા પ્રમાણે, આઉટપુટ 42 છે.
01:40 નોંધ લો કે જવાબ 42 એ મૂળભૂત વેરીએબલ "a n s" માં સંગ્રહિત થાય છે.
01:45 'આપણે નેમ્ડ વેરીએબલો પણ બનાવી શકીએ છીએ: ટાઈપ કરો,
01:49 a equals 12, b=21 ,(કોમા) અને c=33 અને enter દબાવો
02:00 આ 12, 21 અને 33 વેલ્યુઓને અનુક્રમે વેરીએબલ a, b અને c માં સંગ્રહિત કરે છે.
02:08 અહીં clc આદેશ વાપરીને હું સાયલેબ કંસોલને સાફ કરીશ.
02:14 હવે આ વેરીએબલોનાં ઉપયોગ વડે આપણે કેટલાક ગાણિતિક ઓપરેશનો કરીશું.
02:20 ઉદાહરણ તરીકે,
02:21 a+b+c પરિણામ 66 આપે છે
02:27 એ સાથે જ
02:29 a ગુણ્યા કૌંસમાં (b+c) પરિણામ 648 આપે છે
02:42 તે સાથે આપણે બીજા વેરીએબલમાં પરિણામ અસાઈન કરી શકીએ છીએ માની લો કે 'd' તે માટે ટાઇપ કરોd = કૌસમાં (a+b) કૌંસ બંધ કરો, ગુણ્યા C ,
02:58 જે d = 1089 પરિણામ આપે છે.
03:02 કમાંડ લાઈન પર અલ્પવિરામ દ્વારા જુદા પાડી વેરીએબલોનાં નામો ટાઈપ કરીને આપણે વેરીએબલોની વેલ્યુઓ તપાસ કરી શકીએ છીએ
03:09 જેમ કે a,b,c,d અને enter દબાવો
03:16 હું અહીં clc આદેશ વાપરીને કંસોલ સાફ કરીશ
03:22 ઘાત લેવા માટે, “raised to” ચિહ્ન વાપરો જે તમારા કીબોર્ડ પર નમ્બર કી 6 પર સ્થિતિમાન છે.
03:29 આ ચિન્હનાં ઉપયોગ કરવા માટે 'shift key' અને નમ્બર કી 6 દબાવો.
03:34 ઉદાહરણ તરીકે, 7 નો વર્ગ, 7 રેઈસ્ડ ટુ 2 દ્વારા મેળવી શકાય છે અને Enter દબાવો.
03:44 ક્રમાંકનાં વર્ગમૂળને શોધવા માટે, માની લો કે, 17, આપણે વાપરીશું  : sqrt(17).
03:55 17 રેઈસ્ડ ટુ ઘાત શૂન્ય પોઈન્ટ પાંચ સમાન છે.
04:06 પ્રણાલી પ્રમાણે, ફક્ત પોઝીટીવ વેલ્યુ જ આઉટપુટ તરીકે આવે છે.
04:10 વધુ સામાન્ય રીતે, 34 ઘાત (2 બાય 5) શોધવા માટે, ટાઈપ કરો:
04:15 34 રેઈસ્ડ ટુ કૌસમાં (2 ભાગ્યા 5) અને Enter દબાવો.
04:25 ઋણાત્મક ઘાતને પણ વાપરી શકાય છે,
04:28 clc આદેશ વાપરીને કંસોલ સાફ કરો
04:34 હજુ સુધી, આપણે જોયું કે કેટલીક સામાન્ય ગણતરીઓ કેવી રીતે કરવી અને સાયલેબમાં વેરીએબલો કેવી રીતે બનાવવા.
04:41 હવે ચાલો નવા આદેશથી શરૂઆત કરીએ.
04:44 આ એ આદેશને યાદ રાખવામાં મદદ કરશે જે અગાઉ આઉટપુટ સાથે જારી કરવામાં આવ્યો હતો.
04:49 પહેલા pwd આદેશ ટાઈપ કરો અને Enter દબાવો
04:55 આ (મારા કમ્પ્યુટર પર) વર્તમાન કાર્યરત ડિરેક્ટરી છે.
04:59 તમારા કમ્પ્યુટર પર આ જુદી હોઈ શકે છે
05:01 જેવું કે તમે જુઓ છો સાયલેબ કન્સોલ વિન્ડોનાં ટૂલબાર પર સ્થિતિમાન current directory આઇકોન પર ક્લિક કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરીને બદલી શકાય છે.
05:15 હવે નીચે આપેલને ટાઈપ કરી diary આદેશ રજુ કરો:
05:20 diary કૌસમાં, ઇન્વર્ટેડ કોમા ખોલો ('myrecord.txt')', ઇન્વર્ટેડ કોમા બંધ કરો, કૌસ બંધ કરો અને enter દબાવો
05:41 આ આદેશ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં "myrecord.txt" નામની એક ફાઈલ બનાવશે.
05:48 સાયલેબ સત્રની ટ્રાન્સક્રિપ્ટ હવેથી આ ફાઈલમાં સંગ્રહિત થશે.
05:53 આની ઉપયોગિતાને આ ટ્યુટોરીયલમાં પછીથી ડેમોનસ્ટ્રેટ કરાવાશે
06:00 હવે ટ્યુટોરીયલ અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એક પ્રયાસ કરો.
06:07 હવે, ચાલો જોઈએ કે સાયલેબ જટિલ ક્રમાંકોને કેવી રીતે નિયંત્રિત કરે છે.
06:13 કાલ્પનિક એકમ i ને સાયલેબમાં પરસેન્ટ i: તરીકે વ્યાખ્યાયિત કરાય છે
06:19 ઉદાહરણ તરીકે (પાંચ પોઈન્ટ બે ગુણ્યા પરસેન્ટ i એ 5.2i આપે છે)
06:29 એ સાથે જ કૌસમાં 10 પ્લસ 5 ઇનટુ પરસેન્ટ i સમગ્રને 2 વખત પરસેન્ટ i થી ગુણવું. તે પરિણામ 10. + 20.i આપે છે
06:58 હવે અહીં કંસોલ સાફ કરો,
07:04 ચાલો સાયલેબમાં ઉપલબ્ધ કેટલાક અન્ય પૂર્વવ્યાખ્યાયિત સંખ્યાત્મક કોનસ્ટંટો જોઈએ.
07:09 i' ની જેમ, તેનું નામ પણ પરસેન્ટ ચિન્હથી શરૂ થાય છે:
07:13 ઉદાહરણ તરીકે, પરસેન્ટ pi
07:18 pi ની વેલ્યુ અપેક્ષા પ્રમાણે છે.
07:21 હવે, આપણે pi નાં ઉપયોગને આપેલ કેટલાક બિલ્ટ-ઇન ત્રિકોણમિતિય ફંક્શનો વાપરીને ડેમોનસ્ટ્રેટ કરીશું.
07:28 sin ઓફ પરસેન્ટ pi બાય 2 ફંક્શન માટે પરિણામ 1 છે
07:37 અને cos ઓફ પરસેન્ટ pi બાય 2 માટે પરિણામ 6.123D-17 છે
07:50 નોંધ લો કે ખૂણાઓને રેડીયનમાં માપવામાં આવે છે અને
07:54 નોંધ લો કે તમામ પ્રાયોગિક હેતુઓ માટે બીજો જવાબ શૂન્ય છે.
07:59 '%eps"machine epsilon" તરીકે ઓળખાતા ક્રમાંકને સંબંધિત છે
08:04 તે એક ન્યુનત્તમ ડીજીટ રીઝોલ્યુશન છે જે સાયલેબ આપી શકે છે.
08:08 તમારા કમ્પ્યુટર પર તેની વેલ્યુ શોધવા માટે કંસોલ પર % eps ટાઈપ કરો.
08:19 મારા કમ્પ્યુટર પર આ 2.220D-16 આપે છે
08:24 આ સાયલેબ દ્વારા ઉપયોગમાં લીધેલ ફ્લોટિંગ પોઈન્ટ પ્રીસિઝનને દર્શાવે છે.
08:28 'આ ક્રમાંક 2.22 ગુણ્યા 10^(-16) નું એક નોટેશન છે. અહીં કંસોલને સાફ કરો.
08:41 જો આપણે 0.000456 લખવા ઈચ્છીએ છીએ, તો આપણે તેને 4.56d-4 અથવા 4.56e-4 તરીકે લખી શકીએ છીએ
09:06 સાયલેબ વેરીએબલો અને ફંક્શનો કેસ સેન્સિટીવ છે, અહીં આપણે નાનો d અથવા મોટો D, અથવા કે નાનો e અથવા મોટો E વાપરી શકીએ છીએ.
09:17 'પ્રાકૃતિક લઘુગુણકનો બેઝ એ બીજો અન્ય મહત્વપૂર્ણ પૂર્વવ્યાખ્યિત સંખ્યાત્મક કોનસ્ટંટ છે:
09:23 પરસેન્ટ e' પરિણામ અપેક્ષા પ્રમાણે આપે છે.
09:31 આપણે ફંક્શન "e x p" વડે સમાન પરિણામ મેળવી શકીએ છીએ.
09:35 ઉદાહરણ તરીકે: exp (1) અને Enter દબાવો
09:45 તમે જોઈ શકો છો કે બંને જવાબો સરખા છે
09:47 clc' આદેશ વાપરીને અહીં કંસોલને સાફ કરો
09:55 એજ પ્રમાણે,
09:56 %e સ્ક્વેર નીચે આપેલ જવાબ આપે છે
10:04 જે exp ઓફ 2 ટાઈપ કરીને પણ મેળવી શકાય છે.
10:18 log' આદેશનો અર્થ એવા ક્રમાંકનો પાકૃતિક લઘુગુણક, જે, બેઝ e ધરાવે છે.
10:24 બેઝ 10 સાથે લઘુગુણક લેવા માટે log 10 ઉપયોગમાં લો.
10:29 ઉદાહરણ તરીકે, log10(1e-23) અને enter દબાવો આ અપેક્ષિત જવાબ -23 આપે છે.
10:47 જો આપણે ઋણનું લઘુગુણક લઈએ છીએ તો આપણને જટિલ ક્રમાંકો મળે છે. જટિલ ક્રમાંકો માટે તમે પોતેથી આ તપાસ કરી શકો છો : તમારા સાયલેબ કંસોલ પર log(-1) અથવા log(%i) ટાઈપ કરો.
11:01 હવે યાદ કરો કે આપણે diary આદેશ મારફતે તમામ ટાઈપ કરેલ આદેશોની રેકોર્ડીંગ myrecord.txt ફાઈલમાં યાદ કરી છે, હવે, ચાલો જોઈએ તે ફાઈલને કેવી રીતે બંધ કરવી અને તેને જોવી.
11:14 ફાઈલ બંધ કરવા માટે ટાઈપ કરો,
11:16 ડાયરી ઓફ ઝીરો
11:21 આ આદેશ myrecord.txt ફાઈલ બંધ કરશે અને સંગ્રહિત કરશે.
11:26 સાથે એ પણ યાદ રાખો કે આ ફાઈલ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં બનાવાઈ હતી, જે મારા કિસ્સામાં ડેસ્કટોપ છે.
11:34 ચાલો આ ફાઈલને ખોલીએ. આમ કરવા માટે તમારા સાયલેબ કંસોલ વિન્ડો ટૂલબાર પર આવેલ Open-a-file શોર્ટકટ પર ક્લિક કરો.
11:46 હું ફાઈલ ફોર્મેટને all file માં બદલીશ.
11:51 myrecord.txt ફાઈલ પસંદ કરો અને open પર ક્લિક કરો.
11:59 નોંધ લો કે તમામ ટ્રાન્ઝેક્શન્સ, આદેશો અને સાયલેબ દ્વારા અપાયેલ અનુરૂપ જવાબો બંને, આ ફાઈલમાં સંગ્રહિત થયા છે.
12:10 હું આ ફાઈલ બંધ કરીશ, yes પર ક્લિક કરો.
12:21 આપણે જાણીએ છીએ કે, પ્રોગ્રામ વિકસિત કરવામાં આવી રહ્યું હોય તે સમયે, યોગ્ય કોડ પર આવતા પહેલા, કોડ સાથેનો એક પ્રયોગ ઘણો છે.
12:29 Diary આદેશ તમામ ટ્રાન્ઝેક્શન્સનો ટ્રેક રાખવામાં મદદ કરે છે.
12:35 જો તમને યાદ છે તો, આપણે my record.txt ફાઈલને ડાયરી ઓફ ઝીરો આદેશ વાપરીને બંધ કરી છે.
12:42 નોંધ લો કે આ આદેશને એક્ઝિક્યુટ કર્યા પછીથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ સંગ્રહિત થઇ શકતા નથી.
12:48 જો આપણને સત્ર ફરીથી સંગ્રહિત કરવાની જરૂર હોય તો, આપણને diary આદેશને ફરીથી જારી કરવાની જરૂર છે.
12:54 જો ફાઈલ કેટલીક ઉપયોગી માહિતી ધરાવે છે, તો આપણે diary આદેશમાં બીજી અન્ય ફાઈલ નામ વાપરવું જોઈએ.
13:03 કારણ કે, સમાન ફાઈલ નામ વાપરવું આદેશને ઓવર રાઈટ કરશે.
13:09 વિડીઓને અહીં અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ બીજા અભ્યાસને ઉકેલો.
13:15 તમે નોંધ કર્યું હશે કે સમસ્યા માટે ઉકેલ એ બરાબર શૂન્ય ન હતું.
13:24 આની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેના પર વધુ માહિતી માટે, ટાઈપ કરો “help clean”.
13:28 સામાન્ય રીતે, જો તમને કોઈ ખાસ આદેશ વિશે મદદ જોઈએ છે, તો 'help' અથવા આર્ગ્યુંમેંટ આદેશ સાથે help ને વાપરી શકાય છે.
13:37 ઉદાહરણ તરીકે, સાયલેબ કંસોલ પર “help chdir” ટાઈપ કરો અને enter દબાવો.
13:53 હું હેલ્પ બ્રાઉઝરનું માપ વધારીશ.
14:01 Help chdir વર્તમાન કાર્યરત ડિરેક્ટરી કેવી રીતે બદલવી તે પર વિગતવાર માહિતી આપે છે.
14:10 બીજો વિકલ્પ છે સાયલેબ કંસોલ વિન્ડોનાં ટૂલબાર પરનાં help browser આઇકોન પર ક્લિક કરવું જેવું તમે જુઓ છો.
14:20 ચાલો હું હેલ્પ બ્રાઉઝર બંધ કરું અને સ્લાઈડ પર પાછી આવું.
14:31 અપ-ડાઉન એરો કીનો ઉપયોગ અગાઉ એક્ઝિક્યુટ થયેલ આદેશોને જોવા માટે કરી શકાય છે.
14:36 અપ-ડાઉન એરો વાપરતી વખતે, તમે કોઈ પણ આદેશ પર અટકી શકો છો, અને તેને એક્ઝિક્યુટ કરવા માટે Enter કી દબાવો.
14:45 જો જરૂરી હોય તો, તમે આદેશમાં ફેરફાર કરી શકો છો.
14:48 હકીકતમાં, જો તમે પહેલા ટાઈપ કરેલ આદેશ માટે જોઈ રહ્યા છો, જે 'e' અક્ષરથી શરુ થાય છે, તો e ટાઈપ કરો, અને ત્યારબાદ અપ એરો કી નો ઉપયોગ કરો.
14:59 આદેશને ઓટો કમ્પ્લીટ કરવા માટે ટેબ કી વાપરો. તે આપણને ઉપલબ્ધ તમામ વિકલ્પો પસંદ કરવા માટે આપે છે.
15:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
15:10 સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ.
15:12 પરિણામને મૂળભૂત વેરીએબલ ans માં સંગ્રહિત કરવું.
15:16 ઇક્વાલીટી ચિન્હ વાપરીને વેરીએબલને વેલ્યુઓ એસાઈન કરવી.
15:21 કંસોલ પર અલ્પવિરામ દ્વારા જુદા કરેલ વેરીએબલનાં નામ ટાઈપ કરીને વેરીએબલોની વેલ્યુઓને તપાસ કરવી.
15:29 pwd આદેશ વાપરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસ કરવી.
15:34 કંસોલ પર ટાઈપ થયેલ તમામ આદેશોને એક ફાઈલમાં સંગ્રહિત કરવા માટે diary આદેશ વાપરવું.
15:40 જટિલ ક્રમાંકો, નેચરલ એક્સ્પોનેંટ અને π ને અનુક્રમે %i, %e અને %pi વાપરીને વ્યાખ્યિત કરવું.
15:49 કોઈપણ આદેશ વિશે વિગતમાં માહિતી માટે help આદેશ વાપરવું.
15:54 Getting Started with Scilab પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
15:59 સાયલેબમાં બીજા અન્ય ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં જોઈશું.
16:06 આ ટ્યુટોરીયલને ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર ઇન સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ એજ્યુકેશન (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે.
16:14 * FOSSEE પ્રોજેક્ટ પર વધુ માહિતી આપેલ લીંકથી મેળવી શકાય છે

http://fossee.in અથવા http://scilab.in

16:23 જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
16:29 આના પર વધુ માહિતી માટે, http://spoken-tutorial.org/NMEICT-intro નો સંદર્ભ લો
16:43 હું આશા રાખું છું કે તમને આ ટ્યુટોરીયલ ઉપયોગી નીવડ્યું હશે.
16:47 આભાર.
16:48 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble