Difference between revisions of "C-and-C++/C2/Logical-Operators/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 50: | Line 50: | ||
| 00:51 | | 00:51 | ||
| '''Non zero = True''', શૂન્ય એટલે '''false''', '''Zero = False''' | | '''Non zero = True''', શૂન્ય એટલે '''false''', '''Zero = False''' | ||
− | |||
|- | |- |
Latest revision as of 17:24, 15 July 2014
Time | Narration |
00:02 | C અને C++ માં લોજીકલ ઓપરેટર પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: લોજીકલ ઓપરેટરો જેમ કે && લોજીકલ એન્ડ ઉ.દા. expression1 && expression2 |
00:17 | લોજીકલ ઓર
ઉ.દા. expression1 || expression2 |
00:21 | ! લોજીકલ નોટ
ઉ.દા. !(Expression1) |
00:25 | આપણે આ ઉદાહરણોની મદદથી કરીશું. |
00:28 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10, |
00:34 | ઉબુન્ટુમાં gcc અને g++ કમ્પાઇલર આવૃત્તિ 4 .6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
00:40 | ચાલો લોજીકલ ઓપરેટરોનાં પરિચય સાથે શરૂઆત કરીએ. |
00:44 | C and C++ માં, true એ 0 કરતાં અન્ય કોઈ બીજી વેલ્યુ છે. |
00:49 | શૂન્ય ન હોવાનો અર્થ true છે |
00:51 | Non zero = True, શૂન્ય એટલે false, Zero = False |
00:53 | એક્સપ્રેશન જે લોજીકલ ઓપરેટરોનો ઉપયોગ કરે છે તે true માટે 1 અને false માટે 0 રીટર્ન કરે છે. |
00:59 | હવે હું ઉદાહરણની મદદથી લોજીકલ ઓપરેટરો સમજાવીશ. |
01:04 | અહીં C માં લોજીકલ ઓપરેટરો માટેનો પ્રોગ્રામ છે. |
01:09 | main બ્લોકની અંદર |
01:11 | આ સ્ટેટમેંટ a,b અને c વેરીએબલોને ઇન્ટીજર તરીકે જાહેર કરે છે. |
01:16 | printf સ્ટેટમેંટ યુઝરને a,b અને c ની વેલ્યુઓ દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે. |
01:22 | scanf સ્ટેટમેંટ યુઝર પાસેથી a,b અને c વેરીએબલો માટે ઈનપુટ લે છે. |
01:28 | અહીં, આપણે મહત્તમ વેલ્યુ શોધવા માટે વેલ્યુ a ની તુલના વેલ્યુ b અને c સાથે કરી રહ્યા છીએ. |
01:33 | એકસાથે તુલના કરવા માટે, આપણે લોજીકલ એન્ડ ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ. |
01:38 | અહીં, લોજીકલ એન્ડ true વેલ્યુ return કરે એ માટે તમામ કંડીશનોનું true હોવું જરૂરી છે. |
01:44 | false કંડીશન મળવા પર એક્સપ્રેશન આગળ ઉકેલાશે નહી. |
01:49 | આમ, (a>c) એક્સપ્રેશન ફક્ત ત્યારે જ ઉકેલાશે જયારે (a>b) true હોય છે. |
01:57 | જો a એ b કરતા નાનો હોય, ત્યારે એક્સપ્રેશન આગળ ઉકેલાશે નહી. |
02:03 | જો પહેલાની કંડીશન true હોય તો આ સ્ટેટમેંટ ઉકેલાય છે. |
02:07 | આગળ (b>c) ઉકેલાય છે. |
02:10 | જો કંડીશન true હોય, તો સ્ક્રીન પર b is greatest એવું દર્શાવાશે. |
02:17 | નહી તો સ્ક્રીન પર c is greatest એવું દર્શાવાશે. |
02:21 | આપણે હવે લોજીકલ ઓર ઓપરેટર પર આવીશું. |
02:24 | અહીં, લોજીકલ ઓર true વેલ્યુ return કરે એ માટે કોઈપણ એક કંડીશનનું true હોવું જરૂરી છે. |
02:31 | true મળ્યા પછી એક્સપ્રેશન ઉકેલવા માટે આગળ વધતું નથી. |
02:36 | તેથી, જો a == zero, ત્યારે બચેલા બે એક્સપ્રેશન ઉકેલાશે નહી. |
02:43 | જો a, b કે c માંનું કોઈપણ 0 હોય તો printf સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થાય છે. |
02:49 | પ્રોગ્રામનાં અંતમાં આવીએ. return 0 અને બંધ કર્લી કૌંસ. |
02:54 | હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો. |
02:58 | તેને .c એક્સ્ટેંશન સાથે સંગ્રહીત કરો. |
03:00 | મેં મારી ફાઈલને logical.c તરીકે સંગ્રહી છે. |
03:04 | Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મીનલ ખોલો. |
03:09 | કોડને કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો gcc logical.c -o log એન્ટર દબાવો |
03:23 | એક્ઝીક્યુટ કરવા માટે ./log ટાઈપ કરો |
03:27 | એન્ટર દબાવો. |
03:30 | હું આપેલ રીતે વેલ્યુઓ દાખલ કરીશ,
0 34 567 |
03:40 | આઉટપુટ આ રીતે દેખાશે, |
03:43 | c is greatest. |
03:46 | The product of a, b and c is zero. |
03:50 | તમારે આ પ્રોગ્રામ ઇનપુટ્સના જુદા જુદા સમૂહ સાથે એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. |
03:55 | હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં લખીએ. |
03:59 | મેં પહેલેથી જ પ્રોગ્રામ લખ્યો છે અને આપણે તે મારફતે જશું. |
04:03 | અહીં C++ નો કોડ છે. |
04:07 | હવે C++ માં સમાન પ્રોગ્રામ બનાવવા માટે, આપણે અમુક ફેરફારો કરીશું. |
04:12 | અહીં હેડર ફાઈલમાં ફેરફાર છે. |
04:15 | Using સ્ટેટમેંટ વપરાયું છે. |
04:18 | એ સાથે જ આઉટપુટ અને ઈનપુટ સ્ટેટમેંટોમાં પણ તફાવત છે. |
04:22 | ઓપરેટરો સમાન રીતે વર્તન કરશે જેમ તેમણે C માં કર્યું હતું. |
04:26 | Save પર ક્લિક કરો. |
04:27 | ખાતરી કરો કે ફાઈલ .cpp એક્સ્ટેંશન સાથે સંગ્રહીત થયેલ છે. |
04:31 | Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મીનલ ખોલો. |
04:37 | પ્રોગ્રામને કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g++ logical.cpp -o log1 |
04:49 | એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો ./log1 |
04:54 | Enter દબાવો.
|
04:56 | હું આપેલ રીતે વેલ્યુઓ દાખલ કરીશ.
0 34 567 |
05:02 | તો આપણે જોઈએ છીએ કે આઉટપુટ C પ્રોગ્રામ સમાન છે. |
05:05 | તમારે આ પ્રોગ્રામ, ઇનપુટ્સનાં જુદા જુદા સમૂહ સાથે પણ એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરવું જોઈએ. |
05:10 | હવે ચાલો એરર જોઈએ જેનાંથી આપણે રૂબરૂ થઇ શકીએ. |
05:13 | એડીટર પર જાવ. |
05:16 | માની લો કે અહીં આપણે કૌંસ ભૂલી ગયા છીએ. |
05:20 | આ અને આ રદ્દ કરો. |
05:26 | ચાલો જોઈએ કે શું થશે, પ્રોગ્રામને સંગ્રહો. |
05:31 | ટર્મીનલ પર પાછા આવીએ |
05:33 | પહેલાની જેમ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરીએ |
05:38 | આપણને એરર દેખાય છે: |
05:41 | Expected identifier before '(' token. |
05:46 | આ એટલા માટે કારણ કે અહીં આપણી પાસે બે જુદા જુદા એક્સપ્રેશન છે |
05:49 | આપણે તેને એન્ડ ઓપરેટરની મદદથી એક એક્સપ્રેશન તરીકે ઉકેલવું પડશે. |
05:53 | ચાલો હવે આપણા પ્રોગ્રામ પર જઈએ અને એરરને સુધારીએ |
05:58 | કૌંસને અહીં અને અહીં દાખલ કરો. |
06:04 | Save પર ક્લિક કરો |
06:07 | ટર્મીનલ પર પાછા આવીએ. |
06:09 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ અને એક્ઝીક્યુટ કરીએ |
06:14 | તો આ કામ કરી રહ્યું છે. |
06:22 | ચાલો હવે ટ્યુટોરીયલનો સારાંશ લઈએ. |
06:24 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા && લોજીકલ એન્ડ વિશે ઉ.દા. ((a > b) && (a > c)) |
06:32 | લોજીકલ ઓર વિશે
ઉ.દા. (a == 0 || b == 0 || c == 0) |
06:40 | એસાઇનમેંટ |
06:41 | યુઝર પાસેથી બે ક્રમાંકો ઇનપુટ તરીકે લેતો પ્રોગ્રામ લખો. |
06:45 | નોટ ઓપરેટરની મદદથી તપાસ કરો કે બે ક્રમાંકો સરખા છે કે નથી. સંકેત: (a != b) |
06:54 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
06:57 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
06:59 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ * સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
07:08 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
07:11 | વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો. |
07:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
07:21 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:27 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે: |
07:30 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
07:37 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |