Difference between revisions of "Geogebra/C2/Spreadsheet-View-Basics/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{|Border=1 ||Time ||Naraation |- ||00:00 ||સ્પ્રેડશીટ્સની મૂળભૂત વાતો પરના આ Geogebra ટ્યુટોરીયલમ…') |
|||
Line 1: | Line 1: | ||
{|Border=1 | {|Border=1 | ||
− | ||Time | + | ||'''Time''' |
− | ||Naraation | + | ||'''Naraation''' |
|- | |- |
Revision as of 12:34, 11 July 2014
Time | Naraation |
00:00 | સ્પ્રેડશીટ્સની મૂળભૂત વાતો પરના આ Geogebra ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | જો તમે પ્રથમ વખત Geogebra વાપરી રહ્યા છો, તો સ્પોકન ટ્યુટોરિયલની વેબસાઈટ ઉપર “Introduction to Geogebra” ટ્યુટોરીયલ જોવા માટે વિનંતી છે. |
00:12 | Geogebra સાથે શરુ કરવા માટે, હું GNU/Linux ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 10.04 LTS અને Geogebra આવૃત્તિ 3.2.40.0 નો ઉપયોગ કરી રહી છું. |
00:23 | આ ટ્યુટોરીયલનો ઉદ્દેશ એ છે કે Geogebra માં સ્પ્રેડશીટનો ઉપયોગ કેવી રીતે કરવો. |
00:29 | આ ટ્યુટોરીયલમાં આપણે મૂળભૂત ડેટા પ્રતિનિધિત્વ અને ગણતરી કરવા માટે સ્પ્રેડશીટ નો ઉપયોગ કરીશું. |
00:36 | અને હિસ્ટોગ્રામ બનાવવા માટે ડેટાનો ઉપયોગ કરો. |
00:39 | આપણે તે પણ જોઈશું કે આવર્તક Geogebra ઓબ્જેક્ટો જેવા કે સમાંતર રેખાઓનો સમૂહ, તે બનાવવા માટે સ્પ્રેડશીટ વ્યુનો કેવી રીતે ઉપયોગ કરવો. |
00:49 | પ્રથમ આપણે 50 માર્કની પરીક્ષામાં 50 વિદ્યાર્થીઓના ગુણનો ઉપયોગ કરીશું. |
00:53 | From અને to ક્લાસની સીમાઓ અને આવૃત્તિ અહીં ઉપલબ્ધ છે. |
00:59 | હું આવૃત્તિ ને ક્લિપબોર્ડ પર કોપી કરવા જઈ રહી છું. |
01:05 | હવે geogebra વિન્ડો પર. |
01:08 | પ્રથમ પગલું છે સ્પ્રેડશીટ વ્યુને દૃશ્યમાન બનાવો. |
01:13 | મેનુ આઈટમ view પસંદ કરો, અને spreadsheet view ચેક કરો. |
01:19 | ચાલો સ્પ્રેડશીટ વ્યુ અહીં ખસેડીએ. |
01:25 | પ્રથમ સ્તંભ A, from ક્લાસ ની સીમા બતાવે છે. સ્તંભ B, To ક્લાસની અને C આવૃત્તિ રજૂ કરે છે. |
01:36 | હવે મેં આવૃત્તિ કોપી કરી લીધી છે, તો ચાલો તે અહીં પેસ્ટ કરીએ. |
01:41 | હવે From અને To વેલ્યુ માટે, |
01:46 | મેં આ પેસ્ટ નથી કર્યું કારણ કે હું તમને geogebra સ્પ્રેડશીટ્સ નું અન્ય લક્ષણ બતાવીશ. |
01:53 | પ્રથમ હું શરૂ કરીશ |
01:56 | 0, |
01:59 | પછી 5, 5 |
02:04 | અને 10 |
02:06 | હવે જો હું અહીં બે સેલ પસંદ કરું અને પછી આ વાદળી ચોરસ નીચેની તરફ ડ્રેગ કરું, તો નોંધ લો કે સમાંતર શ્રેઢી બનાવવામાં આવેલ છે. |
02:16 | આ જ રીતે હું To વેલ્યુ માટે કરી શકું. |
02:22 | ચાલો ક્લાસ boundary list અને frequency list બનાવીએ. તે કરવા માટે અહીં સ્તંભ B પસંદ કરો. |
02:30 | જમણું ક્લિક કરો અને create List પસંદ કરો. અહીં L1 ની નોંધ લો, જેનો અર્થ છે, L_1 બની ગયેલ છે. |
02:40 | આપણે ફક્ત આને જમણું ક્લિક કરી અને object properties ચેક કરી ખાતરી કરો કે અહીં પ્રથમ વેલ્યુ શૂન્ય છે |
02:53 | અને close દબાવો. |
02:57 | હવે ફ્રિક્વન્સી લીસ્ટ માટે પણ સમાન કરો. ફ્રિકવન્સી પસંદ કરો, જમણું ક્લિક કરો અને create list પસંદ કરો. |
03:04 | મારી પાસે L_2 છે. |
03:09 | હવે હિસ્ટોગ્રામ બનાવવા માટે, અહીં ઇનપુટ બાર પર જાઓ. |
03:15 | તમે અહીં commands માંથી પસંદ કરી શકો છો અથવા અહીં ફક્ત histogram લખો. |
03:22 | હવે અહીં ચોરસ કૌંસ વચ્ચે, જો તમે Enter દબાવો તો તે તમને વિવિધ વિકલ્પો બતાવશે. |
03:28 | એક વિકલ્પ છે list of class boundaries અને list of raw data. ચાલો તેનો ઉપયોગ કરીએ. |
03:35 | હું કહીશ L_1, Geogebra કેસ સેન્સિટીવ છે અને class boundaries માટે અને L_2 ફ્રિકવન્સી માટે અને Enter દબાવો. |
03:47 | નોંધ લો કે હિસ્ટોગ્રામ અંહિ બનેલ છે. |
03:52 | હવે હિસ્ટોગ્રામ વધુ દ્રશ્યમાન અથવા સુવાચ્ય બનાવવા માટે, હું move drawing pad નો ઉપયોગ કરીશ. અને પછી હું ડ્રોઈંગ પેડ પ્રોપરટીશ પર અહીં જમણું ક્લિક કરી અને આ distance ને 5 થી બદલીશ જે દરેક બાર ની પહોળાઈ છે અને close પર ક્લિક કરો. |
04:15 | પછી હું zoom out કરી શકું છું. |
04:22 | અને ફરી ડ્રોઈંગ પેડ ખસેડો. |
04:28 | નોંધ લો કે જ્યારે હું હિસ્ટોગ્રામ બનાવું છું, તે આ વેલ્યુ બનાવે છે a= 250. |
04:34 | A એ દરેક બાર ની લંબાઈ અને પહોળાઈ ના પરિણામનો સરવાળો છે. |
04:41 | હું આ A વેલ્યુ અહીં ઉપર ખસેડી શકું છું. |
04:49 | આગળનું પગલું છે, વાય અક્ષ પર સમાંતર રેખાઓનો સમૂહ બનાવવા માટે સ્પ્રેડશીટ વ્યુમાં બિંદુઓ અને રેખાઓ બનાવવું. |
04:56 | હું એક નવી Geogebra વિન્ડો લઈશ. |
05:02 | હવે geogebra માં કોઈપણ આદેશ અહીં આ સેલમાં ટાઈપ કરી શકાય છે. |
05:07 | પ્રથમ એક બિંદુ બનાવવા, તમારે માત્ર આ પ્રમાણે એક બિંદુ આપવું પડશે. |
05:19 | નોંધ લો અહીં A1 નામનું બિંદુ પ્રદર્શિત થાય છે, જે સેલ અડ્રેસ કોલમ A રો 1 ઉપર 1 ,2 રેખાંશ સાથે છે. |
05:34 | આ જ રીતે હું અહીં 2,2 માં ટાઇપ કરી શકું છું અને Enter કળ દબાવીશ, મને A2 મળશે. |
05:45 | હવે જો હું આ બે સેલો પસંદ કરું અને પછી વાદળી ચોરસ નીચે ખેચું. |
05:53 | ચાલો હું આ અંહિ ખસેડું. |
05:56 | આ ટ્યુટોરીયલ માટે હું Algebra view બંધ કરીશ. |
06:02 | નોંધ લો અહીં મને 10 બિંદુઓ મળે છે. |
06:08 | અને એ જ રીતે હું સ્તંભ B માં કરીશ |
06:16 | 1 ,4 એક બિંદુ તરીકે, મને આ બિંદુ અહીં મળે છે, હું જમણું ક્લિક કરી અને show label કહું તો તે B1 સેલ અડ્રેસ બતાવે છે. |
06:28 | હું લખીશ |
06:35 | 2,4 અને મને b2 મળે છે. |
06:41 | હું આ ફરીથી ખેંચીશ અને મને અહીં 10 બિંદુઓ મળે છે. |
06:48 | હવે ત્રીજા સ્તંભમાં જો હું રેખાખંડ બનાવવા ઈચ્છું છું. |
06:56 | હું geogebra કમાન્ડ segment વાપરી શકું છું અને વેલ્યુમાં હું સેલ અડ્રેસ A1 આપી શકું છું. |
07:07 | ચાલો હું આ અંહિ ખસેડું. |
07:11 | , B1 અને પછી Enter દબાવો. |
07:17 | આ રેખા ની લમ્બાઈ છે જે A1 અને B1 વચ્ચે છે. |
07:23 | હવે હું આ સેલ પસંદ કરી અને તેને નીચે ખેંચીશ, મને 10 સમાંતર રેખાઓનો સમૂહ મળે છે. |
07:33 | એક વધુ બાબત નોંધ લેવાની એ છે કે જો તમે Options અને Algebra પર જાઓ. |
07:40 | હમણા તે વેલ્યુ પર છે તેથી તમે સ્તંભ C માં રેખા ની લંબાઈ જુઓ. |
07:44 | હું તેને command માં બદલી શકું છું અને તે મને command બતાવશે. |
07:51 | હવે અસાઇનમેન્ટ, |
07:55 | આ પ્રથમ અસાઇનમેન્ટમાં નીચેના ડેટાની મદદથી હિસ્ટોગ્રામ બનાવો: 35 વિદ્યાર્થીઓના ઘર અને શાળા વચ્ચેનું અંતર. |
08:04 | મારી પાસે અહીં ક્લાસ boundaries અને frequencies છે. |
08:08 | ડેટા રજુ કરવા માટે સ્પ્રેડશીટ વ્યુ વાપરો, ક્લાસ boundaries અને frequencies લિસ્ટ બનાવો. |
08:15 | લિસ્ટ સાથે હિસ્ટોગ્રામ બનાવવા માટે ઇનપુટ બાર વાપરો. |
08:18 | frequencies બદલો અને હિસ્ટોગ્રામ માં થયેલ ફેરફાર નું અવલોકન કરો. |
08:21 | મેં પહેલેથી જ આ ટ્યુટોરીયલ અહીં બનાવેલ છે. |
08:25 | નોંધ લો |
08:30 | અહીં હિસ્ટોગ્રામ |
08:33 | બીજું અસાઇનમેન્ટ |
08:36 | બીજા અસાઇનમેન્ટમાં આપણે સ્પ્રેડશીટવ્યુની મદદથી સમકેન્દ્ર વર્તુળો બનાવીશું. |
08:42 | વર્તુળનું કેન્દ્ર માર્ક કરવા માટે ડ્રોઈંગ પેડ ઉપર બિંદુ A દોરો, ત્રિજ્યાનો સ્તંભ A બનાવવા માટે સ્પ્રેડશીટ વાપરો. |
08:52 | કેન્દ્ર A સાથે વર્તુળ અને સ્તંભ A સાથે ત્રિજ્યા બનાવવા માટે સ્પ્રેડશીટનો સ્તંભ B નો ઉપયોગ કરો. |
08:58 | કેન્દ્ર બિંદુ A ખસેડો અને તેનું અવલોકન કરો. |
09:02 | મેં અહીં અસાઇનમેન્ટ બનાવેલ છે. |
09:06 | કેન્દ્ર બિંદુ ખસેડો અને |
09:09 | વર્તુળનું અવલોકન કરો. |
09:12 | હું સ્પોકન ટ્યુટોરીયલ યોજના જે ટોક ટુ અ ટીચર યોજના નો ભાગ છે તે માટે પ્રત્યુત્તર આપવા ઈચ્છું છું. |
09:17 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:23 | આ ઉપર વધુ માહિતી આ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. |
09:27 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |