Difference between revisions of "PHP-and-MySQL/C2/Logical-Operators/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |લોજિકલ ઓપરેટર્સ (તર્કસંગત પ્રચાલકો) ના આ ટ્યુટોરીયલ…') |
Pravin1389 (Talk | contribs) m (moved PHP-and-MySQL/C2/Logical-Operators /Gujarati to PHP-and-MySQL/C2/Logical-Operators/Gujarati) |
(No difference)
|
Latest revision as of 16:26, 2 December 2012
Time | Narration |
---|---|
0:00 | લોજિકલ ઓપરેટર્સ (તર્કસંગત પ્રચાલકો) ના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ખૂબ જ સંક્ષિપ્ત ટ્યુટોરીયલ છે પરંતુ હમણાં માટે હું તેને આ પ્રમાણે રાખીશ. |
0:09 | હું "ઇફ" સ્ટેટમેન્ટનું ઉદાહરણ ફરીથી ઉપયોગ કરીશ કારણ કે હમણાં મારી પાસે તે જ છે. |
0:17 | લોજિકલ ઓપરેટર છે શું?ચાલો થોડું તર્ક એટલે કે લોજીક જોડીએ અને કહીએ તે 'એન્ડ' અથવા 'ઓર' ઓપરેટર છે |
0:27 | હવે જો હું મારા "if" સ્ટેટમેન્ટ માટે મૂળભૂત માળખું બનાવવાનું શુરુ કરું તો મારે તમને એ બતાવવા પર કામ કરવું પડશે કે તમેં આ સાથે શું કરી શકો. |
0:43 | પહેલાં આપણી પાસે એક ઉદાહરણ હતું કે ૧ ૧ કરતાં વધુ છે જે હમણાં "ફોલ્સ" આપશે. |
0:54 | ચાલો ચકાસીએ માત્ર એ જાણવા માટે કે આપણે ક્યાં છીએ.... બરાબર. તે "ફોલ્સ" છે. |
1:04 | હવે શું થશે જો હું કહું "if 1 ઈઝ ગ્રેટર ધેન 1 ઓર 1 ઇક્વ્લ્સ 1". |
1:18 | હવે આપણે તેને "ઓર" ન લખીશું, આપણે તે બે ઉભી લીટીઓ અથવા બે પાઇપ તરીકે લખીશું. |
1:27 | આ વિશે ખાતરી નથી પરંતુ જો હું મારા કીબોર્ડ વિશે જાણતી હોઉં તો તે શિફ્ટ કી પછી હશે - બે ઉભી લાઇન, તેનો અર્થ છે 'ઓર' એટલે કે 'અથવા'. |
1:38 | તેથી જો આપણે આનું સંકલન કરીએ તો તમે શું પરિણામ આવશે એમ વિચારો છો? |
1:43 | હવે ચાલો આ એક વખત સંચાલિત કરીએ - if 1 ઈઝ ગ્રેટર ધેન 1 - "ફોલ્સ" અને તેથી આપણે લખ્યું "ફોલ્સ" ઓર 1 ઈઝ ઇકવલ ટુ 1... |
1:54 | આપણે જાણીએ છીએ કે 1 ઇકવલ ટુ 1 "ટ્રૂ" છે તેથી અહીં આપણે કહીશું 'ઓર' 1 ઈઝ ઇકવલ ટુ 1 'એન્ડ' નહીં કારણકે જો આપણે "એન્ડ" કહીએ તો બંને "ટ્રૂ" હોવું જરૂરી છે. |
2:08 | અથવા આમાંથી કોઈ પણ "ટ્રૂ" થઇ શકે છે. |
2:12 | આઉટપુટ. તેથી આશાપૂર્વક આપણને "ટ્રૂ" મળશે. |
2:16 | ઠીક છે, તો આ છે "ઓર" |
2:19 | તે વાસ્તવમાં બે સરખામણીઓ લેવા માટે પરવાનગી આપે છે, તેમને તમારા "ઇફ" સ્ટેટમેન્ટમાં દર્શાવો અને તેમાંથી કોઈ એક "ટ્રૂ" હોય - તો તે "આઇધર" (either) ઓપરેટર સમાન છે ... |
2:31 | આમાંથી કોઈ પણ "ટ્રૂ" હશે તો તમને "ટ્રૂ" મળશે. |
2:35 | "એન્ડ" ઓપરેટર અલગ બાબત છે. |
2:38 | "એન્ડ" માટે આ સંચાલિત કરવા માટે આ બંને "ટ્રૂ" હોવા જરૂરી છે. |
2:46 | તેથી આપણને અહીં "ફોલ્સ" મળે છે, કારણ કે 1 એ 1 કરતાં વધુ નથી. |
2:51 | આપણે આપણા કમ્પેરીઝન ઓપરેટરો પર પાછા જઈએ અને કહીએ "if 1 ઈઝ ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ 1 'એન્ડ' 1 ઇકવલ 1", અહીં આપણને "ટ્રૂ" મળશે. |
3:04 | તેથી હવે,મને વિચાર આવે છે કે અહીં થોડા ચલો ઉમેરું આ ચકાસવા માટે. |
3:10 | પરંતુ મને ખાતરી છે કે મારા અન્ય ટ્યુટોરિયલોને અનુસરીને તમારું હવે ચલો પર બરાબર નિયંત્રણ થઇ ગયું હશે. |
3:17 | આ બે લોજિકલ ઓપરેટરો છે. |
3:20 | તમને તે ખૂબ ઉપયોગી બનશે, કારણ કે તમે કદાચ ઉદાહરણ કહેવા માંગતા હોવ - આ એક ખૂબ જ ઉત્તમ ઉદાહરણ છે. તમને તે મારા કોઈ એક પ્રોજેક્ટમાં મળશે.... |
3:30 | તે "લોગીન" ફોર્મ છે. ધારો કે ઉપયોગકર્તાને એક વેબસાઇટમાં પ્રવેશ કરવો છે. |
3:35 | તમે કદાચ પહેલા પણ વેબસાઈટમાં પ્રવેશ્યા હોવ અને તેણે તમારું "યુઝરનેમ" અને "પાસવર્ડ" દાખલ કરવા જણાવ્યું હશે. હવે કીવર્ડસ તેમાં છે. |
3:44 | આપણે તપાસ કરવાની જરૂર છે કે ઉપયોગકર્તાઓ એ "યુઝરનેમ" અને "પાસવર્ડ" દાખલ કર્યા છે. |
3:47 | જો તેમને ન કર્યું હોય તો, "યુઝરનેમ" અને "પાસવર્ડ" ની સરખામણી કરવાનો કોઈ અર્થ નથી. |
3:52 | તેથી ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ, "if યુઝરનેમ એન્ડ પાસવર્ડ" |
3:56 | ચાલો આ કરીએ. હું કહીશ "યુઝરનેમ" ઇકવલ ટુ "એલેક્સ" અને મારો પાસવર્ડ છે "એબીસી". |
4:04 | હવે હું આનો સમાવેશ કરીશ. હું "યુઝરનેમ" અને "પાસવર્ડ" કહીશ. |
4:11 | આ વખતે તે "ટ્રૂ" આપશે. |
4:15 | હું આ બદલીશ. હું કહીશ 'ઓકે' અથવા 'યુ ફોરગોટ ટુ ફિલ આઉટ અ ફિલ્ડ' કારણ કે આખરે એચટીએમએલ ફીલ્ડો આવશે. |
4:26 | આ ઠીક થવા જઈ રહ્યું છે કારણ કે આપણને બંને કિંમતો મળી છે. |
4:31 | તો ચાલો પ્રયાસ કરીએ. હા, તે "ઓકે" કહે છે. |
4:37 | હવે જો હું ત્યાં મારો પાસવર્ડ લખવાનું ભૂલી જાઉં તો શું થાય? હમણાં ત્યાં કંઈ નથી - - ખાલી જગ્યા નથી - ચાલો આનાથી છુટકારો મેળવીએ. |
4:47 | 'યુ ફરગોટ ટુ ફિલ આઉટ અ ફિલ્ડ" |
4:50 | જો તમે સોચતા હોવ કે આ ઉપયોગકર્તા પાસેથી આવી રહ્યું છે - તો તમે જયારે "યુઝરનેમ" અને "પાસવર્ડ" નાખો છો ત્યારે સબમિટ થાય છે. |
5:00 | આપણે કહીશું "યુઝરનેમ" અને "પાસવર્ડ"; "યુઝરનેમ" પોતે "ટ્રૂ" છે કારણ કે તે અસ્તિત્વમાં છે... |
5:07 | જો તમે તે અંદર રાખ્યું તો તે સ્વીકાર્ય હશે; તે "ટ્રૂ" આવશે. |
5:14 | આપણે તે ચકાશશું. |
5:18 | તેથી, આપણને "યુઝરનેમ" અને "પાસવર્ડ" મળ્યું છે તો બરાબર છે. |
5:23 | પરંતુ 'ઓર' માટે તેનો ખરેખર કોઈ અર્થ નથી અને તમે કલ્પના કરી શકો છો શું થશે. |
5:29 | તેથી હમણાં, આ "ટ્રૂ" સમાન છે કારણ કે આપણને બંને કિંમતો મળી છે. તેથી આ 'ઓકે' છે. |
5:36 | હવે જો હું બંને સાથે જાઉં અને તેને પ્રયાસ કરું. |
5:41 | "જો યુઝરનેમ અસ્તિત્વમાં છે" તો યુઝરનેમ "ટ્રૂ" છે... |
5:45 | આ સમયે ત્યાં કોઈ કિંમત નથી - તેથી તે "ફોલ્સ" છે. |
5:48 | "અથવા પાસવર્ડ ટ્રૂ છે" - એટલે કે, કિંમત અસ્તિત્વમાં છે; આ ક્ષણે તે નથી , તેથી તે "ફોલ્સ" છે. |
5:56 | તેથી આપણે કહીશું "યુ ફોરગોટ ટુ ફિલ આઉટ અ ફિલ્ડ". |
6:00 | હું અહીં "નથીંગ" લખીશ કારણ કે આ ક્ષણે તેનો અર્થ કાંઈ જ નથી. |
6:05 | રીફ્રેશ કરો અને આપણને નથીંગ મળે છે. |
6:08 | તો તમે જોયું, પહેલેથી જ મેં સમજાવ્યું છે કે આ દરરોજના પીએચપી પ્રોગ્રામોમાં કેટલા ઉપયોગી થઇ શકે છે. |
6:16 | ઉદાહરણ તરીકે - ફોર્મ કોઇ પણ ભરી શકે છે. તમને તે માટે અન્ય ઘણા ઉપયોગકર્તાઓ મળશે. |
6:22 | આટલું જ છે. |
6:23 | બે ઓપરેટરો લોજિકલ ઓપરેટરો છે. |
6:27 | માત્ર તેમનો પ્રયાસ કરો અને જુઓ તમે તેમની સાથે શું કરી શકો છો. |
6:30 | હું આનો ઉપયોગ અવશ્યપણે મારા અન્ય પ્રોજેક્ટમાં ખૂબ જલ્દીથી કરીશ. |
6:35 | આભાર. |
6:36 | આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આભાર..! |