Difference between revisions of "Linux-Old/C2/Ubuntu-Software-Center/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પરના આ મૌખિક ટ્યુટોરિયલમાં …') |
Pravin1389 (Talk | contribs) m (moved Linux-Ubuntu/C2/Ubuntu-Software-Center/Gujarati to Linux/C2/Ubuntu-Software-Center/Gujarati: Combining Linux & Linux-Ubuntu FOSS Categories.) |
(No difference)
|
Revision as of 02:10, 21 April 2013
Time | Narration |
---|---|
0:00 | ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પરના આ મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
0:04 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર નો ઉપયોગ કેવી રીતે કરવો. |
0:09 | ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ પર સોફ્ટવેરને ડાઉનલોડ, સંસ્થાપન, અપડેટ અને સોફ્ટવેર અનઇન્સ્ટોલ એટલે કે રદ કરવું . |
0:16 | ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર શું છે? |
0:18 | તે એક ટુલ છે જે તમને ઉબુન્ટુ OS પર સોફ્ટવેર વ્યવસ્થા કરવા માટેની પરવાનગી આપે છે. |
0:23 | તમે તેનો ઉપયોગ સોફ્ટવેરને શોધવા માટે, ડાઉનલોડ કરવા, સંસ્થાપિત કરવા, સુધારવા અથવા અનઇન્સ્ટોલ કરવા માટે કરી શકો છો. |
0:30 | ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર દરેક સોફ્ટવેર માટે સમીક્ષાઓ એટલે કે રીવ્યુ અને રેટિંગ્સ ની યાદી પણ આપે છે; |
0:36 | આ રીતે, તમારી પાસે સોફ્ટવેર નો ઉપયોગ કરવા પેહલા તે વિશે જાણકારી હોય છે. |
0:41 | તે સોફ્ટવેર હિસ્ટ્રી માટેનો રેકોર્ડ પણ રાખે છે. |
0:45 | આ મૌખિક ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ આવૃત્તિ 11.10 પર ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
0:52 | આ ટ્યુટોરીયલ સાથે આગળ વધવા માટે |
0:54 | તમારે ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોવું જરૂરી છે. |
0:56 | તમારે સિસ્ટમ સંચાલક એટલે કે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર હોવું અથવા સોફ્ટવેર સંસ્થાપિત કરવા માટે સંચાલકના અધિકારો હોવાની જરૂર છે. |
1:04 | તમારા લોન્ચર માંથી, ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર આઇકોન પર ક્લિક કરો. |
1:08 | ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર વિન્ડો આવે છે. |
1:12 | આ વિન્ડોની ટોચ પર ડાબી બાજુએ All Software, Installed અને History બટનો દર્શાવવામાં આવેલ છે. |
1:19 | સર્ચ ક્ષેત્ર જમણા ખૂણામાં ટોચ ઉપર પ્રદર્શિત થાય છે. |
1:23 | ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની વિન્ડો બે પેનલો માં વિભાજિત થાય છે. |
1:28 | ડાબી પેનલ સોફ્ટવેર વર્ગોની યાદી દર્શાવે છે. |
1:33 | જમણી પેનલ What’s New અને Top Rated દર્શાવે છે. |
1:38 | આ What’s New પેનલ નવા પ્રકાશિત કરવામાં આવ્યા છે તે સોફ્ટવેરની યાદી બતાવે છે. |
1:42 | આ Top Rated પેનલ એ સોફ્ટવેર ની યાદી દર્શાવે છે જે ઉચ્ચ વપરાશકર્તા રેટિંગ ધરાવે છે અને મોટા ભાગમાં વારંવાર ડાઉનલોડ થયેલ છે. |
1:51 | ચાલો સોફ્ટવેર વર્ગ દ્વારા બ્રાઉઝ કરીએ. |
1:55 | ડાબી પેનલ માંથી, Internet પર ક્લિક કરો. |
1:58 | ઇન્ટરનેટ વર્ગ માટે ઈન્ટરનેટ સોફ્ટવેર અને ટોપ રેટ સોફ્ટવેર ની યાદી પ્રદર્શિત થાય છે. |
2:05 | નોંધ લો કે, કેટલાક સોફ્ટવેરને ટિક માર્ક સાથે એક વર્તુળ છે. |
2:10 | આ સૂચવે છે કે સોફ્ટવેર પહેલેથી જ તમારા કમ્પ્યુટર માં સંસ્થાપિત કર્યું છે. |
2:15 | ઈન્ટરનેટ વર્ગમાં વધુ સોફ્ટવેર જોવા માટે All આઇકોન પર ક્લિક કરો. |
2:21 | બધા સોફ્ટવેર,જે ઈન્ટરનેટ વર્ગ માટે ઉપલબ્ધ છે તે આ વિન્ડો માં યાદી થયેલ છે. |
2:26 | તમે સોફ્ટવેર ને નામ, ટોપ રેટેડ અથવા નવુ પહેલા એ દ્વારા પણ સૉર્ટ કરી શકો છો. |
2:32 | ચાલો જમણા ખૂણે ટોચ ઉપર આવેલ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો. |
2:36 | યાદીમાંથી, By Top Rated પસંદ કરો. |
2:40 | ઇન્ટરનેટ સોફ્ટવેર, રેટિંગ્સ ના ક્રમમાં ગોઠવાયેલ છે. |
2:45 | તમારા કમ્પ્યુટર માં સંસ્થાપિત થયેલા હોય તે સોફ્ટવેરની સંપૂર્ણ યાદી જોવા માટે, |
2:50 | Installed બટન પર ક્લિક કરો. |
2:53 | સોફ્ટવેર વર્ગ પ્રદર્શિત થાય છે. |
2:56 | Sound and Video સામેના નાના ત્રિકોણાકાર બટન પર ક્લિક કરો. |
3:02 | સાઉન્ડ અને વિડીયો માટેના સોફ્ટવેર જે તમારા કમ્પ્યુટર પર સંસ્થાપિત છે તેની યાદી પ્રદર્શિત થાય છે. |
3:08 | ચાલો All Software પર ક્લિક કરીએ અને ડ્રોપ ડાઉન માંથી Provided by Ubuntu પર ક્લિક કરીએ. |
3:14 | બધા સોફ્ટવેરો જે ઉબુન્ટુ દ્વારા પ્રદાન કરવામાં આવેલ છે તેની યાદી બતાવેલ છે. |
3:19 | હવે, ચાલો સોફ્ટવેર વીએલસી મીડિયા પ્લેયર સંસ્થાપિત કરીએ. |
3:24 | આ વિન્ડોની જમણી ટોચ પર આવેલા સર્ચ બોક્સ માં, વીએલસી લખો. |
3:29 | વીએલસી મીડિયા પ્લેયર પ્રદર્શિત થાય છે. |
3:33 | હવે, Install પર ક્લિક કરો. |
3:35 | Authentication સંવાદ બોક્સ દેખાય છે. |
3:38 | તમારી સિસ્ટમ નો પાસવર્ડ દાખલ કરો. |
3:42 | Authenticate પર ક્લિક કરો. |
3:44 | વીએલસી સંસ્થાપિત કરવામાં આવી રહ્યું છે તે સૂચવતા પ્રોગ્રેસ બાર ની નોંધ લો. |
3:50 | તે, સંસ્થાપન પેકેજો જે સંસ્થાપિત થઇ રહ્યા છે, તેની સંખ્યા અને માપ પર આધાર રાખી અમુક સમય લેશે. |
3:57 | ટોચ પર આવેલા બટન દ્વારા પ્રગતિ પણ સૂચવવામાં આવે છે. |
4:02 | જયારે સંસ્થાપન થઇ રહ્યું હોય ત્યારે તમે અન્ય એપ્લીકેશનો ઍક્સેસ કરી શકો છો. |
4:07 | એકવાર વીએલસી સંસ્થાપિત થઇ જાય, પછી ત્યાં વીએલસી સામે એક નાની ટિક માર્ક છે. |
4:13 | Remove બટન જમણી બાજુ પર દર્શાવવામાં આવેલ છે. |
4:17 | જો તમે વીએલસી અનઇન્સ્ટોલ કરવા માંગો છો, તો ફક્ત Remove બટન પર ક્લિક કરો. |
4:23 | એ જ રીતે, તમે તમામ અન્ય સોફ્ટવેર પેકેજો શોધી અને સંસ્થાપિત કરી શકો છો. |
4:29 | હવે, ચાલો હિસ્ટ્રી જોઈએ. |
4:31 | આ આપણે કરેલા તમામ ફેરફારો જોવા માટેની પરવાનગી આપે છે, |
4:37 | સંસ્થાપનો, સુધારાઓ અને સોફ્ટવેર રદ કરવા સહિત. |
4:40 | History પર ક્લિક કરો. History સંવાદ બોક્સ દેખાય છે. |
4:45 | તમે તમારી હિસ્ટ્રી All Changes, Installations, Updates, અને Removals દ્વારા તપાસી શકો છો. |
4:51 | All Changes પર ક્લિક કરો. |
4:53 | સંસ્થાપનો, સુધારાઓ અને સોફ્ટવેર રદ કરવા જેવા તમામ ફેરફારો જે કરાયેલ હતા, તેઓની યાદી અહીં પ્રદર્શિત થાય છે. |
5:01 | તમે નિયમિત ધોરણે સંસ્થાપિત સોફ્ટવેર અપડેટ એટલે કે સુધારી પણ શકો છો. |
5:07 | તમે ઉબુન્ટુ અને ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર વિષે વધુ માહિતી ઉબુન્ટુ વેબસાઇટ પર શોધી શકો છો. |
5:17 | અહીં ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
5:21 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર કેવી રીતે વાપરવું. |
5:26 | આપણે એ પણ શીખ્યા કે ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ પર સોફ્ટવેર કેવી રીતે ડાઉનલોડ, સંસ્થાપિત અને અનઇન્સ્ટોલ એટલે કે રદ કરવું. |
5:36 | અહીં તમારા માટે એક અસાઇન્મેન્ટ છે. |
5:39 | ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર ની મદદથી ઠુંન્દેર્બીર્દ ડાઉનલોડ કરો અને સંસ્થાપિત કરો. |
5:46 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
5:49 | તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
5:52 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે ડાઉનલોડ કરીને તે જોઈ શકો છો. |
5:57 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનું જૂથ |
5:59 | સ્પોકન ટ્યુટોરિયલના મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
6:02 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
6:06 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" પર સંપર્ક કરો. |
6:12 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે. |
6:17 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
6:24 | આ મિશન પર વધુ માહિતી નીચેની લીંક ઉપર ઉપલબ્ધ છે. |
6:28 | સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો |
6:35 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |