Difference between revisions of "Java/C2/Logical-Operations/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
| લોજીકલ ઓપરેટરોનાં ઉપયોગ વડે '''બહુવિધ સમીકરણો''' માટે કેવી રીતે તપાસ કરવી અને અગ્રતા-ક્રમને કૌંસ વાપરી કેવી રીતે ઓવરરાઈટ કરવું  
+
| લોજીકલ ઓપરેટરોનાં ઉપયોગ વડે '''બહુવિધ સમીકરણો''' માટે કેવી રીતે તપાસ કરવી અને અગ્રતા-ક્રમને કૌંસ વાપરી કેવી રીતે ઓવરરાઈડ કરવું  
  
 
|-
 
|-

Latest revision as of 11:49, 17 September 2013

Time Narration
00:02 જાવા માં Logical Operators પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, તમે લોજીકલ ઓપરેટરો વિશે શીખશો.
00:11 લોજીકલ ઓપરેટરોનાં ઉપયોગ વડે બહુવિધ સમીકરણો માટે કેવી રીતે તપાસ કરવી અને અગ્રતા-ક્રમને કૌંસ વાપરી કેવી રીતે ઓવરરાઈડ કરવું
00:20 આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ

ઉબુન્ટુ ૧૧.૧૦,

જેડીકે ૧.૬ અને

એક્લીપ્સ ૩.૭

00:30 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાવામાં રીલેશનલ ઓપરેટરો પર જ્ઞાન હોવું જોઈએ
00:35 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, બતાવ્યા મુજબ અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
00:40 લોજીકલ ઓપરેટરો નો ઉપયોગ બહુવિધ શરતો ચકાસવાં માટે થાય છે.
00:48 અહીં જાવા માં ઉપલબ્ધ લોજીકલ ઓપરેટરો ની એક યાદી છે.
00:54 and', or, not. આપણે આ દરેક વિશે વિગતમાં જોઈશું. એક્લીપ્સ પર આવીએ.
01:04 અહીં આપણી પાસે એક્લીપ્સ IDE અને બાકીના કોડ માટે જોઈતું માળખું છે.
01:10 આપણે LogicalOperators ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેરી છે
01:15 ચાલો અમુક વેરીએબલો બનાવીએ.
01:20 boolean b ;
01:23 આપણે કંડીશનોનાં પરિણામને b માં સંગ્રહીત કરીશું;
01:29 int 'age' ઇકવલ ટુ ૧૧
01:35 int 'weight' ઇકવલ ટુ ૪૨
01:42 આપણી પાસે વ્યક્તિની ઉંમર અને વજન છે.
01:46 આપણે તપાસ કરીશું કે વ્યક્તિ ૧૮ વર્ષ કરતા ઓછી ઉંમર અને ઓછામાં ઓછું ૪૦ કિલો વજન ધરાવે છે.
01:52 ચાલો જોઈએ આ કેવી રીતે કરવું.
01:57 b ઇકવલ ટુ age લેસ ધેન ૧૮, એમ્પરસેંડ એમ્પરસેંડ, weight ગ્રેટર ધેન ઇકવલ ટુ ૪૦.
02:19 આ સ્ટેટમેંટ બે સમીકરણો અને તેમની વચ્ચે બે એમ્પરસેંડ ચિન્હ ધરાવે છે.
02:24 તે તપાસ કરે છે કે ઉંમર ૧૮ કરતા ઓછી છે કે અને એ સાથે વજન પણ ૪૦ કરતા વધારે અથવા બરાબર છે.
02:31 આ ઓપરેશનને એન્ડ ઓપરેશન કહેવાય છે.
02:35 હવે ચાલો વેલ્યુ b ને પ્રીંટ કરીએ.
02:40 System 'dot' out 'dot' println(b);
02:48 Save અને Run કરો.
02:56 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ true છે કારણ કે બંને કંડીશનો મેચ થાય છે.
03:02 હવે ચાલો વજનને બદલીએ જેથી કરીને એક કંડીશન મેચ ન થાય અને કોડને ફરીથી રન કરીએ.
03:08 ૪૨ ને ૩૨ માં બદલીએ.
03:14 Save અને Run કરો.
03:21 આઉટપુટ હવે false છે.
03:24 કારણ કે ૧૮ કરતા ઓછી ઉંમરની કંડીશન મેચ થાય છે
03:29 પરંતુ વજન ૪૦ કરતા વધારે કે બરાબર છે એ કંડીશન મેચ થતી નથી
03:34 પરિણામ true થવા માટે એન્ડ ઓપરેશન ને બંને કંડીશનનાં true હોવાની જરૂર છે.
03:39 તેથી આપણે આઉટપુટ તરીકે false મેળવીએ છીએ.
03:43 આ રીતે, બે એમ્પરસેંડ ચિન્હ વાપરીને આપણે એન્ડ ઓપરેશન કરી શકીએ છીએ.
03:53 ચાલો માનીએ કે આપણી પાસે ઉંમર અને વજન છે અને જો આમાની માત્ર એક કંડીશન મેચ થતી હોય તો તે પૂરતું છે.
03:59 બીજા શબ્દોમાં કહીએ તો, આપણે એ જોવાની જરૂર છે કે પહેલી કંડીશન અથવા બીજી કંડીશન true છે.
04:05 or ઓપરેશનના ઉપયોગ દ્વારા થાય છે.
04:09 ચાલો પહેલાની કંડીશનોને રદ્દ કરીએ.
04:15 અને ટાઈપ કરીએ
04:17 age લેસ ધેન ઇકવલ ટુ ૧૫ પાઇપ પાઇપ weight લેસ ધેન ઇકવલ ટુ 30
04:35 અહીં બે કંડીશનો અને તેમની વચ્ચે બે પાઇપ ચિન્હ છે.
04:40 આ સ્ટેટમેંટ તપાસે છે કે આપેલ બે કંડીશનોમાંની ઓછામાં ઓછી એક કંડીશન મેચ થાય.
04:46 આઉટપુટને જોવા માટે ચાલો કોડ રન કરીએ. સંગ્રહીત કરો અને રન કરો
04:54 આપણે જોઈએ છીએ કે આઉટપુટ True છે.
04:57 કારણ કે, ઓર ઓપરેશન ને, એન્ડ ઓપરેશન ની જેમ બંને કંડીશનોનાં true હોવાની જરૂર નથી.
05:03 તેને ઓછામાં ઓછી એક કંડીશનનાં true હોવાની જરૂર છે.
05:06 આમ વજન માટે કંડીશન મેચ ન થાય તેમ છતાં, જો ઉંમર માટે શરત મેચ થાય છે.
05:13 તો આપણને આઉટપુટ true તરીકે મળે છે.
05:18 હવે ચાલો ઉંમરને એ રીતે બદલીએ કે બંને કંડીશનો false થાય અને પરિણામ જોઈએ.
05:25 ૧૧ ને ૧૭ માં બદલો
05:30 સંગ્રહીત કરો અને રન કરો
05:36 આઉટપુટ હવે false છે કારણ કે બંને કંડીશનો મેચ થતી નથી.
05:41 આ રીતે, આપણે ઓર ઓપરેશન કરવા માટે બે પાઇપ ચિન્હનો ઉપયોગ કરીએ છીએ.
05:50 હવે ચાલો માનીએ કે આપણને એવા માણસો માટે તપાસ કરવાની જરૂર છે જે ૧૫ થી મોટા છે અને ૩૦ કિલો કરતા વધારે વજન ધરાવે છે.
05:57 બીજા શબ્દોમાં કહીએ તો, આપણે હમણાં જે કર્યું એનાથી ચોક્કસ વિરોધી કંડીશનને આપણે તપાસ કરવાની જરૂર છે.
06:03 આવી પરિસ્થિતિમાં, આપણે નોટ ઓપરેશન વાપરીશું.
06:07 પહેલા કંડીશનને કૌસમાં બંધ કરો.
06:17 અને કંડીશનની પહેલા એક ઉદગાર ચિન્હ ઉમેરો.
06:25 ઉદગાર ચિન્હ વાપરીને, આપણે કૌંસની અંદર ચોક્કસ વિરોધી કંડીશન માટે તપાસ કરીએ છીએ.
06:32 જો કે પહેલાનું આઉટપુટ false હતું, હવે તે true હોવું જોઈએ. ચાલો જોઈએ
06:38 સંગ્રહીત કરો અને રન કરો.
06:44 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ પહેલાથી વિરોધી છે.
06:48 આ રીતે ઉદગાર ચિન્હનાં ઉપયોગ દ્વારા નોટ ઓપરેશન કરીએ છીએ. હવે ચાલો માનીએ કે આપણને ૧૫ કરતા નાની ઉંમરનાં માણસો જોઈએ છે.
06:58 અથવા કે ૧૮ કરતા નાની ઉંમરનાં માણસો અને ૪૦ કિલો કરતા હળવા.
07:04 ચાલો જોઈએ આ કંડીશન માટે આપણે કેવી રીતે જઈશું.
07:07 પહેલાની કંડીશન રદ્દ કરો અને ટાઈપ કરો
07:12 age લેસ ધેન ૧૫
07:15 ઓર age લેસ ધેન ૧૮
07:24 એન્ડ weight લેસ ધેન ૪૦
07:33 આપણે જોઈ શકીએ છીએ, કંડીશન પોતેજ ગુંચવણભરી છે.
07:36 એ કરતા વધારે, આપણે એ નથી જાણતા કે ઓર ઓપરેશન પહેલા થશે કે પછી એન્ડ ઓપરેશન.
07:42 આ ઓપરેટરના અગ્રતાક્રમ પર આધાર રાખે છે.
07:46 આવી પરિસ્થિતિઓમાં, અગ્રતાક્રમને ઓવરરાઈટ કરવા માટે અને કંડીશનને ક્લીયર કરવા માટે આપણે કૌંસ વાપરીએ છીએ.
07:53 તો ચાલો કૌંસ ઉમેરીએ.
08:06 કોડને રન કરીએ save run
08:13 હવે જો કે પ્રથમ કંડીશન જે કે ઉંમર ૧૫ કરતા નાની હોય એ મેચ નથી થતી,
08:20 બીજી કંડીશન, જે કે,
08:22 ઉંમર ૧૮ કરતા નાની હોય અને વજન ૪૦ કરતા ઓછું હોય એ મેચ થાય છે.
08:27 પરિણામસ્વરૂપે, આઉટપુટ True છે.
08:30 નિયમ પ્રમાણે, સંદિગ્ધતા ટાળવા માટે અને સમીકરણને સ્પષ્ટ બનાવવા માટે કૌંસ વાપરો.
08:36 અને આમ આપણે બહુવિધ કંડીશનોને તપાસ કરવા માટે લોજીકલ ઓપરેટરો વાપરીએ છીએ.
08:44 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:47 આપણે શીખ્યા, લોજીકલ ઓપરેટરો વિશે, લોજીકલ ઓપરેટરોનાં ઉપયોગ વડે બહુવિધ સમીકરણો માટે તપાસ કેવી રીતે કરવી અને
08:54 અગ્રતા-ક્રમને કૌંસ વાપરીને કેવી રીતે ઓવરરાઈટ કરવું.
09:00 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે,
09:02 બતાવેલ બે સમીકરણો, સમકક્ષ છે કે નહી તે શોધો?
09:10 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:18 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09:23 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
09:30 વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો.
09:36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
09:40 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:46 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro.
09:52 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali