Difference between revisions of "Blender/C2/Installation-Process-for-Windows/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 40: Line 40:
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
| જેવું કે તમે જોઈ શકો છો, આ બ્લેન્ડરની '''latest stable version''' (નવીનતમ સ્થિર આવૃત્તિ) છે.  
+
| જેવું કે તમે જોઈ શકો છો, આ બ્લેન્ડરની '''latest stable version''' છે.  
  
 
|-
 
|-
 
| 01:29
 
| 01:29
| તમારી પાસે અહીં બે વિકલ્પો છે - '''32 બીટ''' અથવા '''64 બીટ''' ઈંસ્ટોલર (સંસ્થાપક).
+
| તમારી પાસે અહીં બે વિકલ્પો છે - '''32 બીટ''' અથવા '''64 બીટ''' ઈંસ્ટોલર.
  
 
|-
 
|-
Line 144: Line 144:
 
|-
 
|-
 
| 04:42  
 
| 04:42  
| લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ (પ્રગતિ) બાર એ કેટલું એક્સટ્રેક્શન થયું છે તે દર્શાવે છે.  
+
| લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ બાર એ કેટલું એક્સટ્રેક્શન થયું છે તે દર્શાવે છે.  
  
 
|-
 
|-

Revision as of 15:45, 26 June 2013

Time Narration
00:05 બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:08 વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડર 2.59 ને કેવી રીતે સંસ્થાપિત કરી રન કરવું અને બ્લેન્ડર 2.59 મેળવવું આ વિશે આ ટ્યુટોરીયલ છે.
00:22 આ ટ્યુટોરીયલ માટે, હું વિંડોવ્ઝ XP ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યી છું.
00:38 તમારું ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલો. હું ફાયરફોક્સ 3.09 વાપરી રહ્યી છું. એડ્રેસ બારમાં, www.blender.org ટાઈપ કરો અને એન્ટર કી દબાવો.
00:55 આ તમને અધિકારીક બ્લેન્ડર વેબસાઈટ પર લઇ જવી જોઈએ.
01:02 બ્લેન્ડર મફત અને મુક્ત સ્ત્રોત છે.
01:05 બ્લેન્ડર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાં માટે ઈંસ્ટોલર (સંસ્થાપક) અથવા સોર્સ કોડ (સ્ત્રોત કોડ) ઉપલબ્ધ છે.
01:10 અહીં પુષ્ઠનાં મથાળાંની જમણી બાજુએ નીચે એક Download Blender લીંક છે.
01:15 આપણને ડાઉનલોડ પુષ્ઠ પર લઇ જવાં હેતુ આપણે આ લીંક પર ક્લિક કરીશું.
01:23 જેવું કે તમે જોઈ શકો છો, આ બ્લેન્ડરની latest stable version છે.
01:29 તમારી પાસે અહીં બે વિકલ્પો છે - 32 બીટ અથવા 64 બીટ ઈંસ્ટોલર.
01:40 જે કઈ તમારા મશીનને લાગુ પડે છે એ હિસાબે તમે કોઈપણ એકને ડાઉનલોડ કરી શકો છો.
01:45 32 બીટ અને 64 બીટ સીસ્ટમો વિશે સમજવાં માટે, Blender Hardware Requirements પરનું અમારું ટ્યુટોરીયલ જુઓ.
01:56 વેબસાઈટ બ્લેન્ડર પ્રોગ્રામ ફાઈલોની ઝિપ કરેલ એક અર્કાઇવ પણ પૂરી પાડે છે.
02:02 બ્લેન્ડરને રન કરવાં માટે જોઈતી તમામ ફાઈલોને આ અર્કાઇવ સમાવે છે.
02:07 તમને તમારી પસંદના એક ફોલ્ડરમાં આ ફાઈલોને અનઝિપ અને એક્સટ્રેક્ટ કરીને બ્લેન્ડર એક્ઝેક્યુટેબલને રન કરવાની જરૂર છે.
02:15 ચાલો હું આ સમજાવવું
02:17 ઈંસ્ટોલર અને અર્કાઇવ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે -
02:22 ઈંસ્ટોલર બ્લેન્ડર એપ્લીકેશન ફાઈલોને C DRIVE Program Files માં મુકે છે અને એક આઈકોન સ્ટાર્ટ મેનુંમાં સુયોજિત કરે છે,
02:32 એક આઈકોન ડેસ્કટોપ પર, અને .blend ફાઈલોને મૂળભૂત રીતે બ્લેન્ડર દ્વારા ખોલે છે; જયારે કે -
02:41 ઝિપ અર્કાઇવ પાસે તમામ એપ્લીકેશન ફાઈલો અને એક્ઝેક્યુટેબલ બ્લેન્ડર ફાઈલ ફક્ત એક જ ફોલ્ડરમાં હોય છે,
02:49 જેને કોમપ્યુટર પર કોઈપણ ડ્રાઈવમાં કોપી કરી શકાય છે.
02:54 હવે જો હું મારી મશીન માટે, એક અર્કાઇવને વાપરવાં ઈચ્છું છું, મને 32-બીટ અર્કાઇવની જરૂર છે.
03:02 32-બીટ અર્કાઇવ માટેનાં ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરો અને ડાઉનલોડ શરૂ થાય છે.
03:10 જેવું કે મેં પહેલા કહ્યું હતું, મારું ઈન્ટરનેટ બ્રાઉઝર ફાયરફોક્સ 3.09 છે.
03:17 અહીં બતાવેલ ઈન્ટરનેટ પગલાંઓ બીજા બધાં ઈન્ટરનેટ બ્રાઉઝરોમાં સમાન છે.
03:24 તમે અહીં ડાઉનલોડ પ્રગતિ જોઈ શકો છો.
03:27 લીલી ઊભી પટ્ટીઓ સાથેનું આ આડું ડાઉનલોડ બાર એ કેટલું ડાઉનલોડ થયું છે તે દર્શાવે છે.
03:45 ડાઉનલોડની ગતી તમારા ઈન્ટરનેટ જોડાણ પર અવલંબે છે.
03:49 તે પૂર્ણ થાય ત્યાં સુધી કૃપા કરીને રાહ જુઓ.
04:03 અર્કાઇવને એક્સટ્રેક્ટ કરવાં, પહેલાં download પર જમણું ક્લિક કરો.
04:09 Open containing folder પર ડાબું ક્લિક કરો. zip પર ડાબું ક્લિક બે વાર કરો.
04:17 તે એક અર્કાઇવરમાં ખુલશે જેમ કે Winzip, જે કોઈપણ વિંડોવ્ઝ મશીનમાં મૂળભૂત રીતે સંસ્થાપિત હોય છે.
04:25 EXTRACT પર ડાબું ક્લિક કરો યાદીમાંથી તમારું લક્ષ્યસ્થાન ફોલ્ડર પસંદ કરો.
04:33 હું My Documents માં એક્સટ્રેક્ટ કરી રહ્યી છું. Extract ડાબું ક્લિક કરો
04:42 લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ બાર એ કેટલું એક્સટ્રેક્શન થયું છે તે દર્શાવે છે.
04:56 હવે તમે તમારી સ્ક્રીન ઉપર એક્સટ્રેક્ટ થયેલ ફોલ્ડરને જોઈ શકો છો.
05:01 ફોલ્ડરને ખોલવા હેતુ બે વાર ડાબું ક્લિક કરો. Blender executable ને બે વાર ડાબું ક્લિક કરો.
05:09 વિંડોવ્ઝ એક security warning દર્શાવે છે - the publisher could not be verified.
05:15 આ વિશે ચિંતાની કોઈ ગરજ નથી. ફક્ત Run બટન પર ક્લિક કરો. તમે આગળ વધી શકો છો.
05:28 હવે જો તમે ઈંસ્ટોલર વાપરવા ઈચ્છતા હોવ, તો ચાલો બ્લેન્ડર વેબસાઈટ પર પાછા જઈએ.
05:35 પુષ્ઠની ઉપરની બાજુએ Download પર ક્લિક કરો. આ અમને ડાઉનલોડ પુષ્ઠ પર પાછું લઇ જાય છે.
05:44 મારી મશીન માટે, મને 32-બીટ ઈંસ્ટોલરની જરૂર છે.
05:49 તેથી હું 32-બીટ ઈંસ્ટોલર માટેના ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરું છું અને ડાઉનલોડ શરૂ થાય છે.
06:04 પ્રદર્શન ની સરળતા માટે, મેં પહેલાથી જ મારી મશીનમાં બ્લેન્ડર વેબસાઈટ પરથી ઈંસ્ટોલર ડાઉનલોડ કર્યું છે.
06:12 હવે હું તમને સંસ્થાપન પગલાંઓનાં દરમ્યાન લઇ જઈશ. ઈંસ્ટોલરને બે વાર ડાબું ક્લિક કરો.
06:23 વિંડોવ્ઝ એક security warning દર્શાવે છે - the publisher could not be verified.
06:29 આ વિશે ચિંતાની કોઈ ગરજ નથી. ફક્ત Run બટન પર ક્લિક કરો.
06:36 તો Blender Setup Wizard આવું દેખાય છે.
06:40 અહીં Next પર ક્લિક કરો જે તમને સંસ્થાપન પ્રક્રિયામાં આગળનાં પગલે લઇ જશે.
06:48 આમ ઘણાં સોફ્ટવેરની સાથે, ઈંસ્ટોલર એક License Agreement દર્શાવે છે.
06:54 બાકી બચેલ એગ્રીમેન્ટ ને જોવા હેતુ page down દબાવો.
07:08 હું તમને સંપૂર્ણપણે આ વાંચવાની સલાહ આપું છું.
07:11 નોંધ લો કે બ્લેન્ડર એ એક મફત અને મુક્ત સ્ત્રોત છે.
07:15 તમને બ્લેન્ડરને સંસ્થાપિત કરવાં હેતુ આ License Agreement ને સ્વીકારવું જ પડશે.
07:22 હવે ચાલુ રાખવા માટે I agree બટનને ક્લિક કરો.
07:28 આ આગળનું પગલું તમને સંસ્થાપન કરવા હેતુ ઘટકોની પસંદગી બદ્દલ પરવાનગી આપે છે.
07:33 હું સલાહ આપું છું કે તમે તમામ મૂળભૂત રીતે પસંદ થયેલ ઘટકોને સંસ્થાપિત કરો અને સંસ્થાપન ચાલુ રાખવા હેતુ next બટન દબાવો.
07:42 તો અહીં તમારી પાસે બ્લેન્ડર માટે સંસ્થાપન સ્થાન પસંદગી હેતુ વિકલ્પ છે.
07:48 મૂળભૂત રીતે Program Files ફોલ્ડર પસંદ થયેલ છે
07:51 જે બ્લેન્ડરને સંસ્થાપિત કરવા માટેનું સારું સ્થાન છે તેથી આગળ વધો અને Install બટનને દબાવો.
08:05 લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ (પ્રગતિ) બાર એ કેટલું સંસ્થાપન પૂર્ણ થયું છે તે દર્શાવે છે.
08:11 સામાન્ય રીતે તે પૂર્ણ કરવા માટે એક મિનિટ કરતાં પણ ઓછો સમય લે છે.
08:34 અહીં બ્લેન્ડર સેટ અપ સમાપ્ત થાય છે.
08:36 બ્લેન્ડર તમારી મશીનમાં સંસ્થાપિત થઇ ચુક્યું છે
08:40 Run Blender checkbox પસંદગી થયેલ રાખો.
08:43 Finish બટન દબાવો.
08:46 બ્લેન્ડર રન થવું આપમેળે શરૂ થવું જોઈએ.
08:53 બ્લેન્ડર બાયનરીને મૂળ એક્સટ્રેક્ટ કરેલ ડાયરેક્ટ્રીમાં પૂરી પાડીને,
08:58 બ્લેન્ડર કોઈપણ વધારનાં આધારભૂતપણાઓ વગર સીધે સીધું બોક્સની બહાર રન થશે.
09:04 કોઈપણ સીસ્ટમ લાઈબ્રેરી કે સીસ્ટમ પસંદગીઓ બદલાશે નહી.
09:11 તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યાં કે વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડરને કેવી રીતે સંસ્થાપિત કરી શકાય.
09:20 હવે બ્લેન્ડર વેબસાઈટ પરથી બ્લેન્ડરને ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો અને તમારી મશીન પર બ્લેન્ડરને સંસ્થાપિત કરો અને રન કરો.
09:29 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર દ્વારા બનાવેલ છે અને આઇસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:37 આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in,
09:46 અને spoken-tutorial.org/NMEICT-Intro.
09:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપ નું આયોજન કરે છે
10:01 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે.
10:06 વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:14 અમને જોડાવાબદ્દલ આભાર.
10:17 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali