Difference between revisions of "Health-and-Nutrition/C2/Football-hold-for-breastfeeding/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | Time | Narration |- | 00:01 | ધાવણ માટે '''Football''' પકડ ની રીત પરનાં સ્પોકન ટ્યુટોર...")
 
 
Line 426: Line 426:
  
 
|-  
 
|-  
| 10:57
+
| 10:56
| આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા, માતા અને તેનાં બાળક માટે યોગ્ય ધાવણ સ્થિતી પસંદ કરવી
+
 
+
|-
+
| 11:04
+
| ધાવણ પહેલા માતાની તૈયારી અને પગલા-દર-પગલા '''Football''' સ્થિતી માટેની રીત.
+
 
+
|-
+
| 11:12
+
| આ ટ્યુટોરીયલનું યોગદાન ''' Spoken Tutorial Project, IIT Bombay''' દ્વારા કરવામાં આવ્યું છે.
+
 
+
|-
+
| 11:18
+
| '''Spoken Tutorial Project ''' ને ફાળો ''' NMEICT, MHRD, Government of India''' દ્વારા આપવામાં આવ્યો છે.
+
 
+
|-
+
| 11:26
+
| આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
+
 
+
|-
+
| 11:30
+
| '''WHEELS Global Foundation''' માંથી ઉદાર યોગદાન દ્વારા આ ટ્યુટોરીયલને આંશિક ફાળો અપાયો છે.
+
 
+
|-
+
| 11:38
+
| આ ટ્યુટોરીયલ '''Maa aur Shishu Poshan''' પ્રોજેક્ટનો એક ભાગ છે.
+
 
+
|-
+
| 11:44
+
| આ ટ્યુટોરીયલ માટે ડોમેઈન રીવ્યુઅર છે '''Dr. Rupal Dalal''', એમડી બાળરોગતજ્ઞ.
+
 
+
|-
+
| 11:50
+
 
| '''IIT Bombay''' તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.  
 
| '''IIT Bombay''' તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.  
  
 
જોડાવાબદ્દલ આભાર.  
 
જોડાવાબદ્દલ આભાર.  
  
 +
|-
 
|}
 
|}

Latest revision as of 17:56, 25 August 2020

Time Narration
00:01 ધાવણ માટે Football પકડ ની રીત પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું- માતા અને તેનાં બાળક માટે ધાવણની યોગ્ય પકડની પસંદગી.
00:15 ધાવણ પહેલાની માતાની તૈયારી અને Football પકડ માટે પગલા-દર-પગલા પ્રક્રિયા.
00:23 ચાલો શરુ કરીએ.
00:24 દુનિયાભરમાં, માતાઓ તેમનાં બાળકોને વિભિન્ન પ્રકારની પકડ વાપરીને ધાવણ કરાવે છે.
00:31 પહેલાના ટ્યુટોરીયલમાં સમજાવ્યા પ્રમાણે, માતા અને તેનાં બાળક માટે ધાવણની સૌથી ઉત્તમ સ્થિતી એ હોય છે કે-
00:41 માં અને બાળક બંને માટે ધાવણ પ્રક્રિયા એ સંપૂર્ણ ધાવણ દરમ્યાન આરામદાયક રહે.
00:48 બાળકે માતાની છાતીથી ઉડાણથી જોડાવું જોઈએ. અને તેથી તે પુરતું દૂધ મેળવી શકે .
00:56 ચાલો એખાદ પકડ જે કે Football પકડ કહેવાય છે તે વિશે શીખીએ.
01:01 Football પકડ ખાસ કરીને આપેલ માટે ઉપયોગી છે જો માતા: ની પ્રસુતિ સીઝીરીયન થી થયી હોય
01:08 તે મોટી છાતી ધરાવતી હોય ,
01:10 નાનું અથવા અવિકસિત બાળક ધરાવતી હોય અથવા
01:14 જોડિયા બાળકો ધરાવતી હોય .
01:15 હમેશા યાદ રાખો- બાળકને ધવડાવતા પહેલા, માતાએ તેનાં હાથ યોગ્ય રીતે ધોઈને સૂકવવા .
01:22 ત્યારબાદ તેણે ઉકાળીને ઠંડુ કરેલ એક ગ્લાસ ચોખ્ખું પાણી પીવું .
01:27 ધવડાવનાર માતા દિવસમાં આશરે ૭૫૦ થી ૮૫૦ મીલીલીટર દૂધ ઉત્પન્ન કરે છે.
01:34 તેથી, તેમણે તેમની રોજની પાણી લેવાની માત્રા વધારવી .
01:38 આગળ, ચાલો માતાની બેસવાની સ્થિતીની ચર્ચા કરીએ.
01:43 માતાએ જમીન પર અથવા પલંગ પર પગને વાળીને બેસવું .
01:48 અથવા ખુરસી પર પગ જમીન પર અડે એ રીતે બેસવું .
01:51 ખુરસી જો ખુબ ઉંચી હોય અને તેનો પગ જમીન પર અડતો ના હોય તો, તે તેનો પગ નાના સ્ટુલ પર અથવા તકિયાને જમીન પર રાખી તેનાં પર મુકવો.
02:02 બેસતી વખતે, તેની પીઠ ટટ્ટાર હોય જેથી કરીને કમરના દુખાવાને ટાળી શકાય.
02:09 તેનાં ખભા આરામદાયક સ્થિતીમાં હોવા જોઈએ અને ઉંચા કે વળાંકમાં ન હોવા જોઈએ.
02:13 અને આ આરામદાયક સ્થિતીને સંપૂર્ણ ધવડાવતાં દરમ્યાન જાળવી રાખવી .
02:19 માતા જે છાતીથી બાળકને ધવડાવે તે બાજુ 2 થી 3 તકિયા રાખવા.
02:26 સૌથી ઉપરના તકિયાને માતાના ખોળામાં ત્રાસી રીતે મૂકવું.
02:32 ત્યારબાદ, માતાએ જે છાતીથી બાળકને ધવડાવવું હોય તે પરથી વસ્ત્ર નીકાળવું .
02:38 તેણે એ વાતની ખાતરી કરવી કે તેની બ્રા અથવા કબ્જાનું દબાણ છાતી પર ન પડે.
02:45 આરામદાયક સ્થિતીમાં બેસ્યા બાદ, બાળકને માતાની પાસે લાવવું.
02:49 માતાએ તેનાં બાળકની પીઠ તકિયા પર ગોઠવવી .
02:53 માતા જે છાતીથી તેનાં બાળકને ધવડાવે તે બાજુના હાથ વડે તેણે બાળકનું માથું પકડવું .
03:01 બાળકના પગ માતાનાં તેજ હાથનાં બગલમાંથી પસાર થઇને તકિયા પર આવવા જોઈએ.
03:08 માતાએ આ હાથને અને તેનાં બાળકનાં પગને તકિયા પર મુકવા.
03:13 આ દૃશ્યમાં દર્શાવેલ માતા, તેની જમણી છાતીથી બાળકને ધવડાવે છે.
03:18 તેથી, બાળકના પગ માતાની જમણી બાજુની બગલમાંથી પસાર થયા છે.
03:23 તેનાં બાળકના માથાનાં નીચેનાં ભાગને પકડી રાખવા માટે તે તેનાં જમણા હાથનો અંગુઠો અને આંગળીઓને વાપરી રહ્યી છે.
03:31 યાદ રાખો, માતાએ તેની પીઠ ઝુકાવીને છાતીને બાળક નજીક લાવવું નહીં
03:37 આનાથી તેને અસુવિધા થશે અને પીઠનો દુખાવો થશે.
03:42 તેણે હમેશા તેની પીઠ ટટ્ટાર રાખવી અને બાળકને તેની છાતી સુધી પહોંચાડવા માટે ઉચકવું.
03:48 આગળ, બાળકનું માથું પકડવા માટે ચાલો માતાનો અંગુઠો અને આંગળીઓની યોગ્ય સ્થિતી જોઈએ.
03:56 માતાનો અંગુઠો બાળકનાં એક કાનની પાછળ હોવો જોઈએ, અને બાકીની આંગળીઓ બાળકનાં બીજા કાનની પાછળ હોવી જોઈએ.
04:03 તેણે તેની આંગળીઓ અથવા અંગુઠાને બાળકનાં કાનનાં પાછળથી બાળકનાં ગળા પર ન રાખવી .
04:09 તેનું કાંડું બાળકનાં ખભાના જોડાણ પર રહેવું જોઈએ.
04:13 તેણે તેનાં હાથ વડે બાળકનાં માથાની પાછળ દબાણ આપવું નહીં. આનાથી બાળકને ધાવણ દરમ્યાન આરામ રહેશે.
04:23 આગળ, ચાલો બાળકના શરીરને યોગ્ય સ્થિતીમાં રાખવાનું શીખીએ.
04:27 બાળકનો ચહેરો માતાની સામે હોવો જોઈએ.
04:31 બાળકનું શરીર હળવેથી માતાના શરીર સાથે દબાવેલુ હોવું જોઈએ.
04:36 તેમનાં શરીર વચ્ચે ઓછું અંતર હોવાથી બાળકને છાતી સુધી પહોચવામાં વધારે મહેનત કરવી પડશે નહી.
04:41 અને છાતીથી ઉંડાણપૂર્વક જોડાવામાં બાળકને સરળતા રહેશે.
04:47 સ્થિતીમાં બીજો પોઈન્ટ એ છે કે બાળકના શરીરની ગોઠવણી.
04:51 આપણે જ્યારે ખાવા ખાઈએ છીએ ત્યારે, આપણું માથું, ગળું અને શરીર હમેશા સીધી રેખામાં રહે છે.
04:57 એજ પ્રમાણે- ધવડાવતાં દરમ્યાન બાળકનું માથું, ગળું અને શરીર હમેશા સીધી દિશામાં હોવું જોઈએ.
05:06 આનાથી બાળક માટે દૂધ ગળવામાં સરળતા રહેશે.
05:10 હવે આપણે બાળકની શરીર સ્થિતીna ત્રીજા પોઈન્ટ પર આવ્યા.
05:16 માતાએ તેનાં બાળકનાં પૂર્ણ શરીરને આધાર આપવો.
05:22 નહી તો બાળકને છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાવામાં ઘણી મહેનત કરવી પડશે.
05:30 આગળ, ચાલો બાળકનાં નાક અને (દાઢી) સ્થિતી trf જોઈએ.
05:34 બાળકનું નાક હમેશા ડીંટડીની રેખામાં હોવું જોઈએ.
05:39 અને તેની (દાઢી)આગળ પડતી અને છાતીથી અત્યંત નજીક હોવી જોઈએ.
05:44 આનાથી એ વાતની ખાતરી થશે કે બાળક ધાવતી વખતે એરીઓલાનાં નીચેનો ભાગ મોટા પ્રમાણમાં લે.

અને તેથી, અસરકારક રીતે દૂધ પીવા માટે નીચેના જડબાનો ઉપયોગ કરે.

05:55 કૃપા કરી નોંધ લો- Areola એ ડીંટડી ફરતે આવેલ ઘટ્ટ વિસ્તાર છે.
06:00 હવે જો કે બાળકની સ્થિતી યોગ્ય છે તો, ચાલો છાતીને પકડવાનું શીખીએ.
06:07 માતાએ તેનાં બીજા હાથની આંગળીઓનો ઉપયોગ કરીને, તેની છાતીને બાજુથી C આકારની પકડમાં પકડવું.
06:15 આ ચિત્રમાં બતાવેલ માતા તેની જમણી છાતીને પકડવા માટે તેનાં ડાબા હાથનો ઉપયોગ કરે છે.
06:21 અંગુઠા અને આંગળીઓની યોગ્ય સ્થિતી સમજવા માટે- માતાની જમણી છાતી પર ડીંટડીને ચાલો ઘડિયાળનું કેન્દ્ર માનીએ.
06:30 માતાએ આ ઘડિયાળ પર ડાબા અંગુઠાને ઘડિયાળનાં ૧૨ વાગવાની સ્થિતીમાં મૂકવું.
06:35 જ્યારે કે તેની ડબા હાથ ની પહેલી આંગળી અને મધ્ય આંગળી ઘડિયાળનાં ૬ વાગવાની સ્થિતીમાં હોવી જોઈએ.
06:42 આંગળીઓ હમેશા બાળકનાં હોઠની દિશામાં હોવી જોઈએ.
06:47 કેમ? ચાલો એક સરળ ઉદાહરણ દ્વારા આ સમજીએ.
06:52 આપણે જ્યારે વડાપાવ કે બર્ગર ખાઈએ છીએ ત્યારે, આપણા હોંઠ આડી રીતે ખુલે છે.
06:58 મોટુ બચકું લેવા માટે આપણે વડા પાવ કે બર્ગરને આડી રીતે પકડીએ છીએ.
07:03 અહીં, અંગુઠો અને આંગળીઓ હોંઠની દિશામાં મુકાય છે.
07:10 આપણે જો વડા પાવ કે બર્ગરને ઉભી રીતે પકડીએ તો, આપણે મોટુ બચકું લઇ શકીશું નહી.
07:16 એજ પ્રમાણે, બાળકનાં હોઠની દિશાનું અવલોકન કરો.
07:21 હોઠ અહીં આડી દિશામાં છે.
07:24 તેથી, આંગળીઓ અને અંગુઠો પણ છાતી પર આડી દિશામાં મુકાવા જોઈએ.
07:32 આનાથી બાળકને areola નો મોટો ભાગ તેનાં મોઢામાં લેવામાં મદદ મળશે.
07:39 બાળકનાં હોઠની દિશામાં માતાએ તેનો અંગુઠો અને આંગળીઓ હમેશા ડીંટડીથી 3 આંગળીઓનાં અંતરે

રાખવી.

07:50 ફરીથી, વડા પાવ કે બર્ગર ખાતી વખતે, જો આપણે ખુબ નજીકથી પકડીએ તો, આપણને આપણી આંગળીયો મોટું બચકું લેવા માં નડશે.
08:00 આપણે જો ખુબ દુરથી પકડીએ તો, આપણા મોઢામાં બેસવા યોગ્ય તેનો આકાર રહેશે નહી.
08:07 તેથી, આપણે મોટુ બચકું લેવા માટે યોગ્ય અંતરે પકડવું જોઈએ.
08:13 એજ પ્રમાણે બાળક માટે, યોગ્ય અંતર છે ડીંટડીથી 3 આંગળીઓનું અંતર, જેવું કે આ ચિત્રમાં દર્શાવ્યું છે.
08:21 આ અંતર એ વાતની ખાતરી કરે છે કે માતાની આંગળીઓ બાળકને તેનાં મોઢામાં areola નો નીચેનો ભાગ લેવામાં અટકાવતી નથી.
08:31 માતા જો ફક્ત ડીંટડીને દબાવે તો ખુબ ઓછા પ્રમાણમાં દૂધ આવશે.
08:36 માતા areola નાં નીચે આવેલી મોટી દૂધની નસો દબાવે જેથી વધુ દૂધ બહાર નીકળશે.
08:42 અને છાતીનો આકાર યોગ્ય રહે જેથી બાળકને ઉંડાણપૂર્વક જોડાવામાં મદદ મળે.
08:50 યાદ રાખો- માતાનો અંગુઠો છાતીની ઉપરની બાજુએ હોવો જોઈએ.
08:55 અને તેની ૨ આંગળીઓ છાતીની નીચેની બાજુએ હોવી જોઈએ, જેવું કે આ ચિત્રમાં દર્શાવ્યું છે.
09:01 ચાલો વડા પાવ કે બર્ગરનાં ઉદાહરણ પર પાછા આવીએ.
09:06 વડા પાવ કે બર્ગરને યોગ્ય રીતે પકડ્યા બાદ, આપણે મોટુ બચકું લેવા માટે હમેશા તેને દબાવીએ છીએ.
09:12 એજ પ્રમાણે, માતાએ બાજુએથી C આકારમાં તેની છાતીને પકડી રાખીને હળવેથી દબાવવું.
09:18 આનાથી બાળકને તેનાં મોઢામાં છાતીનો મોટો ભાગ લેવામાં મદદ મળશે.
09:23 પરંતુ યાદ રાખો, માતાએ કાતર આકારની પકડમાં તેની છાતીને દબાવવું નહીં.
09:30 કાતર આકારમાં દબાવવાથી છાતીને ચિમટી ભરાશે અને તેથી ડીંટડી દ્વારા ધાવણ થશે.
09:36 સાથે જ ખ્યાલ રાખો કે અંગુઠા અને આંગળીઓ વડે છાતીનું સરખા પ્રમાણમાં દબાણ હોય.
09:43 નહી તો, ડીંટડી કાં તો ઉપરની તરફ ખસી જશે અથવા તો નીચેની તરફ અને એનાથી જોડાણ પ્રક્રિયા અપેક્ષા મુજબ રહેશે નહી.
09:51 કેટલીકવાર, માતા તેનાં બાળકને જુદી સ્થિતીમાં પકડવાનું પસંદ કરે છે.
09:56 આ દૃશ્યમાં, બાળકનો ચહેરો માતા સામે નથી.
10:00 બાળકનું માથું છાતીની પાસે છાતીની બાજુથી લાવવામાં આવે છે ન કે નીચેથી.
10:07 બાળકનાં હોઠ અહીં ઉભી રીતે છે. તેથી, માતાએ તેની આંગળીઓને ઉભી રીતે U આકારના પકડમાં તેની છાતી પર મુકવી.
10:17 યાદ રાખો, કોઈપણ ધવડાવવાની સ્થિતીમાં માતાએ છાતીને બાળક ના હોઠ ની દિશા માં તેની આંગળીઓ અને અગુંઠથી પકડવું.
10:28 હવે, બાળક Football ની પકડમાં છે અને ધાવણ માટે તૈયાર છે.
10:34 યોગ્ય ધવડાવવાની તકનીક સમાન શ્રેણીમાંનાં બીજા અન્ય ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવી છે.
10:41 બાળક એકવાર બરાબરથી જોડાય અને છાતી જો ખુબ ભારી તથા વજનદાર ન હોય તો-

માતાએ તેનાં હાથને તેની છાતીથી મુક્ત કરવો.

10:53 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10:56 IIT Bombay તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Debosmita, Jyotisolanki