Difference between revisions of "Linux-Old/C2/Ubuntu-Software-Center/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
m (moved Linux-Ubuntu/C2/Ubuntu-Software-Center/Gujarati to Linux/C2/Ubuntu-Software-Center/Gujarati: Combining Linux & Linux-Ubuntu FOSS Categories.)
m (Nancyvarkey moved page Linux/C2/Ubuntu-Software-Center/Gujarati to Linux-Old/C2/Ubuntu-Software-Center/Gujarati without leaving a redirect)
 
(No difference)

Latest revision as of 12:51, 6 September 2018

Time Narration
0:00 ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પરના આ મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
0:04 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર નો ઉપયોગ કેવી રીતે કરવો.
0:09 ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ પર સોફ્ટવેરને ડાઉનલોડ, સંસ્થાપન, અપડેટ અને સોફ્ટવેર અનઇન્સ્ટોલ એટલે કે રદ કરવું .
0:16 ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર શું છે?
0:18 તે એક ટુલ છે જે તમને ઉબુન્ટુ OS પર સોફ્ટવેર વ્યવસ્થા કરવા માટેની પરવાનગી આપે છે.
0:23 તમે તેનો ઉપયોગ સોફ્ટવેરને શોધવા માટે, ડાઉનલોડ કરવા, સંસ્થાપિત કરવા, સુધારવા અથવા અનઇન્સ્ટોલ કરવા માટે કરી શકો છો.
0:30 ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર દરેક સોફ્ટવેર માટે સમીક્ષાઓ એટલે કે રીવ્યુ અને રેટિંગ્સ ની યાદી પણ આપે છે;
0:36 આ રીતે, તમારી પાસે સોફ્ટવેર નો ઉપયોગ કરવા પેહલા તે વિશે જાણકારી હોય છે.
0:41 તે સોફ્ટવેર હિસ્ટ્રી માટેનો રેકોર્ડ પણ રાખે છે.
0:45 આ મૌખિક ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ આવૃત્તિ 11.10 પર ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર નો ઉપયોગ કરી રહ્યા છીએ.
0:52 આ ટ્યુટોરીયલ સાથે આગળ વધવા માટે
0:54 તમારે ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોવું જરૂરી છે.
0:56 તમારે સિસ્ટમ સંચાલક એટલે કે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર હોવું અથવા સોફ્ટવેર સંસ્થાપિત કરવા માટે સંચાલકના અધિકારો હોવાની જરૂર છે.
1:04 તમારા લોન્ચર માંથી, ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર આઇકોન પર ક્લિક કરો.
1:08 ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર વિન્ડો આવે છે.
1:12 આ વિન્ડોની ટોચ પર ડાબી બાજુએ All Software, Installed અને History બટનો દર્શાવવામાં આવેલ છે.
1:19 સર્ચ ક્ષેત્ર જમણા ખૂણામાં ટોચ ઉપર પ્રદર્શિત થાય છે.
1:23 ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની વિન્ડો બે પેનલો માં વિભાજિત થાય છે.
1:28 ડાબી પેનલ સોફ્ટવેર વર્ગોની યાદી દર્શાવે છે.
1:33 જમણી પેનલ What’s New અને Top Rated દર્શાવે છે.
1:38 આ What’s New પેનલ નવા પ્રકાશિત કરવામાં આવ્યા છે તે સોફ્ટવેરની યાદી બતાવે છે.
1:42 આ Top Rated પેનલ એ સોફ્ટવેર ની યાદી દર્શાવે છે જે ઉચ્ચ વપરાશકર્તા રેટિંગ ધરાવે છે અને મોટા ભાગમાં વારંવાર ડાઉનલોડ થયેલ છે.
1:51 ચાલો સોફ્ટવેર વર્ગ દ્વારા બ્રાઉઝ કરીએ.
1:55 ડાબી પેનલ માંથી, Internet પર ક્લિક કરો.
1:58 ઇન્ટરનેટ વર્ગ માટે ઈન્ટરનેટ સોફ્ટવેર અને ટોપ રેટ સોફ્ટવેર ની યાદી પ્રદર્શિત થાય છે.
2:05 નોંધ લો કે, કેટલાક સોફ્ટવેરને ટિક માર્ક સાથે એક વર્તુળ છે.
2:10 આ સૂચવે છે કે સોફ્ટવેર પહેલેથી જ તમારા કમ્પ્યુટર માં સંસ્થાપિત કર્યું છે.
2:15 ઈન્ટરનેટ વર્ગમાં વધુ સોફ્ટવેર જોવા માટે All આઇકોન પર ક્લિક કરો.
2:21 બધા સોફ્ટવેર,જે ઈન્ટરનેટ વર્ગ માટે ઉપલબ્ધ છે તે આ વિન્ડો માં યાદી થયેલ છે.
2:26 તમે સોફ્ટવેર ને નામ, ટોપ રેટેડ અથવા નવુ પહેલા એ દ્વારા પણ સૉર્ટ કરી શકો છો.
2:32 ચાલો જમણા ખૂણે ટોચ ઉપર આવેલ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો.
2:36 યાદીમાંથી, By Top Rated પસંદ કરો.
2:40 ઇન્ટરનેટ સોફ્ટવેર, રેટિંગ્સ ના ક્રમમાં ગોઠવાયેલ છે.
2:45 તમારા કમ્પ્યુટર માં સંસ્થાપિત થયેલા હોય તે સોફ્ટવેરની સંપૂર્ણ યાદી જોવા માટે,
2:50 Installed બટન પર ક્લિક કરો.
2:53 સોફ્ટવેર વર્ગ પ્રદર્શિત થાય છે.
2:56 Sound and Video સામેના નાના ત્રિકોણાકાર બટન પર ક્લિક કરો.
3:02 સાઉન્ડ અને વિડીયો માટેના સોફ્ટવેર જે તમારા કમ્પ્યુટર પર સંસ્થાપિત છે તેની યાદી પ્રદર્શિત થાય છે.
3:08 ચાલો All Software પર ક્લિક કરીએ અને ડ્રોપ ડાઉન માંથી Provided by Ubuntu પર ક્લિક કરીએ.
3:14 બધા સોફ્ટવેરો જે ઉબુન્ટુ દ્વારા પ્રદાન કરવામાં આવેલ છે તેની યાદી બતાવેલ છે.
3:19 હવે, ચાલો સોફ્ટવેર વીએલસી મીડિયા પ્લેયર સંસ્થાપિત કરીએ.
3:24 આ વિન્ડોની જમણી ટોચ પર આવેલા સર્ચ બોક્સ માં, વીએલસી લખો.
3:29 વીએલસી મીડિયા પ્લેયર પ્રદર્શિત થાય છે.
3:33 હવે, Install પર ક્લિક કરો.
3:35 Authentication સંવાદ બોક્સ દેખાય છે.
3:38 તમારી સિસ્ટમ નો પાસવર્ડ દાખલ કરો.
3:42 Authenticate પર ક્લિક કરો.
3:44 વીએલસી સંસ્થાપિત કરવામાં આવી રહ્યું છે તે સૂચવતા પ્રોગ્રેસ બાર ની નોંધ લો.
3:50 તે, સંસ્થાપન પેકેજો જે સંસ્થાપિત થઇ રહ્યા છે, તેની સંખ્યા અને માપ પર આધાર રાખી અમુક સમય લેશે.
3:57 ટોચ પર આવેલા બટન દ્વારા પ્રગતિ પણ સૂચવવામાં આવે છે.
4:02 જયારે સંસ્થાપન થઇ રહ્યું હોય ત્યારે તમે અન્ય એપ્લીકેશનો ઍક્સેસ કરી શકો છો.
4:07 એકવાર વીએલસી સંસ્થાપિત થઇ જાય, પછી ત્યાં વીએલસી સામે એક નાની ટિક માર્ક છે.
4:13 Remove બટન જમણી બાજુ પર દર્શાવવામાં આવેલ છે.
4:17 જો તમે વીએલસી અનઇન્સ્ટોલ કરવા માંગો છો, તો ફક્ત Remove બટન પર ક્લિક કરો.
4:23 એ જ રીતે, તમે તમામ અન્ય સોફ્ટવેર પેકેજો શોધી અને સંસ્થાપિત કરી શકો છો.
4:29 હવે, ચાલો હિસ્ટ્રી જોઈએ.
4:31 આ આપણે કરેલા તમામ ફેરફારો જોવા માટેની પરવાનગી આપે છે,
4:37 સંસ્થાપનો, સુધારાઓ અને સોફ્ટવેર રદ કરવા સહિત.
4:40 History પર ક્લિક કરો. History સંવાદ બોક્સ દેખાય છે.
4:45 તમે તમારી હિસ્ટ્રી All Changes, Installations, Updates, અને Removals દ્વારા તપાસી શકો છો.
4:51 All Changes પર ક્લિક કરો.
4:53 સંસ્થાપનો, સુધારાઓ અને સોફ્ટવેર રદ કરવા જેવા તમામ ફેરફારો જે કરાયેલ હતા, તેઓની યાદી અહીં પ્રદર્શિત થાય છે.
5:01 તમે નિયમિત ધોરણે સંસ્થાપિત સોફ્ટવેર અપડેટ એટલે કે સુધારી પણ શકો છો.
5:07 તમે ઉબુન્ટુ અને ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર વિષે વધુ માહિતી ઉબુન્ટુ વેબસાઇટ પર શોધી શકો છો.
5:17 અહીં ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
5:21 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર કેવી રીતે વાપરવું.
5:26 આપણે એ પણ શીખ્યા કે ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ પર સોફ્ટવેર કેવી રીતે ડાઉનલોડ, સંસ્થાપિત અને અનઇન્સ્ટોલ એટલે કે રદ કરવું.
5:36 અહીં તમારા માટે એક અસાઇન્મેન્ટ છે.
5:39 ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર ની મદદથી ઠુંન્દેર્બીર્દ ડાઉનલોડ કરો અને સંસ્થાપિત કરો.
5:46 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
5:49 તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
5:52 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે ડાઉનલોડ કરીને તે જોઈ શકો છો.
5:57 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનું જૂથ
5:59 સ્પોકન ટ્યુટોરિયલના મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
6:02 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
6:06 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" પર સંપર્ક કરો.
6:12 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે.
6:17 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
6:24 આ મિશન પર વધુ માહિતી નીચેની લીંક ઉપર ઉપલબ્ધ છે.
6:28 સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો
6:35 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Chandrika, Nancyvarkey, Pravin1389