Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Basics-of-working-with-objects/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 558: Line 558:
 
||11.39
 
||11.39
 
||આ વૃક્ષોની ત્રણ કોપી બનાવશે.
 
||આ વૃક્ષોની ત્રણ કોપી બનાવશે.
 
  
 
|-
 
|-

Revision as of 12:40, 18 March 2013

Time Narration
00.02 લીબરઓફીસ ડ્રો માં ઓબ્જેક્ટો સાથે કામ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો:
00.11 ઓબ્જેક્ટને Cut, copy, paste કરવું.
00.14 હેન્ડલ્સની મદદથી ઓબ્જેક્ટોને ગતિશીલ રીતે માપ બદલવું
00.17 ઓબ્જેક્ટો ગોઠવવા.
00.19 ઓબ્જેક્ટો ને જૂથ અને જૂથવિહીન કરવા
00.21 જૂથમાં વ્યક્તિગત ઓબ્જેક્ટોને એડિટ કરો
00.24 એક જૂથ અંદર ઓબ્જેક્ટો ખસેડો
00.28 અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ 3.3.4 આવૃત્તિ વાપરી રહ્યા છીએ.
00.37 ફાઈલ જે આપણે ડેસ્કટોપ પર સંગ્રહ કરી હતી તે ખોલો.
00.42 હવે, આ ડ્રોઈંગમાં ત્રણ વધુ વાદળો કોપી અને પેસ્ટ કરો.
00.47 પ્રથમ વાદળ પસંદ કરો, પછી કોન્તેક્ષ્ટ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Copy" પર ક્લિક કરો.
00.54 પછી, કર્સર પેજ ઉપર મુકો, કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને "Paste" ઉપર ક્લિક કરો.
01.02 પરંતુ આપણે માત્ર એક વાદળ જોઈ શકીએ છીએ!
01.05 આપણે કોપી અને પેસ્ટ કરેલ વાદળ ક્યાં છે?
01.08 કોપી કરેલ વાદળ મૂળ વાદળના ટોચ પર પેસ્ટ થયેલ છે!
01.13 વાદળને પસંદ કરો અને તેને ડાબી બાજુએ ખસેડો.
01.17 એ જ રીતે એક વધુ વાદળ બનાવીએ.
01.21 વાદળ પસંદ કરો, કોન્તેક્ષ્ટ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Copy" પર ક્લિક કરો.
01.26 કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને "Paste" ઉપર ક્લિક કરો.
01.30 હવે, કોપી કરેલ વાદળ પસંદ કરો અને તેને ડાબી તરફ ખસેડો.
01.37 ઓબ્જેક્ટોની નકલ બનાવવા માટે આપણે શોર્ટકટ કીઝ પણ વાપરી શકીએ છીએ.
01.41 ઓબ્જેક્ટને કોપી કરવા માટે Ctrl + C
01.44 ઓબ્જેક્ટને પેસ્ટ કરવા માટે Ctrl + V
01.47 ઓબ્જેક્ટને કટ કરવા માટે Ctrl + X
01.50 વાદળને પસંદ કરો અને CTRL અને C કીઝ એકસાથે દબાવો.
01.55 વાદળ કોપી થયેલ છે.
01.57 પેસ્ટ કરવા માટે, CTRL અને V કીઝ એકસાથે દબાવો.
02.02 હવે વાદળ પસંદ કરો અને તેને ઇચ્છીત સ્થળે ખસેડો.
02.08 આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઈનમેન્ટ કરો.
02.11 ડ્રો ફાઈલમાં બે પેજ ઉમેરો.
02.14 પેજ એક પર બે ઓબ્જેક્ટો દોરો.
02.18 પેજ એક પરથી પેજ બે પર ઓબ્જેક્ટ કોપી કરો.
02.22 કોપી કરેલ ઓબ્જેક્ટ ક્યાં મુકવામાં આવેલ છે તે ચકાસો.
02.25 ઑબ્જેક્ટ કટકરો અને તેને પેસ્ટ કરો. તમે આ હેતુ માટે શોર્ટકટ કીઝ વાપરી શકો છો.
02.31 ચકાસો કે ઓબ્જેક્ટની કોપી બનેલ છે જયારે તમે તેને કટ કરો છો.
02.36 આ વાદળનું કદ ઘટાડીએ.
02.38 તો, પ્રથમ તેને પસંદ કરો
02.40 હવે હેન્ડલ્સ દૃશ્યમાન છે.
02.43 આગળ, એક હેન્ડલ્સ પર કર્સર મુકો જ્યાં સુધી એરોહેડ્સ દૃશ્યમાન ન થાય.
02.50 હવે, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને વાદળ નાના બનાવવા માટે એરો ને અંદરની તરફ ખેંચો.
02.57 તેને મોટું કરવા માટે, એરો ને બહાર ખેંચો.
03.00 આ એરો લાંબો કરવા માટે, પ્રથમ તેને પસંદ કરો.
03.04 હવે કોઈ એક હેન્ડલ્સ ઉપર કર્સરને ખસેડો.
03.07 નીચેના વર્ગ સાથે એક ચોરસ સાથે એક નાનો પારદર્શક એરો કર્સર ટોચ પર દેખાય છે.
03.14 હવે, કિબોર્ડ પર, "Shift" કી દબાવો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને એરોના હેન્ડલ ની મદદથી, તેને નીચે ખેંચો.
03.25 જો તમે Shift કી પણ દબાવો છો, તો ઓબ્જેક્ટનું માપ બદલવું ખૂબ સરળ છે.
03.32 ઑબ્જેક્ટના હેન્ડલ્સ દ્વારા માપ બદલવાને "ડાયનામિક રિસાઈઝિંગ" કહેવાય છે.
03.38 આનો અર્થ છે કે આપણે ચોક્કસ માપનો ઉપયોગ નથી કરતા.
03.42 ચોક્કસ માપથી ઓબ્જેક્ટનું માપ બદલવું એ આપણે પાછળના ટ્યુટોરિયલમાં શીખીશું.
03.47 એ જ રીતે લંબચોરસની પહોળાઇ વધારીએ.
03.52 લંબચોરસ પસંદ કરો, કીબોર્ડ પર Shift કી દબાવો અને ઉપર તરફ ખેંચો.
03.59 ડ્રો વિન્ડોની તળિયે આ "Status" બારને જુઓ.
04.03 નોંધ લો કે જ્યારે આપણે લંબચોરસનું માપ ફરીથી બદલીએ છીએ, તો પરિમાણો બદલાય છે.
04.09 "Status" બાર ઑબ્જેક્ટનું સ્થાન અને પરિમાણમાં થતા ફેરફારને દર્શાવે છે.
04.16 હવે વાદળો અને સૂર્યને અહીં દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે ગોઠવીએ.
04.20 વાદળો ઓળખવા માટે, તેમને ડાબેથી જમણી તરફ નંબરો આપીએ 1, 2, 3, 4.
04.29 નંબરો દાખલ કરવા માટે, આ વાદળ પસંદ કરો, ડબલ ક્લિક કરો અને 1 ટાઇપ કરો.
04.36 તેવી જ રીતે અન્ય વાદળોને પણ નંબર આપો.
04.44 હવે, ચાલો વાદળ 4 પસંદ કરો અને તેને સૂર્ય પર મૂકો.
04.49 તેને સૂર્ય પાછળ મોકલવા માટે, કોન્ટેક્ષ મેનૂ માટે વાદળ પર રાઇટ ક્લિક કરો.
04.55 "Arrange" પર ક્લિક કરો અને “Send Backward” પસંદ કરો.
04.58 વાદળ 4 હવે સૂર્ય પાછળ છે.
05.02 "Send Backward" હાલના ઓબ્જેક્ટથી એક સ્તર પાછળ મોકલે છે.
05.07 હવે વાદળ 3 પસંદ કરો અને તેને સૂર્ય ઉપર મૂકો.
05.12 કોન્ટેક્ષ મેનૂ માટે માટે જમણું ક્લિક કરો, "Arrange" પર ક્લિક કરો અને “Send to Back” પસંદ કરો.
05.18 વાદળ 3 હવે સૂર્ય અને વાદળ 4 બંનેના પાછળ છે.
05.23 "Send to Back" ઓબ્જેક્ટને છેલ્લા સ્તર પર મોકલે છે.
05.28 સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે હવે વાદળોને ગોઠવવું સરળ છે.
05.32 ચાલો વાદળ 4 પસંદ કરીએ, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, "Arrange" પર ક્લિક કરો અને “Bring to Front” પસંદ કરો.
05.40 “Bring to Front” ઓબ્જેક્ટને પ્રથમ સ્તર ઉપર લાવે છે.
05.44 પછી વાદળ 3 પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, "Arrange" ક્લિક કરો અને “Bring Forward” પસંદ કરો.
05.52 “Bring Forward” ઑબ્જેક્ટને એક સ્તર આગળ લાવે છે.
05.57 હવે, વાદળ 2 પસંદ કરો અને તેને વાદળ 1 પર મૂકો.
06.01 વાદળો સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે ગોઠવાયેલ છે.
06.07 આગળ વાદળો ના નંબરો રદ કરો.
06.10 આ કરવા માટે, વાદળ પસંદ કરો અને ડબલ ક્લિક કરો. પછી નંબર પસંદ કરો અને કીબોર્ડ પર ડીલીટ કી દબાવો.
06.23 આ અસાઇનમેન્ટ માટે ટ્યુટોરીયલ અહીં અટકાવો.
06.26 વર્તુળ,ચોરસ અને સ્ટાર દોરો અને તેમને નીચે દર્શાવ્યા પ્રમાણે મુકો.
06.32 દરેક ઑબ્જેક્ટ પસંદ કરો અને arrange મેનુ માંથી દરેક વિકલ્પ લાગુ પાડો.
06.38 તપાસ કરો કે દરેક વિકલ્પ માટે આકૃતિની વ્યવસ્થા કેવી રીતે બદલાય છે.
06.44 સ્લાઇડ્સ પર બતાવ્યા પ્રમાણે હવે ઓબ્જેક્ટ મુકો અને "bring to front" અને "sent to back" ચેક કરો.
06.53 આગળ, આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે, વોટર સાયકલ આકૃતિ અંદર વૃક્ષો ઉમેરો.
06.59 આપણે બ્લોક એરો અને એક્સ્પ્લોઝ્નની મદદથી વૃક્ષ દોરીશું.
07.05 Insert અને પછી Slide ઉપર ક્લિક કરી આ ડ્રો ફાઈલમાં એક નવું પેજ ઉમેરીએ.
07.11 આ આપણી ફાઈલમાં એક નવું પેજ ઉમેરશે.
07.15 વૃક્ષના થડને દોરવા માટે, Drawing ટૂલબાર માંથી "Block Arrows" પસંદ કરો.
07.21 ઉપલબ્ધ આકારો જોવા માટે નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Split Arrow" પસંદ કરો.
07.28 પેજ પર કર્સર મૂકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને નીચે અને કિનારીની તરફ ડ્રેગ કરો.
07.35 તમે બે શાખાઓ સાથે વૃક્ષ નું થડ દોર્યું છે!
07.39 ચાલો શાખા માટે પાંદડા ઉમેરિયે.
07.42 Drawing ટૂલબારમાંથી સ્ટાર્સ પસંદ કરો.
07.45 પછી, નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Explosion" પસંદ કરો.
07.51 હવે, ડ્રો પેજ પર જાઓ, એરોની ડાબી શાખા પર કર્સર મુકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને આકાર દોરવા ડાબી તરફ ડ્રેગ કરો.
08.01 તો, આપણે વૃક્ષ માટે પાંદડા ઉમેર્યા છે!
08.04 આપણે આ આકાર વૃક્ષની જમણી શાખામાં પણ કોપી કરીશું.
08.09 આકાર પસંદ કરો.
08.11 કીબોર્ડ પર, કોપી કરવા માટે Ctrl + C કીઝ દબાવો.
08.15 પછી પેસ્ટ કરવા માટે CTRL + V કી ડબાઓ.
08.19 હવે આકારને વૃક્ષની જમણી શાખા પર ખસેડો.
08.22 આપણે વૃક્ષ દોર્યું છે!
08.25 વૃક્ષ પસંદ કરો અને તેને નીચે ખસેડો.
08.28 ઝાડનું માત્ર થડ નીચે ખસે છે; પાંદડા નથી ખસતા!
08.32 અહીં "Tree trunk" અને "two Leaves" અલગ ઓબ્જેક્ટ તરીકે ગણવામાં આવે છે.
08.38 ચાલો ઝાડનું થડ જ્યાં હતું ત્યાંથી પાછળ ખસેડીએ.
08.41 ચાલો જાણીએ કે "tree trunk" અને "two leaves" ને એક એકમ માં કેવી રીતે જૂથ કરવું.
08.47 જુથમાં કોઈપણ ફેરફાર તે જૂથના બધા ઓબ્જેક્ટો પર લાગુ પડશે.
08.53 પ્રથમ પેજ પર ક્લિક કરો, જેથી કોઈ પણ ઓબ્જેક્ટ પસંદ ન થશે.
08.58 પછી, ડ્રોઇંગ ટૂલબાર માંથી "Select" પર ક્લિક કરો.
09.02 કર્સરને પેજ ઉપર ખસેડો અને પેજ પર ક્લિક કરો.
09.05 હવે ડાબુ માઉસ બટન દબાવો અને ડ્રેગ કરો જેથી બધા ઓબ્જેક્ટ્સ પસંદ થાય.
09.11 તમે ડોટેડ લંબચોરસ જોશો.
09.14 ખાતરી કરો કે વૃક્ષના તમામ ઓબ્જેક્ટ્સ આ લંબચોરસ અંદર પસંદ થયા છે.
09.20 વૈકલ્પિક રીતે, તમે Shift કી દબાવી અને પછી દરેક ઓબ્જેક્ટ પર ક્લિક કરી બે અથવા વધુ ઓબ્જેક્ટ પસંદ કરી શકો છો.
09.28 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Group" પસંદ કરો.
09.32 હવે વૃક્ષ પર કોઈપણ ઑબ્જેક્ટ પર ક્લિક કરો.
09.36 હેન્ડલ્સ એ રીતે દેખાય છે, જેમ કે તેઓ એક ઓબ્જેક્ટનો ભાગ છે.
09.40 આ ઓબ્જેક્ત્સ હવે એક યુનિટ તરીકે ગણવામાં આવે છે.
09.45 તેમને અલગ ઓબ્જેક્ટ તરીકે જૂથમાંથી કાઢવા માટે , વૃક્ષ પસંદ કરો, જમણું ક્લિક કરો અને "Ungroup" પસંદ કરો.
09.52 ઓબ્જેક્ત્સ હવે જૂથ વિનાના છે અને ત્રણ અલગ ઓબ્જેક્ત્સ તરીકે ગણવામાં આવે છે.
09.56 તેમને ફરીથી જૂથમાં કરો.
09.58 Shift કી દબાવો અને એક પછી એક ઓબ્જેક્ટ પસંદ કરો.
10.03 જમણું ક્લિક કરો અને "group" પસંદ કરો.
10.06 ચાલો પહેલા પેજ પર વૃક્ષ કોપી કરીએ જે આપણું મુખ્ય ડ્રોઈંગ પેજ છે.
10.10 તેથી કોપી માટે Ctrl અને C. પહેલા પેજ પર ક્લિક કરો અને પેસ્ટ માટે Ctrl અને V.
10.17 હવે, ધારો કે આપણે જૂથ અંદરના એક ઓબ્જેક્ટને એડિટ કરવું છે. આપણે શું કરીશું?
10.23 હું ઓબ્જેક્ટ ને જૂથમાંથી કાઢી તેને ફરીથી જૂથમાં લાવવા વગર આ કરવા માટેનો એક સરળ રસ્તો બતાવીશ.
10.30 group પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો.
10.33 “Enter Group” પસંદ કરો.
10.35 નોંધ લો કે આ જૂથની બહાર આવેલા બધા ઓબ્જેક્ત્સ નિષ્ક્રિય કરેલ છે.
10.39 માત્ર જૂથની અંદરના ઓબ્જેક્ત્સ જ એડિટ થઇ શકે.
10.43 ઉદાહરણ તરીકે વૃક્ષની જમણી બાજુ પર પાંદડા પસંદ કરો અને કદ ઘટાડો.
10.51 આ અન્ડું કરી આગળ વધવા માટે Ctrl + 'Z' દબાવીએ.
10.56 હવે, આપણે વૃક્ષનું કદ ઘટાડવું જોઈએ જેથી તે વોટર સાયકલ ડ્રોઈંગ અંદર બંધબેસે.
11.02 તો આપણે જૂથનું "Edit" મોડ બંધ કરવું પડશે.
11.05 જૂથ બંધ કરવા માટે, જમણું ક્લિક કરો અને "Exit group" પસંદ કરો.
11.13 આપણે હવે જૂથ માટે "Edit" મોડમાંથી બહાર છીએ.
11.16 વૃક્ષ પસંદ કરો અને કર્સરને જમણાં તળિયેના હેન્ડલ ઉપર ખસેડો.
11.21 કર્સર કદ બદલવાના તીરથી બદલાય ગયું છે.
11.24 તીર અંદરની તરફ ડ્રેગ કરો.
11.26 અને આપણે સમગ્ર વૃક્ષનું કદ ઘટાડ્યું છે!
11.29 ચાલો આ ચિત્રમાં વધુ ત્રણ વૃક્ષો ઉમેરીએ.
11.32 વૃક્ષ પસંદ કરો અને કોપી કરવા માટે ctrl અને C અને પેસ્ટ કરવા માટે ત્રણ વખતctrl અને V.
11.39 આ વૃક્ષોની ત્રણ કોપી બનાવશે.
11.41 હવે આપણે તેમને ઇચ્છિત સ્થાન પર ખસેડીશું.
11.45 બધા વૃક્ષો માટે આ પગલું ભરો.
11.51 હવે યાદ રાખો, દરેક વૃક્ષ ત્રણ ઓબ્જેક્ત્સથી બનાવવામાં આવે છે.
11.55 દરેક વૃક્ષ પોતે પણ એક જૂથ છે.
11.58 આપણે ઓબ્જેક્ત્સના જૂથો બનાવ્યા છે.
12.01 ચાલો હવે ડ્રોઈંગમાં પાણી તત્વ ઉમેરીએ.
12.04 પાણીની અસર આપવા માટે, આપણે લંબચોરસની બાજુમાં એક ત્રિકોણ ઉમેરીશું અને પછી એક વક્ર ઉમેરીશું.
12.12 ત્રિકોણ દોરવા માટે, “Drawing” ટૂલબાર માંથી "Basic shapes" પસંદ કરો.
12.18 નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Right Triangle" પસંદ કરો.
12.24 તે દોરો અને લંબચોરસની બાજુમાં મૂકો.
12.28 હવે રંગથી ભરેલું એક વક્ર જળની હલચલ દર્શાવવા માટે દોરો.
12.34 "Drawing" ટૂલબાર માંથી, "Curve" પસંદ કરો. હવે, “Freeform Line, Filled” પર ક્લિક કરો
12.42 પછી ત્રિકોણની ટોચ પર કર્સર મુકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને તેને નીચે ડ્રેગ કરો.
12.49 ચાલો વક્ર સમાયોજન કરીએ જેથી તે વહેતા પાણી જેવું દેખાય.
12.56 ત્રિકોણ અને વક્ર મળીને પાણી બનાવે છે, ચાલો તેમને એક ઓબ્જેક્ટ તરીકે જૂથ કરીએ.
13.03 ડ્રોઈંગ ટૂલબારમાંથી, Select પર ક્લિક કરો.
13.07 હવે કર્સરને પેજ પર ખસેડો, ડાબુ માઉસ બટન દબાવો અને ત્રિકોણ અને વક્રને આવરી લેવા માટે ડ્રેગ કરો.
13.16 જમણું ક્લિક કરો અને Group પસંદ કરો.
13.18 હવે આપણે વોટર સાયકલની મૂળ રૂપરેખા બનાવેલ છે.
13.23 અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે.
13.26 તમારી જાતે આ ચિત્ર બનાવો.
13.30 ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
13.33 આ ટ્યુટોરીયલમાં, તમે ઓબ્જેક્ત્સ સાથે કામ માટેનું મૂળભૂત શીખ્યા. તમે :
13.39 ઓબ્જેક્ત્સ Cut, copy, paste કરતા,
13.42 હેન્ડલ્સ દ્વારા ગતિશીલ રીતે ઓબ્જેક્ત્સના માપ બદલતા,
13.46 ઓબ્જેક્ત્સ ગોઠવતા,
13.48 ઓબ્જેક્ટો ને જૂથ અને જૂથવિહીન કરતા,
13.50 જૂથમાં વ્યક્તિગત ઓબ્જેક્ટોને એડિટ કરતા,
13.53 એક જૂથ અંદર ઓબ્જેક્ટો ખસેડતા શીખ્યા.
13.57 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
14.01 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
14.04 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
14.08 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
14.11 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
14.14 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે
14.18 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો
14.24 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
14.28 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
14.36 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
14.47 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya