Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Create-reports/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 283: Line 283:
  
 
|-
 
|-
||07;12
+
||07:12
 
||નોંધ લો કે તેમાં ટોંચ પર ફિલ્ડ લેબલો, જાડાં ફોન્ટમાં છે, અને વાસ્તવિક ડેટા ટેબ્યુંલર પધ્ધતિમાં યાદી કરાયેલ છે.
 
||નોંધ લો કે તેમાં ટોંચ પર ફિલ્ડ લેબલો, જાડાં ફોન્ટમાં છે, અને વાસ્તવિક ડેટા ટેબ્યુંલર પધ્ધતિમાં યાદી કરાયેલ છે.
  

Latest revision as of 13:18, 27 March 2017

Time Narration
00:00 લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:03 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે
00:07 રીપોર્ટ બનાવવું. રીપોર્ટ ફીલ્ડ્સ ને પસંદ, લેબલ અને સોર્ટ કરવું.
00:12 રીપોર્ટ લેઆઉટ પસંદ કરવું અને રીપોર્ટનો પ્રકાર પસંદ કરવો: સ્ટેટિક અથવા ડાયનામિક.
00:19 આ માટે, ચાલો આપણું સુપરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ લઈએ.
00:27 અહીં, આ લાઈબ્રેરી ડેટાબેઝમાં, આપણે પુસ્તકો અને સભ્યો વિશે માહિતી સંગ્રહિત કરી છે,
00:36 અને, આપણી પાસે સભ્યોને આપેલ પુસ્તકોનો ટ્રેક રાખવા માટેનું કોષ્ટક પણ છે.
00:41 પાછલાં ટ્યુટોરીયલોમાં આપણે શીખ્યાં કે કેવી રીતે ફોર્મો અને ક્વેરી બનાવવી.
00:48 રીપોર્ટ કેવી રીતે બનાવવું એ શીખવાં પહેલા, ચાલો પહેલા શીખીએ કે રીપોર્ટ શું છે?
00:56 રીપોર્ટ એ ક્વેરી સમાન જ ડેટાબેઝમાંથી માહિતી મેળવવા માટેનો બીજો એક માર્ગ છે.
01:05 આપણે તેનાં લેઆઉટ (ગોઠવણી), દેખાવ અને અનુભવને કસ્ટમાઈઝ (વૈવિધ્યપૂર્ણ) કરી શકીએ છીએ, જેથી કરીને તે વાંચવાં માટે અથવા કાગળ પર પ્રિન્ટ (છાપ) લેવા માટે સરળ બને.
01:14 રિપોર્ટો ડેટાબેઝનાં ટેબલો (કોષ્ટકો) અથવા ક્વેરીઓ માંથી જનરેટ કરી શકાય છે.
01:21 તે ટેબલ (કોષ્ટક) અથવા ક્વેરીના બધા જ ફીલ્ડોને, અથવા ફક્ત ફીલ્ડોનાં અમુક પસંદિત જૂથને પણ સમાવી શકે છે.
01:31 રીપોર્ટોની બે શ્રેણીઓ છે - સ્ટેટિક (સ્થિર) અને ડાયનામિક (ગતિશીલ).
01:38 જયારે પણ સ્ટેટિક રીપોર્ટને જોવાં માટે ખોલવામાં આવે છે,
01:42 તે હંમેશા એ જ ડેટા પ્રદર્શિત કરશે જે રીપોર્ટ બનાવતી વખતે ત્યાં હતા.
01:48 આને સ્નેપશોટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
01:52 પરંતુ ડાયનામિક રીપોર્ટને જયારે પણ જોવાં માટે ખોલવામાં આવશે તે ડેટાબેઝના વર્તમાન ડેટા બતાવશે.
02:00 ઠીક છે, ચાલો આપણે હવે એક રીપોર્ટનો નમૂનો બનાવીએ.
02:05 લાઈબ્રેરી ડેટાબેઝમાં,
02:08 ચાલો ડાબી પેનલ ઉપર આવેલા Reports આઇકોન ઉપર ક્લિક કરીએ.
02:12 જમણી પેનલ પર, ચાલો ‘Use Wizard to create report’ ઉપર ક્લિક કરીએ.
02:18 રિપોર્ટો બનાવવા માટે આ એક સરળ અને ઝડપી વિકલ્પ છે.
02:24 આપણે હવે એક નવી વિન્ડો જોઈએ છીએ જેને Report Builder window પણ કહેવાય છે,
02:31 અને ડાબી તરફ ૬ પગલાંઓ દર્શાવતું એક વિઝાર્ડ પણ જોઈએ છીએ.
02:39 પાછલાં ટ્યુટોરીયલમાં આપણે બનાવેલ ક્વેરી પર આધારીત રીપોર્ટ બનાવવા માટે આપણે આ વિઝાર્ડ મારફતે જઈશું.
02:47 'History of books issued to the Library members’
02:51 આપણે પગલું ૧ - Field Selection માં છીએ.
02:56 આપણે રીપોર્ટના ડેટાનો સ્રોત અહીં સ્પષ્ટ કરીશું: ટેબલ અથવા ક્વેરી
03:05 ચાલો આપણી ક્વેરી ‘History of Books Issued to Members’ ઉપર આવેલા ડ્રોપડાઉન લીસ્ટ માંથી પસંદ કરીએ.
03:14 હવે આપણે ક્વેરીમાંથી ઉપલબ્ધ ફીલ્ડોની યાદી ડાબી બાજુ જોઈ શકીએ છીએ.
03:21 આપણને રીપોર્ટ માં દરેક ફીલ્ડો જોઈએ છે, તેથી આપણે જમણી બાજુએ આવેલા બે એરો વાળા બટનને ક્લિક કરીશું.
03:30 હવે બીજા પગલાં પર જવાં માટે ચાલો Next બટન ઉપર ક્લિક કરીએ.
03:34 પગલું ૨. Labelling Fields.
03:39 ઈમેજમાં બતાવ્યાં પ્રમાણે ચાલો આપણે લેબલ ટેક્સ્ટ બોક્સોમાં નીચે આપેલ વર્ણનાત્મક લેબલો ટાઈપ કરીએ.
03:49 ઠીક છે, ચાલો હવે Next બટન ઉપર ક્લિક કરીએ.
03:55 આપણે હવે પગલું ૩ - Grouping માં છીએ.
03:59 આનો ઉપયોગ આપણે ત્યારે કરી શકીએ જયારે અમને પસંદિત ફીલ્ડો (ક્ષેત્રો) નાં સમૂહ દ્વારા ડેટાને જુથમાં કરવાની જરૂર હોય છે.
04:05 ઉદાહરણ તરીકે, આપણા રીપોર્ટમાં, આપણે ડેટાને Book titles દ્વારા જુથમાં કરી શકીએ છીએ.
04:12 જો આપણે તે કરીએ, તો રીપોર્ટમાં આપણને book title દેખાશે અને પછી દરેક સભ્યો જેને તે અપાયેલ છે.
04:22 ત્યારબાદ આપણે પછીનું book title જોશું, અને એજ રીતે આગળ.
04:27 હમણાં માટે, ચાલો આપણા રીપોર્ટ ને સરળ રાખીએ.
04:31 તો આપણે ફક્ત Next બટન ઉપર ક્લિક કરીશું.
04:36 હવે આપણે પગલું ૪ - Sorting Options માં છીએ.
04:41 ચાલો ડેટાને કાળક્રમ અનુસાર વર્ગીકરણ કરીએ,
04:46 અને પછી તેને Book titleનાં ચઢતા ક્રમમાં વર્ગીકરણ કરો.
04:52 આ માટે, આપણે Sort by ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરીશું,
04:58 અને ત્યારબાદ Issue Date ઉપર ક્લિક કરીશું.
05:03 પછી આપણે બીજાં ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરીશું.
05:07 અને ત્યારબાદ Book Title પર ક્લિક કરીશું.
05:11 હવે ચાલો Next બટન ઉપર ક્લિક કરીએ.
05:16 ઠીક છે. પગલું ૫. Choose Layout.
05:20 આપણે રિપોર્ટનાં દેખાવને અને અનુભવને અહીં કસ્ટમાઈઝ (વૈવિધ્યપૂર્ણ) કરી શકીએ છીએ.
05:25 ચાલો ‘Columnar, single-column’ લેઆઉટ લીસ્ટ ઉપર ક્લિક કરીએ.
05:31 જુઓ બેકગ્રાઉન્ડ રીપોર્ટ બિલ્ડર રીફ્રેશ થયેલ છે.
05:36 તે દરેક લેબલો ને ડાબી બાજુએ અને તેને અનુલક્ષતા ફીલ્ડો (ક્ષેત્રો)ને જમણી બાજુએ પ્રદર્શિત કરે છે.
05:43 ચાલો હવે ‘Columnar, two columns’ ઉપર ક્લિક કરીએ.
05:48 બે કોલમ (સ્તંભ) લેઆઉટ બતાવવાં માટે ફરીથી નીચેની વિન્ડો રીફ્રેશ થઇ છે.
05:54 આ રીતે, આપણે કોઈપણ લેઆઉટ પસંદ કરી શકીએ છીએ જે બેઝ વિઝાર્ડ દ્વારા પુરા પાડવામાં આવે છે.
06:02 આપણી જરૂરિયાત મુજબ આપણે તેને પછીથી સુધારિત પણ કરી શકીએ છીએ.
06:07 હમણાં માટે, આપણે પહેલી આઈટમ, ‘Tabular’ ઉપર ક્લિક કરીશું.
06:12 અને પછી Next બટન ઉપર ક્લિક કરીશું.
06:16 ઠીક છે, છેલ્લું પગલું - Create Report.
06:20 ચાલો અહીં આપણા રીપોર્ટને એક વર્ણનાત્મક શીર્ષક આપીએ: ‘Books Issued to Members: Report History’.
06:30 તો ચાલો આપણા રીપોર્ટને ડીઝાઇન કરીએ જેથી કરીને રીપોર્ટ ડેટાબેઝમાંથી હંમેશા તાજેતરના ડેટા આપે.
06:38 આ માટે, ચાલો ‘Dynamic Report’ વિકલ્પ ઉપર ક્લિક કરીએ,
06:44 જો કે જયારે આપણે રીપોર્ટને જોવાં માટે ખોલીશું તો આપણને હંમેશા તાજેતરની માહિતી જોવી ગમશે.
06:52 ઠીક છે, આપણે રીપોર્ટ બનાવી ચુક્યાં છીએ. ચાલો ‘Create Report now’ વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
06:59 અને અંતે Finish બટન ઉપર ક્લિક કરીએ.
07:05 હવે આપણને એક નવી વિન્ડો દેખાય છે જે એક રીપોર્ટ છે જેને આપણે હમણાં બનાવ્યો હતો.
07:12 નોંધ લો કે તેમાં ટોંચ પર ફિલ્ડ લેબલો, જાડાં ફોન્ટમાં છે, અને વાસ્તવિક ડેટા ટેબ્યુંલર પધ્ધતિમાં યાદી કરાયેલ છે.
07:24 અને એ પણ નોંધ લો કે તે Issue Date ફિલ્ડ દ્વારા ચઢતા ક્રમમાં, એટલે કે કાળક્રમાનુંસાર વર્ગીકરણ કરાયેલ છે, અને પછી Book Title દ્વારા ચઢતા ક્રમમાં.
07:38 આમ આપણે લાઈબ્રેરી સભ્યોને અપાયેલ પુસ્તકો માટે કાળક્રમાનુંસાર રીપોર્ટ બનાવ્યો છે.
07:46 આગળના ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે આપણી રીપોર્ટમાં સુધારાં કરવાં.
07:52 અંતે, અસાઇનમેન્ટ છે:
07:54 લાઈબ્રેરીની તમામ પુસ્તકોનો એક રીપોર્ટ બનાવો જે તેના પ્રકાશકો દ્વારા જૂથ કરેલ છે.
08:01 Publishers અને Book titles આ બંને ચઢતા ક્રમમાં હોવા જરૂરી છે.
08:07 Columnar, Single-column લેઆઉટ ઉપયોગમાં લો.
08:11 અહીં લીબરઓફીસ બેઝમાં રીપોર્ટો બનાવતા શીખવાડતાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:17 સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે:
08:20 રીપોર્ટ બનાવવું. રીપોર્ટ ફીલ્ડ્સ ને પસંદ, લેબલ અને સોર્ટ કરવું.
08:25 રીપોર્ટ લેઆઉટ પસંદ કરવું રીપોર્ટનો પ્રકાર પસંદ કરવો: સ્ટેટિક અથવા ડાયનામિક.
08:26 અને રીપોર્ટનો પ્રકાર પસંદ કરવો: સ્ટેટિક અથવા ડાયનામિક.
08:31 મૌખિક ટ્યુટોરિયલ યોજના એ "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08:42 આ યોજના http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે.
08:47 આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" લીંક ઉપર ઉપલબ્ધ છે.
08:51 IIT Mumbai તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Chandrika, Jyotisolanki, PoojaMoolya, Pravin1389