Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Introduction/Gujarati"
From Script | Spoken-Tutorial
Shivanigada (Talk | contribs) |
Shivanigada (Talk | contribs) |
||
Line 477: | Line 477: | ||
|- | |- | ||
||09.16 | ||09.16 | ||
− | || આ ટ્યુટોરીઅલમાં આપણે | + | || આ ટ્યુટોરીઅલમાં આપણે શીખ્યા : |
|- | |- | ||
Line 497: | Line 497: | ||
|- | |- | ||
||09.27 | ||09.27 | ||
− | || કેવી રીતે ડ્રો ફાઈલ બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી. | + | ||કેવી રીતે ડ્રો ફાઈલ બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી. |
|- | |- | ||
Line 517: | Line 517: | ||
|- | |- | ||
||09.42 | ||09.42 | ||
− | ||તે | + | ||તે મૌખિક ટ્યુટોરીઅલ યોજનાનો સાર આપે છે. |
|- | |- | ||
||09.45 | ||09.45 | ||
− | ||જો બેન્ડવિથ સારી ના હોય તો તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો | + | ||જો બેન્ડવિથ સારી ના હોય તો તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો. |
|- | |- | ||
||09.49 | ||09.49 | ||
− | || | + | ||મૌખિક ટ્યુટોરીઅલ યોજનાનું જૂથ |
|- | |- | ||
||09.52 | ||09.52 | ||
− | || | + | ||મૌખિક ટ્યુટોરીઅલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- |
Revision as of 16:19, 13 February 2013
Time | Narration |
00.01 | લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતા આ ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીઅલમાં, આપણે લીબરઓફીસ ડ્રો અને લીબરઓફીસ વર્કસ્પેસ વિષે શીખીશું. |
00.13 | અને કંટેક્સ્ટ મેનુ. |
00.15 | આપણે ડ્રો ફાઈલ કેવી રીતે બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી, ટુલબાર સક્ષમ કરવા,ડ્રો પેજ સેટ કરવું, |
00.25 | અને મૂળભૂત આકારો દાખલ કરવા. |
00.28 | જો તમારી પાસે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય તો ડ્રો, સીનેપ્ટીક પેકેજ મેનેજર(Synaptic Package Manager) દ્વારા સંસ્થાપિત કરી શકાય. |
00.35 | સીનેપ્ટીક પેકેજ મેનેજર વિષે વધુ જાણકારી મેળવવા, આ વેબ્સાઈટ પરના ઉબુન્ટુ લીનક્સ ટ્યુટોરીઅલો નિહાળો. |
00.43 | અને વેબ્સાઈટ ઉપર આપેલ માહિતી મુજબ લીબરઓફીસ સ્યુટ ડાઉનલોડ કરો. |
00.48 | વિગતવાર માહિતીઓ લીબરઓફીસ સ્યુટના પ્રથમ ટ્યુટોરીઅલમાં ઉપલબ્ધ છે. |
00.54 | યાદ રાખો,સંસ્થાપન દરમ્યાન,'Draw' સંસ્થાપિત કરવા 'Complete' વિકલ્પ પસંદ કરો. |
00.59 | લીબરઓફીસ ડ્રો એક વેક્ટર(પરિમાણ અને દિશા)-આધારિત ગ્રાફિક સોફ્ટવેર છે. |
01.03 | તે તમને એક વિશાળ શ્રેણીમાં વેક્ટર ગ્રાફિક્સ બનાવવાની પરવાનગી આપે છે. |
01.08 | ગ્રાફિક્સના મુખ્ય બે પ્રકાર છે : વેક્ટર-આધારિત ગ્રાફિક્સ અને બીટમેપ્સ . |
01.13 | લીબરઓફીસ ડ્રોના ઉપયોગથી વેક્ટર ગ્રાફિક્સ બનાવાય અને ફેરફાર કરાય છે. |
01.18 | અન્ય છે બીટમેપ અથવા રાસ્ટર ઈમેજ. |
01.21 | બીટમેપના પ્રખ્યાત બંધારણો(formats) છે : BMP, JPG, JPEG અને PNG. |
01.30 | ચાલો બંને પ્રકારો વચ્ચેનો તફાવત, આ ઈમેજ ફોરમેટોને સરખાવીને સમજીએ . |
01.35 | ડાબી બાજુનું ચિત્ર એક વેક્ટર-ગ્રાફિક છે. |
01.38 | જમણી બાજુ એ બીટમેપ છે. |
01.41 | ધ્યાનથી જુઓ,આ ચિત્રોને મોટા કરતા શું થાય છે. |
01.45 | વેક્ટર ગ્રાફિક ચોખું છે; બીટમેપ ચિત્ર જાખું થઇ જાય છે. |
01.51 | વેક્ટર-આધારિત ગ્રાફિક સોફ્ટવેર, ચિત્રોને ગાણિતિક સૂત્રોની જેમ લીટીઓ અને વળાંકોની મદદથી સંગ્રહે છે. |
01.58 | તેથી,ચિત્રોના માપ બદલાતા તેની ગુણવત્તાને કોઈ અસર થતી નથી. |
02.04 | જયારે બીટમેપ, એક ગ્રિડ અથવા ચોરસમાં પિક્સેલ્સ અથવા ઘણા રંગીન નાના બિંદુઓની શ્રેણીનો ઉપયોગ કરે છે. |
02.11 | ચિત્રને મોટું કરતા તમે નાના ચોરસો જોઈ શકો છો? |
02.15 | આ બધા ગ્રીડ્સ(નાના ચોરસો) છે. |
02.17 | નાના બિંદુઓ એકત્ર થઇ દરેક ગ્રિડમાં એક રંગ બનાવે છે. |
02.20 | તમે કદાચ એક બીજો તફાવત નોંધ્યો હશે - બીટમેપ્સ આકારમાં સમચોરસ હોય છે . |
02.26 | વેક્ટર ગ્રાફિક્સ,તેમ છતા,કોઈ પણ આકારમાં હોય શકે. |
02.30 | વેક્ટર ગ્રાફિક વિશે જાણી લીધા પછી હવે તે ડ્રોના ઉપયોગથી કેવી રીતે બનાવાય તે શીખીએ. |
02.36 | અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ - ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4.નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
02.46 | નવી ડ્રો ફાઈલ ખોલવા, પડદામાં ઉપર ડાબી બાજુના ખૂણામાં આવેલા "Applications" વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
02.54 | અને પછી "Office" ઉપર અને પછી "LibreOffice" ઉપર ક્લિક કરીશું. |
02.59 | વિવિધ લીબરઓફીસ ઘટકો ધરાવતું એક ડાયલોગ બોક્સ ખુલે છે. |
03.03 | "Drawing" ઉપર ક્લિક કરીએ. |
03.05 | આ એક ખાલી ડ્રો ફાઈલ ખોલશે. |
03.09 | ચાલો ડ્રો ફાઈલને નામ આપી તેનો સંગ્રહ કરીએ. |
03.12 | મુખ્ય મેનુ માંના "File" ઉપર ક્લિક કરી “Save as” પસંદ કરીએ. |
03.18 | "Save as" ડાયલોગ બોક્સ દેખાય છે. |
03.21 | ચાલો "File Name" ક્ષેત્રમાં નામ લખીએ "WaterCycle". |
03.26 | તમારા ચિત્રકામને પ્રસ્તુત કરતુ નામ આપવું એ એક સારી આદત છે. |
03.31 | ડ્રો ફાઈલનો મૂળભૂત ફાઇલ પ્રકાર ".odg" છે. |
03.37 | "Browse folders" ક્ષેત્રનો ઉપયોગ કરી ચાલો આ ફાઈલને ડેસ્કટોપ ઉપર સંગ્રહિત કરીએ. |
03.42 | "Save" ક્લિક કરીએ. |
03.44 | ફાઈલ “WaterCycle” નામે સંગ્રહિત થઇ ગઈ. |
03.47 | ટાઈટલ બારમાં આ ડ્રો ફાઈલ તેના નામ અને એક્સ્ટેન્શન સાથે પ્રદર્શિત થાય છે. |
03.53 | આ સ્લાઈડમાં બતાવ્યા મુજબ આપણે વોટર સાઈકલનું ચિત્ર કેવી રીતે બનાવીશું તે શીખીશું. |
03.59 | આપણે આ ચિત્રને કેટલાક તબક્કાઓમાં પૂર્ણ કરીશું. |
04.02 | દરેક પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલ આ ચિત્રના વિભિન્ન ઘટકો કેવી રીતે બનાવવા તે સમજાવશે . |
04.09 | ડ્રોના પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલો સમાપ્ત થતા તમે પણ આ સમાન રેખાકૃતિ બનાવવા સક્ષમ થઇ જશો. |
04.17 | પ્રથમ ચાલો આપણે પોતાને ડ્રો વર્કસ્પેસ અથવા ડ્રો વિન્ડોવથી પરિચિત કરીએ. |
04.23 | ડ્રોમાં ઉપયોગી એવા બધા જ વિકલ્પોની યાદી મેઈન મેનુ આપે છે. |
04.27 | ડાબી બાજુનું "Pages" પેનલ આ ડ્રો ફાઈલમાંના બધા પૃષ્ઠોને પ્રદર્શિત કરે છે. |
04.32 | 'ખાલી જગ્યા' જ્યાં આપણે ગ્રાફિક્સ બનાવીએ તે એક પૃષ્ઠ કેહવાય. |
04.37 | દરેક પૃષ્ઠમાં ત્રણ સ્તરો હોય છે. |
04.39 | તેઓ છે "Layout","Controls" અને "Dimensions Lines". |
04.44 | લેયઆઉટ સ્તર મૂળભૂત સ્તર છે. |
04.47 | અહીંયા આપણે આપણા મોટા ભાગના ગ્રાફિક્સ બનાવીશું. |
04.51 | આપણે ફક્ત લેયઆઉટ સ્તર સાથે જ કાર્ય કરીશું. |
04.54 | ચાલો હવે આપણે લીબરઓફીસ ડ્રોમાંના વિવિધ ટૂલબારોને સમજીએ. |
04.59 | ડ્રોમાંના ઉપલબ્ધ ટૂલબારોને જોવા,મુખ્ય મેનુમાંના "View" ઉપર ક્લિક કરી પછી "Toolbars" ઉપર ક્લિક કરીએ. |
05.07 | તમને ઉપલબ્ધ બધા જ ટૂલ્સની યાદી દેખાશે. |
05.11 | કેટલાક ટૂલબાર્સની ડાબે "ચેક" નિશાની છે. |
05.15 | આનો મતલબ છે આ ટૂલબાર સક્રિય છે અને તે ડ્રો વિન્ડોવમાં દ્રશ્યમાન છે. |
05.20 | વિકલ્પ "Standard" પસંદ થયેલ છે. |
05.23 | તમે આ "Standard" ટૂલબાર વિન્ડોવ ઉપર જોઈ શકો છો. |
05.27 | ચાલો હવે આ "Standard" ટૂલબારને ક્લિક કરીએ નાપસંદ કરીએ. |
05.32 | તમે જુઓ "Standard" ટૂલબાર હવે દેખાતું નથી. |
05.36 | ચાલો તેને ફરી દ્રશ્યમાન કરીએ. |
05.39 | આ પ્રકારે,તમે બીજા અન્ય ટૂલ્સને પણ સક્રિય અને નિષ્ક્રિય કરી શકો. |
05.44 | આપણે વોટર સાઈકલ માટે મૂળભૂત આકારો બનાવીએ તે પહેલા,ચાલો પૃષ્ઠને "Landscape" વ્યુમાં સેટ કરીએ. |
05.51 | આ કરવા,પૃષ્ઠ ઉપર માઉસનું જમણું બટન ક્લિક કરી, "Page" વિકલ્પ પસંદ કરીએ. |
05.56 | વિવધ પેટા-વિકલ્પો પ્રદર્શિત થાય છે. |
05.59 | "Page Setup" વિકલ્પ ક્લિક કરીએ. |
06.02 | "Page Setup" ડાયલોગ બોક્સ પ્રદર્શિત થાય છે. |
06.06 | "Page Format"માં આપણે "Format" ક્ષેત્ર જોઈ શકીએ છીએ. |
06.10 | અહીં આપણે "A4" જે પ્રિન્ટીંગ માટે સૌથી સામાન્ય પૃષ્ઠ માપ છે તેને પસંદ કરીશું. |
06.17 | ફોરમેટ પસંદ કરતા જ,પહોળાઈ અને ઊંચાઈના ક્ષેત્રોમાં આપ મેળે જ તેની મૂળભૂત કિંમતો આવી જાય છે. |
06.25 | "Orientation" વિકલ્પમાં ચાલો "Landscape" પસંદ કરીએ. |
06.29 | "Paper format" ક્ષેત્રોની જમણી બાજુએ તમે આ ડ્રો પૃષ્ઠનું નાનું પૂર્વાવલોકન જોઈ શકશો . |
06.36 | OK ક્લિક કરીએ. |
06.38 | ચાલો એક સુરજના ચિત્રકામથી શરૂ કરીએ. |
06.41 | "Drawing" ટૂલબાર ઉપર,"Basic Shapes"પછીના નાના કાળા ત્રિકોણને ક્લિક કરીએ. |
06.47 | વર્તુળ ઉપર ક્લિક કરીએ. |
06.49 | હવે કર્સરને પૃષ્ઠ ઉપર લાવીએ >> માઉસના ડાબા બટનને પકડી રાખી ખસેડો. |
06.56 | પૃષ્ઠ ઉપર એક વર્તુળ દોરાય છે. |
06.59 | હવે સુરજની બાજુમાં એક વાદળ દોરીએ. |
07.03 | તેના માટે,"drawing" ટૂલબાર ઉપર જઈ “Symbol Shapes” પસંદ કરીએ. |
07.08 | "Symbol Shapes"ની બાજુમાં આવેલા નાના કાળા ત્રિકોણને ક્લિક કરી અને "Cloud" પસંદ કરીએ. |
07.14 | ડ્રો પૃષ્ઠમાં,સૂર્યની બાજુમાં કર્સરને રાખીએ. |
07.18 | માઉસના ડાબા બટનને પકડી રાખી માઉસ ખસેડીએ. |
07.21 | તમે વાદળ બનાવી દીધું! |
07.23 | હવે ચાલો પર્વત દોરીએ. |
07.25 | આપણે “Basic shapes” પાછુ પસંદ કરીશું અને “Isosceles triangle” ઉપર ક્લિક કરીશું. |
07.30 | પહેલા કર્યું તે પ્રમાણે ,આપણે ડ્રો પૃષ્ઠમાં એક ત્રિકોણ દાખલ કરીશું. |
07.35 | તો આપણે ત્રણ આકારો દાખલ કર્યા. |
07.38 | તમે જયારે પણ કોઈ પણ ફેરફાર કરો તમારી ફાઈલને સંગ્રહિત (Save) કરવી યાદ રાખવું. |
07.42 | તે માટે "CTRL+S" કળો એક સાથે દબાવીએ. |
07.48 | ફેરફારો જાતે જ સંગ્રહિત થાય તે માટે તમે સમય અંતરાલ(ટાઈમ ઈન્ટરવલ) પણ સેટ કરી શકો. |
07.53 | આ માટે: મૈન મેનુમાં જઈ "Tools" પસંદ કરીએ. |
07.57 | “Tools”માં,“Options” ઉપર ક્લિક કરીએ. |
08.00 | "Options” ડાયલોગ બોક્સ ખુલે છે. |
08.03 | “Load/Save” પછીનું "+" ચિહ્ન ઉપર ક્લિક કરીએ પછી "General" ક્લિક કરીએ>> જમણી બાજુના ચેક બોક્સીસ માંથી>> |
08.11 | બોક્સ ” Save Auto recovery information every “and type “2”ને પસંદ કરીએ. |
08.17 | આનો અર્થ એ છે કે દર બે મિનીટમાં આ ફાઈલ આપ મેળે જ સંગ્રહિત થતી રેહશે. |
08.22 | OK ક્લિક કરીએ. |
08.24 | ચાલો હવે આ ફાઈલ "File ">>"Close" ઉપર ક્લિક કરી બંધ કરીએ. |
08.29 | હયાત ડ્રો ફાઈલને ખોલવા,ઉપર મેનુ બારમાં "File" મેનુમાં "Open " વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
08.38 | પડદા ઉપર એક ડાયલોગ બોક્સ ખુલે છે . |
08.41 | અહીં તમારું ડોક્યુમેન્ટ જ્યાં સંગ્રહિત કર્યું હોય તે ફોલ્ડર શોધીશું. |
08.46 | જે ફાઈલને ખોલવા ઈચ્છો છો તેને પસંદ કરી "Open" ક્લિક કરીએ. |
08.51 | અહીં તમારા માટે એક હસ્તાન્તરણ છે. |
08.53 | એક નવી ડ્રો ફાઈલ બનાવો અને તેને "MyWaterCycle" નામે સંગ્રહિત કરો. |
08.57 | પેજ ઓરીએન્ટેશનમાં "Portrait" સેટ કરો . |
09.00 | એક વાદળ,એક તારો અને એક વર્તુળ દાખલ કરો. |
09.04 | હવે પેજ ઓરીએન્ટેશનને બદલી "Landscape" સેટ કરો. |
09.07 | જુઓ આકૃતિઓની જગ્યાઓ કેવી બદલાય છે. |
09.11 | અહીં લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતું આ ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે. |
09.16 | આ ટ્યુટોરીઅલમાં આપણે શીખ્યા : |
09.19 | લીબરઓફીસ ડ્રો, |
09.21 | લીબરઓફીસ ડ્રો વર્કસ્પેસ |
09.23 | અને કન્ટેક્સ્ટ મેનુ. |
09.25 | વળી આપણે શીખ્યા: |
09.27 | કેવી રીતે ડ્રો ફાઈલ બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી. |
09.31 | ટૂલ બાર્સને સક્રિય કરવા |
09.33 | ડ્રો પૃષ્ઠ સેટ કરવું અને |
09.35 | મૂળભૂત આકારો દાખલ કરવા |
09.38 | આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09.42 | તે મૌખિક ટ્યુટોરીઅલ યોજનાનો સાર આપે છે. |
09.45 | જો બેન્ડવિથ સારી ના હોય તો તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો. |
09.49 | મૌખિક ટ્યુટોરીઅલ યોજનાનું જૂથ |
09.52 | મૌખિક ટ્યુટોરીઅલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09.55 | જે ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે. |
09.59 | વધુ માહિતી માટે, "contact@spoken-tutorial.org"ઉપર સંપર્ક કરો. |
10.05 | મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે. |
10.09 | જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે. |
10.17 | મિશન વિષે વધુ જાણકારી લિંક " http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે. |
10.28 | IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.આભાર. |