Difference between revisions of "Blender/C2/Hardware-requirement-to-install-Blender/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 41: | Line 41: | ||
|- | |- | ||
|00:56 | |00:56 | ||
− | |બ્લેન્ડર 2. | + | |બ્લેન્ડર 2.59 આશરે તમામ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરે છે. |
|- | |- |
Latest revision as of 12:55, 7 February 2017
Time | Narration |
00:03 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણી પર તમારું સ્વાગત છે |
00:06 | આ ટ્યુટોરીયલ માં આપણે બ્લેન્ડર 2.59 માટે હાર્ડવેર સ્પષ્ટીકરણો અને જરૂરીયાતો પર ધ્યાન આપીશું. |
00:20 | પ્રથમ આપણે જોશું અધિકૃત બ્લેન્ડર વેબસાઈટ હાર્ડવેર જરૂરિયાતો વિશે શું કહે છે. |
00:28 | તમારું ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો. |
00:30 | હું ફાયરફોક્સ 3.09 નો ઉપયોગ કરું છું. |
00:34 | અડ્રેસ બારમાં www.blender.org ટાઈપ કરો અને Enter કી દબાવો. |
00:44 | આ તમને બ્લેન્ડરની અધિકૃત વેબસાઇટ પર લઇ જશે. |
00:47 | સરળ પ્રદર્શન માટે, મેં પહેલેથી જ System Requirements પૃષ્ઠ લોડ કર્યું છે.. |
00:53 | બ્લેન્ડર ફ્રી અને ઓપન સોર્સ છે. |
00:56 | બ્લેન્ડર 2.59 આશરે તમામ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરે છે. |
01:02 | આ ટ્યુટોરીયલ માટે હું Windows XP ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છું. |
01:07 | બ્લેન્ડરના વિવિધ ભાગો કમ્પ્યુટર હાર્ડવેરના વિભિન્ન ટુકડાઓ પર આધાર રાખે છે. |
01:13 | ઝડપી CPU અને વધુ RAM, રેન્ડરીંગ ઝડપ વધારવા માટે મદદ કરી શકે છે, જ્યારે બ્લેન્ડર ઈન્ટરફેસ, વ્યુપોર્ટસ અને રીયલટાઈમ ઈન્જીન ગ્રાફિક્સ કાર્ડ ની ઝડપ દ્વારા પ્રભાવિત થાય છે. |
01:26 | જયારે મોટા વિડિઓ સાથે કામ કરી રહ્યા હોય ત્યારે મોટી અને ઝડપી હાર્ડ ડ્રાઈવો પણ કાર્યની ઝડપ વધાવી શકે છે. |
01:32 | તમે જોઈ શકો છો કે બ્લેન્ડર સંસ્થાનો વપરાશના 3 વિભાગો માટે હાર્ડવેર વિશિષ્ટતાઓ બતાવે છે: |
01:40 | ન્યુનત્તમ સારું અને ઉત્પાદન સ્તરે. |
01:44 | બ્લેન્ડર ચલાવવા માટે જરૂરી ન્યુનત્તમ હાર્ડવેર સ્પષ્ટીકરણો છે – |
01:48 | 1 GHZ Single Core CPU |
1:53 | 512 MB RAM |
01:56 | 16 બીટ રંગ સાથે 1024 X 768 px Display |
02:03 | 3 બટન માઉસ |
02:05 | 64 MB RAM સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ |
02:12 | સારી વિશિષ્ટતાઓ સ્તર સમાવેશ કરે છે- |
02:15 | 2 GHZ Dual Core CPU |
02:20 | 2 GB RAM |
02:22 | 24 બીટ રંગ સાથે 1920 X 1200 px Display |
02:28 | 3 Button માઉસ |
02:30 | 256 અથવા 512 MB RAM સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ |
02:40 | ઉત્પાદન સ્તર માટે હાર્ડવેર સ્પષ્ટીકરણો હશે– |
02:43 | 64 bits, Multi Core CPU |
02:47 | 8-16 GB RAM |
02:50 | 24 બીટ રંગ સાથે બે વખત 1920 X 1200 px Display |
02:56 | 3 Button Mouse + tablet |
02:59 | ATI FireGL અથવા Nvidia Quadro સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ |
03:09 | તમે કોઇ એક સ્પષ્ટ સ્તર સાથે મળો છો એ ખાતરી કરવા માટે, તમને તમારી સિસ્ટમનું ક્ન્ફીગ્યુરેશન તપાસ કરવાની જરૂર છે. |
03:16 | browser window ને મીનીમાઇઝ કરો. |
03:19 | Control Panel પર જાઓ. અહીં System આઇકોન પર ડબલ ક્લિક કરો. |
03:25 | તેથી અહીં તમે તમારા મશીનની વર્તમાન વિશિષ્ટતાઓ જોઈ શકો છો. અને બ્લેન્ડર ફાઉન્ડેશન સૂચન સાથે તુલના કરી શકો છો. |
03:35 | મોટા ભાગની Windows ઓપરેટીંગ સિસ્ટમો ક્યાં તો 32-bit અથવા 64-bit હોય છે. હું 32 બિટ Windows નો ઉપયોગ કરું છું |
03:44 | 32-bit અને 64-bit એ CPUની માહિતી નિયંત્રિત કરવાની માહિતીનો સંદર્ભ આપે છે.. |
03:51 | વિન્ડોવ્સ 64-બીટ આવૃત્તિ 32 બીટ સિસ્ટમ કરતાં વધુ અસરકારક,અને મોટા પ્રમાણમાં RAM ને સંચાલન કરે છે. |
03:59 | જો તમે, બ્લેન્ડર માટે નવા કમ્પ્યુટર માં નિવેશ કરવા ની યોજના કરી રહ્યા છો તો, |
04:04 | તો આ એક સારો વિચાર રહેશે તે માટે આ લેખ તપાસો www. Blender Guru .com/ The Ultimate Guide to buying a computer for Blender. |
04:21 | આ માર્ગદર્શિકા તમને ઓપરેટિંગ સિસ્ટમ, |
04:29 | સીપીયુ, |
04:35 | રેમ, |
04:41 | ગ્રાફિક્સ કાર્ડ, |
04:49 | કેસ, |
04:55 | અને હાર્ડ ડ્રાઇવ વિશે વિગતવાર માહિતી આપે છે. |
05:02 | તેથી અહીં બ્લેન્ડર ચલાવવા માટેની હાર્ડવેર જરૂરીયાતો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
05:07 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
05:15 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
05:32 | સ્પોકેન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
05:34 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે |
05:37 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
05:42 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
05:50 | જોડાવા બદ્દલ આભાર. |
05:53 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું,જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |