Difference between revisions of "Digital-Divide/D0/First-aid-measures-for-ChickenPox/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | ''' | + | | '''Time''' |
| '''Narration''' | | '''Narration''' | ||
Latest revision as of 12:14, 14 July 2014
Time | Narration |
00:07 | અશોક તેમના ખેતર પરથી ઘરે આવે છે અને તાવ અને શરીર દુખાવો વિશે ફરિયાદ કરે છે. |
00:13 | તેમની પત્ની, અનિતા, તેમને જુએ છે અને તેમના હાથ અને પગ પર ફોલ્લીઓની નોંધ લે છે. |
00:19 | તે ડરી જાય છે અને કહે છે કે ક્રોધના દેવી તેના પતિ પર આવ્યા છે. |
00:25 | તેમણે બાળકોને તરત ઘરની બહાર જવા માટે કહ્યું. |
00:30 | માતા અને બાળકો ઘરની બહાર આવે છે અને બહારથી દરવાજાને તાળું માર્યું. |
00:35 | તે દરમ્યાન, ગામની હોસ્પિટલ ના ડોક્ટર તેમના ઘર પાસેથી પસાર થાય છે અને અનિતાને અભિનંદન આપે છે. |
00:44 | અનિતા અને તેના બાળકોના ચહેરા પર ચિંતાતુર અભિવ્યક્તિ જોઈ, તેમણે અનિતાને શું થયું એમ પૂછ્યું. |
00:51 | અનિતા તેના પતિ પર ક્રોધના દેવી આવ્યા છે તે વિશે ડૉક્ટરને કહે છે. |
00:57 | ડૉક્ટર અનિતાને કહે છે, કે તે તેના પતિને જોવા માંગે છે. |
01:02 | પરંતુ અનિતા તેના પતિને મળવા ન જોઈએ એ જણાવી ના પાડે છે. |
01:08 | ડૉક્ટર અનિતાને અવગણે છે અને ઘરમાં અંદર જાય છે અને પછી અનિતા ખચકાટ સાથે અનુસરે છે. |
01:16 | ડૉક્ટર અશોકને તપાસ કરે છે અને તેમને તેમને જાણ કરે છે કે તેમને અછબડાં છે. |
01:22 | પરંતુ અશોક અને અનિતાને અછબડાં શું છે તે ખબર નથી. |
01:26 | તેઓ ડૉક્ટરને પ્રશ્નાર્થ ભાવે જોઈ રહ્યા હતા. |
01:30 | ડિજીટલ ડીવાઈડ બ્રીજીંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
01:34 | અહીં આપણે અછબડાં, તેના લક્ષણો, કારણો અને કરીએ અને શું કરવું અને શું ન કરવું તે વિશે વાત કરીશું. |
01:43 | પ્રથમ આપણે જોશું અછબડાં શું છે. |
01:47 | અછબડાં શરીર પર ખંજવાળ અને ફોલ્લા વિકસાવે એવું વાયરલ ચેપ છે. |
01:53 | અછબડાં રસી આ રોગ અટકાવવા ખૂબ જ સારી રીતે કામ કરે છે. |
01:59 | આ રસી લેવા છતાં પણ અમુક લોકો ને અછબડાં થઇ શકે છે. |
02:03 | પરંતુ તેઓ સામાન્ય રીતે હળવા કેસ છે. |
02:06 | સામાન્ય રીતે, અછબડાં હળવા અને જીવન માટે જોખમી નથી. |
02:10 | પરંતુ, ક્યારેક તે ગંભીર હોય છે અને તમારે હોસ્પિટલમાં રેહવાની જરૂર પડી શકે છે, અથવા મૃત્યુ પણ પામી શકે છે. |
02:18 | અછબડાં નીચેનાઓને અસર કરી શકે છે |
02:21 | * ગર્ભવતી સ્ત્રીઓને, |
02:23 | * નવજાત શિશુઓ, |
02:26 | *કિશોરાવસ્થાના અને પુખ્ત વયનાઓને, અને |
02:29 | * ઓછી રોગ પ્રતિરક્ષા સિસ્ટમો ધરાવતા લોકોને. |
02:32 | કોઈ એક વાર જો તમને અછબડાં થયા હોય, તો સામાન્ય રીતે વાઈરસ ફરીથી ભેગા થતા નથી. |
02:38 | જો તમને બીજી વાર અછબડાં થાય, તો તેને દાદર કહેવામાં આવે છે. |
02:45 | ચાલો હવે અછબડાંના કેટલાક લક્ષણો જોઈએ. |
02:50 | 2 દિવસ કરતા વધુ તાવ રહે. |
02:54 | લાલ, ગરમ, અને વ્રણ ચામડી |
02:58 | તીવ્ર ખંજવાળ જે ઘરની સારવાર દ્વારા રાહત ન આપી શકે |
03:03 | 2 અઠવાડિયા કરતા વધુ ચકામા રહે. |
03:08 | હવે અછબડાંનો સમયગાળો અને તેના ચેપ વિષે જોઈએ. |
03:13 | અછબડાંમાં 3-5 દિવસ સુધી ફોલ્લા અને 7-10 દિવસ પછી પોપડાના રૂપમાં હોય છે. |
03:22 | તે થાય ત્યાર બાદ 1-2 દિવસ અંદર ચેપી થાય છે. |
03:27 | બધી ફોલ્લીઓ પોપડા થાય ત્યાં સુધી તે ચેપી રહે છે. |
03:33 | તે અત્યંત ચેપી છે અને વ્યક્તિ થી વ્યક્તિ ખૂબ જ સરળતાથી પ્રસરે છે. |
03:39 | હવે ચાલો અછબડાં થવાના કારણો જોઈએ. |
03:43 | તમે અછબડાં આ દ્વારા થઇ શકે છે, |
03:47 | * અછબડાંના ફોલ્લોનો પ્રવાહી ના સ્પર્શથી, અથવા |
03:52 | * જેને આ રોગ હોય તે કફ કે છીંક ખાય અને તમે તેમની નજીક હોવ તો, |
03:57 | જોખમ વધારે છે, જો તમને |
04:00 | * પહેલાં ક્યારેય અછબડાં ન હતા અને |
04:03 | * જો તમે ક્યારેય પણ અછબડાંની રસી ન લીધી હોય. |
04:08 | હવે, ચાલો જોઈએ કે આપણે શું કરવું જોઈએ જો આપણને અછબડાં થાય. |
04:14 | તે અછબડા છે અને મચ્છર/જંતુ નું ડંખ નથી તેની ખાતરી કરવા માટે તમારા ડૉક્ટરની સલાહ લો. |
04:20 | હળવું ભોજન ખાવું. ઘરે રાંધવામાં આવેલ ખોરાક ખાવું. |
04:26 | પ્રથમ થોડા દિવસો માટે ઠંડુ અથવા નવશેકું પાણી સાથે દર 3 થી 4 કલાકમાં સ્નાન લો. |
04:33 | નહાવા માટે ઉપયોગમાં લેવાતા પાણીમાં લીમડાના પાંદડાં ઉમેરો. તે ખંજવાળ ઘટાડે છે. |
04:38 | સ્નાન કરો અને શરીર સૂકુ કરો. |
04:42 | પાણી ખુબ જ પીવો - નાળિયેર, જવ અથવા કંઈપણ જે ઠંડક આપે. |
04:49 | ચેપનો ફેલાવો ટાળવા માટે ચેપગ્રસ્ત વ્યક્તિના કપડાં અલગ ધોવા. |
04:55 | જો તમને ક્યારેય અછબડાં ન થયા હોય અથવા રસી ન લીધી હોય, તો રસી લેવી જોઇએ. |
05:02 | હવે અછબડાં દરમિયાન તમારે શું ન કરવું જોઈએ તે જોઈએ. |
05:08 | લાલ ખૂજલીવાળું ફોલ્લાને ખંજવાળવાનું ટાળો. |
05:10 | આ બેક્ટેરીયલ ચેપ અને ડાઘમાં પરિણમી શકે છે. |
05:15 | અન્ય લોકો સાથે સંપર્ક ટાળો કારણ કે તેઓને આ ચેપ મળી શકે છે. |
05:22 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. યાદ રાખો, તબીબી સહાય લેવું હંમેશા મદદરૂપ છે. |
05:28 | અમને સાંભળવા બદલ આભાર અને સુરક્ષિત રહો. |
05:32 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ |
05:35 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
05:39 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
05:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
05:49 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
05:53 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
06:01 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
06:05 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
06:12 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org\NMEICT-Intro |
06:22 | આ ટ્યુટોરીયલ માટે એનિમેશન આર્થી અને રેખાંકનો સૌરભ ગાડગીલ દ્વારા કરવામાં આવ્યા છે |
06:30 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
06:33 | જોડાવા બદ્દલ આભાર.
|