Difference between revisions of "LibreOffice-Suite-Base/C4/Access-data-sources/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Visual Cues !Narration |- ||00:00 ||લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું …')
 
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
!Visual Cues
+
!Time
 
!Narration
 
!Narration
 
|-
 
|-

Latest revision as of 15:55, 28 February 2017

Time Narration
00:00 લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે
00:08 બીજા ડેટા સોર્સીસ(માહિતી સ્ત્રોતો) એક્સેસ કરવાં
00:10 .odb ડેટાબેઝો રજીસ્ટર કરવાં (નોંધવાં)
00:15 ડેટા સોર્સીસ(માહિતી સ્ત્રોતો) જોવાં
00:17 અને રાઈટરમાં ડેટા સોર્સીસ (માહિતી સ્ત્રોતો) વાપરવાં
00:22 ચાલો આપણે જોઈએ કે બેઝમાં બીજા માહિતી સ્ત્રોતોને આપણે કેવી રીતે એક્સેસ કરી શકીએ છીએ.
00:28 બેઝ ડેટાબેઝો સિવાયનાં બીજા સ્ત્રોતોને એક્સેસ કરવાં માટે લીબરઓફીસ પરવાનગી આપે છે.
00:37 તે એને બીજા લીબરઓફીસ ડોક્યુમેન્ટ સાથે જોડવાં માટે પણ પરવાનગી આપે છે.
00:43 ઉદાહરણ તરીકે, આપણે લીબરઓફીસ બેઝની અંદરથી જ એક સ્પ્રેડશીટ અથવા એક સાદું ટેક્સ્ટ ડોક્યુમેન્ટ એક્સેસ કરી શકીએ છીએ.
00:53 અને ત્યારબાદ તેને લીબરઓફીસ રાઈટર ડોક્યુમેન્ટમાં લીંક (જોડી) કરી શકીએ.
00:58 એક ઉદાહરણ તરીકે, ચાલો આપણે લીબરઓફીસ કેલ્ક વાપરીને એક નમૂનારૂપે સ્પ્રેડશીટ બનાવીએ.
01:06 ક્લિક કરો Start 'Menu' >> 'All Programs' અને 'LibreOffice Suite menu' ખોલો.
01:16 અથવા જો લીબરઓફીસ પહેલાથી ખૂલેલ હોય, તો આપણે એક નવી સ્પ્રેડશીટ ખોલવાં માટે, File, New અને ત્યારબાદ Spreadsheet, ક્લિક કરી શકીએ છીએ.
01:30 હવે સ્પ્રેડશીટમાં, ચાલો આપણે ઈમેજ (છબી)માં બતાવ્યાં પ્રમાણે કેટલાક માહિતીનાં નમૂના ટાઈપ કરીએ. <અટકો>
01:46 અને ડિરેક્ટરીનાં સ્થાન પર આ સ્પ્રેડશીટને ‘LibraryMembers’ તરીકે સંગ્રહિત કરીએ.
01:54 હવે ચાલો સ્થાનને યાદ રાખીએ, કારણ કે આપણને આ ફાઈલને આપણા ઉદાહરણમાં પછીથી ઉપયોગમાં લેવાની રેહશે.
02:02 અને આપણે કેલ્ક વિન્ડો બંધ કરીશું.
02:07 ઠીક છે, ચાલો હવે આપણે જોઈએ કે આ સ્પ્રેડશીટને આપણે લીબરઓફીસ બેઝમાંથી કેવી રીતે એક્સેસ કરી શકીએ.
02:15 આ કરવાં માટે, બેઝને ક્યાં તો "Windows Start menu"માંથી ખોલો,
02:25 અથવા જો લીબરઓફીસ પહેલાથી ખૂલેલ હોય, તો આપણે File, New અને પછી Database ઉપર ક્લિક કરીશું.
02:36 હવે, આ ડેટાબેઝ વિઝાર્ડ ખોલે છે.
02:39 અહીં આપણે ‘Connect to an existing database’ઉપર ક્લિક કરીશું.
02:45 ત્યારબાદ ડ્રોપડાઉન ઉપર ક્લિક કરીશું.
02:48 વિવિધ ડેટાબેઝ સ્ત્રોતોને આ યાદીમાં જુઓ જેને બેઝ એક્સેસ કરી શકે છે.
02:55 અને અહીં આપણે 'Spreadsheet' ઉપર ક્લિક કરીશું.
02:59 અને 'Next' બટન.
03:02 હવે બ્રાઉઝ બટનના ઉપયોગથી,ચાલો આપણે આપણા પહેલા સંગ્રહિત કરેલી જગ્યાએથી સ્પ્રેડશીટનું સ્થાન શોધીએ.
03:10 જો સ્પ્રેડશીટ માટે પાસવર્ડ હોય, તો આપણને તે પણ પુરૂ પાડવાની જરૂર રહેશે.
03:16 અહીં, આપણને તેની જરૂર નથી.
03:19 ચાલો આપણે Next બટન ઉપર ક્લિક કરીએ.
03:22 હવે ચાલો આપણે સ્પ્રેડશીટને એક માહિતી સ્ત્રોત તરીકે નોંધીએ.
03:27 અને તેમાં થોડા ફેરફાર કરવા માટે તેને ખોલીએ.
03:32 અને Finish બટન ઉપર ક્લિક કરીએ.
03:36 હવે ચાલો અહીં આપણે ડેટાબેઝનું નામ આપીએ.ચાલો આપણે LibraryMembers ટાઈપ કરીએ.
03:44 સંગ્રહિત કરવાનાં પ્રકાર પર ધ્યાન આપો: અહીં તે ODF ડેટાબેઝ કહે છે જે આપણા કેસ (કિસ્સા)માં .odb છે.
03:56 અને તેને એજ સ્થાને સંગ્રહિત કરો જ્યાં સ્પ્રેડશીટ છે.
04:01 અહીં આપણે બેઝમાં સ્પ્રેડશીટને એક માહિતી સ્ત્રોત તરીકે નોંધી લીધી છે.
04:07 આપણે હવે બેઝની મુખ્ય વિન્ડોમાં છીએ.
04:11 અહીં ચાલો આપણે ડાબી બાજુએ આવેલ ટેબલનાં આઇકોન ઉપર ક્લિક કરીએ.
04:16 ‘Sheet1’, Sheet2, અને Sheet3 ટેબલોની નોંધ લો.
04:23 ચાલો આપણે Sheet1 ખોલવાં માટે તેના પર બે વાર ક્લિક કરીએ અને સ્પ્રેડશીટમાંની માહિતી આ રહ્યી.
04:31 હવે સ્પ્રેડશીટ એક્સેસ કરવાની આ પદ્ધતિ વડે,આપણે કોઈ પણ જાતના ફેરફાર અહીંથી કરી શકીશું નહીં.
04:39 આપણે ફક્ત માહિતી જોઈ શકીશું , અથવા અહીંથી હયાત માહિતી પર આધારિત ક્વેરીઓ, અને રીપોર્ટો (અહેવાલો) બનાવી શકીશું.
04:47 તો ફેરફારો સીધાં સ્પ્રેડશીટમાં જ કરવામાં આવે છે.
04:54 .odb ડેટાબેઝોને રજીસ્ટર કરીને (નોંધાવીને).
04:59 હવે, અહીં બીજા કેટલાક પ્રોગ્રામો છે જેમ કે OpenOffice.org, જે .odb ડેટાબેઝો ઉત્પન્ન કરી શકે છે.
05:11 આને લીબરઓફીસ બેઝમાં ઉપયોગ કરવા , આપણને પહેલા તેને બેઝમાં રજીસ્ટર(નોંધવું)કરવા પડશે.
05:19 કોઈપણ .odb ડેટાબેઝો નોંધવા માટે, આપણને બેઝ ખોલવું પડશે અને
05:28 Tools, Options, LibreOffice Base અને Databases પસંદ કરવું પડશે.
05:36 રજીસ્ટર ડેટાબેઝીસની અંદર, ક્લિક કરો New
05:42 જ્યાં ડેટાબેઝ સ્થાન ધરાવે છે ત્યાં બ્રાઉઝ કરો અને ખાતરી કરો કે નોંધાયેલું નામ બરાબર છે કે નહીં.
05:51 અને OK બટન ઉપર ક્લિક કરો.
05:55 ચાલો આપણે જોઈએ કે લીબરઓફીસમાં માહિતી સ્ત્રોતો આપણે કેવી રીતે જોઈ શકીએ.
06:01 આ માટે, ચાલો સ્પ્રેડશીટનું ઉદાહરણ લઈએ જે આપણે બેઝમાં નોંધ્યું હતું.
06:07 હવે, આપણે તેને લીબરઓફીસ રાઈટર અથવા કેલ્કમાં વાપરી શકીએ છીએ.
06:12 ઉદાહરણ માટે, ચાલો આપણે જોઈએ કે કેવી રીતે આપણે તેને લીબરઓફીસ રાઈટરમાં જોઈ શકીએ છીએ.
06:19 પહેલા ચાલો આપણે બેઝ વિન્ડોમાંથી રાઈટર ખોલીએ.
06:24 આ માટે, ચાલો આપણે ક્લિક કરીએ File, New અને પછી Text document.
06:33 હવે આપણે રાઈટર વિન્ડોમાં છીએ.
06:36 ઉપલબ્ધ માહિતી સ્ત્રોતો જોવાં માટે, આપણે ટોચ ઉપર આવેલ 'View' મેનુને ક્લિક કરી તેમાંના 'Data Sources' ઉપર ક્લિક કરીશું.
06:46 વૈકલ્પિક રીતે, આપણે F4 બટન દબાવી શકીએ છીએ.
06:52 હવે ઉપર ડાબી બાજુએ આપણે રજીસ્ટર (નોંધાયેલા) ડેટાબેઝોની યાદી જોઈ શકીએ છીએ, જેમાં LibraryMembers સમાવિત છે જે આપણે હમણાં બનાવ્યો હતો.
07:03 ડેટાબેઝને જોવાં માટે, આપણે તેને વિસ્તૃત કરશું, ડેટાબેઝ નામની ડાબી બાજુએ આવેલ સરવાળાનાં ચિહ્ન ઉપર ક્લિક કરો.
07:14 અને આપણે ટેબલોને વિસ્તૃત કરશું.
07:18 અહીં આ રહી Sheet1, 2 અને 3.
07:24 ચાલો આપણે Sheet1 ઉપર ક્લિક કરીએ.
07:28 તો રાઈટર વિન્ડોનાં ઉપર જમણી બાજુએ દેખાય છે તે છે આપણી માહિતી.
07:36 હવે આપણે જોઈશું કે આપણે આ માહિતીને આપણા રાઈટર ડોક્યુંમેંટમાં કેવી રીતે વાપરી શકીએ છીએ.
07:43 ઠીક છે, અહીં જો આપણે ઉપર આવેલ ટેબલમાંથી તમામ માહિતી વાપરવાં ઈચ્છીએ, તો આપણે બધા જ રેકોર્ડોને પહેલા ત્યાં પસંદ કરીશું.
07:55 આ માટે પ્રથમ રેકોર્ડમાં,પ્રથમ સ્તંભની ડાબી બાજુએ આવેલ ભૂખરાં સેલ ઉપર ક્લિક કરીએ.
08:05 ત્યારબાદ Shift બટન દબાવી રાખીને, આપણે છેલ્લાં રેકોર્ડમાં આવેલ પહેલી સ્તંભની ડાબી બાજુએ સ્થિત ભૂખરાં સેલ ઉપર ક્લિક કરીશું.
08:17 ધ્યાનથી જુઓ બધીજ માહિતી પ્રકાશિત થાય છે.
08:21 હવે આપણે આને ક્લિક (દબાવવું), ડ્રેગ (ખસેડવું) અને નીચે આવેલ રાઈટર ડોક્યુંમેંટ પર ડ્રોપ (એક જગ્યાએ મુકવું) કરીશું.
08:30 પછી આપણે 'Insert Database columns' શીર્ષક ધરાવતી એક પોપ-અપ વિન્ડો જોશું.
08:37 તો અહીં, આપણે ઉપર આવેલ 'Table' વિકલ્પ પર ક્લિક કરીશું.
08:42 અને પછી બધાજ ફીલ્ડો (ક્ષેત્રો)ને ડાબીથી જમણી યાદીમાં ખસેડવાં માટે બે બાણ ધરાવતા બટન ઉપર ક્લિક કરીશું.
08:52 અહીં, વિવિધ પસંદગીઓ છે તે જુઓ.
08:56 હમણાં માટે, આપણે ખાલી OK બટન ઉપર ક્લિક કરીશું.
09:00 અને અહીંયા ડોક્યુંમેંટમાં સમગ્ર માહિતીનો ટેબલ દેખાય છે.
09:05 આગળ ચાલો આપણે જોઈએ કે આપણે કેવી રીતે વ્યક્તિગત ફીલ્ડો (ક્ષેત્રો) દાખલ કરી શકીએ છીએ.
09:13 ચાલો આપણે રાઈટર ડોક્યુંમેંટની ઉપર જઈને Enter બટન બે વાર દબાવીએ. ફરીથી ઉપર ડાબી બાજુએ જઈએ.
09:22 અહીંયા ચાલો ટાઈપ કરીએ 'Member Name :' (સભ્યનાં નામ અર્ધવિરામ)
09:28 અને ત્યારબાદ ઉપર જમણી બાજુએ આવેલ માહિતી સ્ત્રોતોનાં વિસ્તારમાં નેમ (નામ) કોલમમાં ક્લિક કરીએ.
09:36 હવે આપણે તેને ક્લિક (દબાવવું), ડ્રેગ (ખસેડવું) કરીને આપણે ટાઈપ કરેલી ટેક્સ્ટ પછી ડ્રોપ (એક જગ્યાએ મુકવું)કરીશું.
09:43 અને આપણે ટેબ બટન દબાવશું અને ટાઈપ કરીશું 'Phone number :' (ફોન ક્રમાંક અર્ધવિરામ)
09:51 અને...આપણે જાણીએ છીએ કે આપણે શું કરવું છે, શું નથી જાણતાં?
09:55 આપણે ફોન કોલમને ઉપરથી ક્લિક કરીને ડ્રેગ કરીશું અને તેને આપણી ટેક્સ્ટ પછી ડ્રોપ કરીશું.
10:04 ત્યાર બાદ પ્રથમ રેકોર્ડને પ્રકાશિત કરવા તેની ડાબી બાજુએ આવેલ ભૂખરા સેલ ઉપર ક્લિક કરીએ.
10:13 અને ત્યારબાદ આપણે Data to Fields આઇકોન પર ક્લિક કરીશું.
10:19 આ તમને ઉપર આવેલ ટેબલ ડેટા ટૂલબારમાં, ફોર્મેટિંગ ટૂલબારની નીચે મળશે.
10:27 જુઓ ઉપર આવેલ ટેબલમાંની માહિતી હવે રાઈટર ડોક્યુંમેંટમાં દેખાય છે.
10:35 બીજા રેકોર્ડને લાવવાં, આપણે ફક્ત એક જુદા રેકોર્ડને પ્રકાશિત કરવું પડશે અને ‘Data to Fields’ આઇકોન ફરીથી વાપરવું પડશે.
10:46 તો અહીં આપણે શીખ્યાં કે લીબરઓફીસ ડોક્યુંમેંટો અંદર માહિતી સ્ત્રોતો કેવી રીતે વાપરવાં.
10:54 લીબરઓફીસ બેઝમાં બીજા ડેટા સોર્સેઝ (માહિતી સ્ત્રોતો) એક્સેસ કરવાંનું શીખવાડતું આ મૌખિક ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
11:01 સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે:
11:05 બીજા ડેટા સોર્સેઝ (માહિતી સ્ત્રોતો) એક્સેસ કરવાં
11:07 .odb ડેટાબેઝો રજીસ્ટર કરવાં (નોંધવાં)
11:12 ડેટા સોર્સેઝ (માહિતી સ્ત્રોતો) જોવાં
11:14 અને રાઈટરમાં ડેટા સોર્સેઝ (માહિતી સ્ત્રોતો) વાપરવાં
11:19 મૌખિક ટ્યુટોરિયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે,
11:23 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
11:30 આ યોજના http://spoken-tutorial.org દ્વારા અનુબદ્ધ છે.
11:35 આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" આ લીંક ઉપર ઉપલબ્ધ છે.
11:40 IIT Mumbai તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર છે ભરત સોલંકી અને રેકોર્ડ કરનાર હું છું શિવાની ગડા.
11:44 આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya, Pravin1389