Difference between revisions of "Gedit-Text-Editor/C2/Common-Edit-Functions/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
− | | | + | | 01:01 |
| હયાત ફાઈલને ખોલવા માટે આ એક શોર્ટકટ આઇકોન છે. | | હયાત ફાઈલને ખોલવા માટે આ એક શોર્ટકટ આઇકોન છે. | ||
Line 277: | Line 277: | ||
|- | |- | ||
| 05:50 | | 05:50 | ||
− | | આપણે ''' Toolbar ''' માં આવેલ ''' | + | | આપણે ''' Toolbar ''' માં આવેલ ''' Redo ''' આઇકોન પણ વાપરી શકીએ છીએ. |
|- | |- | ||
Line 357: | Line 357: | ||
|- | |- | ||
| 07:34 | | 07:34 | ||
− | | | + | | case option સાથે ફક્ત એકજ શબ્દ મેળ ખાય છે જે છે, School શબ્દમાં આવેલ કેપીટલ 'S'. |
|- | |- |
Latest revision as of 12:57, 7 September 2017
Time | Narration |
00:01 | gedit Text editor માં Common Edit Functions પરનાં Spoken Tutorial માં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે gedit માં વારંવાર વપરાતા એડીટીંગ ફંક્શનો વિશે શીખીશું. |
00:15 | આપણે શીખીશું: Cut, Copy અને Paste કન્ટેન્ટ Undo અને Redo ક્રિયાઓ Search અને Replace ટેક્સ્ટ. |
00:25 | સાથે જ આપણે આપણું ડોક્યુમેન્ટ Print કરતા શીખીશું. |
00:29 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું: Ubuntu Linux 14.04 ઓપરેટીંગ સિસ્ટમ gedit 3.10 |
00:39 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને કોઈપણ ઓપરેટીંગ સિસ્ટમ પર કામ કરવાનું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:44 | ચાલો gedit Text editor ખોલીએ. |
00:48 | હવે ચાલો પહેલા બનાવેલી Students.txt ફાઈલને ખોલીએ. |
00:55 | ટૂલબારમાં આવેલ open લેબલ ધરાવતા આઇકોન પર ક્લીક કરીને ચાલો એવું કરીએ. |
01:01 | હયાત ફાઈલને ખોલવા માટે આ એક શોર્ટકટ આઇકોન છે. |
01:06 | Open Files ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
01:09 | જમણા હાથે આવેલ Desktop ફોલ્ડરને પસંદ કરો. |
01:12 | Students.txt ફાઈલ પસંદ કરો અને Open ક્લીક કરો. |
01:17 | હવે, ચાલો ટેક્સ્ટને cut, copy અને paste કરવાનું શીખીએ. |
01:22 | પહેલા, આપણે જોઈતી ટેક્સ્ટને cut અથવા copy કરવાની જરૂરીયાત છે. |
01:27 | હું આ ફાઈલમાંથી પહેલા ત્રણ વિદ્યાર્થીની વિગતો કટ કરવા ઈચ્છું છું. |
01:32 | પહેલા ત્રણ વિદ્યાર્થીની વિગતો પસંદ કરવા માટે, એક લાઈન પર કર્સર ક્લીક કરીને તેને ત્રણ લાઈન સુધી ડ્રેગ કરો. |
01:39 | હવે, ટેક્સ્ટની પસંદગી થઇ ગયી છે. |
01:42 | આપણે Toolbar માંથી Cut આઇકોન વાપરી શકીએ છીએ. અથવા Main મેનુમાંથી, પસંદ કરો Edit અને Cut . |
01:51 | એજ પ્રમાણે, ટેક્સ્ટને કટ કરવા માટે આપણે Ctrl + X કીને એકસાથે દબાવી શકીએ છીએ. |
01:58 | નોંધ લો પસંદ કરેલ ટેક્સ્ટ ફાઈલમાં હવે દેખાતી નથી. |
02:03 | કૃપા કરી નોંધ લેશો જો કે આ ટેક્સ્ટ રદ્દ થઇ નથી. |
02:08 | તે કમ્પ્યુટરની મેમરીનાં ભાગમાં સંગ્રહાય છે જેને clipboard તરીકે ઓળખાય છે. |
02:13 | Clipboard એ કન્ટેન્ટને સંગ્રહે છે જે કટ થયેલ કે કોપી થયેલ હોય છે. |
02:18 | કન્ટેન્ટને ત્યાંસુધી કામચલાઉ સંગ્રહવામાં આવે છે જ્યાંસુધી તે પેસ્ટ થતું નથી અથવા બીજું કોઈ કન્ટેન્ટ કોપી થતું નથી. |
02:25 | gedit થી બહાર નીકળતાની સાથે મેમરીમાંથી Clipboard કન્ટેન્ટ રદ્દ થાય છે. |
02:31 | gedit પર પાછા ફરીએ. |
02:34 | હવે ચાલો નવા ડોક્યુમેન્ટમાં આ ટેક્સ્ટ paste કરીએ. |
02:38 | Main મેનુમાંથી, ક્લીક કરો File અને New . |
02:42 | gedit વિન્ડોમાં Untitled Document 1 નામનું એક નવું ડોક્યુમેન્ટ ખુલે છે. |
02:47 | હવે, Main મેનુમાંથી, પસંદ કરો Edit અને Paste . |
02:53 | એજ પ્રમાણે, આપણે ટેક્સ્ટને પેસ્ટ કરવા માટે Ctrl + V કી એકસાથે દબાવી શકીએ છીએ. |
03:00 | અથવા વાપરી શકીએ છીએ Toolbar માનું Paste આઇકોન. |
03:04 | Students dot txt માંથી ટેક્સ્ટ આ ડોક્યુમેન્ટમાં પેસ્ટ થાય છે. |
03:11 | Students.txt ટેબ પસંદ કરો. |
03:14 | હવે, ચાલો બચેલી વિદ્યાર્થીની વિગતો પસંદ કરીએ અને આની એક કોપી બનાવીએ. |
03:20 | Main મેનુમાંથી, પસંદ કરો Edit અને Copy . |
03:24 | કન્ટેન્ટ કોપી કરવા માટે આપણે કીબોર્ડ શોર્ટકટ Ctrl + C પણ વાપરી શકીએ છીએ. |
03:30 | નોંધ લો કોપી કરેલ ટેક્સ્ટ હજુ સુધી દેખાય છે. |
03:34 | આ ટેક્સ્ટ clipboard માં પણ સંગ્રહીત થાય છે. |
03:38 | Untitled Document 1 ટેબ પસંદ કરો. |
03:42 | કર્સરને ત્રીજી લાઈન પછી મુકો અને Enter દબાવો. |
03:46 | હવે, કોનટેક્સ્ટ મેનુ માટે જમણું-ક્લીક કરો અને Paste પસંદ કરો. |
03:52 | કન્ટેન્ટ બતાવેલ સ્થાને પેસ્ટ થાય છે. |
03:56 | gedit માં કન્ટેન્ટને કટ, કોપી તથા પેસ્ટ કરવાની આ એક સરળ અને અસરકારક રીત છે. |
04:04 | આગળ આપણે Undo અને Redo વિકલ્પો જોશું. |
04:07 | gedit Text editor ફાઈલમાં કરેલ કોઈપણ ફેરફારને Undo કરવાની પરવાનગી આપે છે. |
04:13 | સામાન્ય રીતે, તે ડોક્યુમેન્ટમાં કરેલ છેલ્લા ફેરફારને મટાડે છે. |
04:18 | તમે જો કોઈ ભૂલ કરી હોય અને તેને Undo કરવા ઇચ્છતા હોવ તો આ ત્યારે બહુ ઉપયોગી છે. |
04:23 | અનડૂ માટે કીબોર્ડ શોર્ટકટ Ctrl + Z છે. |
04:27 | Undo નું વિરોધી Redo છે. |
04:31 | Redo કમાન્ડ અનડૂ ક્રિયાને ઉલટ કરે છે. |
04:35 | Redo માટે કીબોર્ડ શોર્ટકટ Shift + Ctrl + Z છે. |
04:41 | હવે ચાલો gedit Text editor પર પાછા ફરીએ. |
04:44 | જમણું-ક્લીક કરો અને પસંદ કરો Undo . |
04:47 | આપણે કોપી અને પેસ્ટ કરેલ ટેક્સ્ટ, હવે દેખાતી નથી. |
04:52 | copy-paste ક્રિયા અનડન (પૂર્વવત્) થઇ છે. |
04:56 | ચાલો ફરી એકવાર અનડૂ કરીએ. આ વખતે, Ctrl + Z કીને એકસાથે દબાવીએ. |
05:04 | આપણે જોઈ શકીએ છીએ કે કર્સર પાછું ત્રીજી લાઈનનાં અંતમાં કુદે છે. |
05:09 | પહેલાની ક્રિયા હવે અનડન થઇ ગયી છે. |
05:13 | જમણું-ક્લીક કરો અને ફરીથી Undo પસંદ કરો. |
05:17 | આપણે પેસ્ટ કરેલી પહેલાની ત્રણ લાઈનો પણ હવે દેખાતી નથી. |
05:23 | આપણે Toolbar માં આવેલ Undo આઇકોન પણ વાપરી શકીએ છીએ. |
05:28 | આ પ્રમાણે આપણે હજી સુધી કરેલી તમામ ક્રિયાઓને undo કરી શકીએ છીએ. |
05:34 | હવે, ટેક્સ્ટને આપણે પાછી કેવી રીતે મેળવી શકીએ છીએ? |
05:38 | સરળ છે! જમણું-ક્લીક અને પસંદ કરો Redo . |
05:42 | ચાલો આપણી ક્રિયાને વધુ એકવાર રીડૂ કરીએ. |
05:45 | આ વખતે ચાલો Shift + Ctrl + Z કી દબાવીએ. |
05:50 | આપણે Toolbar માં આવેલ Redo આઇકોન પણ વાપરી શકીએ છીએ. |
05:55 | ટેક્સ્ટ આપણને પાછી મળી ગયી છે. |
05:57 | અને હવે, આપણે જોઈ શકીએ છીએ કે આપણા gedit વિન્ડોમાં Students.txt માંથી ફક્ત વિદ્યાર્થીની વિગતો જ કોપી થઇ છે. |
06:06 | આગળ, આપણે Search અને Replace વિકલ્પો જોશું. |
06:10 | ફાઈલમાં એક ચોક્કસ શબ્દને શોધવું મુશ્કેલ છે, જેમાં અસંખ્ય ટેક્સ્ટ હોય છે. |
06:17 | સર્ચ ફંક્શન આપણને સમગ્ર ડોક્યુમેન્ટમાં, શબ્દનાં એક બનાવને અથવા તમામ બનાવોને શોધવાની પરવાનગી આપે છે. |
06:24 | ચાલો gedit Text editor પર પાછા ફરીએ. |
06:28 | ચાલો મેં એક ડોક્યુમેન્ટ school.txt ખોલું જે મેં પહેલા બનાવ્યું હતું. |
06:34 | school.txt ફાઈલ એ આ ટ્યુટોરીયલ સાથે Codefile લીંકમાં ઉપલબ્ધ છે. |
06:40 | તે ટેક્સ્ટ ડોક્યુમેન્ટને ડાઉનલોડ કરો અને વાપરો. |
06:44 | આ ડોક્યુંમેન્ટમાં, હું એક ચોક્કસ શબ્દને શોધવા ઈચ્છું છું. |
06:48 | આવું કરવા માટે, Main મેનુમાંથી ક્લીક કરો Search ત્યારબાદ Find . |
06:53 | એજ પ્રમાણે, તમે Ctrl + F કીને એકસાથે દબાવી શકો છો. |
06:58 | અથવા Toolbar માં આવેલ Search for text આઇકોનને વાપરી શકો છો. |
07:02 | Find બોક્સ વિન્ડોની ટોંચે જમણા ખૂણે ખુલે છે. |
07:07 | Find બોક્સમાં, School શબ્દ ટાઈપ કરો. |
07:11 | school શબ્દનાં તમામ દાખલાઓ ડોક્યુમેન્ટમાં પીળા રંગે હાઈલાઈટ થાય છે તેનું અવલોકન કરો. |
07:18 | school શબ્દનો પ્રથમ બનાવ કથ્થાઈ રંગે હાઈલાઈટ થાય છે. |
07:24 | હવે કર્સર Find બોક્સ પર મુકો અને માઉસનું જમણું બટન ક્લીક કરો. |
07:29 | દ્રશ્યમાન થયેલ વિકલ્પોની યાદીમાંથી, Match Case પર ક્લીક કરો. |
07:34 | case option સાથે ફક્ત એકજ શબ્દ મેળ ખાય છે જે છે, School શબ્દમાં આવેલ કેપીટલ 'S'. |
07:41 | ફરીથી, કર્સર Find બોક્સ પર મુકો અને mouse ને જમણું ક્લીક કરો.
Match Case વિકલ્પ અનચેક કરો. |
07:50 | હવે, Main મેનુમાંથી, ક્લીક કરો Search અને ત્યારબાદ Replace . |
07:56 | એજ પ્રમાણે, આપણે Ctrl + H કીને એકસાથે દબાવી શકીએ છીએ. અથવા Toolbar માં આવેલ Search for and replace text આઇકોન વાપરી શકીએ છીએ. |
08:08 | Replace ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
08:11 | Search for ફીલ્ડમાં, ટાઈપ કરો schools અને Enter દબાવો. |
08:17 | Replace with બોક્સમાં, ટાઈપ કરો colleges . Match entire word only ચેકબોક્સને ચેક કરો. |
08:26 | આપણે જોઈ શકીએ છીએ કે, તમામ schools શબ્દો પીળા રંગમાં હાઈલાઈટ થયેલ છે. |
08:31 | Replace બટન પર ક્લીક કરો. |
08:34 | આનાથી schools નો પ્રથમ બનાવ colleges દ્વારા બદલાઈ જશે. |
08:39 | schools ના તમામ બનાવોને colleges થી બદલવા માટે Replace All બટન પર ક્લીક કરો. |
08:46 | વિન્ડોને બંધ કરવા માટે Close બટન પર ક્લીક કરો. |
08:50 | આપણે જેમ ટાઈપ કરીએ તેમ શોધવા માટે પણ gedit Text editor આપણને પરવાનગી આપે છે. |
08:56 | Find બોક્સને ખોલવા માટે Ctrl અને F કીને એકસાથે દબાવો. |
09:01 | હવે, Find બોક્સમાં, Students ટાઈપ કરવાનું શરુ કરો. |
09:06 | નોંધ લો આપણે જેમ શરુનો અક્ષર S ટાઈપ કરીએ છીએ તો કર્સર ડોક્યુમેન્ટમાં તમામ S અક્ષરને હાઈલાઈટ કરે છે. |
09:14 | છેલ્લે, ટાઈપ કરવાનું સમાપ્ત થાય ત્યારે સમગ્ર શબ્દ Students હાઈલાઈટ થાય છે. |
09:20 | આગળ આપણે school.txt ફાઈલને પ્રિંટ કેવી રીતે કરવી તે જોશું. |
09:25 | Menu bar માંથી પસંદ કરો File અને ત્યારબાદ Print |
09:30 | આપણે Toolbar માં આવેલ Print આઇકોન પણ ક્લીક કરી શકીએ છીએ. |
09:35 | Print ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
09:38 | પ્રિંટર જો આપણી મશીન જોડે જોડાયેલું હશે તો, તે અહીં Printer details અંતર્ગત દેખાશે. |
09:44 | આ વિન્ડોમાં ટેબો અને પસંદગીઓ મૂળભૂત કોન્ફિગરેશન સેટિંગ અનુસાર રહેશે. |
09:50 | આપણા ડોક્યુમેન્ટને પ્રિંટ કરવા માટે, નીચે જમણી બાજુએ આવેલ Print બટન પર ક્લીક કરો. |
09:55 | પ્રિંટરનું કોન્ફિગરેશન જો બરાબર હશે તો, આપણું ડોક્યુમેન્ટ પ્રિંટ થશે. |
10:00 | આ સાથે અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
10:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: Cut, Copy અને Paste, Undo અને Redo, Search અને Replace ટેક્સ્ટ અને Print વિકલ્પ |
10:16 | અહીં તમારી માટે એક એસાઇનમેન્ટ છે- |
10:19 | gedit માં School.txt ફાઈલ ખોલો. |
10:23 | પહેલા ફકરાને કોપી કરો અને તેને એક નવા ડોક્યુમેન્ટમાં પેસ્ટ કરો. |
10:27 | નવા ડોક્યુમેન્ટને SchoolNew.txt તરીકે સંગ્રહો. |
10:32 | પહેલી લાઈનમાં મથાળું About School તરીકે ટાઈપ કરો. ફેરફાર અનડૂ કરો. |
10:38 | ફાઈલનાં કન્ટેન્ટમાં થયેલ ફેરફારની નોંધ લો. |
10:42 | આપેલ લીંક પર આવેલ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
10:49 | Spoken Tutorial Project ટીમ: વર્કશોપોનું આયોજન કરે છે અને પ્રમાણપત્રો આપે છે. |
10:54 | વધુ જાણકારી માટે, અમને લખો. |
10:58 | શું તમારી પાસે આ સ્પોકન ટ્યુટોરીયલમાં કોઈ પ્રશ્નો છે? કૃપા કરી આ વેબસાઈટનો સંદર્ભ લો. |
11:03 | તમને જે પ્રશ્ન હોય ત્યાંની મિનિટ અને સેકંડ પસંદ કરો. |
11:07 | તમારા પ્રશ્નને વિસ્તારપૂર્વક સમજાવો. અમારા ટીમમાંથી કોઈપણ એ પ્રશ્નનો જવાબ આપશે. |
11:13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
11:20 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
11:25 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર. |