Difference between revisions of "LibreOffice-Suite-Writer/C4/Using-track-changes/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
||01:16 | ||01:16 | ||
− | ||Seven-reasons-to-adopt-FOSS.odt, | + | ||Seven-reasons-to-adopt-FOSS.odt, Government-support-for-FOSS-in-India.odt |
|- | |- | ||
Line 85: | Line 85: | ||
|- | |- | ||
||02:35 | ||02:35 | ||
− | ||Enter (એન્ટર) દબાવો. | + | ||Enter (એન્ટર) દબાવો. તેથી વર્તમાન બીજું પોઈન્ટ પોઈન્ટ ક્રમાંક ૩ બનશે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- |
Latest revision as of 16:43, 28 February 2017
TIME | NARRATION |
00:00 | નમસ્કાર મિત્રો. |
00:03 | લીબર ઓફીસ રાઈટરનાં - ડોક્યુમેન્ટ માં ફેરફાર કરતા સમયે ફેરફારો ને ટ્રેક કરવા માટેના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં હું સમજાવીશ કે લીબર ઓફીસ રાઈટર વડે ડોક્યુમેન્ટોનું પીયર રીવ્યૂ (બારીક સમીક્ષા) કેવી રીતે કરી શકાય છે. |
00:15 | આપણે એક પેહલે થી બનેલ ડોક્યુમેન્ટ ખોલીશું. |
00:18 | એ સમજાવવા માટે કે કેવી રીતે 'Record Changes' વિકલ્પની મદદથી એક ડોક્યુમેન્ટને પીયર રીવ્યૂ કરી શકાય છે અને એમાં ફેરફાર કરી શકાય છે. |
00:25 | આ વિશેષતાને વાપરવાનો ફાયદો એ છે કે રીવ્યુઅર એટલે કે સમીક્ષક કમેન્ટો (ટિપ્પણીઓ) આપી શકે છે, ટેક્સ્ટ ઉમેરી શકે છે, વર્તમાન ટેક્સ્ટને રદ્દ અથવા એમાં ફેરફાર કરી શકે છે, જે સ્પષ્ટ રીતે દેખાય છે, જેમ કે, આ જ ડોક્યુમેન્ટમાં છે. |
00:40 | આને સરળતાથી લેખક દ્વારા જોઈ શકાય છે જે આ ફેરફારોને સ્વીકારી અથવા નકારી શકે છે અને આમ ફેરફારોને ફરી એકવાર નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યા વગર આ એડીટ કમેન્ટો (ફેરફાર કરાવનાર ટિપ્પણીઓ)નો સમાવેશ કરી શકે છે. |
00:52 | અને જ્યારે ફાઈલ સંગ્રહિત થાય છે, ત્યારે કમેન્ટો (ટિપ્પણીઓ) નો સમાવેશ થાય છે. |
00:56 | તો ચાલો શીખીએ આ કેવી રીતે કરવું. |
01:01 | અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટૂ લીનક્સ ૧૦.૦૪ અને લીબર ઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪ વાપરી રહ્યા છીએ. |
01:09 | આ ટ્યુટોરીયલમાં, હું કેટલાક ડોક્યુમેન્ટોનો ઉપયોગ કરીશ જે મેં પહેલાથી જ મારા સિસ્ટમ ઉપર બનાવીને સંગ્રહ કર્યા છે. જેમ કે - |
01:16 | Seven-reasons-to-adopt-FOSS.odt, Government-support-for-FOSS-in-India.odt |
01:24 | રાઈટર ચાલુ કરવા માટે, ક્લિક કરો Applications - Office અને LibreOffice Writer. |
01:33 | Seven-reasons-to-adopt-FOSS.odt ખોલો |
01:40 | 'record changes' વિકલ્પને ઓન (સક્રિય) સુયોજિત કરવા માટે, |
01:43 | EDIT → CHANGES પર જઈને RECORD વિકલ્પને ચેક કરો. |
01:52 | SHOW વિકલ્પ પણ ચેક હોવું જોઈએ. આ કોઈ પણ પછીના એડિટિંગને અલગ રીતે રેકોર્ડ કરવા માટે સક્રિય કરશે. |
02:00 | ડોક્યુમેન્ટમાં, ચાલો આપણે એક બીજો પોઈન્ટ દાખલ કરીએ. |
02:05 | આપણે પોઈન્ટ ક્રમાંક 2 પર જશું અને ટાઈપ કરીશું |
02:08 | "Linux is a virus resistant operating system since each user has a distinct data space and cannot directly access the program files". |
02:35 | Enter (એન્ટર) દબાવો. તેથી વર્તમાન બીજું પોઈન્ટ પોઈન્ટ ક્રમાંક ૩ બનશે. |
02:41 | નોંધ લો કે ટેક્સ્ટ ઇનપુટ એક નવા રંગમાં આવ્યું છે. |
02:45 | આ ટેક્સ્ટ ઉપર માઉસ ફેરવો. તમને મેસેજ દેખાશે |
02:50 | "Inserted Sriranjani:" ત્યાર પછી છે દાખલ થયેલાની તારીખ અને સમય. |
02:55 | આમ, કમેન્ટને બનાવનાર વ્યક્તિ ડોક્યુમેન્ટમાં ઓળખાયેલ છે. કમ્પ્યુટર પરનાં વપરાશકર્તા તરીકે લીબર ઓફીસનાં સંસ્થાપન દરમ્યાન આપેલ નામ ઉપર આધાર રાખી આ નામ આપવામાં આવે છે. |
03:07 | પહેલી લાઈનમાં આવેલ “avalable”ની શબ્દજોડણી સુધારો. તમે સુધારાની નોંધ લેશો. |
03:16 | પહેલા પોઈન્ટ ને રદ્દ કરો - |
03:18 | “It can be installed on all computers without restriction or needing to pay license fees to vendors”. |
03:30 | નોંધ લો કે રદ્દ કરવાની પ્રક્રિયા વાસ્તવમાં લાઈન રદ્દ નથી કરતી, પરંતુ તેને રદ્દ કરવા માટેની સૂચિત લાઈન તરીકે ચીન્હાન્કિત કરે છે. |
03:39 | તે ટેક્સ્ટ ઉપર માઉસ ફેરવો અને આપણને એક મેસેજ દેખાશે |
03:43 | “Deleted Sriranjani:” ત્યાર પછી છે રદ્દ થયેલાની તારીખ અને સમય |
03:48 | આ રીતે, ડોક્યુમેન્ટમાં ઉમેરાઓ કરી, હાલના લખાણ ને રદ કરી અથવા બદલીને ડોક્યુમેન્ટમાં ફેરફારો કરી શકાય છે. |
04:00 | એક કરતાં વધુ વ્યક્તિ સમાન ડોક્યુમેન્ટમાં ફેરફારો કરી શકે છે. |
04:03 | લીબરઓફીસ રાઈટર વાચકને એક સમીક્ષકનું કામ બીજા થી અલગ બતાવવામાં મદદ કરવા માટે દરેક એડિટ ને અલગ રંગમાં બતાવે છે. |
04:12 | એડિટ કરાયેલ ટેક્સ્ટ પર માઉસ ફેરવવાથી સમીક્ષકનું નામ પ્રદર્શિત થશે. |
04:18 | હું એક ડોક્યુમેન્ટ જે મારા સહયોગી ગુરુ દ્વારા પહેલાથી જ એડિટ કરાયેલ છે તે ખોલીને આને ડેમોનસ્ટ્રેટ કરવા જઈ રહ્યો છું, . |
04:26 | ટેક્સ્ટ ફાઈલ ડોક્યુમેન્ટ “Government-support-for-FOSS-in-India.odt” ખોલો. |
04:34 | આ ડોક્યુમેન્ટમાં, આપણે જોઈ શકીએ છીએ કે ઘણા ઉમેરાઓ અને રદ્દો કરવામાં આવ્યા છે. |
04:41 | આ ટેક્સ્ટ ઉપર માઉસ ફેરવતા તે ગુરુ દ્વારા કરવામાં આવેલ ઉમેરાઓ અને રદ્દ માટેના મેસેજ આપે છે. |
04:51 | નીચે (તળિયે) એક પોઈન્ટ ઉમેરો “CDAC, NIC, NRC-FOSS are institutions of Government of India which develop and promote FOSS” |
05:17 | આપણે જોઈ શકીએ છીએ કે આ ઉમેરાનો રંગ ગુરુ દ્વારા કરાયેલ ફેરફારોના રંગ કરતા જુદો છે. |
05:23 | આ ઉમેરાનાં ઉપર માઉસ ફેરવતા “Inserted: Sriranjani” મેસેજ આપે છે. |
05:28 | આમ એક કરતા વધુ વ્યક્તિ સમાન ડોક્યુમેન્ટમાં એડીટ કરી શકે છે એ પહેલા કે તે લેખક પાસે ફરી પાછું જાય. |
05:34 | ડોક્યુમેન્ટને સંગ્રહિત કર્યા વગર બંધ કરો. |
05:44 | હવે આપણે જોઈશું કે સમીક્ષકો દ્વારા કરાયેલ ફેરફારો ને લેખક કેવી રીતે સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે. |
05:49 | સમાન ડોક્યુમેન્ટ, “Government-support-for-FOSS-in-India” માં, ચાલો ધારીએ કે હું લેખક છું અને હું ગુરુ દ્વારા કરાયેલ એડિટ ને સ્વીકાર અથવા અસ્વીકાર કરીશ. |
06:11 | પોઈન્ટ 2 પર જાઓ અને રદ્દ થયેલ ટેક્સ્ટ 'reasons' પર જમણું ક્લિક કરો. અને કહો 'Accept Change'. |
06:22 | તમે જોશો કે ટેક્સ્ટ રદ્દ થાય છે જે સમીક્ષક દ્વારા સૂચિત કરાયેલ ફેરફાર છે. |
06:27 | દાખલ થયેલ ટેક્સ્ટ 'needs' પર જમણું ક્લિક કરો અને 'Accept Change' પસંદ કરો. |
06:34 | તમે જોશો કે ટેક્સ્ટ સામાન્ય થાય છે જે સમીક્ષક દ્વારા સૂચિત કરાયેલ ફેરફાર છે. |
06:39 | આ રીતે, સમીક્ષક દ્વારા સૂચિત કરાયેલ ફેરફારો, દાખલ કરવું અને રદ્દ કરવું બંને, લેખક દ્વારા સ્વીકૃત થઇ શકે છે. |
06:48 | પોઈન્ટ 1 પર જઈને રદ્દ થયેલ ટેક્સ્ટ “The OpenOffice document standard has been notified under this policy” પર જમણું ક્લિક કરો અને 'Reject change' પસંદ કરો. |
07:01 | આ ટેક્સ્ટને સામાન્ય બનાવે છે, દા.ત. સમીક્ષકનું રદ્દ કરવા માટે આપેલુ સુચન, લેખક દ્વારા નકાર કરાયું છે. |
07:08 | પોઈન્ટ 5 પર જઈને “Government Schools in these states and in Orissa, Karnataka and Tamil Nadu learn Linux” પર જમણું ક્લિક કરો અને 'Reject change' પસંદ કરો. આ સમીક્ષક દ્વારા દાખલ કરાયેલી ટેક્સ્ટને રદ્દ કરે છે. |
07:26 | આ રીતે, દરેક ઉમેરાઓ અથવા રદ્દો લેખક દ્વારા સ્વીકૃત અથવા અસ્વીકૃત થઇ શકે છે. |
07:33 | છેવટે, ફેરફારોને સ્વીકાર અથવા અસ્વીકાર કર્યા પછી, આપણે EDIT >> CHANGES માં જઈ અને 'Record' અને 'Show' વિકલ્પોને અનચેક કરવું જોઈએ. |
07:55 | જયારે અનચેક કરવામાં આવે છે, તો વધુ કોઇ એડીટીંગ ને અલગ રીતે ચીન્હાન્કિત ન કરાશે. |
08:00 | ફાઈલમાં ફેરફારો સ્વીકાર અથવા અસ્વીકાર થયા પછી સમીક્ષકો દ્વારા અપાયેલ તમામ કમેન્ટો નો સમાવેશ કરવા માટે ફાઈલ સંગ્રહિત કરવાની ખાતરી કરી લો. |
08:08 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. અંતે, અસાઇનમેંટ છે |
08:15 | ડોક્યુમેન્ટને ખોલો અને રેકોર્ડ ચેન્જીસ મોડમાં શબ્દજોડણીની ભૂલોને સુધારીત કરો. |
08:24 | અહીંયા મેં આ અસાઇનમેન્ટને પહેલાથી જ બનાવ્યું છે. |
08:30 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરીને તે જોઈ શકો છો. |
08:40 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ સ્પોકન ટ્યુટોરિયલોના મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
08:44 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે. વધુ વિગતો માટે,"contact@spoken-tutorial.org" પર સંપર્ક કરો. |
08:53 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:02 | આ વિશે વધુ માહિતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે. "સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો" |
09:13 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું ભરત સોલંકી વિદાય લઉં છું. આભાર. |