Difference between revisions of "BASH/C3/Basics-of-functions/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 245: Line 245:
 
|-
 
|-
 
| 04.24
 
| 04.24
| ચાલો સારાંશ લઈએ.
+
| ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
 
+
|-
+
| 04.25
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
+
  
 
|-
 
|-

Latest revision as of 23:28, 3 March 2017

Time Narration
00.01 નમસ્તે મિત્રો, Bash (બેશ) માં Basics of functions પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00.11 ફંક્શનોનું મહત્વ
00.13 ફંક્શન જાહેર કરવું
00.15 ફંક્શનને કોલ કરવું
00.17 ફંક્શનનો વર્ક ફ્લો
00.19 આ ઉદાહરણનાં મદદથી સમજીશું.
00.22 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને બેશમાંનાં Shell Scripting નું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
00.28 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, http://www.spoken-tutorial.org
00.34 આ ટ્યુટોરીયલ માટે હું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યી છું.
00.40 અત્યાર સુધી આપણે GNU BASH આવૃત્તિ 4.1.10 વાપરી રહ્યા હતા.
00.46 હવે પછીથી, આપણે GNU BASH આવૃત્તિ 4.2 વાપરીશું.
00.52 નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00.58 હવે ફંક્શન શું છે અને તેના ઉપયોગો ચાલો જોઈએ.
01.03 ફંક્શન એટલે કમાંડોનો સંગ્રહ અથવા કે એક અલ્ગોરીધમ.
01.08 આનો ઉપયોગ અમુક ચોક્કસ કાર્ય કરવા જેવું છે.
01.12 ફંક્શન વાપરીને જટિલ પ્રોગ્રામ નાના નાના કાર્યમાં વિભાજીત કરવામાં આવે છે.
01.18 જેથી સ્ક્રીપ્ટની વાંચનીયતામાં સુધાર થાય છે અને ઉપયોગમાં સરળ રહે છે.
01.24 ફંક્શન જાહેર કરવા માટે બે સિન્ટેક્સો છે.
01.28 પહેલું સિન્ટેક્સ છે function space function underscore name
01.32 છગડીયા કૌંસમાં,
01.34 એક્ઝીક્યુટ કરવા માટે જોઈતા કમાંડો
01.37 બીજું સિન્ટેક્સ છે
01.39 function underscore name open and close round brackets
01.42 છગડીયા કૌંસમાં,
01.44 એક્ઝીક્યુટ કરવા માટે જોઈતા કમાંડો
01.47 Function call (ફંક્શન કોલ) ફંક્શન પ્રોગ્રામમાં ક્યાંથી પણ કોલ કરી શકાવાય છે.
01.53 તમને જ્યાં ફંક્શન કોલ કરવું છે ત્યાં ફંક્શનનું નામ ટાઈપ કરો.
01.58 કોલ કરવા માટે સિન્ટેક્સ એટલે પોતે ફંક્શનનું નામ હોય છે.
02.02 ચાલો સાદા ઉદાહરણની મદદથી આ સમજીએ.
02.07 function.sh ફાઈલમાં મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે.
02.12 shebang line છે.
02.14 function કીવર્ડ આગળ ફંક્શનનું નામ લખીને ફંક્શન જાહેર કરાયું છે.
02.21 અહીં, machine આ ફંક્શનનું નામ છે.
02.26 છગડીયા કૌંસ અંતર્ગત આવેલ ઘટકને ફંક્શનની વ્યાખ્યા કહેવાય છે.
02.32 મેં મશીનની વિવિધ વિગતો દર્શાવી છે જેમ કે-
02.36 uname હાયફન a મશીનની માહીતી આપે છે.
02.41 w હાયફન h સીસ્ટમ પર લોગ ઇન થયેલ યુઝરો દર્શાવી આપે છે.
02.46 uptime મશીન ક્યારથી ચાલુ છે તે સમય આપે છે.
02.51 free મેમરી સ્ટેટસ આપે છે.
02.54 df હાયફન h ફાઈલ સીસ્ટમનું સ્ટેટસ આપે છે.
02.57 મુખ્ય પ્રોગ્રામ અહીં શરુ થાય છે.
03.01 આપણે “Beginning of main program” આ મેસેજ દર્શાવીએ છીએ.
03.06 અહીં, machine આ ફંક્શન કોલ છે.
03.09 ત્યારબાદ આપણે “End of main program” આ મેસેજ દર્શાવીએ છીએ.
03.13 ચાલો આ કેવી રીતે કાર્ય કરે છે તે સમજીએ.
03.16 જ્યારે bash interpreter ને ફંક્શનની વ્યાખ્યા મળે છે, તે ફંક્શનને સ્કેન કરે છે.
03.23 ફંક્શનનું નામ જ્યારે સ્ક્રીપ્ટમાં આવે ફક્ત ત્યારે જ ફંક્શનને કોલ કરાય છે.
03.28 જ્યારે interpreter ફંક્શનનું નામ વાંચે છે, ત્યારે તે ફંક્શનની વ્યાખ્યા એક્ઝીક્યુટ કરે છે.
03.36 interperter ફંક્શનનાં નામને એક કમાંડ તરીકે લે છે.
03.41 યાદ રાખો, ફંક્શનને કોલ કરવા પહેલા આપણે તેને વ્યાખ્યિત કરવું પડે છે.
03.47 હવે ટર્મિનલ પર જાવ. આ કોડ ફાઈલને એક્ઝીક્યુટ કરવા યોગ્ય બનાવવા માટે
03.52 ટાઈપ કરો: chmod space plus x space function dot sh
03.59 Enter દબાવો.
04.01 ટાઈપ કરો dot slash function dot sh
04.05 Enter દબાવો.
04.07 આઉટપુટ જે કે મારા સીસ્ટમની મશીન વિગતો છે, તે ટર્મિનલ પર દેખાય છે.
04.14 નોંધ લો: સીસ્ટમ દર સીસ્ટમ આઉટપુટ બદલાશે.
04.19 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
04.22 આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
04.24 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
04.28 ફંક્શનોનું મહત્વ
04.30 ફંક્શન જાહેર કરવું
04.32 ફંક્શનને કોલ કરવું, ફંક્શનનો વર્ક ફ્લો
04.35 જે ઉદાહરણ સહીત જોયું.
04.37 એસાઈનમેંટ તરીકે. આપેલ બે ફંક્શનો રહેલ પ્રોગ્રામ લખો
04.42 પહેલું ફંક્શન diskspace નો વપરાશ વાંચી શકાય એવા સ્વરૂપમાં દર્શાવવું જોઈએ. (મદદ તરીકે: df હાયફન h)
04.51 બીજું ફંક્શન ફાઈલ સીસ્ટમનો વપરાશ વાંચી શકાય એવા સ્વરૂપમાં દર્શાવવું જોઈએ. (મદદ તરીકે: du હાયફન h)
05.00 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
05.03 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
05.07 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
05.12 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
05.17 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
05.21 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
05.29 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
05.33 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
05.41 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
05.47 આ સ્ક્રીપ્ટ માટે ફાળો FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે.
05.52 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
05.56 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya