Difference between revisions of "LibreOffice-Suite-Calc/C2/Basic-Data-Manipulation/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || | + | || Time |
− | || | + | || Narration |
|- | |- |
Latest revision as of 14:37, 3 September 2014
Time | Narration |
00:00 | લીબરઓફીસ કેલ્કના આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે જે છે- ડેટા એટલેકે માહિતીનો પાયાગત(બેઝીક્સ)કાર્યક્ષમ ઉપયોગ. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું: |
00:09 | સુત્રોનો પાયાગત પરિચય |
00:12 | સ્તંભ દ્વારા થતું વર્ગીકરણ(સોર્ટીંગ) |
00:15 | ડેટાનું પાયાગત નીતારણ એટલેકે ફિલ્ટરીંગ. |
00:17 | અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે "ઉબન્ટુ લિનક્સ ૧૦.૦૪" અને "લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪" વાપરી રહ્યા છીએ. |
00:27 | તો ચાલો ટ્યુટોરીયલની શરૂઆત લીબરઓફીસ કેલ્કમાં વપરાતા સુત્રોને પાયાગત શીખવાથી કરીએ. |
00:35 | સુત્રો એ સમીકરણો છે જે પરિણામ મેળવવા આંકડાઓ અને ચલ સંખ્યાઓનો ઉપયોગ કરે છે. |
00:41 | સ્પ્રેડશીટમાં,ચલ સંખ્યાઓ સેલના સ્થાનો છે જે માહિતી(ડેટા) ધરાવે છે જે સમીકરણો પુરા કરવા વપરાય છે. |
00:47 | સૌથી પાયાગત અંકગણિત પ્રક્રિયાઓ જે અમલમાં મુકાય છે તે છે : સરવાળો,બાદબાકી,ગુણાકાર અને ભાગાકાર. |
00:56 | ચાલો પહેલા આપણે આપણી "પર્સનલ ફાઈનાન્સ ટ્રેકર.ઓડીએસ" ફાઈલ ખોલીએ. |
01:02 | આપણી "પર્સનલ ફાઈનાન્સ ટ્રેકર.ઓડીએસ" ફાઈલમાં,ચાલો જોઈએ કે બધા ખર્ચની કિંમત "કોસ્ટ" નામના શીર્ષક નીચે કેવી રીતે ઉમેરીએ. |
01:13 | આપણે હજી એક શીર્ષક "મીસેલેનીયસ" શીર્ષક નીચે આપીશું જે છે "સમ ટોટલ". |
01:19 | અને આપણે સેલ 'એ8' ઉપર ક્લિક કરીશું અને અનુક્રમ આંક '7' આપીશું. |
01:25 | હવે ચાલો સેલ આંક 'સી8' ઉપર ક્લિક કરીએ જ્યાં આપણે કુલ ખર્ચ કિંમત પ્રદર્શિત કરવા માંગીએ છીએ. |
01:32 | બધી ખર્ચ કિંમતનો સરવાળો કરવા,આપણે લખીશું "ઈઝ ઇકવલ ટુ સમ" અને કૌંસમાં જેને ઉમેરવા છે તે સ્તંભોની શ્રેણી,જે છે "સી૩ કોલન સી7". |
01:44 | હવે કીબોર્ડ ઉપર એન્ટર દબાવીએ. |
01:47 | તમે જુઓ "કોસ્ટ" નીચે રહેલ બધી વસ્તુઓ ઉમેરાયેલ ગયી છે. |
01:51 | હવે ચાલો કેલ્કમાં બાદબાકી કેવી રીતે કરવી તે શીખીએ. |
01:55 | જો આપણે "હાઉઝ રેન્ટ" અને "ઈલેકટ્રીસીટી"ની કિંમતોની બાદબાકી કરી "એ9"થી સંદર્ભિત થતા સેલમાં પરિણામ પ્રદર્શિત કરવા ઇચ્છતા હોઈએ તો પ્રથમ 'એ9' ઉપર ક્લિક કરીએ. |
02:06 | હવે આ સેલમાં,લખીએ "ઈઝ એક્વલ ટુ" અને કૌંસમાં સંબંધિત સેલ સંદર્ભો,જે છે "સી૩ બાદ સી૪". |
02:17 | કીબોર્ડ ઉપર એન્ટર કળ દબાવીએ. |
02:20 | આપણે જોઈ શકીએ છીએ કે તે બંને સેલ સંદર્ભોમાં રહેલ કિંમત બાદ થઇ ગયી છે અને પરિણામ સેલ આંક 'એ9'માં દેખાય છે. |
02:29 | ચાલો "અન્ડૂ" કરી આને ફરી પહેલા જેવું કરીએ.. |
02:32 | આ જ રીતે,જુદા-જુદા સેલમાંના ડેટાનો ભાગાકાર અને ગુણાકાર પણ થઇ શકે છે. |
02:37 | સ્પ્રેડશીટમાં થતી અન્ય પાયારૂપ પ્રક્રિયા છે નંબરોની સરેરાશ કાઢવી. |
02:43 | ચાલો જોઈએ કે તેનું અમલીકરણ કેવી રીતે થાય છે. |
02:45 | ચાલો "સમ ટોટલ" નીચે શીર્ષક આપીએ "એવરેજ" |
02:50 | અહિયાં આપણે કુલ કિંમતની સરેરાશ પ્રદર્શિત કરીશું. |
02:55 | તો ચાલો "સી9" ઉપર ક્લિક કરીએ. |
02:58 | હવે આપણે લખીશું "ઈઝ ઇકવલ ટુ" કૌંસમાં એવરેજ એન્ડ કોસ્ટ |
03:04 | કીબોર્ડમાં "એન્ટર" કળ દબાવીએ. |
03:07 | તમે જુઓ કે "કોસ્ટ" સ્તંભની સરેરાશ આ સેલમાં દેખાય છે. |
03:11 | ચાલો "અન્ડૂ" કરી આને ફરી પહેલા જેવું કરીએ. |
03:15 | આ જ રીતે,તમે આડી હરોળમાંના ઘટકોની સરેરાશ પણ શોધી શકો છો. |
03:20 | આપણે સુત્રો અને ઓપરેટર એટલેકે કે પ્રચાલક વિશે હજી ઊંડાણમાં અદ્યતન ટ્યુટોરીયલમાં શીખીશું. |
03:25 | ચાલો હવે કેલ્ક સ્પ્રેડશીટમાં ડેટા કેવી રીતે વર્ગીકૃત કરવા તે શીખીશું. |
03:30 | વર્ગીકરણ શીટમાંના દ્રશ્યમાન થતા સેલને કોઈ પણ ઇચ્છિત પ્રકારે ગોઠવી શકે છે. |
03:35 | કેલ્કમાં,તમે ડેટાને ત્રણ માપદંડ સુધી વર્ગીકૃત કરી શકો છો,જે એક પછી એક લાગુ પડે છે. |
03:43 | જયારે તમે કોઈ વિશિષ્ટ વસ્તુ શોધી રહ્યા હોવ ત્યારે તે બહુ ઉપયોગી નીવડે છે અને વળી જ્યારે ડેટા ફિલટર્ડ હોય ત્યારે એ વધુ શક્તિશાળી બની રહે છે. |
03:51 | ચાલો,આપણને "કોસ્ટ" શીર્ષક હેઠળ રહેલા ડેટાને ચડતા ક્રમમાં વર્ગીકૃત કરવા છે. |
03:57 | તો પહેલા,આપણે સેલ "કોસ્ટ" ઉપર ક્લિક કરી જે સેલ આપણને વર્ગીકૃત કરવા છે તેને પ્રકાશિત કરીએ. |
04:03 | હવે માઉસના ડાબા બટનને પકડી રાખી,સ્તંભ સુધી ખસેડો જ્યાં સુધી "2000" ધરાવતી સેલનો અંત ના આવે. |
04:12 | આ આપણને જે સ્તંભનું વર્ગીકરણ કરવું છે તેને પસંદ કરશે. |
04:15 | હવે મેનુ બારમાંના "ડેટા" વિકલ્પ ઉપર ક્લિક કરી અને પછી "સોર્ટ" ઉપર ક્લિક કરીએ. |
04:21 | હવે "કરંટ સેક્શન" પસંદ કરીએ. |
04:24 | તમે જુઓ એક સંવાદ બોક્સ ખુલે છે જે "સોર્ટ ક્રાઈટેરિયા" અને "ઓપ્શન્સ" ટેબ ધરાવે છે. |
04:31 | "સોર્ટ ક્રાઈટેરિયા" ટેબમાં,"સોર્ટ બાય" ક્ષેત્રમાં "કોસ્ટ"ને પસંદ કરીએ. |
04:37 | "કોસ્ટ"ને ચડતા ક્રમમાં ગોઠવવા માટે,તેના પછીના "અસેન્ડીંગ" વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
04:44 | હવે "ઓકે" પર ક્લિક કરીએ. |
04:47 | તમે જુઓ કે સ્તંભ ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયો છે. |
04:51 | આ જ રીતે,તમે ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકો,તો "ડીસેન્ડીંગ" ઉપર ક્લિક કરી પછી "ઓકે" બટન ઉપર ક્લિક કરીએ. |
04:59 | "અન્ડું" દબાવી ફરી પહેલા જેવું કરીએ. |
05:02 | અસંખ્ય સ્તંભો,પહેલા બધાને પસંદ કરી અને પછી "સોર્ટ" વિકલ્પ પસંદ કરી એક સાથે વર્ગીકૃત કરી શકાય છે. |
05:09 | જેમકે,ચાલો આપણને "સીરીઅલ નંબર્સ" અને "કોસ્ટ" બંનેને વર્ગીકૃત કરવા છે. |
05:14 | તો પહેલાની જેમ સ્તંભોને પસંદ કરીએ. |
05:18 | હવે મેનુ બારમાંના "ડેટા" વિકલ્પ ઉપર ક્લિક કરી અને પછી "સોર્ટ" ઉપર ક્લિક કરીએ. |
05:24 | સંવાદ બોક્સ જે દેખાય છે,તેમાં પહેલા "સોર્ટ બાય" ક્ષેત્રમાં "કોસ્ટ"ને પસંદ કરીએ. |
05:30 | અને પછી "ધેન બાય" ક્ષેત્રમાં "એસએન" પસંદ કરીએ. |
05:35 | તેની નજીકના બંને વિકલ્પોમાં "ડીસેન્ડીંગ" ક્લિક કરીએ અને પછી "ઓકે" દબાવીએ. |
05:43 | તમે જુઓ બંને શીર્ષકો ઉતરતા ક્રમમાં ગોઠવાઈ ગયા છે. |
05:47 | "અન્ડું" દબાવી ફરી પહેલા જેવું કરીએ. |
05:49 | હવે જોઈએ કે લીબરઓફીસ કેલ્કમાં ડેટા કેવી રીતે ફિલ્ટર એટલેકે નીતારવામાં થાય છે. |
05:53 | ફિલ્ટર એ શરતોની યાદી છે જેનો અમલ દરેક દાખલ થતા ડેટાને દ્રશ્યમાન થવા કરવો પડે છે. |
06:00 | સ્પ્રેડશીટમાં ફિલ્ટર લાગુ પાડવા,ચાલો "આઈટમ" નામના સેલ ઉપર ક્લિક કરીએ. |
06:07 | હવે મેનુ બારના "ડેટા" ઉપર ક્લિક કરી પછી "ફિલ્ટર" ઉપર ક્લિક કરીએ. |
06:12 | હવે પોપ-અપ મેનુમાં "ઓટોફિલ્ટર" વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
06:16 | તમે જોઈ શકો છો કે શીર્ષકો ઉપર એક "તીર જેવું ચિહ્ન" આવી જાય છે. |
06:20 | "આઈટમ" નામના સેલ ઉપર નીચેની દિશા દર્શાવતું તીરવાળું બટન દબાવીએ. |
06:24 | જો હવે તમે "ઈલેકટ્રીસીટી બીલ"ને સંબંધિત ડેટા જ દેખાડવા ઈચ્છતા હોવ. |
06:29 | તો તેના માટે "ઈલેકટ્રીસીટી બીલ" વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
06:34 | તમે જુઓ માત્ર "ઈલેકટ્રીસીટી બીલ"ને સંબંધિત ડેટા જ દ્રશ્યમાન છે. |
06:40 | બાકીના બધા વિકલ્પો ફિલ્ટર થઇ ગયા છે. |
06:43 | બધા ડેટા જોવા માટે,"આઈટમ" સેલ ઉપર પાછુ નીચેની દિશા સૂચવતું બટન દબાવીએ અને પછી "ઓલ" ઉપર ક્લિક કરીએ. |
06:52 | હવે જુઓ, આપણે લખેલા બધા મૂળ ડેટા આપણે જોઈ શકીએ છીએ |
06:59 | "ઓટોફિલ્ટર" ઉપરાંત,બીજા અન્ય બે ફિલ્ટર વિકલ્પ પણ છે જેના નામ છે : "સ્ટાનડર્ડ ફિલ્ટર" અને "એડવાન્સ ફિલ્ટર". જે આપણે આ શાખાના અન્ય તબક્કાઓમાં શીખીશું. |
07:11 | અહીં લીબરઓફીસ કેલ્કનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:15 | સારાંશ માટે, આપણે શીખ્યું: |
07:18 | સુત્રોનો પાયાગત પરિચય |
07:21 | સ્તંભ દ્વારા થતું વર્ગીકરણ(સોર્ટીંગ) |
07:23 | ડેટાનું પાયાગત નીતારણ એટલેકે ફિલ્ટરીંગ. |
07:26 | આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:30 | તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
07:33 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:37 | મૌખિક ટ્યુટોરીયલ યોજનાનો જૂથ |
07:40 | મૌખિક ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ કરીએ છીએ. |
07:43 | જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
07:47 | વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
07:53 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, |
07:58 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:06 | આ ઉપર વધુ માહિતી |
08:08 | "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો" ઉપર ઉપલબ્ધ છે . |
08:16 | ભાષાંતર કરનાર હું છું શિવાની ગડા. |
08:20 | આભાર. |