Difference between revisions of "Scilab/C2/Vector-Operations/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
  
!'''Time'''
+
|'''Time'''
! '''Narration'''
+
|'''Narration'''
  
 
|-
 
|-
Welcome to the spoken
+
 
 
| 00:02
 
| 00:02
  

Latest revision as of 10:28, 7 August 2014

Time Narration
00:02 "Vector Operations" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલ કરી શકશો,
00:11 વેક્ટર વ્યાખ્યાયિત કરવું.
00:13 વેક્ટરની લંબાઈની ગણતરી કરવી.
00:15 વેક્ટરો પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર
00:23 મેટ્રીક્સ વ્યાખ્યાયિત કરવું.
00:25 મેટ્રીક્સના માપની ગણતરી કરવું.
00:28 મેટ્રીસીસ પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર.
00:36 પૂર્વ જરૂરી છે, તમારી સીસ્ટમ પર સાયલેબ સંસ્થાપિત હોવું જોઈએ.
00:41 Getting started with Scilab પરનું સ્પોકન ટ્યુટોરીયલ તમે સાંભળેલું હોવું જોઈએ.
00:46 વેક્ટરો અને મેટ્રીસીસ માટે તમને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
00:50 ડેમોનસ્ટ્રેશન માટે હું વિન્ડોવ્ઝ ૭ ઓપેરેટીંગ સીસ્ટમ અને સાયલેબ ૫.૨.૨ વાપરી રહ્યી છું.
00:58 સાયલેબને શરૂ કરવા માટે તમારા ડેસ્કટોપ પરનાં સાયલેબનાં શૉર્ટકટ આઇકોન પર ક્લિક કરો.
01:03 આ સાયલેબ કન્સોલ વિન્ડોને ખોલશે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે એની નોંધ લો.
01:11 વિડીઓને ચોક્કસ અંતરાલે અટકાવી સાયલેબમાં આ ટ્યુટોરીયલનો પ્રયાસ પણ કરતા રહો એ આગ્રહ કરું છું.
01:20 વેક્ટર વ્યાખ્યાયિત કરવા સાથે શરૂઆત કરીએ.
01:22 આ બે પ્રકારે થઇ શકે છે:
01:24 સ્પેસ વાપરીને જેમ કે p ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો.
01:37 અથવા અલ્પવિરામ વાપરીને જેમ કે q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો.
01:54 આપણે વેક્ટરની લંબાઈ length of p આદેશ દ્વારા અને enter દબાવીને શોધી શકીએ છીએ
02:03 વેક્ટરો પર આપણે વિવિધ ગાણિતિક ઓપરેશનો પણ કરી શકીએ છીએ જેમ કે
02:08 બે વેક્ટરોનો સરવાળો:
02:11 બે વેક્ટરોની બાદબાકી અને એ પ્રમાણે ક્રમશ.
02:15 વેક્ટરની અદલાબદલીને એપોસ્ટ્રોફ (સિંગલ અવતરણ ચિહ્ન તરીકે પણ ઓળખાવાય છે) વાપરીને મેળવી શકાય છે.

p transpose નીચે આપેલ પ્રમાણે છે

02:28 આપણે p-transpose times q ગણતરી કરી શકીએ છીએ:
02:35 p times q-transpose આદેશ સ્કેલર આપે છે:
02:44 હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એકને પ્રયાસ કરો
02:51 હવે આપણે જોઈશું કે મેટ્રીક્સને કેવી રીતે વ્યખ્યાયિત કરવું.
02:56 મેટ્રીક્સની રો ના એલીમેન્ટોને, સ્પેસ અથવા અલ્પવિરામનાં ઉપયોગ વડે વ્યખ્યાયિત કરાય છે એજ પ્રમાણે જેવું વેક્ટર માટે દર્શાવાયું હતું
03:04 ઉદાહરણ તરીકે, કેપિટલ P ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ અને enter દબાવીને 2 બાય 3 મેટ્રીક્સ P વ્યાખ્યાયિત કરીએ.
03:27 નોંધ લો કે મેટ્રીક્સની આગળની રો ને વ્યાખ્યાયિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે.
03:32 યાદ રાખો સાયલેબ કેસ સેન્સીટીવ છે.
03:35 અહીં વેરીએબલ P મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે.
03:40 જે નાના p કરતા જુદું છે જે વેક્ટર હતું.
03:44 શું તમે તપાસ કરવા ઈચ્છો છો કે આ સમયે નાનો p શું છે?
03:48 હવે આપણે "size" આદેશનાં ઉપયોગ વડે મેટ્રીક્સનું માપ કેવી રીતે શોધવું એ જોઈશું.
03:54 આ માટે ટાઈપ કરો ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column ચોરસ કૌંસ બંધ કરો, ઇકવલ ટુ size of capital p જે મેટ્રીક્સ છે અને enter દબાવો. તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે.
04:18 નોંધ લો કે length આદેશ મેટ્રીક્સમાંનાં એલિમેન્ટોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો.
04:28 એ સાથે જ transpose આદેશ મેટ્રીસીસ માટે પણ કાર્ય કરે છે જે અહીં દર્શાવવામાં આવ્યું છે:
04:35 p transpose મેટ્રીક્સ p ની અદલાબદલી આપે છે.
04:42 ચાલો હવે 2 બાય 3 મેટ્રીક્સ Q વ્યાખ્યાયિત કરીએ:
04:45 કેપિટલ q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 5 સ્પેસ 3 આગળની હરોળમાં જવા માટે
04:56 અર્ધવિરામ, 2 સ્પેસ 4 સ્પેસ 8 ચોરસ કૌંસ બંધ કરો અને enter દબાવો.
05:04 એ સાથે જ ચાલો P ને ફરી એક વાર યાદ કરીએ:
05:09 આપણે P અને Q ને સમાવતી ગણતરીઓ કરી શકીએ છીએ, જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ.
05:15 ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ E ઇકવલ ટુ 2 ગુણ્યા p પ્લસ 3 ગુણ્યા q અને enter દબાવીએ:
05:29 તમે તપાસ કરવા માટે ઇચ્છશો કે આ ગણતરી સાચી છે કે નહી.
05:34 હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે આપેલ અભ્યાસ ક્રમાંક બે પ્રયાસ કરો
05:45 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
05:47 સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યાયિત કરવું.
05:50 length() ફંક્શનનાં મદદથી વેક્ટરની લંબાઈ ગણતરી કરવી.
05:54 એપોસ્ટ્રોફનાં ઉપયોગ વડે વેક્ટર અથવા મેટ્રીક્સની અદલાબદલી શોધવી.
05:59 કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને રો જુદી કરવા માટે
06:04 અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યાયિત કરવું.
06:07 size() ફંક્શન દ્વારા મેટ્રીક્સનું માપ શોધવું.
06:11 આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે.
06:18 FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાય છે
06:28 જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
06:34 વધુ માહિતી માટે, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો
06:43 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
06:46 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble