Difference between revisions of "KTurtle/C3/Question-Glues/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{|border =1 | {|border =1 | ||
− | + | |Time | |
− | + | |Narration | |
|- | |- | ||
||00:01 | ||00:01 |
Latest revision as of 16:49, 27 June 2014
Time | Narration |
00:01 | નમસ્કાર KTurtle માં Question Glues પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે and અને not question glues શીખીશું. |
00:16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું. |
00:29 | અમે ધારીએ છીએ કે તમને KTurtle અને કેટર્ટલનાં “if-else” સ્ટેટમેન્ટ વિશેનું મૂળભૂત જ્ઞાન છે. |
00:39 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટ http://spoken-tutorial.org જુઓ. |
00:46 | આગળ વધતા પહેલા, ચાલો હું question glue શબ્દો વિશે સમજાવું. |
00:51 | Question glue શબ્દો આપણને નાનાં પ્રશ્નોને એક મોટા પ્રશ્નમાં ચોટાડવા માટે સક્રીય કરે છે. |
01:00 | “and”, “or” અને “not” આ અમુક glue-શબ્દો છે. glue-શબ્દો if-else કંડીશનમાં જોડે એકસાથે વપરાય છે. |
01:11 | ચાલો નવી 'KTurtle' એપ્લીકેશન ખોલીએ. |
01:15 | Dash home પર ક્લિક કરો. |
01:18 | સર્ચ બારમાં 'KTurtle' ટાઈપ કરો. |
01:22 | અને વિકલ્પ પર ક્લિક કરો.
. |
01:24 | ચાલો ટ્યુટોરીયલની શરુઆત ગ્લુશબ્દ and સાથે કરીએ. |
01:28 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
01:33 | હું કોડને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
01:40 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
01:46 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો. |
01:50 | ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું. |
01:52 | શક્ય છે કે તે થોડું ઝાખું થાય. |
01:56 | ચાલો કોડ જોઈએ. |
01:59 | reset આદેશ Turtle ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
02:04 | પ્રોગ્રામમાં મેસેજ, message કીવર્ડ પછી બે અવતરણચિહ્નો અંદર આપવામાં આવેલ છે. |
02:10 | “message” આદેશ “string” ને ઈનપુટ તરીકે લે છે. |
02:14 | તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ ધરાવનાર પોપઅપ સંવાદ બોક્સ બતાવે છે અને નોન નલ સ્ટ્રિંગ માટે એક બીપ પણ ઉત્પન્ન કરે છે. |
02:24 | $a, $b અને $c વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે. |
02:30 | “ask” આદેશ વેરીએબલોમાં સંગ્રહ કરવાં માટે યુઝર ઈનપુટ પૂછે છે. |
02:36 | if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b), “if” કંડીશનને ચકાસે છે. |
02:49 | જયારે “and” સાથે જોડાયેલા બે પ્રશ્નો true હોય છે તો પરિણામ true હશે. |
02:55 | 'if(($a !=$b) and ($b != $c) and ($c != $a)), “if” કંડીશનને ચકાસે છે. |
03:05 | જયારે ઉપરની 'if' કંડીશન true છે, તો કન્ટ્રોલ nested if માં ખસશે. |
03:12 | તે ત્રિકોણ ની બાજુ અસમાન છે કે નહી તે ચકાસે છે. |
03:17 | fontsize 18 print આદેશ દ્વારા વપરાતા ફોન્ટનાં માપને સુયોજિત કરે છે. |
03:22 | go 10,100 આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસવા માટે કહે છે. |
03:35 | print આદેશ if કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
03:41 | else આદેશ else કંડીશનને ચકાસે છે, જયારે બ્લોકમાંની if કંડીશન false હોય છે |
03:48 | print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
03:54 | else આદેશ અંતિમ કંડીશનને ચકાસે છે. |
03:57 | અહીં else ફક્ત ત્યારે ચકાસાય છે જયારે ઉપરની કંડીશનો false હોય છે. |
04:03 | print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું દરેક કંડીશનોને ચકાસવા માટે કોડને રન કરીશ. |
04:12 | પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ. |
04:15 | એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરો. |
04:20 | 'length of AB' માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
04:25 | 'length of BC' માટે 8 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
04:29 | 'length of AC' માટે 9 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
04:33 | કેનવાસ પર “A scalene triangle” દેખાય છે. |
04:37 | ફરીથી રન કરીએ. |
04:40 | એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરો. |
04:44 | 'AB' ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો, 'BC' ની લંબાઈ માટે 6 અને OK પર ક્લિક કરો, 'AC' ની લંબાઈ માટે 6 અને OK પર ક્લિક કરો. |
04:58 | કેનવાસ પર “Not a scalene triangle” દેખાય છે. |
05:02 | મૂળભૂત કંડીશન ચકાસવા માટે ફરીથી રન કરીએ. |
05:06 | એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરીએ. |
05:11 | 'AB' ની લંબાઈ માટે 1 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
05:16 | 'BC' ની લંબાઈ માટે 1 દાખલ કરો અને OK ક્લિક કરો. |
05:20 | 'AC' ની લંબાઈ માટે 2 દાખલ કરો અને OK ક્લિક કરો. |
05:24 | કેનવાસ પર "Does not satisfy triangle's inequality" દેખાય છે. |
05:30 | હવે આ પ્રોગ્રામને સાફ કરીએ. હું clear આદેશ ટાઈપ કરીશ અને clear આદેશને રન કરવાથી કેનવાસ સાફ થાય છે. |
05:40 | હવે આગળ 'not કંડીશન સાથે કામ કરીએ. |
05:43 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
05:51 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
05:56 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો. |
06:01 | ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું અને પ્રોગ્રામ સમજાવું. |
06:05 | reset આદેશ Turtle ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
06:09 | $a, $b અને $c વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે. |
06:15 | if not (($a==$b) and ($b==$c) and ($c==$a)), “if not” કંડીશનને ચકાસે છે. |
06:27 | not એક વિશેષ question glues શબ્દ છે. તે તેના ઓપરેંડની તાર્કીક અવસ્થાને વિપરીત કરે છે. |
06:36 | દા. ત. જો આપેલ કંડીશન true છે, તો not તેને false બનાવે છે. |
06:42 | અને જયારે કંડીશન false હોય છે તો આઉટપુટ true રહેશે. |
06:48 | print આદેશ if not કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
06:55 | else આદેશ એક્ઝેક્યુટ થાય છે જયારે if કંડીશન false હોય છે. |
07:01 | print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
07:07 | go 100,100 આદેશ ટર્ટલને 100 પીક્ષલ કેનવાસની ડાબી બાજુથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુથી ખસેડે છે |
07:20 | repeat 3{turnright 120 forward 100} આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા માટે કહે છે |
07:32 | તમામ કંડીશનોને ચકાસવા માટે ચાલો હું પ્રોગ્રામ રન કરું. |
07:36 | કોડને રન કરવાં માટે F5 કી દબાવો. |
07:40 | AB ની લંબાઈ માટે 6 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
07:45 | BC ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
07:48 | AC ની લંબાઈ માટે 7 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
07:54 | કેનવાસ પર “Triangle is not equilateral” દેખાય છે. |
07:58 | ચાલો ફરીથી રન કરીએ. AB ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
08;05 | BC ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
08:09 | AC ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
08:13 | કેનવાસ પર “Triangle is equilateral” દેખાય છે. એક સમભુજ ત્રિકોણ કેનવાસ પર દોરાય છે. |
08:21 | આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:25 | સારાંશ માટે |
08:28 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, question glues and અને not |
08:35 | એસાઈનમેંટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ નક્કી કરવાં માટે પ્રોગ્રામ લખો |
08:40 | question glue “or” ની મદદથી કાટકોણ ત્રિકોણ માટે ખૂણાનો ખ્યાલ |
08:48 | if or કંડીશનની સંરચના છે: |
08:51 | if કૌંસમાં condition or કૌંસમાં condition or કૌંસમાં condition. |
08:59 | છગડીયા કૌંસમાં do something. |
09:02 | else છગડીયા કૌંસમાં do something. |
09:06 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
09:10 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:13 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
09:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
09:20 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
09:23 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09:27 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો |
09:34 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:38 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09:44 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:49 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |