Difference between revisions of "C-and-C++/C3/Strings/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 143: Line 143:
 
|-
 
|-
 
| 02.18
 
| 02.18
| ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
+
|પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-

Revision as of 11:21, 21 April 2014

Time Narration
00.01 C and C++ સ્ટ્રિંગસ સ્ટ્રિંગપરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00.08 સ્ટ્રિંગ શું છે.
00.10 સ્ટ્રિંગ નું ડીકલેરેશન.
00.13 સ્ટ્રિંગ નું ઇનીશલાઈઝેશન.
00.15 સ્ટ્રિંગ પર કેટલાક ઉદાહરણો.
00.17 સાથે જ આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું.
00.22 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું,
00.25 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04
00.29 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00.35 ચાલો સ્ટ્રિંગસ નાં પરીચયથી શરૂઆત કરીએ.
00.38 સ્ટ્રિંગ એ અક્ષરોનો અનુક્રમ છે, જેને કે એકલ ડેટા વસ્તુ તરીકે વ્યવહારમાં લેવાય છે.
00.44 સ્ટ્રિંગ નું માપ = સ્ટ્રિંગ ની લંબાઈ + 1
00.49 હું તમને બતાઉં કે સ્ટ્રિંગ ને કેવી રીતે ડીકલેર કરવી.
00.52 આ માટે સિન્ટેક્સ છે
00.55 char, string નું નામ અને size
00.59 char એ ડેટા પ્રકાર છે,સ્ટ્રિંગ નું નામ એ સ્ટ્રિંગ ' નામ છે, અને અહીં આપણે માપ આપી શકીએ છીએ.
01.06 ઉદાહરણ: અહીં આપણે character string names ને માપ 10 સાથે ડીકલેર કરી છે
01.13 હવે આપણે એક ઉદાહરણ જોઈશું.
01.15 મેં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે, હું તેને ખોલીશ.
01.19 નોંધ લો કે આપણી ફાઈલનું નામ string.c છે
01.23 આ પ્રોગ્રામમાં, આપણે એક સ્ટ્રિંગ ' ને વપરાશકર્તાથી આવેલ એક ઈનપુટ તરીકે લેશું અને તેને પ્રીંટ કરીશું.
01.29 ચાલો હું અત્યારે કોડ સમજાઉં.
01.32 આ આપણી હેડર ફાઈલો છે.
01.34 અહીં string.h એ સ્ટ્રિંગ નિયંત્રણ ઉપયોગિતાઓનાં ડીકલેરેશનો, ફંક્શનો તથા કોનસ્ટંટોનો સમાવેશ કરે છે.
01.43 જ્યારે પણ આપણે સ્ટ્રિંગ ફંક્શનો પર કામ કરીએ છીએ, હેડર ફાઈલને સમાવિષ્ટ કરવી જોઈએ.
01.47 આ આપણું મેન ફંક્શન છે.
01.49 અહીં આપણે strname સ્ટ્રીંગ માપ '30' સાથે ડીકલેર કરી રહ્યા છીએ.
01.55 અહીં આપણે વપરાશકર્તાથી સ્ટ્રિંગ સ્વીકારી રહ્યા છીએ.
01.58 સ્ટ્રીંગને વાંચવા હેતુ, આપણે scanf() ફંક્શનને ફોર્મેટ સ્પેસીફાયર %s સાથે વાપરી શકીએ છીએ.
02.05 સ્ટ્રીંગ સાથે સ્પેસનો સમાવેશ કરવા માટે આપણે કેરેટ ચિન્હ અને \n નો ઉપયોગ કરી રહ્યા છીએ.
02.11 ત્યારબાદ આપણે સ્ટ્રીંગ પ્રીંટ કરીએ છીએ.
02.13 અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
02.16 હવે સેવ પર ક્લિક કરો
02.18 પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
02.20 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવીને ટર્મીનલ વિન્ડો ખોલો.
02.30 કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો gcc સ્પેસ string.c સ્પેસ -o સ્પેસ str
02.37 અને એન્ટર દબાવો
02.40 એક્ઝીક્યુટ કરવા માટે, ./str ટાઈપ કરો
02.43 હવે એન્ટર દબાવો
02.46 અહીં આ Enter the string તરીકે પ્રદર્શિત થાય છે.
02.49 હું Talk To A Teacher ટાઈપ કરીશ.
02.56 હવે એન્ટર દબાવો.
02.58 આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે The string is Talk To A Teacher
03.03 હવે ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ
03.06 અત્યાર સુધી આપણે સ્ટ્રિંગ નાં ડીકલેરેશન વિશે ચર્ચા કરી હતી.
03.10 હવે આપણે સ્ટ્રિંગ ને ઇનીશલાઈઝ કેવી રીતે કરવી એનાં પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.
03.13 આ માટે સિન્ટેક્સ છે
03.16 char var_name[size] = “string”;
03.20 ઉદાહરણ: અહીં આપણે character string “names”"' માપ ૧૦ સાથે ડીકલેર કરી છે અને સ્ટ્રીંગ “Priya” છે
03.28 બીજું એક સિન્ટેક્સ છે
03.31 char var_name[ ] = {'S', 't', 'r', 'i', 'n', 'g'} એકલ અવતરણમાં
03.36 ઉદાહરણ: char names[10] = {'P', 'r', 'i', 'y', 'a'} એકલ અવતરણમાં
03.42 ચાલો હું તમને પ્રથમ સિન્ટેક્સ કેવી રીતે વાપરવું તે એક ઉદાહરણ વડે દર્શાઉં.
03.48 આપણા એડીટર પર પાછા ફરીએ. આપણે સમાન ઉદાહરણ વાપરીશું.
03.52 પહેલા, તમારા કીબોર્ડ પર shift, ctrl અને s કી એકસાથે દબાવો.
03.58 હવે ફાઈલને stringinitialize નામથી સંગ્રહો.
04.03 હવે સેવ પર ક્લિક કરો
04.06 આપણે સ્ટ્રિંગ ને ઇનીશલાઈઝ કરવા જઈ રહ્યા છીએ.
04.08 તેથી, 5મી લાઈન પર, ટાઈપ કરો
04.11 = અને બમણા અવતરણમાં “Spoken- Tutorial”;
04.20 હવે, સેવ પર ક્લિક કરો
04.22 હવે આ બે લાઈનોને રદ્દ કરો, કારણ કે આપણે ફક્ત સ્ટ્રીંગ પ્રીંટ કરવા જ જઈ રહ્યા છીએ.
04.27 'સેવ ' પર ક્લિક કરો.
04.30 ચાલો એક્ઝીક્યુટ કરીએ.
04.31 આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
04.33 કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો
04.35 gcc સ્પેસ stringinitialize.c સ્પેસ -o સ્પેસ str2
04.44 અહીં આપણી પાસે str2 છે કારણ કે આપણે string.c ફાઈલ માટે આઉટપુટ પેરામીટર str ઓવરરાઈટ કરવા ઈચ્છતા નથી.
04.54 હવે એન્ટર દબાવો.
04.56 એક્ઝીક્યુટ કરવા માટે, ./str2 ટાઈપ કરો
05.00 આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે "The string is Spoken-Tutorial".
05.06 હવે આપણે અમુક એવા સામાન્ય એરરો જોઈશું જેના દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ.
05.09 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
05.11 ધારો કે અહીં આપણે સ્ટ્રિંગ ની શબ્દજોડણી સ્ટ્રિંગ તરીકે ટાઈપ કરીએ છીએ
05.16 હવે સેવ પર ક્લિક કરો.
05.18 ચાલો એક્ઝીક્યુટ કરીએ.
05.19 આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
05.21 હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો
05.23 આપણને એક જોખમી એરર દેખાય છે.
05.25 sting.h: no such file or directory
05.28 compilation terminated
05.30 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
05.32 આ એટલા માટે કારણ કે કમ્પાઈલર sting.h નામની હેડર ફાઈલ શોધી શકવામાં સમર્થ નથી.
05.39 જેથી તે એરર આપે છે.
05.41 ચાલો એરર સુધારીએ.
05.43 અહીં r ટાઈપ કરો.
05.45 હવે સેવ પર ક્લિક કરો.
05.46 ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ.
05.47 આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
05.50 પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ.
05.54 હા, આ કામ કરી રહ્યું છે!
05.56 હવે, ચાલો બીજા એક સામાન્ય એરરને જોઈએ.
05.59 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
06.02 ધારો કે, અહીં, હું char ની જગ્યાએ int ટાઈપ કરીશ.
06.06 હવે,સેવ પર ક્લિક કરો.
06.07 ચાલો જોઈએ કે શું થાય છે.
06.09 આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
06.11 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
06.15 પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.
06.17 આપણને એક એરર દેખાય છે.
06.19 Wide character array initialized from non-wide string
06.24 %s ફોર્મેટ 'char, ' પ્રકારની આર્ગ્યુંમેંટ અપેક્ષા રાખે છે, પરંતુ આર્ગ્યુંમેંટ 2 'int' પ્રકાર ધરાવે છે
06.32 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
06.36 આ એટલા માટે કારણ કે આપણે સ્ટ્રીંગ માટે %s ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે ઉપયોગમાં લીધું હતું.
06.42 અને આપણે તેને ઇન્ટીજર ડેટા પ્રકાર વડે ઈનીશલાઈઝ કરી રહ્યા છીએ.
06.47 ચાલો એરર સુધારીએ.
06.49 અહીં char ટાઈપ કરો.
06.51 સેવ પર ક્લિક કરો.
06.53 ચાલો એક્ઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
06.56 પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ.
07.00 હા, આ કામ કરી રહ્યું છે!
07.03 હવે આપણે જોઈશું કે સમાન પ્રોગ્રામને C++ માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું.
07.08 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
07.11 ચાલો હું આપણી string.c ફાઈલ ખોલું
07.15 આપણે અહીં કોડ સુધારીત કરીશું.
07.18 પહેલા, તમારા કીબોર્ડ પર shift, ctrl અને S કી એકસાથે દાબો.
07.25 હવે ફાઈલને .cpp એક્સટેન્શન વડે સંગ્રહો.
07.29 અને સેવ પર ક્લિક કરો.
07.33 હવે આપણે હેડર ફાઈલને iostream તરીકે બદલીશું.
07.38 using (યુજીંગ)સ્ટેટમેંટનો સમાવેશ કરો.
07.43 હવે સેવ પર ક્લિક કરો.
07.47 હવે આપણે આ ડીકલેરેશનને રદ્દ કરીશું.
07.50 અને એક સ્ટ્રીંગ વેરીએબલ ડીકલેર કરીશું.
07.53 ટાઈપ કરો string સ્પેસ strname અને અર્ધવિરામ
07.59 સેવ પર ક્લિક કરો.
08.02 printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો.
08.07 અહીં બંધ કૌંસને રદ્દ કરો.
08.11 scanf સ્ટેટમેંટ રદ્દ કરો અને ટાઈપ કરો getline ખુલ્લું કૌંસ બંધ કૌંસ કૌંસમાં ટાઈપ કરો (cin, strname)
08.24 અંતમાં, અર્ધવિરામ ટાઈપ કરો.
08.28 હવે ફરીથી, printf સ્ટેટમેંટ cout સ્ટેટમેંટથી બદલી કરો.
08.36 ફોર્મેટ સ્પેસીફાયર અને \n રદ્દ કરો
08.40 હવે અલ્પવિરામ રદ્દ કરો
08.42 બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો, કૌંસને અહીં રદ્દ કરો.
08.49 બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણમાં \n ટાઈપ કરો
08.54 અને સેવ પર ક્લિક કરો
08.58 અહીં આપણે સ્ટ્રીંગ વેરીએબલ 'strname' ડીકલેર કર્યું છે
09.03 જો કે C++ માં આપણે ફોર્મેટ સ્પેસીફાયરનો ઉપયોગ કરતા નથી, તેથી કમ્પાઈલરને એ જાણ હોવી જોઈએ કે strname એ સ્ટ્રીંગ વેરીએબલ છે.
09.13 આપણે અહીં ઇનપુટ ક્રમમાંથી અક્ષરો બહાર કાઢવા માટે getline નો ઉપયોગ કરીએ છીએ.
09.18 તે એને સ્ટ્રીંગ તરીકે સંગ્રહે છે.
09.22 હવે ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
09.27 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
09.30 કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો
09.32 g++ સ્પેસ string.cpp સ્પેસ -o સ્પેસ str3
09.39 અને એન્ટર દબાવો.
09.41 એકઝીક્યુટ કરવા માટે, ટાઈપ કરો ./str3
09.46 એન્ટર દબાવો.
09.47 Enter the string તરીકે દૃશ્યમાન થાય છે
09.50 હું Talk To A Teacher તરીકે દાખલ કરીશ
09.55 હવે એન્ટર દબાવો.
09.57 આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે
09.59 The string is Talk To A Teacher
10.03 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપણા C કોડ સમાન છે.
10.07 હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ.
10.10 સારાંશમાં
10.11 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
10.13 સ્ટ્રિંગસ
10.14 'સ્ટ્રિંગ નું ડીકલેરેશન
10.16 ઉદાહરણ: char strname[30]
10.20 સ્ટ્રિંગ નું ઈનીશલાઈઝેશન
10.21 ઉદાહરણ: char strname[30] = “Talk To A Teacher”
10.26 એસાઇનમેંટ તરીકે
10.28 2જુ સિન્ટેક્સ વાપરીને સ્ટ્રીંગ પ્રીંટ કરવા માટેનું એક પ્રોગ્રામ લખો
10.34 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10.37 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
10.40 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10.44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10.46 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
10.49 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
10.54 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11.01 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
11.04 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11.12 આ મિશન પર વધુ માહીતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે
11.16 આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
11.20 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Pratik kamble