Difference between revisions of "GIMP/C2/Selecting-Sections-Part-1/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 507: | Line 507: | ||
|- | |- | ||
| 23.19 | | 23.19 | ||
− | | | + | | અને હવે હું પેન પસંદ કરું છું અને પસંદ કરેલ વિસ્તાર રંગવાથી શરૂઆત કરું છું પણ તે પહેલા હું '''X''' કી વડે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગ બદલી કરું છું. |
|- | |- | ||
| 23.38 | | 23.38 | ||
− | + | | અને હવે હું રંગકામ કરવાની શરૂઆત કરું છું. | |
|- | |- | ||
| 23.48 | | 23.48 | ||
− | | | + | | અને જ્યારે હું કિનારી વધુ પડતી રંગુ તો હું બેકગ્રાઉન્ડ રંગ વડે રંગી શકું છું. |
|- | |- | ||
| 24.00 | | 24.00 | ||
− | | | + | | રંગકામ માટે મને યોગ્ય માપનું બ્રશ પસંદ કરવું જોઈએ. |
|- | |- | ||
| 24.23 | | 24.23 | ||
− | | | + | | અને જ્યારે હું માસ્કને અનટોગલ કરું છું તો, તમે જોઈ શકો છો કે અહીં સિલેક્શનમાં ભૂલ છે અને અહીં પણ. |
|- | |- | ||
| 24.35 | | 24.35 | ||
− | | | + | | તેથી હું ટોગલ પસંદ કરું છું અને ભૂલો સુધારું છું. |
− | + | ||
|- | |- | ||
| 24.44 | | 24.44 | ||
− | | | + | | વ્યવસ્થિત થઇ ગયું. |
− | + | ||
|- | |- | ||
| 24.50 | | 24.50 | ||
− | | | + | | આમ ક્વિક માસ્ક એ જટિલ સિલેક્શનને બરાબર મેળવવા માટે એક સરળ માર્ગ છે. |
|- | |- | ||
| 24.59 | | 24.59 | ||
− | | | + | | તમે ક્વિક માસ્ક સિલેક્શનનો એક ટૂલ તરીકે ઉપયોગ કરી શકો છો. |
− | + | ||
|- | |- | ||
| 25.05 | | 25.05 | ||
− | | | + | | તમે માસ્કની ઓપેસીટી બદલી શકો છો અને હવે તમે પસંદ ન થયેલ ભાગોને ભાગ્યે જ જોઈ શકો છો. |
|- | |- | ||
| 25.19 | | 25.19 | ||
− | |50% | + | | વધારે પડતા કિસ્સાઓમાં 50% ઓપેસીટી એ યોગ્ય માત્રા છે. |
− | + | ||
|- | |- | ||
| 25.28 | | 25.28 | ||
− | | | + | | ન પસંદ કરેલ વિસ્તારો માટે તમે પોતાની પસંદનો રંગ પસંદ કરી શકો છો. |
Line 603: | Line 599: | ||
|- | |- | ||
| 27.34 | | 27.34 | ||
− | | | + | |'''IIT Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Revision as of 22:06, 27 February 2014
Time | Narration |
00.23 | Meet The GIMP નાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.25 | આ ટ્યુટોરીયલ નોર્થન જર્મની, બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે. |
00.31 | ચાલો આજનાં ટ્યુટોરીયલની શરૂઆત આ ઈમેજથી કરીએ. |
00.34 | આજે હું આ ઈમેજ સાથે કામ ફક્ત તેને એક ઉદાહરણ તરીકે ઉપયોગમાં લેવા માટે કરીશ. |
00.44 | એ પહેલા કે આપણે સિલેક્શન સાથે કામ કરીએ, મને લાગે છે કે તમને પહેલા સિલેક્શનો વાસ્તવમાં શું છે તે વિશે સેજ સમજવું જોઈએ. |
00.57 | આ ચોરસ એ એક સિલેક્શન છે અને આ ભાગ એ સિલેક્શનની બહાર છે. |
01.06 | અહીં આ ગતિમાન લાઈનો એ સિલેક્શનની કિનારી છે. |
01.15 | GIMP લોકો સિલેક્શનને ચેનલ તરીકે સંબોધે છે. |
01.19 | એક ચેનલ જેમ કે લાલ, લીલું અથવા ભૂરું અથવા કે એક આલ્ફા ચેનલ જે પારદર્શિતાને નિયંત્રણ કરે છે. |
01.28 | સિલેક્શનની બહાર, આ ચેનલની વેલ્યુ શૂન્ય રહે છે. |
01.33 | અને અંદર તે 255 છે, અને તેમની વચ્ચે એક કિનારી છે, અને તેમની વચ્ચે 255 કરતા ઓછી અને શૂન્ય કરતા વધારેની વેલ્યુઓ હોઈ શકે છે. |
01.48 | આમ સિલેક્શનને બદલવું અને સિલેક્શન કરવું એ કેટલાક ક્રમાંકોને બદલવું છે. |
01.55 | અને હવે ચાલો એ તરફ જોઈએ કે એક સિલેક્શન કેવી રીતે કરવું. |
02.01 | સિલેક્શનને ના-પસંદ કરવાના બે માર્ગો છે. |
02.05 | 1લો માર્ગ છે, Select અને None પર જવું. |
02.11 | તમે કી જોડણી Shift + Ctr + A પણ વાપરી શકો છો અને સિલેક્શન કરવાથી છુટકારો મેળવી શકો છો. |
02.22 | હવે Rectangle Select ટૂલને પસંદ કરો અને options ડાયલોગમાં જુઓ. |
02.33 | ટોંચે ચાર પસંદગીઓ છે. |
02.36 | 1લી વાળી છે વર્તમાન સિલેક્શનને ફેરબદલ કરવું. |
02.40 | તો હું અહીં વિભિન્ન વિસ્તાર પસંદ કરું છું, અને તમે જોઈ શકો છો કે જયારે હું એક નવો વિસ્તાર પસંદ કરું છું, ત્યારે જુનું સિલેક્શન રદ્દ થાય છે. |
02.52 | 2જો વિકલ્પ છે વર્તમાન સિલેક્શનમાં ઉમેરવું. |
02.58 | તે વિકલ્પ પસંદ કરીને, હું ઈમેજમાં જુદા જુદા વિસ્તારો પસંદ કરી શકું છું અને ખૂબ જટિલ સિલેક્શન મેળવી શકું છું. |
03.17 | અને જો હું મારા રંગ ટેબ પર જાવ છું અને રંગને સિલેક્શન પર ખેંચું છું, ત્યારે તમે જોઈ શકો છો કે, તમામ સિલેક્ટ થયેલ વિસ્તારો તે રંગથી ભરાઈ જાય છે અને એ વિસ્તાર જે સિલેક્ટ થયા છે પણ જોડાયેલા નથી તે પણ ભરાઈ જાય છે. |
03.44 | આમ સિલેક્શનમાં કઈપણ ઉમેરવું એ દરેક સિલેક્શનને એકલ વસ્તુ તરીકે લે છે, જો સિલેક્શનનાં ભાગો વચ્ચે જોડાણ ન હોય તો પણ. |
03.57 | તે સેજ જટિલ છે. |
03.59 | ભરણી અનડુ કરવા માટે Ctrl + Z દબાવો અને બધું જ ના-પસંદ કરી, અને મારા વિકલ્પ ડાયલોગ પર પાછું જવા માટે shift + Ctrl + A દબાવો. |
04.11 | હવે અહીં ચોરસ પસંદ કરો અને Subtract from the Current Selection પસંદ કરો. |
04.21 | હું આ વિસ્તારને પસંદ કરું છું પણ કંઈ જ થતું નથી. |
04.27 | પણ જયારે હું આ વિસ્તાર પસંદ કરું છું ત્યારે તમે જોઈ શકો છો કે કિનારીઓ કપાઈ ગયેલી છે. |
04.36 | તમે જોઈ શકો છો કે સિલેક્શનની ફ્રેમ ત્યાં જ રહે છે અને જેમ હું તેને ખસેડું છું, ફેરફાર કરી શકાવાય છે. |
04.47 | આમ જ્યાંસુધી તમે નવું સિલેક્શન મેળવવા માટે બીજી કોઈ જગ્યામાં ક્લિક કરતા નથી ત્યાંસુધી તમે કરેલ છેલ્લા સિલેક્શનને બદલી શકાવાય છે, તમે તમારું કામ કોઈપણ સમયે બદલી શકો છો. |
05.07 | હવે છેલ્લું વિકલ્પ છે Intersect with the current selection. |
05.14 | ચાલો તે પ્રયાસ કરીએ. |
05.17 | હું અહીં એક ચતુષ્કોણ પસંદ કરું છું અને બહારનો વિસ્તાર પસંદ કરેલ નથી અને સિલેક્શન જે પહેલા કર્યા હતા તે રદ્દ થયા છે. |
05.32 | અને ફક્ત આ ચતુષ્કોણમાનાં સિલેક્શનને રખાયું છે. |
05.38 | હું આ ચતુષ્કોણને સુધારિત પણ કરી શકું છું જ્યાંસુધી મારી પાસે વિસ્તાર સિલેક્ટ થયેલ છે જે મને જોઈએ છે. |
05.49 | તો હવે આપણે ચાર મોડોને આવરી લીધા છે એટલે કે Replace, Add, Subtract અને Intersect. |
06.06 | તમે સિલેક્શનને માત્ર ક્લિક કરીને બદલી શકો છો. |
06.11 | Click અને Shift દ્વારા કંઈપણ ઉમેરી શકાવાય છે. |
06.17 | તો ચાલો તે પ્રયાસ કરીએ, હું shift કી દબાવું છું અને ત્યારબાદ ક્લિક કરીને હું નવા સિલેક્શનો ઉમેરવાની શરૂઆત કરું છું. |
06.29 | અને જયારે હું shift કી અને માઉસ કી દબાવું છું, એક પ્લસ ચિન્હ દૃશ્યમાન થાય છે. |
06.39 | હવે જો મને સિલેક્શનને બાદ કરવું હોય તો, હું ctrl કી દબાવી શકું છું અને હમણાં હું માઉસ કી દબાવું છું અને ખસેડવાની શરૂઆત કરું છું તમે એક માઈનસ ચિન્હ જોઈ શકો છો. |
06.57 | તો હવે હું સિલેક્શનને બાદ કરી શકું છું. |
07.02 | અને છેદન હેતુ, Shift, Ctrl એકસાથે દાબવી જોઈએ અને ત્યારબાદ છેદન માટેનો વિસ્તાર પસંદ કરો. |
07.26 | જો તમે આ કી જોડણી યાદ રાખો છો તો તમે વિસ્તાર ઝડપથી પસંદ કરી શકો છો. |
07.33 | અને આજ કી બીજા સિલેક્શન ટૂલ દ્વારા વાપરવામાં આવે છે. |
07.38 | આમ તમને તેને ફક્ત એક વાર જ શીખવું પડશે. |
07.44 | Shift, Ctrl, A તમામ સિલેક્શનોને નિષ્ક્રિય કરે છે અને સામાન્ય મોડમાં પાછું લાવે છે અને હવે ચાલો અહીં બીજી વસ્તુઓ સાથે શરૂઆત કરીએ. |
07.56 | પછીનો વિકલ્પ છે Feather Edges, અને જયારે હું તેને પસંદ કરું છું તો તમને અહીં Radius Count તરીકે બીજો એક વિકલ્પ મળે છે. |
08.09 | તો હું તેને સેજ વધારું છું અને એક વિસ્તાર પસંદ કરું છું. |
08.15 | હવે તમે અહીં જોઈ શકો છો કે, અહીં ગોળ ફરેલ ખુણા છે. |
08.21 | મને અહીં ગોળાકાર ખુણા જોઈતા નથી. |
08.25 | હું આને કાળા રંગથી ભરીશ અને હું ઈમેજમાં ઝૂમ કરું છું ફક્ત તમને એ બતાવવા માટે કે શું થયું છે. |
08.37 | તમે જોઈ શકો છો કે અહીં મધ્યમાં કાળો રંગ છે અને તે કિનારી નજીક આંછો પડી જાય છે અને આ હાંસિયાનાં છેડા મૂળ કાળા અને મૂળ ઈમેજ વચ્ચે ચાલી રહ્યા છે અને અહીં સિલેક્શનની વેલ્યુ એ 128 છે. |
09.09 | આમ અર્ધો કાળો રંગ સિલેક્શનની અંદર મુકાય છે અને અર્ધો બહાર. |
09.19 | હાંસિયાનાં છેડા એ તમારા સિલેક્શનની વાસ્તવિક કિનારી છે જ્યારે તમારી પાસે મજબુત સિલેક્શન હોય છે. |
09.29 | સુવાળા સિલેક્શનો મેળવવા માટે Feather edges એ સારો વિકલ્પ છે. |
09.35 | feather સિલેક્શન વડે તમે ઓછો તેજસ્વી દૃશ્ય મેળવી શકો છો અને તે રીતે તે વધુ સરળ છે. |
09.45 | તકનિકી વૃત્તિનાં લોકો feather સિલેક્શનને Gaussian blur તરીકે સંબોધે છે અને ત્રિજ્યા જે મેં અહીં પસંદ કરી છે તે Gaussian blur ની ત્રિજ્યા છે. |
10.04 | પછીનો વિકલ્પ છે Rounded Corners. |
10.09 | આ એક ગોળ ફરેલ ખૂણા ધરાવતો ચતુષ્કોણ છે અને તમે ગોળાકાર ખુણાઓની ત્રિજ્યા સુયોજિત કરી શકો છો. |
10.20 | અહીં ગોળ ફરેલ ભાગ છે અને આ હાંસિયાઓ એ સીધા ભાગો છે. |
10.28 | પછીનો વિકલ્પ આ રહ્યો Antialiasing. |
10.34 | આ વિકલ્પ ખૂણા રંગવાનું સુયોજિત કરે છે. |
10.40 | હું ફક્ત આ સિલેક્શનને કાળાથી ભરું છું અને હવે હું મારા સિલેક્શન ટૂલ પર પાછી જાવ છું અને હું antialiasing ને નાં-પસંદ કરીને બીજું એક સિલેક્શન કરું છું અને આને પણ કાળાથી ભરું છું. |
11.09 | તો zoom ટૂલ પસંદ કરો અને તમામ સિલેક્શનોને Shift + Ctrl + A વડે નાં-પસંદ કરો અને આ વિસ્તારમાં ઝૂમ કરો. |
11.24 | અને અહીં કિનારી antialiasing વિના છે અને તે કાં તો કાળાથી ભરેલ છે અથવા કાળાથી ભરેલ નથી. |
11.37 | અને અહીં તમે ગ્રેનાં દાદર જોઈ શકો છો. |
11.42 | અહીં તમે લીસા ખૂણા જગીસ વિના જોઈ શકો છો, અને આને Antialiasing કહેવાય છે. |
11.53 | આ સિલેક્શન ગોળાકાર ખૂણા ધરાવતું નથી પરંતુ તે પગલાઓની શ્રેણી છે. |
12.04 | અને જ્યારે હું 100% ઝૂમ પર પાછી જાવ છું, હું જોઈ શકું છું કે અહીં જગીસ છે અને તે લીસી નથી પણ અહીં તે સુવાળા ખુણાઓ છે અને તમે તે સરળતાથી પોતેથી પ્રયાસ કરી શકો છો. |
12.32 | આમ જો તમને લીસા ખૂણાઓ જોઈએ છે તો Antialiasing પસંદ કરો. |
12.42 | અને જો તમને આ ગ્રે ટોન અહીં આમાં જોઈએ છે તો તે વિકલ્પને નાં-પસંદ કરો. |
12.55 | તો હું તે વિકલ્પ પસંદ કરું છું અને ત્યાં Expand From Centre કહેવાતો એક ઉપવિકલ્પ છે |
13.04 | હું તે પસંદ કરું છું અને તેની સાથે કામ કરવાનું ચાલુ કરું છું. |
13.13 | તો હું અહીં એક પોઈન્ટ મુકું છું અને મારા સિલેક્શનને અહીંથી ખેંચવાની શરુઆત કરું છું. |
13.21 | તમે તેને તે પોઈન્ટથી વધતું જોઈ શકો છો અને આ પોઈન્ટ હંમેશા સિલેક્શનની મધ્યમાં રહે છે. |
13.31 | જ્યારે હું તે વિકલ્પ નાંપસંદ કરું છું હું અહીં સિલેક્શનને ખેંચી શકું છું અને ખુણાઓની સ્થિતિ મારા સિલેક્શન અનુસાર બદલાય છે. |
13.46 | આ માટે અહીં એક કી કોડ છે. |
13.51 | જ્યારે હું આ પોઈન્ટ પર ક્લિક કરું છું અને ctrl દબાવું છું તો મારી પાસે સિલેક્શન કેન્દ્રમાંથી રહે છે અને સિલેક્શન કેન્દ્રથી વિસ્તૃત થાય છે. |
14.06 | અને જેમ હું ctrl કી છોડું છું, તો સિલેક્શન અદૃશ્ય થાય છે. |
14.16 | જ્યારે હું ctrl કી માઉસ બટન દબાવવા પહેલા દબાવું છું તો, હું સિલેક્શનને બાદ કરી શકું છું પણ જ્યારે હું માઉસ કી પહેલા દબાવું છું અને ત્યારબાદctrl કી તો મને સિલેક્શન કેન્દ્રથી મળે છે. |
14.42 | અહીં આગળનો વિકલ્પ છે Fixed Aspect Ratio અને હું અહીં 1 બાય 1 નો પહેલાથી પસંદ થયેલ સાપેક્ષ ગુણોત્તર લઇ શકું છું અને જ્યારે હું તેને દોરું છું તે હંમેશા ચોરસ રહેશે. |
15.08 | હું અહીં 2 બાય 3 પસંદ કરી શકું છું અને મને સિલેક્શન હંમેશા 2 બાય 3 ગુણોત્તરમાં મળે છે અને 3 બાય 2 માં બદલી કરવાથી મને સિલેક્શન લેન્ડસ્કેપ મોડમાં મળે છે. |
15.31 | ચોક્કસ ચોરસ બનાવવાનો બીજો એક માર્ગ છે. |
15.36 | હું આ પોઈન્ટથી શરૂઆત કરું છું અને ખેંચું છું અને ત્યારબાદ shift દબાવું છું. |
15.46 | હવે નિશ્ચિત એસ્પેક્ટ રેશીઓ અહીં પહેલાથી પસંદ થયેલ વેલ્યુ સાથે પસંદ થયો છે. |
15.54 | અને આ એક ઝડપી માર્ગ છે, તો હું વિસ્તારોને એસ્પેક્ટ રેશીઓ સાથે પસંદ કરી શકું છું જે મને જોઈએ છે અને તે ફક્ત shift દબાવીને. |
16.08 | પછીનો વિકલ્પ highlight છે અને જ્યારે હું તે વાપરું છું, વિસ્તાર જે પસંદ થયો નથી તે ગ્રે છે અને બાકીના તમામ વિસ્તાર જે પસંદ થયા છે તે સફેદ છે. |
16.24 | અને આ ફક્ત વર્તમાન સિલેક્શન સાથે સંબંધિત છે તો ચાલો તેને નાં-પસંદ કરીએ અને બીજા અન્ય વિકલ્પો તરફે જોઈએ. |
16.35 | અહીં તમે આ વેલ્યુઓ હાથેથી સુયોજિત કરી શકો છો અને જો તમે અહીં fix પર ક્લિક કરો છો તો, પછી હું સિલેક્શનનાં માપને બદલી શકતી નથી |
16.47 | પરંતુ જો મને પહોળાઈ બે પીક્સલ ઓછી અને ઉંચાઈ એક પીક્સલ વધારે સુયોજિત કરવી હોય તો તે સિલેક્શનને ઝીણવટથી ટ્યુન કરે છે. |
16.59 | X ની વેલ્યુ વધારીને હું સિલેક્શનને સેજ જમણી બાજુએ ખસેડી શકું છું જે કે ઉદ્ગમ પોઈન્ટ છે. |
17.10 | અને જેમ હું fix પર ક્લિક કરું છું, તો હું સંપૂર્ણ સિલેક્શનને ખસેડી શકું છું. |
17.17 | આમ ‘X’ અને ‘Y’ વેલ્યુ એ ડાબી ટોંચે આવેલ ઉદ્ગમ પોઈન્ટ છે અને fix બટન દ્વારા હું હલનચલનને અટકાવી શકું છું. |
17.30 | આગળનો વિકલ્પ છે guides. |
17.34 | હું Centre Line પસંદ કરી શકું છું જે મને બતાવશે કે સિલેક્શનનો મધ્ય પોઈન્ટ ક્યાં છે. |
17.44 | હું Rule Of Thirds લઇ શકું છું, જે કે ગ્રાફિક કાર્ય માટે વપરાય છે અથવા તો હું Golden Selections લઇ શકું છું જે Rule Of Thirds ની સમાન છે. |
18.00 | નીચે Auto Shrink Selection અને Shrink Merged આવેલું છે. |
18.08 | Auto Shrink Selection વધારે ઉપયોગી નથી. |
18.14 | પરંતુ Shrink Merged એ એક એવો વિકલ્પ છે જેને જો પસંદ કરાવાય તો, અલ્ગોરીધમ તમામ લેયરો તરફે જુએ છે, અને જો નાં-પસંદ કરાવાય તો તમે જે લેયર પર કામ કરી રહ્યા છો ફક્ત તેને જ વિચારમાં લેવાય છે. |
18.34 | આ વિકલ્પોને ફરી જોવા પહેલા આપણે Ellipse Selection વિશે ચર્ચા કરીશું. |
18.42 | તો Shift+ctrl+A દાબીને તમામ સિલેક્શનનો નાં-પસંદ કરો. |
18.49 | ટોંચે તમને સમાન વિકલ્પો મળે છે જેમ કે Replace current selection, Add to the selection with Shift key before clicking અને Substract with Ctrl key before clicking અને Intersect with Shift and Ctrl key before clicking. |
19.12 | સુવાળી કિનારીઓ માટે ફરીથી Antialiasing. |
19.17 | એલ્લીપ્સ સાથે લંબચોરસો કરતા વધુ મહત્વ છે કારણ કે એલ્લીપ્સ હમેશાં ગોળાકાર હોય છે. |
19.26 | Feather edges લંબચોરસમાં હોય એ સમાન જ વિકલ્પ છે. |
19.32 | જયારે હું તેને કાળાથી ભરું છું, તમે કાળા અને સફેદ વચ્ચે સુવાળો ઢોળાવ જોઈ શકો છો અને આ હાંસિયાનાં છેડા એ કાળા અને સફેદ વચ્ચે આવેલ છે. |
19.54 | માઉસ બટન દબાવવા પછીથી Expand from centre એ Ctrl કી વડે એ સમાન જ કાર્ય કરે છે. |
20.05 | Fixed aspect ratio પણ સરખું જ છે, માઉસ બટન દબાવવા પછીથી તમને 1 બાય 1 એસ્પેક્ટ રેશીઓ ધરાવતું એક ચોક્કસ વર્તુળ મળે છે. |
20.19 | હવે ચાલો હું જે તમને આજે દર્શાવવા માંગું છું તે છેલ્લા ટૂલ પર આવીએ અને તે છે Free Select tool. |
20.29 | જયારે હું તે ટૂલ પસંદ કરું છું ત્યારે હું અહીં સરખા વિકલ્પો જોઉં છું અને કી Add, Replace, Substract અને Intersect માટે સમાન રીતે જ કાર્ય કરે છે. |
20.44 | તે માત્ર વધુ 2 વિકલ્પ ધરાવે છે એટલે કે Antialiasing અને સમાન ફંક્શનો સાથે feather edges. |
20.54 | અહીં હું વર્તુળની radius મેળવું છું અને અત્યારે હું તે નાં-પસંદ કરું છું. |
21.00 | તમને ઉદાહરણ દર્શાવવા હેતુ હું પાનનાં આ નીચલા ભાગને પસંદ કરું છું. |
21.08 | અને હું ઈમેજમાં ત્યાં ક્લિક કરું છું જ્યાં હું સિલેક્શન શરૂઆત કરવા ઈચ્છું છું અને એક લાઈન દોરું છું અને પાનની કિનારીનું અનુસરણ કરું છું. |
21.33 | તો હમણાં મેં આ વિસ્તારને પસંદ કર્યો છે. |
21.38 | સારી ટ્યુનીંગ કરવા માટે હું ઈમેજમાં ઝૂમ કરું છું. |
21.43 | અને મારા પસંદગી ડાયલોગમાં હું Add To The Current Selection પસંદ કરું છું અને સિલેક્શન સંતુલિત કરવાની શરૂઆત કરું છું. |
22.10 | અલ્ગોરીધમ એ પોઈન્ટથી ટૂંકા માર્ગ માટે જુએ છે જ્યાંથી તમે સિલેક્શન શરુ કર્યું છે. |
22.19 | સિલેક્શન સરળ બનાવવા માટે હું ક્વિક માસ્કનો ઉપયોગ કરી શકું છું. |
22.26 | નીચે ડાબા ખૂણે એક વિકલ્પ છે, ટોગલ ક્વિક માસ્ક અને હું તે ટૉગલ કરું છું અને અત્યારે તમે જોઈ શકો છો કે સંપૂર્ણ ઈમેજ લાલ છે. |
22.38 | આ સેજ ગૂંચવનારું વિકલ્પ છે કારણ કે વિસ્તાર જે મેં પસંદ કરેલ છે અને વિસ્તાર જે મેં પસંદ કર્યો નથી તે લાલમાં દર્શાવવામાં આવ્યો છે. |
22.51 | તો હું ટોગલ પર જાવ છું અને તેના પર જમણું ક્લિક કરવાથી મને Configure, Colour and Opacity મળે છે અને અહીં હું રંગ સુયોજિત કરી શકું છું તો હું તેને ભૂરું સુયોજિત કરું છું. |
23.07 | હવે જે પસંદ કરેલ વિસ્તાર છે તે લાલ છે અને તમામ વિસ્તાર ભૂરું છે. |
23.19 | અને હવે હું પેન પસંદ કરું છું અને પસંદ કરેલ વિસ્તાર રંગવાથી શરૂઆત કરું છું પણ તે પહેલા હું X કી વડે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગ બદલી કરું છું. |
23.38 | અને હવે હું રંગકામ કરવાની શરૂઆત કરું છું. |
23.48 | અને જ્યારે હું કિનારી વધુ પડતી રંગુ તો હું બેકગ્રાઉન્ડ રંગ વડે રંગી શકું છું. |
24.00 | રંગકામ માટે મને યોગ્ય માપનું બ્રશ પસંદ કરવું જોઈએ. |
24.23 | અને જ્યારે હું માસ્કને અનટોગલ કરું છું તો, તમે જોઈ શકો છો કે અહીં સિલેક્શનમાં ભૂલ છે અને અહીં પણ. |
24.35 | તેથી હું ટોગલ પસંદ કરું છું અને ભૂલો સુધારું છું. |
24.44 | વ્યવસ્થિત થઇ ગયું. |
24.50 | આમ ક્વિક માસ્ક એ જટિલ સિલેક્શનને બરાબર મેળવવા માટે એક સરળ માર્ગ છે. |
24.59 | તમે ક્વિક માસ્ક સિલેક્શનનો એક ટૂલ તરીકે ઉપયોગ કરી શકો છો. |
25.05 | તમે માસ્કની ઓપેસીટી બદલી શકો છો અને હવે તમે પસંદ ન થયેલ ભાગોને ભાગ્યે જ જોઈ શકો છો. |
25.19 | વધારે પડતા કિસ્સાઓમાં 50% ઓપેસીટી એ યોગ્ય માત્રા છે. |
25.28 | ન પસંદ કરેલ વિસ્તારો માટે તમે પોતાની પસંદનો રંગ પસંદ કરી શકો છો.
|
25.36 | There is another option here called mask selected areas. |
25.43 | It has just the opposite effect of the quick mask. |
25.48 | So now the selected area is painted blue and this looks better in this case here. |
25.59 | And when you de-select the quick mask, you can see your selection. |
26.08 | So now lets pretend that I have made a perfect selection here and I want to save the selection for the next time to work and dont want to loose it.
|
26.29 | Just go to Select and Save to Channel because selections are basically channels.
|
26.45 | I save it as Mask 1 and it will be stored with the ’XCF’ file. |
26.55 | So now I can de-select everything with Shift + Ctrl + A. |
27.02 | Select another part, and when I go back to my selection here I can add to the selection or substract from selection or even intersect with selection and my selection is back here. |
27.23 | So if you want to save that,just go to select and save to channel. Good Bye.
|
27.34 | IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |