Difference between revisions of "Scilab/C2/Getting-Started/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 118: | Line 118: | ||
|01.49 | |01.49 | ||
− | | '''a equals 12, b=21 અને c=33 અને '''enter''' દબાવો | + | | '''a equals 12, b=21 ,(કોમા) અને c=33 અને '''enter''' દબાવો |
|- | |- |
Revision as of 12:35, 19 November 2013
Visual Cue | Narration |
---|---|
00.03 | Getting Started with Scilab પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ: |
00.10 | સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ |
00.13 | વેરીએબલમાં વેલ્યુઓને કેવી રીતે સંગ્રહિત કરવી |
00.16 | કેવી રીતે આ વેરીએબલોનાં ઉપયોગ વડે વિવિધ ગાણિતિક ઓપરેશનો પાર પાડવા |
00.22 | વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં સત્ર દરમ્યાન એક્ઝીક્યુટ થતા આદેશોને સંગ્રહિત કરવા માટે એક ફાઈલ કેવી રીતે બનાવવી. |
00.29 | જટિલ ક્રમાંકોને કેવી રીતે વ્યાખ્યિત કરવા. |
00.32 | 'એક્સ્પોનેન્શીયલ, લઘુગુણકીય અને ત્રીકોણોમિતીય ઓપરેશનો ક્રમાંકો પર કેવી રીતે ભજવવા. |
00.38 | 'આ ટ્યુટોરીયલ માટે પૂર્વાપેક્ષિત છે તમારા કમ્પ્યુટર પર સાયલેબનું સંસ્થાપિત હોવું. |
00.45 | ડેમોનસ્ટ્રેશન માટે હું સાયલેબ 5.2.0 અને મેક ઓએસ એક્સ વાપરી રહ્યી છું |
00.52 | ટ્યુટોરીયલ માટે ફ્લો ચાર્ટ અહીં છે |
00.55 | તમારા ડેસ્કટોપ પર સાયલેબનાં શોર્ટકટ આઇકોન પર ક્લિક કરો અને સાયલેબ શરૂ કરો |
01.01 | આ સાયલેબ કંસોલ વિન્ડો છે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે તેની નોંધ લો' |
01.07 | હું આગ્રહ કરું છું કે તમે વિડીઓને સમયનાં નિયમિત અંતરાલે અટકાવતા રહીને સાથે સાથે સાયલેબમાં આ ટ્યુટોરીયલનો અભ્યાસ પણ કરતા રહો. |
01.17 | સાયલેબનો ઉપયોગ એક ગણકયંત્ર તરીકે કરી શકાવાય છે. ચાલો એવા કેટલાક સામાન્ય ઓપરેશનો જોઈએ જે એ કરી શકે છે. |
01.25 | ટાઈપ કરો 42 પ્લસ 4 ગુણ્યા 4 માઇનસ 64 ભાગ્યા 4 અને enter દબાવો. |
01.36 | અપેક્ષા પ્રમાણે, આઉટપુટ 42 છે. |
01.40 | નોંધ લો કે જવાબ 42 એ મૂળભૂત વેરીએબલ "a n s" માં સંગ્રહિત થાય છે. |
01.45 | 'આપણે નામવાળી વેરીએબલો પણ બનાવી શકીએ છીએ: ટાઈપ કરો, |
01.49 | a equals 12, b=21 ,(કોમા) અને c=33 અને enter દબાવો |
02.00 | આ અનુક્રમે વેલ્યુઓ 12, 21 અને 33 ને વેરીએબલ a, b અને c માં સંગ્રહિત કરે છે |
02.08 | અહીં clc આદેશ વાપરીને હું સાયલેબ કંસોલને સાફ કરીશ. |
02.14 | હવે આ વેરીએબલોનાં ઉપયોગ વડે આપણે કેટલાક ગાણિતિક ઓપરેશનો ભજવીશું. |
02.20 | ઉદાહરણ તરીકે, |
02.21 | a+b+c પરિણામ 66 આપે છે |
02.27 | એ સાથે જ |
02.29 | સમય કૌંસમાં (b+c) પરિણામ 648 આપે છે |
02.42 | સાથે જ આપણે બીજા વેરીએબલને જવાબ પણ એસાઈન કરી શકીએ છીએ માની લો કે 'd' d = bracket (a+b) કૌંસ બંધ ગુણ્યા C આપેલ જવાબ આપે છે |
02.58 | d = 1089. |
03.02 | કમાંડ લાઈન પર અલ્પવિરામ દ્વારા જુદા પાડેલ વેરીએબલોનાં નામો ટાઈપ કરીને આપણે વેરીએબલોમાં વેલ્યુઓ તપાસ કરી શકીએ છીએ |
03.09 | જેમ કે a,b,c,d અને enter દબાવો |
03.16 | હું અહીં clc આદેશ વાપરીને કંસોલ સાફ કરીશ |
03.22 | ઘાત લેવા માટે, “raised to” ચિહ્ન વાપરો જે તમારા કીબોર્ડ પર ક્રમાંક કી 6 પર સ્થિતિમાન છે. |
03.29 | આ ચિન્હનાં ઉપયોગ કરવા માટે 'shift key' અને ક્રમાંક કી 6 દબાવો. |
03.34 | ઉદાહરણ તરીકે, 7 નો વર્ગ 7 રેઈસ્ડ ટુ 2 દ્વારા મળી શકે છે અને Enter દબાવો. |
03.44 | ક્રમાંકનાં વર્ગમૂળને શોધવા માટે, માની લો કે, 17, આપણે વાપરીએ છીએ : sqrt(17). |
03.55 | આ 17 રેઈસ્ડ ટુ ઘાત શૂન્ય પોઈન્ટ પાંચ ની સમાન છે. |
04.06 | પ્રણાલી પ્રમાણે, ફક્ત ઘન વેલ્યુ જ આઉટપુટ તરીકે આવે છે. |
04.10 | વધુ સામાન્ય રીતે, 34 ઘાત (2 બાય 5) શોધવા માટે, ટાઈપ કરો: |
04.15 | 34 રેઈસ્ડ ટુ (2 ભાગ્યા 5) અને Enter દબાવો. |
04.25 | ઋણ ઘાતને પણ વાપરી શકાવાય છે, |
04.28 | clc આદેશ વાપરીને કંસોલ સાફ કરો |
04.34 | હજુ સુધી, આપણે જોયું કે કેવી રીતે કેટલીક સામાન્ય ગણતરીઓ કરવી અને કેવી રીતે સાયલેબમાં વેરીએબલો બનાવવા. |
04.41 | હવે ચાલો નવા આદેશથી શરૂઆત કરીએ. |
04.44 | આ આદેશને યાદ રાખવામાં મદદ કરશે જે અગાઉ આઉટપુટ સાથે જારી કરવામાં આવ્યો હતો. |
04.49 | પહેલા pwd આદેશ ટાઈપ કરો અને Enter દબાવો |
04.55 | આ વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રી (મારા કમ્પ્યુટર પર) છે. |
04.59 | તમારા કમ્પ્યુટર પર આ કદાચિત જુદી હોઈ શકે છે |
05.01 | જેવું કે તમે જુઓ છો સાયલેબ કન્સોલ વિન્ડોનાં ટૂલબાર પર સ્થિતિમાન current directory આઇકોન પર ક્લિક કરીને વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીને બદલી કરી શકાવાય છે. |
05.15 | હવે આપેલને ટાઈપ કરી diary આદેશ રજુ કરો: |
05.20 | diary('myrecord.txt')' enter દબાવો |
05.41 | આ આદેશ વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં "myrecord.txt" નામની એક ફાઈલ બનાવશે. |
05.48 | સાયલેબ સત્રની અનુલિપિ હવેથી આ ફાઈલમાં સંગ્રહિત થશે. |
05.53 | આની ઉપયોગિતાને આ ટ્યુટોરીયલમાં પછીના તબક્કે ડેમોનસ્ટ્રેટ કરાવાશે |
06.00 | હવે ટ્યુટોરીયલ અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એક પ્રયાસ કરો. |
06.07 | હવે, ચાલો જોઈએ કે સાયલેબ જટિલ ક્રમાંકોને કેવી રીતે સંભાળે છે. |
06.13 | કાલ્પનિક એકમ i ને સાયલેબમાં ટકા i: તરીકે વ્યાખ્યિત કરાય છે |
06.19 | ઉદાહરણ તરીકે (પાંચ પોઈન્ટ બે ગુણ્યા ટકા i એ 5.2i આપે છે) |
06.29 | એ સાથે જ 10 પ્લસ 5 ઇનટુ પરસેન્ટ i સમગ્રને 2 વખત પરસેન્ટ i થી ગુણવું પરિણામ 10. + 20.i આપે છે |
06.58 | હવે અહીં કંસોલ સાફ કરો, |
07.04 | ચાલો સાયલેબમાં ઉપલબ્ધ કેટલાક અન્ય પૂર્વવ્યાખ્યાયિત સંખ્યાત્મક કોનસ્ટંટો જોઈએ. |
07.09 | i' ની જેમ, તેનું નામ પણ ટકાવારી ચિન્હથી શરૂ થાય છે: |
07.13 | ઉદાહરણ તરીકે, પરસેન્ટ pi |
07.18 | pi ની વેલ્યુ અપેક્ષા પ્રમાણે છે. |
07.21 | હવે, આપણે pi નાં ઉપયોગને આપેલ કેટલાક બિલ્ટ-ઇન ત્રિકોણમિતિય ફંક્શનો વાપરીને ડેમોનસ્ટ્રેટ કરીશું. |
07.28 | sin ઓફ પરસેન્ટ pi બાય 2 ફંક્શન માટે પરિણામ 1 છે |
07.37 | અને cos ઓફ પરસેન્ટ pi બાય 2 માટે પરિણામ 6.123D-17 છે ' |
07.50 | નોંધ લો કે ખૂણાઓને રેડીયનમાં માપવામાં આવે છે અને |
07.54 | નોંધ લો કે તમામ પ્રાયોગિક હેતુઓ માટે બીજો જવાબ શૂન્ય છે. |
07.59 | '%eps એ "machine epsilon" તરીકે ઓળખાતા ક્રમાંકને સંબંધિત છે |
08.04 | તે એક ન્યુનત્તમ અંક ઠરાવ છે જે સાયલેબ આપી શકે છે. |
08.08 | તેની વેલ્યુને તમારા કમ્પ્યુટર પર શોધવા માટે તમારા કંસોલ પર % eps ટાઈપ કરો. |
08.19 | મારા કમ્પ્યુટર પર આ 2.220D-16 આપે છે |
08.24 | આ સાયલેબ દ્વારા ઉપયોગમાં લીધેલ ફ્લોટિંગ પોઈન્ટ ચોકસાઈને દર્શાવે છે. |
08.28 | 'આ ક્રમાંક 2.22 times 10^(-16) નું એક નોટેશન છે. અહીં કંસોલને સાફ કરો. . |
08.41 | જો આપણે 0.000456 લખવા માંગીએ છીએ, તો આપણે તેને 4.56d-4 અથવા 4.56e-4 તરીકે લખી શકીએ છીએ |
09.06 | જયારે કે સાયલેબ વેરીએબલો અને ફંક્શનો અક્ષર પ્રત્યે સંવેદનશીલ છે, અહીં આપણે નાનો d અથવા મોટો D, અથવા કે નાનો e અથવા મોટો E વાપરી શકીએ છીએ. |
09.17 | 'પ્રાકૃતિક લઘુગુણકનો પાયો એ બીજો અન્ય મહત્વપૂર્ણ પૂર્વવ્યાખ્યિત સંખ્યાત્મક કોનસ્ટંટ છે: |
09.23 | પરસેન્ટ e' પરિણામ અપેક્ષા પ્રમાણે આપે છે. |
09.31 | આપણે ફંક્શન "e x p" વડે સમાન પરિણામ મેળવી શકીએ છીએ. |
09.35 | ઉદાહરણ તરીકે: exp (1) અને Enter દબાવો |
09.45 | તમે જોઈ શકો છો કે બંને જવાબો સરખા છે |
09.47 | clc' આદેશ વાપરીને અહીં કંસોલને સાફ કરો |
09.55 | એજ પ્રમાણે, |
09.56 | %e સ્ક્વેર આપેલ જવાબ આપે છે |
10.04 | આને પણ exp ઓફ 2 ટાઈપ કરીને મેળવી શકાવાય છે. |
10.18 | log' આદેશનો અર્થ એવા ક્રમાંકનો પાકૃતિક લઘુગુણક, જે કે, પાયો e ધરાવે છે. |
10.24 | પાયા 10 સાથે લઘુગુણક લેવા માટે log10 ઉપયોગમાં લો. |
10.29 | ઉદાહરણ તરીકે, log10(1e-23) અને enter દબાવો આ અપેક્ષિત જવાબ -23 આપે છે. |
10.47 | જટિલ ક્રમાંકો માટે જો આપણે ઋણનું લઘુગુણક લઈએ છીએ તો આપણને જટિલ ક્રમાંકો મળે છે: તમે પોતેથી આ તપાસ કરી શકો છો : તમારા સાયલેબ કંસોલ પર ટાઈપ કરો log(-1) or log(%i) |
11.01 | હવે યાદ કરો કે આપણે diary આદેશ મારફતે તમામ ટાઈપ કરેલ આદેશોની રેકોર્ડીંગ myrecord.txt ફાઈલમાં આહવાન કરી છે, હવે, ચાલો જોઈએ તે ફાઈલને કેવી રીતે બંધ કરવી અને તેને જોવી. |
11.14 | ફાઈલ બંધ કરવા માટે ટાઈપ કરો, |
11.16 | ડાયરી ઓફ ઝીરો |
11.21 | આ આદેશ myrecord.txt ફાઈલ બંધ કરશે અને સંગ્રહિત કરશે. |
11.26 | સાથે એ પણ યાદ રાખો કે આ ફાઈલને વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં બનાવાઈ હતી, જે મારા કિસ્સામાં મારું ડેસ્કટોપ છે. |
11.34 | ચાલો આ ફાઈલને ખોલીએ આમ કરવા માટે તમારા સાયલેબ કંસોલ વિન્ડો ટૂલબાર પર આવેલ Open-a-file શોર્ટકટ પર ક્લિક કરો. |
11.46 | હું ફાઈલ ફોર્મેટને all file માં બદલીશ. |
11.51 | myrecord.txt ફાઈલ પસંદ કરો અને ok પર ક્લિક કરો. |
11.59 | નોંધ લો કે તમામ વ્યવહારો, આદેશો અને સાયલેબ દ્વારા અપાયેલ અનુરૂપ જવાબો બંને, આ ફાઈલમાં સંગ્રહિત થયા છે. |
12.10 | હું આ ફાઈલ બંધ કરીશ, yes ક્લિક કરો. |
12.21 | આપણે જાણીએ છીએ કે, પ્રોગ્રામ વિકસિત કરવામાં આવી રહ્યું હોય તે વેળાએ, યોગ્ય કોડ પર આવતા પહેલા, કોડ સાથેનો એક પ્રયોગ ઘણો છે. |
12.29 | Diary આદેશ તમામ વ્યવહારોનો ટ્રેક રાખવામાં મદદ કરે છે. |
12.35 | જો તમને યાદ છે તો, આપણે my record.txt ફાઈલને ડાયરી ઓફ ઝીરો આદેશ વાપરીને બંધ કરી છે. |
12.42 | કૃપા કરી, નોંધ લો કે આ આદેશને એક્ઝિક્યુટ કર્યા પછીથી કોઈ પણ વ્યવહારો સંગ્રહિત થઇ શકતા નથી. |
12.48 | જો આપણને સત્ર ફરીથી સંગ્રહિત કરવાની જરૂર હોય તો, આપણને diary આદેશને ફરીથી રજુ કરવાની જરૂર છે. |
12.54 | જો ફાઈલ કેટલીક ઉપયોગી માહિતી ધરાવે છે, તો આપણે diary આદેશમાં બીજું અન્ય ફાઈલ નામ વાપરવું જોઈએ. |
13.03 | કારણ કે, સમાન ફાઈલ નામ વાપરવું આદેશને ઓવર રાઈટ કરશે. |
13.09 | વિડીઓને અહીં અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ બીજા અભ્યાસને ઉકેલો. |
13.15 | તમે કદાચિત નોંધ કર્યું હશે કે સમસ્યા માટે ઉકેલ એ બરાબર શૂન્ય ન હતું. |
13.24 | આની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેના પર વધુ માહિતી માટે, ટાઈપ કરો “help clean”. |
13.28 | સામાન્ય રીતે, જો તમને કોઈ ખાસ આદેશ વિશે મદદ જોઈએ છે, તો 'help' અથવા આર્ગ્યુંમેંટ આદેશ સાથે help ને વાપરી શકાવાય છે. |
13.37 | ઉદાહરણ તરીકે, સાયલેબ કંસોલ પર “help chdir” ટાઈપ કરો અને enter દબાવો. |
13.53 | હું હેલ્પ બ્રાઉઝરનું માપ વધારીશ. |
14.01 | Help chdir વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીને કેવી રીતે બદલવી આના પર વિગતવાર માહિતી આપે છે. |
14..10 | બીજો વિકલ્પ છે સાયલેબ કંસોલ વિન્ડોનાં ટૂલબાર પરનાં help browser આઇકોન પર ક્લિક કરવું જેવું કે તમે જુઓ છો. |
14.20 | ચાલો હું હેલ્પ બ્રાઉઝર બંધ કરું અને સ્લાઈડ પર પાછી આવું. |
14.31 | અપ-ડાઉન એરો કીનો ઉપયોગ અગાઉ એક્ઝિક્યુટ થયેલ આદેશોને જોવા માટે કરી શકાવાય છે. |
14.36 | અપ-ડાઉન એરો વાપરતી વખતે, તમે કોઈ પણ આદેશ પર અટકી શકો છો, અને તેને એક્ઝિક્યુટ કરવા માટે Enter કી દબાવો. |
14.45 | જો જરૂરી હોય તો, તમે આદેશમાં ફેરફાર કરી શકો છો. |
14.48 | હકીકતમાં, જો તમે પહેલા ટાઈપ કરેલ આદેશ માટે જોઈ રહ્યા છો, જે 'e' અક્ષરથી શરુ થાય છે, તો e ટાઈપ કરો, અને ત્યારબાદ અપ એરો કી નો ઉપયોગ કરો. |
14.59 | આદેશને સ્વતઃપૂર્ણ કરવા માટે ટેબ કી વાપરો. તે આપણને ઉપલબ્ધ તમામ વિકલ્પો પસંદ કરવા માટે આપે છે. |
15.08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: |
15.10 | સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ. |
15.12 | .પરિણામને મૂળભૂત વેરીએબલ ans માં સંગ્રહિત કરવું. |
15.16 | .સમાનતા ચિન્હ વાપરીને વેરીએબલને વેલ્યુઓ એસાઈન કરવી. |
15.21 | કંસોલ પર અલ્પવિરામ દ્વારા જુદા કરેલ વેરીએબલનાં નામ ટાઈપ કરીને વેરીએબલોમાં વેલ્યુઓને તપાસ કરવી. |
15.29 | pwd આદેશ વાપરીને વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રી તપાસ કરવી. |
15.34 | કંસોલ પર ટાઈપ થયેલ તમામ આદેશોને એક ફાઈલમાં સંગ્રહિત કરવા માટે diary આદેશ વાપરવો. |
15.40 | .જટિલ ક્રમાંકો, પાકૃતિક એક્સ્પોનેંટ અને π ને અનુક્રમે %i, %e અને %pi વાપરીને વ્યાખ્યિત કરવું. |
15.49 | .કોઈપણ આદેશ વિશે વિગતમાં માહિતી માટે help આદેશ વાપરવું. |
15.54 | Getting Started with Scilab પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે. |
15.59 | સાયલેબમાં બીજા અન્ય ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં આવરી લેવાશે. |
16.06 | આ ટ્યુટોરીયલને ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર ઇન સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ એજ્યુકેશન (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. |
16.14 | * FOSSEE પ્રોજેક્ટ પર વધુ માહિતી આપેલ લીંકથી મેળવી શકાવાય છે |
16.23 | જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
16.29 | આના પર વધુ માહિતી માટે, http://spoken-tutorial.org/NMEICT-intro નો સંદર્ભ લો |
16.43 | હું આશા રાખું છું કે તમને આ ટ્યુટોરીયલ ઉપયોગી નીવડ્યું હશે. |
16.47 | આભાર. |
16.48 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |