Difference between revisions of "Health-and-Nutrition/C2/Kangaroo-Mother-Care/Gujarati"
From Script | Spoken-Tutorial
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 116: | Line 116: | ||
|- | |- | ||
|02:01 | |02:01 | ||
− | |સાથે જ '''KMC''' | + | |સાથે જ '''KMC''' |
|- | |- | ||
|02:03 | |02:03 | ||
− | + | |ચેપની સંભાવનાને ઘટાડે છે અને | |
|- | |- | ||
Line 557: | Line 557: | ||
|- | |- | ||
|09:32 | |09:32 | ||
− | + | |માતાએ તરત જ ડોક્ટર અને આરોગ્ય કાર્યકરની સલાહ લેવી જોઈએ- | |
+ | |||
|- | |- | ||
|09:37 | |09:37 | ||
Line 575: | Line 576: | ||
|- | |- | ||
− | |09: | + | |09:57 |
|'''Kangaroo mother care''' પરનાં આ ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે. | |'''Kangaroo mother care''' પરનાં આ ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |10:01 |
|જોડાવાબદ્દલ આભાર. | |જોડાવાબદ્દલ આભાર. | ||
− | + | |- | |
|} | |} |
Latest revision as of 18:14, 25 August 2020
| |
00:00 | Kangaroo mother care પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે - |
00:08 | Kangaroo mother care શું છે? |
00:10 | તેનાં ઘટકો અને તેનું મહત્વ |
00:13 | Kangaroo mother care ની પ્રક્રિયા |
00:17 | ચાલો પહેલા Kangaroo mother care નાં પરિચયથી શરૂઆત કરીએ? |
00:22 | જેવું કે નામ સૂચવે છે - |
00:24 | આમાં સમાવેશ થાય છે, બાળકની અને તેનાં માતાની ત્વચાનો પરસ્પર સંપર્કનાં મુદ્દાઓ. |
00:29 | અને આને લોકપ્રિય રીતે KMC તરીકે ઓળખવામાં આવે છે. |
00:32 | યાદ રાખો, બાળકને જન્મની સાથે જ KMC આપવામાં આવવું જોઈએ. |
00:39 | ખાસ કરીને જો બાળકનું જન્મ સમયનું વજન ઓછું હોય, તો આનો આગ્રહ કરવામાં આવે છે |
00:44 | જેનું જન્મ વખતે વજન 2.5 કિલોગ્રામ કરતા ઓછું હોય અને |
00:48 | જેને સતત દેખરેખની આવશ્યકતા હોતી નથી |
00:52 | જો કે, આનો ઉપયોગ તમામ સામાન્ય, સ્વસ્થ અને પુરા માસે જન્મેલ બાળકો માટે પણ કરી શકાય છે. |
00:59 | KMC માં મુખ્યત્વે બે ઘટકોનો સમાવેશ થાય છે: |
01:03 | માતાની ત્વચાનો બાળકની ત્વચાથી સતત અને દીર્ધકાલીન સંપર્ક. |
01:09 | અને વિશિષ્ટ (ફક્ત) માતાનું ધાવણ |
01:13 | ચાલો આ ઘટકોની વિગતમાં ચર્ચા કરીએ. |
01:17 | પ્રથમ ઘટક છે ત્વચાથી ત્વચાનો સંપર્ક. |
01:21 | તે દૂધ વાહિનીઓમાંથી ડીંટડી દ્વારા દૂધને બહાર નીકાળવામાં મદદ કરે છે |
01:24 | અને આખરે છાતીનાં દૂધનું ઉત્પાદન વધારે છે. |
01:28 | લેટ ડાઉન રીફ્લેક્સને આજ શ્રેણીનાં અન્ય ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવી છે. |
01:34 | બીજું ઘટક છે, માતાનું ધાવણ |
01:38 | નોંધ લો કે- |
01:40 | પ્રથમ 6 મહિના, બાળકને ફક્ત માતાનું ધાવણ આપવામાં આવે છે. |
01:45 | આગળ, ચાલો Kangaroo care નાં મહત્વની ચર્ચા કરીએ. |
01:50 | KMC દરમ્યાન લાંબા સમય સુધી ત્વચાથી ત્વચાનો સંપર્ક બાળકનાં શરીરનાં તાપમાનને જાળવી રાખવામાં મદદ કરે છે |
01:57 | અને બાળકને વધુ સલામતીનો અનુભવ થાય છે. |
02:01 | સાથે જ KMC |
02:03 | ચેપની સંભાવનાને ઘટાડે છે અને |
02:05 | બાળકોમાં એપ્નિયા થવાનું પ્રમાણ. |
02:09 | એપ્નિયા એટલે કે ખુબ અટકી અટકીને શ્વાસ લેવું. |
02:13 | આના સિવાય- |
02:15 | KMC ધાવણની માત્રા અને સમયગાળો સુધારે છે. |
02:20 | અને આ માતા અને તેનાં બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધને મજબુત બનાવે છે. |
02:26 | સાથે જ KMC બાળકને મદદ કરે છે- |
02:28 | કોઈપણ અન્ય પરંપરાગત પદ્ધતિઓ કરતાં વજન વધારવા માટે જેવું કે- |
02:33 | બાળકને તેજસ્વી ઉષ્માપાત્રમાં રાખવું. |
02:36 | જે બાળક અને માતા માટે તાણ ઉત્પન્ કરે છે. |
02:40 | સાથે જ KMC થી માતામાં સંતોષ અને આત્મવિશ્વાસનો વધાર થાય છે. |
02:45 | કારણ કે તે તેનાં બાળકને સંભાળવા વધારે પ્રયાસ કરે છે. |
02:49 | રસપ્રદ રીતે, માતા સિવાય, |
02:54 | પિતા અથવા |
02:56 | કુટુંબના અન્ય વડીલો દ્વારા પણ KMC આપી શકાય છે. |
02:58 | આપણે હવે KMC આપનારાઓ દ્વારા અનુસરણ કરવાના મુદ્દાઓ ચર્ચા કરીશું: |
03:04 | KMC આપનારાઓ સ્વસ્થ અને બીમારી મુક્ત હોવા જોઈએ. |
03:09 | તેણે મૂળભૂત સ્વચ્છતાનું પાલન કરવું જોઈએ જેમ કે- |
03:14 | હાથ ધોવવાં, |
03:16 | દૈનિક સ્નાન,
નખ કાપવાં, |
03:18 | વાળ બાંધવા |
03:20 | અને સ્વચ્છ કપડા પહેરવા. |
03:22 | તેણે કોઈપણ ઘરેણા, ઘડિયાળ તથા ધાગો પહેરલો હોવો ન જોઈએ - |
03:26 | કારણ કે આના લીધે સ્વચ્છતા જાળવવામાં અડચણ આવી શકે છે. |
03:31 | અને આનાથી બાળકને ઈજા થઇ શકે છે. |
03:35 | હવે, KMC દરમ્યાન કેએમસી આપનારે કેવા પ્રકારના કપડા પહેરવા જોઈએ ચાલો તે ચર્ચા કરીએ- |
03:42 | કપડા આગળના બાજુએથી ખુલતા અને હલકા હોવા જોઈએ. |
03:46 | ઉદાહરણ તરીકે, સાડી-બ્લાઉઝ અથવા આગળના બાજુએથી ખૂલતો ગાઉન. |
03:51 | નોંધ લો,
KMC આપનારે KMC કોથળી ફરતે આ આગળના બાજુએથી ખૂલતો ગાઉન અથવા બ્લાઉઝ પહેરવું જોઈએ. |
03:58 | Kangaroo કોથળીઓ અથવા બાઈન્ડર્સ બજારમાંથી પણ ખરીદી શકાય છે. |
04:04 | KMC વધારે સમયગાળા માટે આપવી હોય તો આ ઉપયોગી છે. |
04:09 | વૈકલ્પિક રીતે, KMC આપનાર નરમ સ્વચ્છ સુતરાઉ કાપડનો ઉપયોગ કરી શકે છે. |
04:16 | જ્યારે કે, KMC દરમ્યાન બાળકે- |
04:19 | ટોપી અને લંગોટ પહેરવી જોઈએ. |
04:22 | KMC દરમ્યાન બાળક જો મળ કે મુત્ર પસાર (ત્યાગ) કરે તો- |
04:27 | તેને પૂર્ણપણે સ્વચ્છ કરીને લુછવું જોઈએ. |
04:30 | આગળ, આપણે Kangaroo care ની પ્રક્રિયા વિગતમાં જાણીશું. |
04:36 | પહેલા, માતાએ ટટ્ટાર સ્થિતીમાં રહેવું જોઈએ. |
04:40 | ત્યારબાદ, kyato તો આરોગ્ય કાર્યકરે અથવા કુટુંબના કોઈપણ સભ્યે pagle -પગલા મુજબ આપેલ ક્રિયાઓ કરવી જોઈએ- |
04:48 | બાળકનાં નીચલા ભાગ અને માથાને આધાર આપીને- |
04:51 | બાળકને માતાની ખુલ્લી છાતીઓ વચ્ચે સરળ ઉભી સ્થિતીમાં મુકવું. |
04:56 | ત્યારબાદ, બાળકનું માથું એક બાજુએ નમાવવું. |
05:00 | ખાતરી કરી લો કે,
બાળકનું માથું સેજ પાછળની બાજુએ વળેલું હોવું જોઈએ. |
05:04 | આ સ્થિતી લીધે -
બાળકનું નાક શ્વાસ લેવા માટે ખુલ્લું રહેશે |
05:08 | અને બાળકનો માતાથી આંખથી આંખનો સંપર્ક બનશે. |
05:14 | ત્યારબાદ બાળકની બેઠક (કુલા) સેજ બહારની તરફ વાળીએ. |
05:18 | યાદ રાખો -
બાળકના હાથ માતાનાં સ્તનથી થોડા ઉપર રાખવા અને |
05:23 | પગ માતાની છાતીની નીચે હોવા જોઈએ અને |
05:27 | બાળકનું પેટ માતાની છાતી પર લાવવું. |
05:29 | કપડાથી વીંટાળવા પહેલા- |
05:32 | વાતાવરણ જો ઠંડુ હોય તો બાળકને ધાબળાથી ઢાંકવું. |
05:36 | તેનાથી બાળક અને માતાને હુંફ મળશે. |
05:39 | ત્યારબાદ,
બાળક ફરતે અને માતાની છાતી તથા પેટ ફરતે કપડું વીંટાળો. |
05:45 | વીંટાળતી વખતે એ વાતની ખાતરી કરી લો કે- |
05:47 | કપડાનો મધ્ય ભાગ બાળક પર હોય. |
05:50 | અને કપડાના બંને છેડા- |
05:53 | માતાની બગલમાંથી પસાર થવા જોઈએ |
05:56 | અને પાછળની બાજુથી આડી દિશામાં પસાર કરીને |
05:59 | ત્યારબાદ કાપડના છેડાને આગળ લઇ આવીએ. |
06:03 | બાળકની નીચેની બાજુએ આ કાપડના છેડાઓની એક કઠણ ગાંઠ બાંધીને સુરક્ષિત કરો. |
06:09 | આ આરામદાયક રહેશે અને બાળકને આધાર આપવામાં મદદ કરશે. |
06:14 | સાથે જ આનાથી બાળકનું લપસવું ટાળી શકાય છે. |
06:17 | યાદ રાખો-
જેમ માતા આરામદાયક બને, તેમ તેણે પોતેથી કાપડ વીંટાળતા શીખવું જોઈએ. |
06:24 | આજ શ્રેણીમાનાં અન્ય ટ્યુટોરીયલમાં KMC દરમ્યાન સ્વ-વીંટાળવાની પદ્ધતિ સમજાવવામાં આવશે. |
06:32 | તેનાથી માતાનો આત્મવિશ્વાસ વધશે અને તે સ્વનિર્ભર બનશે. |
06:37 | કાપડ વાપરતી વખતે માતા જો અસ્વસ્થ અનુભવતી હોય તો તે એક પટ્ટો વાપરી શકે છે. |
06:43 | તે વાપરવામાં સરળ અને આરામદાયક હોય છે. |
06:46 | ખેંચાવાવાળો બેન્ડ (પટ્ટો) વાપરતી વખતે- |
06:49 | બાળકના માથાને આધાર આપવા માટે બેન્ડની કોરને બાળકના કાન ઉપરથી લો. |
06:54 | ત્યારબાદ, બાળકનું માથું સહેજ નમાવવું- |
06:57 | જેથી તે મુક્તપણે શ્વાસ લઇ શકે અને |
06:59 | અગાઉ બતાવ્યા પ્રમાણે તે માતાથી આંખથી આંખનો સંપર્ક બનાવી શકે. |
07:04 | વીંટાળેલુ કપડું અથવા પટ્ટો ખુબ કસેલો કે ખુબ ઢીલો હોવો ન જોઈએ. |
07:11 | તે બાળક માટે મુક્તપણે શ્વાસ લેવા પુરતો આરામદાયક હોવો જોઈએ. |
07:15 | યાદ રાખો, બાળકને KMC સ્થિતીમાં પકડતી વખતે, માતા- |
07:20 | ચાલવામાં,
ઊભા રહેવામાં, બેસવામાં અથવા |
07:23 | વિભિન્ન પ્રવૃત્તિઓમાં સામેલ થવામાં સક્ષમ હોવી જોઈએ. |
07:26 | માતા જો વધુ આરામદાયક સ્થિતીમાં હોય તો- |
07:29 | Kangaroo care દરમ્યાન તે પાછળ ટેકો લઈને અથવા અર્ધ-વળેલા ટેકાની સ્થિતીમાં પણ સુઈ શકે છે. |
07:35 | હવે KMC દરમ્યાન બાળકને કેવી રીતે ધવડાવવું ચાલો તે ચર્ચા કરીએ- |
07:40 | કાં તો માતા બાળકને- |
07:43 | વીંટાળેલુ કપડું સેજ ઢીલું કરી અને |
07:46 | તેને ધવડાવવાની યોગ્ય સ્થિતીમાં મુકીને ધવડાવી શકે છે. |
07:50 | અથવા તે પોતાના છાતીનું દૂધ દબાવીને કાઢીને |
07:54 | બાળકને કપ અથવા ચમચીથી પીવડાવી શકે છે. |
07:57 | યાદ રાખો,
બાળકનું વજન દરેક દિવસે 25 થી 30 ગ્રામ વજન સુધી વધવું જોઈએ. |
08:03 | એક મહિનામાં બાળકની અપેક્ષિત વજન પ્રાપ્તિ 900 થી 1000 ગ્રામ સુધી હોવી જોઈએ. |
08:10 | તેથી, માતા અથવા આરોગ્ય કાર્યકરે- |
08:13 | નિયમિત તપાસણી દરમ્યાન બાળકનાં વજનનું નિરીક્ષણ કરવું જોઈએ. |
08:17 | જો બાળકનું વજન પુરતું પ્રાપ્ત થયું ન હોય તો- |
08:21 | આરોગ્ય કાર્યકરે માતાની ધવડાવવાની રીતનું નિરીક્ષણ કરવું જોઈએ અથવા |
08:25 | બાળકને કેટલી વખત પેશાબ થાય છે તે તપાસવું જોઈએ |
08:28 | સાથે જ, યોગ્ય મોઢાની પકડ બદ્દલ માતાને માર્ગદર્શન આપવું જોઈએ. |
08:32 | યોગ્ય મોઢાની પકડ આજ શ્રેણીના અન્ય ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવી છે. |
08:39 | આગળ,
ચાલો બાળકને વીંટાળેલા કપડામાંથી કાઢવાનું શીખીએ- |
08:44 | પહેલા, માતાએ ટટ્ટાર સ્થિતીમાં બેસવું જોઈએ. |
08:48 | ત્યારબાદ, એક હાથથી ગાંઠને ખોલવાનું શરુ કરવું અને |
08:53 | વીંટાળેલા કપડાની બહારની બાજુએ બાળકના નીચલા ભાગને બીજા હાથથી આધાર આપવો. |
08:58 | ત્યાર બાદ-
એજ હાથથી વીંટાળેલા કપડાને ઢીલું કરવું જેનો ઉપયોગ પહેલા ગાંઠને ખોલવા માટે કર્યો હતો. |
09:04 | પછી-
બાળકના નીચલા ભાગને આધાર આપતા કપડામાં હાથ નાખો અને |
09:11 | બાળકના નીચલા ભાગને આધાર આપવા માટે કપડાની બહારની બાજુથી બીજા હાથનો ઉપયોગ કરો. |
09:16 | ત્યારબાદ, બાળકને ઉપર ઊંચકી લો અને તેને વીંટાળેલા કપડાથી મુક્ત કરો. |
09:21 | ત્યાર બાદ, યાદ રાખો કે બાળકનું માથું એ રીતે પકડવું કે- |
09:26 | જ્યાં અંગુઠો એક કાનની પાછળ હોય અને |
09:28 | અન્ય આંગળીઓ બીજા કાનની ફરતે રહે. |
09:30 | KMC દરમ્યાન- |
09:32 | માતાએ તરત જ ડોક્ટર અને આરોગ્ય કાર્યકરની સલાહ લેવી જોઈએ- |
09:37 | જો બાળક સાવધ અને સક્રિય ન હોય તો. |
09:41 | જો બાળક ખુબ ઝડપથી શ્વાસ લેતું હોય અથવા તેનો શ્વાસ વચ્ચે વચ્ચે ખુબ અટકતો હોય તો. |
09:46 | જો બાળકનાં હોઠ અથવા જીભ ભૂરી થઇ હોય તો. |
09:50 | અને જો બાળકના તળિયા ઠંડા પડેલા હોય તો, માતાએ તુરત ડોક્ટર અને આરોગ્ય કાર્યકરથી સલાહ લેવી |
09:57 | Kangaroo mother care પરનાં આ ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે. |
10:01 | જોડાવાબદ્દલ આભાર. |