Difference between revisions of "Health-and-Nutrition/C2/Side-lying-hold-for-breastfeeding/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 348: | Line 348: | ||
|09:47 | |09:47 | ||
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |09:50 | ||
+ | | IIT Bombay તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. | ||
|- | |- |
Latest revision as of 18:07, 25 August 2020
00:01 | ધવડાવવા માટેની Side-Lying પકડ પરના Spoken Tutorial માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, માતા અને તેના બાળક માટે યોગ્ય ધવડાવવાની પકડની પસંદ. |
00:13 | ધવડાવવા પહેલા માતાની તૈયારી અને side-lying પકડની રીત. |
00:20 | ચાલો શરુ કરીએ. દુનિયાભરમાં, માતાઓ તેમના બાળકને વિવિધ પ્રકારની પકડોનો ઉપયોગ કરી ધવડાવે છે. |
00:27 | પહેલાના ટ્યુટોરીયલમાં ચર્ચા કર્યા પ્રમાણે- માતા અને તેના બાળક માટે ઉત્તમ ધવડાવવાની પકડ એ છે કે જેમાં-માતા અને બાળક બંને સંપૂર્ણ ધાવણ દરમ્યાન આરામદાયક સ્થિતિમાં રહે. |
00:40 | બાળક માતાની છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાવામાં સક્ષમ હોય |
00:45 | અને તે પૂરતું દૂધ મેળવે. |
00:49 | ચાલો આમાંની એક પકડ જે કેSide-lyingપકડ કહેવાય છે તેના વિશે શીખીએ. |
00:54 | રાત્રીના સમયે ધવડાવતી વખતે આ પકડનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે.. |
00:59 | અથવા જયારે માતાની ડિલિવરી સિઝેરિયન થયી હોય, |
01:03 | અથવા માતા જ્યારે થાકેલી હોય . |
01:06 | બાળકને ધવડાવવા પહેલા, માતાએ તેના હાથને સાબુ અને પાણી વડે ધોવા .
અને યોગ્ય રીતે સુકાવવા. |
01:14 | ત્યારબાદ તેણે એક ગ્લાસ ઉકાળીને ઠંડુ પાડેલું પાણી પીવું જોઈએ. |
01:18 | ધવડાવનારી માતાઓ દિવસદીઠ આશરે ૭૫૦ થી ૮૫૦ મિલીલીટર દૂધનું ઉત્પાદન કરે છે.
તેથી, તેમણે તેમની રોજની પાણી પીવાની માત્રા વધારવી. |
01:30 | આગળ, માતાએ જે છાતીથી તેના બાળકને ધવડાવવું હોય તે છાતીને ખોલવી . |
01:35 | તેણે એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે તેની બ્રા અથવા કબજાનું દબાણ છાતી પર ન પડે. |
01:41 | આગળ, જે બાજુએથી માતાએ તેના બાળકને ધવડાવવું હોય તે બાજુએ આરામદાયક રીતે આડી પડે . |
01:48 | તેણે તેના માથાનીચે તકિયાને રાખવા. અને ગબડી ના જવાય તે માટે તેના બે પગ વચ્ચે પણ તાકિયાને મુકવા. |
01:57 | આ ચિત્રમાં માતા તેના બાળકને જમણી બાજુએ થી ધવડાવે છે માટે તે જમણી બાજુ આડી પડી છે. |
02:06 | આગળ, ચાલો બાળકના શરીરને યોગ્ય સ્થિતિમાં કેવી રીતે ગોઠવવું તે શીખીએ. |
02:12 | બાળકને માતાના બાજુએ એ રીતે મૂકવું કે તેનું પેટ માતાના પેટને અડે. |
02:21 | માતા જે બાજુએથી આડી પડી હોય તે બાજુના હાથ વડે બાળકના પાછળ આધાર આપવો. |
02:29 | આ ચિત્રમાં માતા તેના બાળકને તેના જમણા હાથ વડે આધાર આપી રહી છે. |
02:36 | બાળકના શરીરને તેના નજીક રાખવા માટે માતા બાળકના પાછળ તકિયો પણ ગોઠવી શકે છે. |
02:42 | ઓછા અંતરથી બાળકને માતાની છાતી સુધી પહોંચવા માટે ઓછી મહેનત કરવી પડશે. |
02:49 | અને બાળકને ઉંડાણપૂર્વક જોડાવવા માં મદદ મળશે . |
02:55 | યાદ રાખો, માતાએ તેની પીઠ ઝુકાવીને છાતીને બાળક નજીક લાવવું ન જોઈએ. આનાથી બાળકના શરીર અને માતાના પેટના વચ્ચે અંતર આવે છે. |
03:06 | તેણે હમેશા તેની પીઠ ટટ્ટાર રાખવી જોઈએ અને બાળકને તેનાં છાતી સુધી પહોંચાડવા નજીક લાવવું લેવું . |
03:12 | બીજી મહત્વની વાત એ છે કે જેમાં બાળકના પૂર્ણ શરીરને કેવી રીતે ગોઠવ્યું છે. |
03:21 | આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે, આપણું માથું, ગળું અને શરીર હમેશા સીધી રેખામાં હોય છે. |
03:31 | તેજ રીતે, ધાવતીવખતે બાળકનું માથું, ગળું અને શરીર હમેશા સીધી રેખામાં હોવું જોઈએ. |
03:39 | આનાથી દૂધને ગળવામાં બાળકને સરળતા રહેશે. |
03:44 | હવે આપણે ત્રીજી મહત્વની વાત જોઈએ બાળકને કેવી રીતે ગોઠવવું. |
03:50 | માતાએ પોતાના હાથ વડે બાળકના પાછળ આધાર આપવો જોઈએ. |
03:54 | નહીંતો , બાળકને યોગ્ય રીતે જોડાવવા માટે ખુબ મહેનત કરવી પડશે. |
04:01 | આગળ, ચાલો બાળકના નાક અને દાઢીની સ્થિતિ તરફે જોઈએ. |
04:07 | બાળકનું નાક હંમેશા સ્તનની ડીંટડીની રેખામાં હોવું જોઈએ. |
04:13 | અને તેની દાઢી આગળ પડતી અને છાતીના અત્યંત નજીક હોવી જોઈએ. |
04:17 | આનાથી એ વાતની ખાતરી થશે કે બાળક ધાવતી વખતે મોટા પ્રમાણમાં areola ના નીચેની બાજુનો ભાગ મોઢામાં લેશે. |
04:25 | અને તેથી, વધુ દૂધને અસરકારક રીતે પીવા માટે નીચલા જડબાનો ઉપયોગ કરશે. |
04:32 | કૃપા કરી નોંધ લો- Areola એ સ્તનની ડીંટડી ફરતે આવેલ ઘટ્ટ વિસ્તાર છે. |
04:39 | હવે બાળક યોગ્ય પકડમાં છે, હવે શીખીએ છાતીની કેવી રીતે પકડવી. |
04:46 | બીજો હાથ જે મુક્ત છે તે હાથીની આંગળીઓનો ઉપયોગ કરીને , માતાએ C આકારમાં બાજુએથી છાતીને પકડવું. |
04:55 | આ ચિત્રમાં માતા તેની જમણી છાતીને પકડવા માટે તેના ડાબા હાથનો ઉપયોગ કરી રહી છે. |
05:05 | જે આંગળીઓથી છાતીને પકડી હોય તે હંમેશા બાળકના હોઠના દિશામાં હોવી જોઈએ. |
05:13 | શા માટે ? ચાલો એક સરળ ઉદાહરણ દ્વારા આ સમજીએ. |
05:18 | આપણે જ્યારે વડાપાવ કે બર્ગર ખાઈએ છીએ ત્યારે, આપણું મોઢું અને હોંઠ આડી રીતે ખુલે છે. |
05:25 | મોટુ બચકું લેવા માટે આપણે વડા પાવ કે બર્ગરને આડી રીતે પકડીએ છીએ. |
05:31 | અહીં, અંગુઠો અને આંગળીઓ હોંઠનાં સમાંતર મુકાય છે. |
05:37 | આપણે જો વડા પાવ કે બર્ગરને ઉભી રીતે પકડીએ તો, આપણે મોટુ બચકું લઇ શકીશું નહી. |
05:44 | એજ પ્રમાણે, બાળકનાં હોઠની દિશાની નોંધ લો. હોઠ અહીં ઉભી દિશામાં છે. |
05:51 | તેથી, આંગળીઓ અને અંગુઠો પણ છાતી પર ઉભી દિશામાં મુકાવા જોઈએ. |
05:59 | આનાથી બાળકને અરીઓલાનો મોટો ભાગ મોઢામાં લેવામાં મદદ મળશે. |
06:05 | બાળકનાં હોઠથી સમાંતર રહેવાના બદલે, માતાનો અંગુઠો અને આંગળીઓ હમેશા ડીટડીથી 3 આંગળીઓનાં અંતરે હોવા જોઈએ. |
06:18 | ફરીથી, વડા પાવ કે બર્ગર ખાતી વખતે, જો આપણે ખુબ નજીકથી પકડીએ તો, મોટુ બચકું લેવાથી આપણી આંગળીઓ મોઢાને અવરોધ કરશે. |
06:28 | આપણે જો ખુબ દુરથી પકડીએ તો, આપણા મોઢામાં બેસવા યોગ્ય તેનો આકાર રહેશે નહી. |
06:34 | તેથી, આપણે મોટુ બચકું લેવા માટે યોગ્ય અંતરે પકડવું જોઈએ. |
06:40 | એજ પ્રમાણે બાળક માટે, યોગ્ય અંતર છે ડીટડીથી 3 આંગળીઓનું અંતર, જેવું કે આ ચિત્રમાં દર્શાવ્યું છે. |
06:49 | આ અંતર એ વાતની ખાતરી કરશે કે- માતાની આંગળીઓ બાળકને તેનાં મોઢામાં અરીઓલાનો મોટો ભાગ લેવામાં અટકાવે નહી. |
06:58 | માતા જો ફક્ત ડીટડીને દબાવશેતો બાળકને ખુબ ઓછા પ્રમાણમાં દૂધ મળશે. |
07:05 | માતા અરીઓલાનાં નીચે આવેલ મોટી દૂધની નસને દબાવે જેથી વધુ દૂધ બહાર નીકળશે. |
07:12 | અને છાતીનો આકાર યોગ્ય રહે જેથી બાળકને ઉંડાણપૂર્વક જોડાવામાં મદદ મળે. |
07:19 | ચાલો વડા પાવ કે બર્ગરનાં ઉદાહરણ પર પાછા આવીએ. |
07:24 | વડા પાવ કે બર્ગરને યોગ્ય રીતે પકડ્યા બાદ, આપણે મોટુ બચકું લેવા માટે હમેશા તેને દબાવીએ છીએ. |
07:32 | એજ પ્રમાણે, માતાએ નીચેથી C આકારમાં તેનાં છાતીને પકડી રાખીને હળવેથી દબાવવું જોઈએ.
આનાથી બાળકને તેનાં મોઢામાં છાતીનો મોટો ભાગ લેવામાં મદદ મળશે. |
07:46 | પરંતુ યાદ રાખો, માતાએ કાતર આકારમાં તેનાં છાતીને દબાવવું ન જોઈએ. |
07:53 | કાતર આકારમાં દબાવવાથી છાતીને ચિમટી ભરશે અને પરિણામસ્વરૂપ ડીટડી દ્વારા સ્તનપાન થશે. |
08:00 | સાથે જ ખ્યાલ રાખો કે અંગુઠા અને આંગળીઓ વડે છાતીનું સરખા પ્રમાણમાં દબાણ હોય. |
08:07 | નહી તો, ડીટડી કાં તો જમણી તરફ ખસી જશે અથવા તો ડાબી તરફ, |
08:14 | અને તેનાથી બાળક છાતીથી યોગ્ય રીતે જોડાઈ શકશે નહીં . |
08:19 | હવે બાળક બાજુએથી સૂઈને છાતીથી યોગ્ય રીતે જોડાઈને ધાવવા માટે તૈયાર છે. |
08:27 | બાળકનું છાતી સાથે ઉંડાણપૂર્વક યોગ્ય જોડાણ રીત સમાન શ્રેણીના અન્ય વિડિઓમાં સમજાવવામાં આવ્યું છે. |
08:34 | જયારે બાળક છાતીથી ઊંડાણપૂર્વક જોડાય જાય પછી માતાએ તેના હાથને છાતી પરથી મુક્ત કરવો. |
08:41 | અને તે હાથનો બાળકને નજીક લાવવા અને તેના શરીરને આધાર આપવા માટે ઉપયોગ કરવો. |
08:49 | તેના જમણા હાથને બાળકના પાછળથી કાઢીને પોતાના શરીરથી 90 ડિગરી પર મુકવો. |
08:58 | માતા તે હાથને વાળીને તાકિયામાં પણ મૂકી શકે છે . |
09:04 | આ ચિત્રમાં માતા તેના ડાબા હાથથી જમણી છાતીને મુક્ત કરી રહી છે. |
09:11 | તે તેના ડાબા હાથનો ઉપયોગ બાળકને પાછળથી આધાર આપવા માટે અને બાળકના શારિર ને નજીક લાવવા માટે કરી રહી છે. |
09:19 | તેણે તેનો જમણો હાથ બાળકના પાછળથી કાઢીને, |
09:22 | તેના શરીરના 90 ડિગરી પર મુક્યો છે. |
09:26 | તેનો જમણો હાથ વાળી ને |
09:29 | તકિયા ના નીચે મુક્યો છે. |
09:33 | એક છાતીથી ધવડાવ્યા બાદ- માતાએ બીજી બાજુએ ફરીને ધવડાવવું. |
09:43 | આ ચિત્રમાં માતા ડાબી છાતીથી ધવડાવવા માટે ડાબી બાજુએ ફરી છે. |
09:47 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
09:50 | IIT Bombay તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
09:54 | જોડાવાબદ્દલ આભાર. |