Difference between revisions of "Linux-Old/C2/Synaptic-Package-Manager/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |"સીનેપ્ટીક પેકેજ મેનેજરનો ઉપયોગ" સમજાવતા આ મૌખિક ટ્ય…')
 
 
(One intermediate revision by one other user not shown)
(No difference)

Latest revision as of 16:58, 6 September 2018

Time Narration
0:00 "સીનેપ્ટીક પેકેજ મેનેજરનો ઉપયોગ" સમજાવતા આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.
0:06 આપણે આ ટ્યુ્ટોરીઅલમાં ઉબુન્ટુ ઉપર એપ્લીકેશન્સ કેવી રીતે સંસ્થાપિત કરવી તેનો અભ્યાસ કરીશું.
0:17 આ ટ્યુ્ટોરીઅલ સમજાવવા હું ઉબુન્ટુ ૧૦.૦૪,જીનોમ એન્વાર્નમેન્ટ સાથેના ડેસ્કટોપનો ઉપયોગ કરી રહી છું.
0:24 સીનેપ્ટીક પેકેજ મેનેજરનો ઉપયોગ કરવા તમારી પાસે વહીવટી અધિકારો એટલેકે administrative rights હોવા જરૂરી છે.
0:29 વળી ઈન્ટરનેટનું જોડાણ બરાબર કાર્ય કરતુ હોવું જોઈએ.તો ચાલો પહેલા સીનેપ્ટીક પેકેજ મેનેજરને ખોલીએ.
0:36 તેના માટે સીસ્ટમમાં "એડમીનીસ્ત્રેશન" ઉપર જઈ,સીનેપ્ટીક પેકેજ મેનેજરને પસંદ કરો.
0:47 અહીં,એક સત્તાધિકરણ એટલે કે ઓથેન્ટીકેશન ડાયલોગ બોક્સ ખુલે છે જે પાસવર્ડ પૂછે છે.
0:55 ચાલો પાસવર્ડ આપીએ અને એન્ટર દબાવીએ.
1:06 સીનેપ્ટીક પેકેજ મેનેજરનો પહેલી વાર થતા ઉપયોગ વખતે એક પરિચય આપતો ડાયલોગ બોક્સ ખુલે છે.
1:13 આ ડાયલોગ બોક્સ સીનેપ્ટીક પેકેજ મેનેજરના ઉપયોગ વિશેની માહિતી ધરાવે છે.
1:20 ચાલો એપ્લીકેશન અથવા પેકેજ સંસ્થાપિત કરવા સીનેપ્ટીક પેકેજ મેનેજરમાં "પ્રોક્સી અને રીપોઝીટરી"ને રૂપરેખાંકિત કરીએ.
1:29 આ કરવા ચાલો "સીનેપ્ટીક પેકેજ મેનેજરની બારી" પર જઈએ.
1:36 "સેટિંગ" ઉપર જઈ "પ્રેફેરન્સ" ઉપર દબાવો.
1:44 પડદા ઉપર પ્રેફરન્સ બારીના ઘણા બધા ટેબ્સ દ્રશ્યમાન થાય છે.પ્રોક્સી સેટિંગ માટે નેટવર્ક ઉપર દબાવીએ.
1:55 પ્રોક્સી સર્વરમાં બે વિકલ્પો છે: સીધું(Direct) જોડાણ અને હાથ વડે થતું(Manual) પ્રોક્સી જોડાણ.હું હાથ વડે થતી પ્રોક્સી રૂપરેખા જે દેખાય છે તે પસંદ કરું છું.તમે તમને યોગ્ય લાગતું વિકલ્પ પસંદ કરી શકો.હવે ઓથેન્ટીકેશન બટનને દબાવીએ.HTTP ઓથેન્ટીકેશન બારી કમ્પ્યુટર પડદા ઉપર દ્રશ્યમાન થાય છે.
2:21 ઉપયોગકર્તાનું નામ અને પાસવર્ડ જરૂર હોય તો દાખલ કરી ઓકે દબાવો.હવે આ ફેરફારો લાગુ પાડવા "અપ્લાય" પર દબાવીએ.બારી બંધ કરવા ઓકે પર દબાવીએ.
2:38 ફરી "સેટિંગ" પર જઈએ અને "રીપોઝીટરી" પર દબાવીએ.
2:46 "સોફ્ટવેર સોર્સીસ બારી" પડદા ઉપર દ્રશ્યમાન થાય છે.
2:51 "ઉબુન્ટુ સોફ્ટવેર" ડાઉનલોડ કરવા ઘણા વિવિધ સ્ત્રોત છે."ડાઉનલોડ ફ્રોમ" યાદી પર દબાવી,માઉસ પકડી રાખી તેમાં રહેલ રીપોઝીટરીની સૂચી જોઈએ.
3:05 "અધર.." વિશ્વમાં રહેલ સર્વરોની સૂચી દર્શાવે છે.
3:12 આ બારી બંધ કરવા "કેન્સલ" પર દબાવીએ.હું અહીં પ્રદર્શિત "સર્વર ફોર ઇન્ડિયા"નો ઉપયોગ કરી રહી છું."સોફ્ટવેર સોર્સીસ" બારી બંધ કરવા "ક્લોઝ" દબાવીએ.
3:26 આ સાધનનો ઉપયોગ શીખવા,ચાલો ઉદાહરણ માટે હું "વીએલસી પ્લેયર"ને સંસ્થાપિત કરું.
3:34 જો તમે સીનેપ્ટીક પેકેજ મેનેજરનો પહેલી વાર ઉપયોગ કરતા હોવ,તો તમારે પેકેજીસને ફરી ભરવા(reload)પડશે.તેના માટે "ટૂલ બાર" પરના "રીલોડ" બટનને દબાવીએ.આ થોડીક સેકંડ લેશે.આપણે જોઈ શકીએ છીએ કે પેકેજીસ ઈન્ટરનેટ દ્વારા બદલાઈ અને સુધારી રહ્યા છે.
3:59 જેવી "ફરી લોડ" થવાની પ્રક્રિયા સમાપ્ત થાય,"ક્વિક સર્ચ બોક્સ" જે ટૂલ બાર ઉપર છે તેમાં "વીએલસી" લખીએ.
4:14 અહીં આપણે વીએલસીના બધા પેકેજીસની સૂચી જોઈ શકીએ છીએ.
4:19 "વીએલસી પેકેજ"ને પસંદ કરવા,દ્રશ્યમાન થતા મેનુ બારમાંથી ચેક બોક્સને દબાવી "માર્ક ફોર ઈંસ્ટોલેશન"ને પસંદ કરીએ.
4:34 રીપોઝીટરી પેકેજોની સૂચી દર્શાવતો એક ડાયલોગ બોક્સ ખુલે છે.બધા આધારભૂત પેકેજો આપોઆપ પસંદ થાય તે માટે "માર્ક" બટન દબાવીએ.
4:46 હવે ટૂલ બાર પર જઈ,"અપ્લાય" બટન દબાવીએ.
4:52 સાર આપતી બારી ખુલે છે જે સંસ્થાપિત કરવા માટેના પેકેજોની માહિતી આપે છે.સંસ્થાપન પ્રક્રિયા શરુ કરવા "અપ્લાય" બટન દબાવીએ.
5:05 સંસ્થાપન પ્રક્રિયા સંસ્થાપિત થતા પેકેજોની સંખ્યા અને પરિમાણને આધારે થોડો સમય લે છે.પહેલાની જેમ આ થોડો સમય લેશે.
5:25 જેવી સંસ્થાપન પ્રક્રિયા સમાપ્ત થશે,"ડાઉનલોડીંગ પેકેજીસ ફાઈલ" બારી બંધ થઇ જશે.
5:43 આપણે બદલાવને લાગુ પડતા જોઈ શકીએ છીએ.
6:00 વીએલસી સંસ્થાપિત થઇ ગયું છે.હવે "સીનેપ્ટીક પેકેજ મેનેજર બારી"ને બંધ કરીએ.
6:09 હવે તપાસીએ કે વીએલસી પ્લેયર સફળતાપૂર્વક સંસ્થાપિત થયું છે કે નહીં!
6:15 તે માટે,એપ્લીકેશનના "સાઉંડ એન્ડ વિડીઓ" ઉપર જાઓ.અહીં આપણે વીએલસી મીડિયા પ્લેયર ને સૂચિમાં જોઈ શકીએ છીએ.મતલબ વીએલસી સફળતાપૂર્વક સંસ્થાપિત થયું છે.આજ રીતે,આપણે બીજી અન્ય એપ્લીકેશન પણ સંસ્થાપિત કરી શકીએ.
6:36 હું સારાંશ આપું : આ ટ્યુ્ટોરીઅલમાં આપણે સીનેપ્ટીક પેકેજ મેનેજરમાં "પ્રોક્સી અને રીપોઝીટરી"ને રૂપરેખાંકિત કેવી રીતે કરવું અને સીનેપ્ટીક પેકેજ મેનેજર દ્વારા એપ્લીકેશન અથવા પેકેજને કેવી રીતે સંસ્થાપિત કરવું તે શીખ્યા.
6:51 મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે. મિશન વિષે વધુ જાણકારી આ લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે.
7:19 IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર.

Contributors and Content Editors

Chandrika, Nancyvarkey, Pravin1389